NHS COVID-19 રસીકરણ પછીનો પત્ર મળ્યો છે તેવા લોકો માટે માર્ગદર્શન
અપડેટ થયેલ 21 June 2021
Picture of NHS letter:

આ પત્ર વિશે
આ પત્ર NHS તરફથી તમારા કોરોનાવાયરસ (COVID-19) રસીકરણની પુષ્ટિ કરે છે.
આ દસ્તાવેજ મહત્વનો છે. તેને સલામત રાખો. તે સાબિત કરે છે કે તમને રસીકરણ કરવામાં આવ્યું છે
તમારે મૂળ ઇંગ્લીશ ભાષાનું સંસ્કરણ રાખવું જોઈએ, કેમ કે તમે વિદેશની મુસાફરી કરો ત્યારે તે બતાવવાનું કહેવામાં આવે.
પત્રના આગળના ભાગ પર શું છે
પત્રના આગળના ભાગે આ માહિતીનો સમાવેશ થાય છેઃ
- તમારું નામ
- તમારું સરનામું
- તમારી જન્મ તારીખ
- તમે કઇ રસી લીધી છે
- તમે કેટલા ડોઝ લીધા હતા
- તમે ક્યારે અને ક્યાં દરેક ડોઝ લીધો હતો
પત્રના ઉપરના ભાગે તમારો વિશિષ્ટ સંદર્ભ છે આ તમારા રસીકરણ રેકોર્ડની પુષ્ટિ માટે છે
પત્રની આગળની માહિતીનો અર્થ આ છે:
English | ગુજરાતી |
---|---|
Your unique reference. This is to confirm your vaccination record. | તમારો વિશિષ્ટ સંદર્ભ આ તમારા રસીકરણ રેકોર્ડની પુષ્ટિ માટે છે |
Coronavirus (COVID-19) vaccination confirmation: two doses received This document is important. Keep it safe. It proves that you have been vaccinated. | કોરોનાવાયરસ (COVID-19) રસીકરણની પુષ્ટિ: બે ડોઝ લીધા છે આ દસ્તાવેજ મહત્વનો છે. તેને સલામત રાખો. તે સાબિત કરે છે કે તમને રસીકરણ કરવામાં આવ્યું છે |
Name | નામ |
Date of birth | જન્મ તારીખ |
Your NHS record now shows you have received two doses of the [name of vaccine]. | હવે તમારો NHS રેકોર્ડ દર્શાવે છે કે તમને [રસીનું નામ] ના બે ડોઝ પ્રાપ્ત થયા છે. |
Dose 1 / Dose 2 | ડોઝ 1 / ડોઝ 2 |
Date | તારીખ |
Vaccine manufacturer | રસી ઉત્પાદક |
Disease targeted | લક્ષ્ય રોગ |
Vaccine product | રસી ઉત્પાદ |
Vaccine / prophylaxis | રસી / પ્રતિરોધી |
Batch | બેચ |
Country of vaccination | રસીકરણનો દેશ |
Administering centre | વિતરણ કેન્દ્ર |
Find out about COVID-19 symptoms, testing, vaccination and self-isolation on the NHS website: www.nhs.uk/coronavirus | NHS વેબસાઇટ પર COVID-19 લક્ષણો, પરીક્ષણ, રસીકરણ અને સ્વ-અલગતા વિશે શોધો:www.nhs.uk/coronavirus |
Data protection: The Department for Health and Social Care is acting as the Data Controller and is responsible for processing your personal data for the purposes of the COVID-19 Status Programme. To find out more, you can access our privacy notice or search for ‘DHSC Status Privacy Notice’ in your website browser. | ડેટા સુરક્ષા: ધી ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર એ ડેટા કંટ્રોલર તરીકે કાર્ય કરે છે અને COVID-19 સ્ટેટસ પ્રોગ્રામના હેતુ માટે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. વધુ માહિતી માટે, તમે અમારી ગોપનીયતા સૂચના અહીં પર ઍક્સેસ કરી શકો છો:https://www.gov.uk/government/publications/dhsc-privacy-noticeઅથવા તમારા વેબસાઇટ બ્રાઉઝર પર ‘DHSC Status Privacy Notice’ માટે શોધો. |
પત્રના પાછળના ભાગ પર શું છે
તમને હોઈ શકે તેવા પ્રશ્નો
મને હવે આ પત્ર કેમ મળ્યો છે?
NHS એ તમને આ પત્ર મોકલ્યો છે કારણ કે તમને COVID-19 રસીનો બે ડોઝ મેળવ્યા છે.
મને ક્યારે અને ક્યાં આ પત્ર બતાવવાનું કહી શકાય?
આ તે સમયે લાગુ થતાં નિયમો પર આધારીત રહેશે. તમે વિદેશની મુસાફરી કરો ત્યારે આ પત્ર બતાવવાનું તમને કહેવામાં આવી શકે છે.
શું કોઇ ડિજીટલ વિકલ્પ છે?
તમારા COVID-19 રસીકરણ રેકોર્ડને સુરક્ષિત રીતે પ્રદર્શિત કરવા માટે NHS એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો.
આ પત્ર ખોવાઇ જાય તો મારે શું કરવું જોઇએ?
આ પત્ર મહત્વનો છે. તેને સલામત રાખો. તે સાબિત કરે છે કે COVID-19 વિરુદ્ધ તમને રસીકરણ કરવામાં આવ્યું છે જો તમારાથી તે પત્ર ખોવાઇ જાય, તો તમે NHS વેબસાઇટ પર શું કરવું તે વિશેની માહિતી મેળવી શકો છો: www.nhs.uk/coronavirus અથવા કૃપા કરીને 119 પર કૉલ કરો, અઠવાડિયામાં 7 દિવસ.
અન્ય ભાષાઓ, મોટી પ્રિન્ટ અથવા બ્રેઇલમાં આ માહિતી ઉપલબ્ધ છે?
તમે વૈકલ્પિક ભાષાઓ અથવા સ્વરૂપોમાં આ માહિતી મેળવી શકશો. કૃપા કરીને 119 પર વિના મૂલ્યે કૉલ કરો, અઠવાડિયામાં 7 દિવસ. તમારે મૂળ ઇંગ્લીશ ભાષાનું સંસ્કરણ રાખવું જોઈએ, કેમ કે તમે વિદેશની મુસાફરી કરો ત્યારે તે બતાવવાનું કહેવામાં આવે.