વિટામિન D સપ્લીમેન્ટો: તે સલામતીપૂર્વક કેવી રીતે લેવી
તમે આમાં જોડાવા માગો છો કે નહિ તે નક્કી કરતાં પહેલાં અને તમને આપવામાં આવેલી વિટામિન D સપ્લીમેન્ટો લેવાનું શરૂ કરો તે પહેલાં, કૃપા કરીને આ પત્રિકા પૂરેપૂરી વાંચો.
Applies to England
વિગતો
વિટામિન D સલામતીપૂર્વક લેવી
કૃપા કરીને તમે ઉત્પાદનનું લેબલ વાંચો છો અને તેમાં આપેલી સૂચનાઓનું પાલન કરો છો તેની ખાતરી કરો.
દરેક ‘દિવસની 1’ વિટામિન D સપ્લીમેન્ટમાં 10 માઈક્રોગ્રામ્સ (µg) વિટામિન D હોય છે. આ વિટામિન Dના 400 ઈન્ટરનેશનલ યૂનિટ્સ (IU) બરોબર છે. સામાન્ય જનતા માટે, તેમની સામાન્ય તંદુરસ્તી તેમજ ખાસ કરીને હાડકાં અને સ્નાયુઓના આરોગ્યના રક્ષણ માટે સરકાર દ્વારા ભલામણ કરવામાં આવેલ તેનું આ રોજિંદું પ્રમાણ છે.
જો તમારા જી.પી.એ તમારા માટે જુદા પ્રમાણમાં વિટામિન D લેવાની ભલામણ કરી હોય, તો તમારે તમારા જી.પી.ની સલાહ અનુસરવી જોઈએ.
ભલામણ કરવામાં આવ્યા કરતાં વધારે ડોઝ લેશો નહિ (10 માઈક્રોગ્રામ્સ (µg) બરોબરીના400 ઈન્ટરનેશનલ યૂનિટ્સ ધરાવતી રોજની 1 સપ્લીમેન્ટ). આટલું પ્રમાણ લેવાનું સલામત છે, જે તમારી પૌષ્ટિકતાની જરૂરતો પૂરી કરવા માટે બનાવાયેલ છે. હાલમાં આનાથી વધારે લેવાની ભલામણ કરવામાં આવતી નથી.
મોટા ભાગનાં લોકો માટે રોજની વધુમાં વધુ 100 માઈક્રોગ્રામ્સ (µg) બરોબરીના 4000 ઈન્ટરનેશનલ યૂનિટ્સ) લેવાનું સલામત માનવામાં આવે છે. જે થોડાંક લોકો લાંબા સમયથી ખૂબ વધારે પ્રમાણમાં વિટામિન D સપ્લીમેન્ટો લઈ રહ્યાં હોય, તેમના શરીરમાં ખૂબ વધારે પડતો કેલ્સીયમ ભેગો (હાયપરકેલસીમીઆ) થઈ શકે છે. આનાથી હાડકાં નબળાં થઈ શકે છે અને કિડની તેમજ હ્રદયને નુક્સાન થઈ શકે છે. NHS.UK પાસે વિટામિન D વિશે, તે કેટલા પ્રમાણમાં લેવી જોઈએ, તેના સહિત વધારે માહિતી છે.
કેટલીક દવાઓ વિટામિન Dના મોટા ડોઝ સાથે પ્રતિક્રિયા કરી શકે એવું બને, પરંતુ 10 માઈક્રોગ્રામ્સ વિટામિન D સપ્લીમેન્ટ સાથે કોઈ સમસ્યાઓ સંકળાયેલી નથી. આ સપ્લીમેન્ટો ખોરાકની પૂરવણી તરીકે છે અને તે વિભિન્ન પ્રકારના ખોરાકને બદલે લેવામાં આવવી જોઈએ નહિ.
કયાં લોકોએ આમાં ભાગ ન લેવો જોઈએ
તમારે વિટામિન D સપ્લીમેન્ટો મેળવવા માટે હા ન પાડવી જોઈએ, જોઃ
-
તમારા જી.પી. અથવા આરોગ્ય વ્યવસાયિકે લખી આપેલ વિટામિન D સપ્લીમેન્ટ તમે પહેલેથી લઈ રહ્યાં હો
-
તમે 18 વર્ષથી ઓછી ઉંમરનાં હો
-
તમને એવી કોઈ તબીબી બીમારી હોય કે સારવાર લઈ રહ્યાં હો, જેના લીધે તમે સામાન્ય જનતાંનાં બીજાં લોકો જેટલા પ્રમાણમાં સલામતીપૂર્વક વિટામિન D ન લઈ શકો
જો તમે નીચેનામાંથી કોઈ જૂથમાં હો, અથવા તમને નીચેનામાંથી કોઈ પણ તબીબી બીમારી હોય, તો તમારે આ પ્રક્રિયા મારફતે તે માટે હા ન પાડવી જોઈએ અને આગામી અપોઈન્ટમેન્ટ વખતે તમારા જી.પી. કે આરોગ્ય વ્યવસાયિક સાથે વાતચીત કરવી જોઈએ. કેટલાંક જૂથનાં લોકોએ ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે, જેઓ મૂત્રપિંડ, એન્ડોક્રિનોલોજી કે કેન્સરના નિષ્ણાતની સારવાર હેઠળ હોય તે લોકો સહિત. આમાં જેમનામાં વિટામિન Dનું ખૂબ ઊંચું પ્રમાણ હોય તે લોકો, કિડની સ્ટોન્સ(હાલમાં કે ભૂતકાળમાં) પૅરાથાઈરોઈડ હોરમોનનું ખૂબ વધારે પ્રમાણ(હાયપરપૅરાથાઈરોડીઝમ), કેન્સર (કેટલાક પ્રકારના કેન્સરથી કેલ્સીયમનું પ્રમાણ વધી જઈ શકે છે), કિડનીનો ગંભીર રોગ અનેસારકોઈડોઈસ નામની અતિ અપવાદરૂપ બીમારી ધરાવતાં લોકોનો સમાવેશ થઈ શકે.
તમારી વિટામિન D સપ્લીમેન્ટો કેવી રીતે સંઘરવી
સપ્લીમેન્ટો નાનાં બાળકોની પહોંચથી બહાર રહે તેવી રીતે રાખો.
સપ્લીમેન્ટો પાલતૂ પ્રાણીઓથી દૂર રાખવી જોઈએ. તમને આપવામાં આવેલ વિટામિન D સપ્લીમેન્ટો તમારા પાલતૂ પ્રાણીએ ખાઈ લીધી હોવાની તમને ચિંતા હોય તો પ્રાણીઓના ડોક્ટર સાથે વાત કરો.
તમને મળે ત્યારે તે ઉત્પાદન હજુ સીલબંધ છે તે તપાસો અને જો તે સીલ તૂટેલું હોય તો તે સપ્લીમેન્ટો લેશો નહિ.
Updates to this page
-
Updated page details.To opt-in you need to register your details on the NHS website by 21 February 2021.
-
Added translated versions in Arabic, Bengali, Bulgarian, Chinese (Simplified), Chinese (Traditional), French, Gujarati, Hindi, Nepali, Polish, Portuguese, Punjabi and Urdu.
-
Added that you should not opt in to receive the vitamin D supplement if you are already taking, or are prescribed, a medication that contains vitamin D by your GP or healthcare professional.
-
First published.