માર્ગદર્શન

રોડમૅપના પગલા 4 ઉપર જવું

અપડેટ થયેલ 27 August 2021

Applies to England

ફેબ્રુઆરીમાં, સરકારે તેમનો રોડમૅપ બહાર પાડ્યો હતો, જે ઇંગ્લેન્ડમાં સાવચેતીપૂર્વક નિયંત્રણો હળવાં બનાવવા માટેની પગથિયાંવાર યોજના હતી.[footnote 1] ફેબ્રુઆરીથી, અમે તારીખો નહિ પણ આંકડાના આધાર પર કેવી રીતે નિયંત્રણો હળવાં કરીએ છીએ તેના અમારા વલણને આ રોડમૅપથી માર્ગદર્શન મળ્યું છે. આ દસ્તાવેજ એ ગોઠવણો જણાવે છે જે ઇંગ્લેન્ડમાં અમલમાં મૂકવામાં આવશે. ડીવોલ્વ્ડ એડમિનિસ્ટ્રેશનો સ્કૉટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડ માટેની યોજનાઓ તૈયાર કરી રહેલ છે.

સરકારે 19 જુલાઈથી રોડમૅપના પગલા 4 ઉપર જવાનું નક્કી કર્યું છે, જે કોવિડ-19નાં જોખમોનું સંચાલન કરવાની સાથે એક સતત સાવચેતીનો તબક્કો છે. આ 14 જૂન પછીના રોજ જાહેર કરવામાં આવેલ ચાર અઠવાડિયાના રોકાણ બાદ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 10 જુલાઈના રોજ રસીના વધારાના 7 મિલિયન (3.5 મિલિયન પહેલા અને લગભગ 3.6 મિલિયન બીજા) ડોઝ આપી શકાયા છે. 19 જુલાઈ સુધીમાં દરેક પુખ્ત વ્યક્તિને પહેલો ડોઝ આપવામાં આવ્યો હોવાની અને બે તૃતિયાંશ પુખ્તોને બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાની અપેક્ષા છે.

મહામારી હજુ સુધી પૂરી થઈ નથી. કેસો ઝડપથી વધી રહ્યા છે અને ત્રીજી લહેર આવવાની તૈયારીમાં છે. પગલું 4 સાવચેતી અને નિયંત્રણો પૂરાં થયાં હોવાની નિશાની નથી. પગલા 4 ઉપર, સરકારે મહામારી દરમ્યાન લાદેલા ઘણાં કાનૂની નિયંત્રણો ઉઠાવી લેવાયા હોવા છતાં, સાવચેતીનું માર્ગદર્શન હજુ પણ અમલમાં રહેશે, જે સ્પષ્ટ કરે છે કે આ સ્થિતિ હજુ સુધી સાધારણ થઈ નથી. જ્યારે કેસની સંખ્યા ઘણી વધારે છે અને હજુ પણ વધતી જાય છે, ત્યારે દરેક જણે સાવચેતીપૂર્વક વર્તવાની અને સચેત રહેવાની જરૂર છે. અમે વાઈરસ સામે પગલાં લેવાનું ચાલુ રાખીશું અને આગામી મહિનાઓ દરમ્યાન માર્ગદર્શન પૂરું પાડીશું.

હાલનાં નિયંત્રણો હળવાં બનાવવા માટેનો કોઈ સમય સર્વોત્તમ નથી, પરંતુ 19 જુલાઈના રોજ પગલા 4 પર જવાનો અર્થ એ થશે કે આ હળવાશો સ્કૂલનું સત્ર પૂરું થવાના સમયે શરૂ થશે અને ઉનાળા દરમ્યાન લાગુ પડશે જ્યારે વધારે પ્રવૃત્તિઓ બહાર ખુલ્લામાં કરી શકાશે અને પાનખર અને શિયાળાના મહિનાઓ દરમ્યાન NHS उपरनां दबाणोउु ઉપર દબાણો ઓછાં પડશે.

રસીકરણ કાર્યક્રમની સફળતાએ સલામત અને તબક્કાવાર નિયંત્રણો ઉઠાવવાનો માર્ગ કરી આપ્યો છે. પરંતુ, કોઈ રસી 100% અસરકારક હોતી નથી, અને બીજા બધા વાઈરસોની જેમ કોવિડ-19 વાઈરસ પણ પોતાનું સ્વરૂપ બદલી શકે છે. જેમ વધુ નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યાં છે, તેમ દુ:ખદપણે બીજા વધુ કેસો, હોસ્પિટલમાં દાખલા અને મૃત્યુ પણ થશે.

1. મુખ્ય સુરક્ષાઓ

એટલા માટે અમે મુખ્ય સુરક્ષાઓ અમલમાં ચાલુ રાખી રહ્યાં છીએઃ

  • તમને ચિહ્નો હોય ત્યારે ટેસ્ટ કરાવવું અને શૈક્ષણિક સ્થાનોમાં, વધુ જોખમોવાળાં કામનાં સ્થળોએ લક્ષ્યાંક કરાયેલ લક્ષણવિહીન લોકોના ટેસ્ટ કરવા તેમજ તેમના અંગત જોખમો સામે પહોંચી વળવામાં મદદ કરવી.
  • પોઝિટિવ હોય ત્યારે અથવા NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા સંપર્ક કરવામાં આવે અથવા NHS કોવિડ-19 ઍપ દ્વારા સૂચિત કરવામાં આવે ત્યારે આઇસોલેટ કરવું.
  • સરહદો પર ક્વૉરન્ટાઇન: રેડ લિસ્ટ પરના દેશોમાંથી આવી રહેલાં બધાં લોકો, તેમજ એમ્બર લિસ્ટ પરના દેશોમાંથી આવી રહેલાં બધાં લોકો, જેમણે યુ.કે.ના રસીકરણ કાર્યક્રમમાં સંપૂર્ણ રસી લીધેલી હોય તેવાં યુ.કે.નાં રહેવાસીઓ સિવાય.
  • રોગનો ફેલાવો ઘણો વધારે છે તે દરમ્યાન વ્યક્તિઓ, ધંધા વ્યવસાયો તેમજ અરક્ષિત લોકો માટે સાવચેત રહેવાનું માર્ગદર્શન, જેમ કેઃ
    • જો કે હવે સરકાર લોકોને બને તો ઘરે રહીને કામ કરવાની સૂચના આપતી નથી, પરંતુ લોકો ઉનાળા દરમ્યાન ધીમે ધીમે કામ પર પાછા ફરે તેવી સરકારની અપેક્ષા અને ભલામણ છે;
    • સરકારની અપેક્ષા અને ભલામણ છે કે લોકોએ જાહેર વાહનો જેવાં ભીડવાળાં સ્થાનોએ ચહેરા પરનાં આવરણો પહેરી રાખે;
    • ઘરની બહાર રહેવું અથવા તાજી હવા અંદર આવવા દેવી; અને
    • સામાજિક સંપર્કોની સંખ્યા, અંતર તેમજ સમયગાળો બને તેટલો ઓછો રાખવો
  • ઊંચાં જોખમોવાળાં સ્થાનોમાં ચેપ લાગવાના જોખમને કાબૂમાં રાખવામાં મદદ માટે, NHS COVID PASSનો ઉપયોગ કરવાનું વ્યવસાયોને તેમજ મોટા કાર્યક્રમોના આયોજનોને પ્રોત્સાહન આપવું અને તેમાં ટેકો આપવો જ્યાં લોકો તેમનાં ઘરની બહારનાં બીજાં લોકો સાથે નજીકથી સંપર્કમાં આવી શકે તેવાં મોટાં ભીડવાળાં સ્થાનોનું સંચાલન કરતી સંસ્થાઓને NHS COVID પાસનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપવા સરકાર તેમની સાથે મળીને કામ કરશે. જો રોગને મર્યાદામાં રાખવા માટે પૂરતાં પગલાં નહીં લેવામાં આવે તો સરકાર બાદની તારીખે અમુક સ્થાનોમાં NHS COVID પાસ માટેનો અધિકૃત આદેશ આપવાનું વિચારશે.

2. ઉનાળા દરમ્યાન લેવાનાં પગલાં

  • 12 જુલાઈએ અને તે પછીના દિવસો દરમ્યાન, સરકાર મુખ્ય વર્તણૂંકો ચાલુ રાખીને જોખમ કેવી રીતે ઘટાડવું તેનું માર્ગદર્શન બહાર પાડશેઃ
    1. વ્યક્તિગત લોકો માટેઃ આપણે જ્યારે મોટા ભાગનાં કાનૂની નિયંત્રણોથી બહાર નીકળી રહ્યાં છીએ, ત્યારે આ માર્ગદર્શન આપણને સહુને જવાબદારીપૂર્વક વર્તવામાં મદદ માટે છે. જ્યારે રોગનો ફેલાવો વધારે છે, ત્યારે દરેક જણ આ માર્ગદર્શન અનુસરે અને પોતાનું તેમજ બીજાંનું રક્ષણ કરવાનાં પગલાં લે તે આવશ્યક છે.
    2. ધંધા વ્યવસાયો માટે, આપણે જેમ કોવિડ-19 સાથે જીવન શરૂ રહ્યાં છીએ ત્યારે જોખમો કેવી રીતે સમજવાં અને હળવાં બનાવવાં તેની સલાહ આપવી.
    3. તબીબી રીતે અત્યંત અરક્ષિત હોય તે લોકો માટે.
  • 19 જુલાઈના રોજ, મોટા ભાગના કાનૂની નિયંત્રણોનો અંત આવી જશે, સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ સામાજિક સંપર્કો પરના નિયંત્રણો નીકળી જશે અને બાકી રહેલા ધંધા વ્યવસાયો ફરીથી ખૂલી શકશે. તમામ પુખ્ત વયનાં લોકોને હવે રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે.
  • જુલાઈના અંત સુધીમાં, સરકાર સ્થાનિક વિસ્તારો માટે કોવિડ-19 ફાટી નીકળવા પરના નિયંત્રણ સંચાલનનું સુધારાયેલું માળખું પ્રકાશિત કરશે.
  • 16 ઓગસ્ટે, સંપૂર્ણ રસી મેળવી ચૂકેલાં[footnote 2], અને 18 વર્ષથી ઓછી ઉંમરનાં લોકો માટે સંપર્કની વ્યક્તિ તરીકે સેલ્ફ-આઈસોલેટ કરવાના નિયમો બદલાશે. જેમણે સંપૂર્ણ રસી ન મેળવેલી હોય તેમણે જો તેઓ સંપર્ક તરીકે હોય તો હજુ પણ આઈસોલેટ કરવાનું રહેશે, અને પોતાનું તેમજ બીજાં લોકોનું રક્ષણ કરવા માટે જો કોઈનું પોઝિટિવ પરિણામ આવે તો દરેક જણે હજુ પણ આઈસોલેટ કરવાનું રહેશે.
  • સપ્ટેમ્બરમાં, પાનખર અને શિયાળાના સમય માટે દેશ કેટલો તૈયાર છે તેની આકારણી કરવા માટે સરકાર એક સમીક્ષા હાથ ધરશે, જેમાં શિયાળાની શરૂઆત થાય ત્યારે આપણે જાહેર જનતા તેમજ વ્યવસાયો માટેનું માર્ગદર્શન ચાલુ રાખવું કે તેને સશક્ત બનાવવું તેના પર વિચારણા કરવામાં આવશે, જેમાં ચહેરાનાં આવરણોનો અને ટેસ્ટ, ટ્રેસ અને આઈસોલેટની વિચારણાનો પણ સમાવેશ થશે તેમજ બાકીના રેગ્યુલેશનો પર પણ પુનઃવિચારણા કરવામાં આવશે.

3. આગામી તબક્કામાં વાઈરસ સામે પહોંચી વળવા માટેની પાંચ પગલાંની યોજના

કોવિડ-19 પ્રતિસાદમાં જણાવ્યા મુજબ આ પાંચ પગલાની યોજનાઃ ઉનાળો 2021[footnote 3], આપણને સાધારણ જીવન પર પાછા ફરવાના આપણા સચેત અને સાવધાન માર્ગ ઉપર વાઈરસ સાથે જીવવાનાં જોખમોનું સંચાલન કરવામાં મદદ કરશે.

  1. દેશની રસી સુરક્ષા દિવાલને વધુ મજબૂત કરશે બૂસ્ટર રસીઓ તેમજ વધુ સંખ્યામાં લોકોને રસીઓ આપવાના કાર્યક્રમો મારફતે. યુવાન પુખ્ત લોકોને તેમજ જેમણે હજુ સુધી રસી નથી લધી તેમને રસી લેવાનું સરકાર પ્રોત્સાહન આપશે, સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં તમામ પુખ્ત લોકોને રસીના બે ડોઝ લેવાની તક મળવાની અને JCVIની આખરી સલાહ શું છે તેના આધારે, સૌથી વધારે અરક્ષિત લોકોને બુસ્ટર રસીઓ આપવાની ખાતરી કરશે.
  2. કાયદા લાગુ પાડવાને બદલે માર્ગદર્શન આપીને, જાહેર જનતાને માહિતીસભર નિર્ણયો લેવા સક્ષમ બનાવશે. 19 જુલાઈથી સરકાર બાકીનાં બંધ પડેલાં સ્થાનો ફરીથી ખોલશે અને નિયમનો ઉઠાવી લેશે, વ્યક્તિગત લોકો, ધંધા વ્યવસાયો તેમજ તબબી રીતે અત્યંત અરક્ષિત લોકોને દરેક જણનું રક્ષણ કરવામાં મદદ કરી શકે તેવાં વર્તનો પર માર્ગદર્શન પૂરું પાડશે. સરકાર જાહેર સેવાઓ એવી રીતે ચલાવવાનું વિચારશે જેથી દરેક જણને તે મેળવવામાં સલામતી લાગે અને તેવી જ અસરકારકતાથી વ્યવસાયો માટે પણ તે કામ કરે.
  3. ટેસ્ટ, ટ્રેસ અને આઈસોલેટની પ્રમાણસર યોજનાઓ જાળવી રાખવી ટેસ્ટ કરવાની આપણી પદ્ધતિ સરકાર અમલમાં ચાલુ રાખશે; લોકોને તેમનાં અંગત જોખમોના સંચાલન માટે મફત લૅટરલ ફ્લો ટેસ્ટ આપવાનું ચાલુ રાખશે; ઘરમાં આસોલેશન કરવાની હાલની આવશ્યકતાઓ સંપૂર્ણ રસી મેળવી ચૂકેલાં અને 18 વર્ષથી નાની ઉંમરનાંને મુક્તિ આપવાનું શરૂ કરતાં પહેલાં 16 ઓગસ્ટ સુધી ચાલુ રાખશે; અને સેલ્ફ આઈસોલેશન માટે વ્યવહારૂ અને નાણાંકીય ટેકા સાથેની સહાયતા સપ્ટેમ્બરના અંત સુધી આપવાનું ચાલુ રાખશે.
  4. વૈશ્વિક સ્તરે બહાર આવતા નવા પ્રકારોનું જોખમ ઓછું કરવા અને તે યુ.કે.માં પ્રવેશ ન કરે તે માટે, સરહદો પર જોખમો સંભાળશે અને વૈશ્વિક પ્રતિસાદને ટેકો આપશે. આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ટ્રાફિક લાઈટ પદ્ધતિ ચલાવવાનું સરકાર ચાલુ રાખશે, આખા ઉનાળા દરમ્યાન આ અઠવાડિયે અને દર ત્રણ અઠવાડિયે રેડ, એમ્બર અને ગ્રીન યાદીઓની પુનઃચકાસણી કરશે; સંપૂર્ણ રસી મેળવી ચૂકેલાં યુ.કે.નાં મુસાફરોને એમ્બર યાદી પરના દેશોમાંથી પાછાં ફરતી વખતે ક્વૉરન્ટાઇનની આવશ્યકતાઓમાંથી 19 જુલાઈથી મુક્તિ આપશે, જ્યારે નવા પ્રકારો ઓળખવા માટે PCR ટેસ્ટ આવશ્યક રાખશે; અને વિકસી રહેલા દેશોમાં લોકોને રસીઓની ઉપલબ્ધીઓને અગ્રતા આપીને વિશ્વ સ્તરે રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવશે.
  5. અણધાર્યા સંજોગો માટેનાં પગલાં જાળવી રાખશે, અનઅપેક્ષિત બનાવોનો પ્રતિસાદ આપવા, તેની સાથે દેશ જેમ કોવિડ-19ની સાથે જીવન જીવતાં શીખી રહ્યો છે તે સમયે હજુ બીજા કેસો, હોસ્પિટલોમાં દાખલ કરવા પડનારાંની સંખ્યા અને મૃત્યુની સંખ્યા વધશે તેનો સ્વીકાર કરીને. સરકાર નિયમિતપણે આંકડાઓ પર દેખરેખ ચાલુ રાખશે, જેથી NHSને અસહ્ય દબાણોનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરી શકાય; લોકલ ઓથોરિટીઓ સાથે કામ કરશે અને જેમને કોવિડ-19 સામે વધારાનો પ્રતિસાદ આપવાની જરૂર હોય તેવા સ્થાનિક વિસ્તારોને રાષ્ટ્રીય ટેકો પૂરો પાડશે; અને સ્થાનિક, પ્રાંતિય કે રાષ્ટ્રીય સ્તરે કોઈ ખતરનાક પ્રકારને દબાવવા કે તેના સંચાલન માટે જરૂરી હોવાનું પુરાવાઓમાં દેખાય તો સરકાર આર્થિક અને સામાજિક નિયંત્રણો ફરીથી લાદવા માટેની અણધાર્યા સંજોગો માટેની યોજનાઓ ચાલુ રાખશે. NHS ઉપર અસહ્ય દબાણ પડતું રોકવા માટે, જો સાવ જ છેલ્લા ઉપાય તરીકે જરૂરી હોવાનું લાગશે, તો જ આવાં પગલાં ફરીથી લાદવામાં આવશે.
  1. https://www.gov.uk/government/publications/covid-19-response-spring-2021/covid-19-response-spring-2021#roadmap 

  2. સંપૂર્ણ રસીકરણઃ બે ડોઝની રસી માટે બીજો ડોઝ લીધાના 14 દિવસ પછી. 

  3. https://www.gov.uk/government/publications/covid-19-response-summer-2021-roadmap