પ્રચાર સામગ્રી

ડાયાબેટિક રૅટિનોપૅથી વિશેની તમારી માર્ગદર્શિકા

અપડેટ થયેલ 27 July 2022

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) એ આ પત્રિકા NHS વતી બનાવી છે. આ માહિતીમાં, શબ્દ ‘અમે’ એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.


1. સર્વસામાન્ય નિરીક્ષણ

જે લોકોની ડાયાબેટીક આંખની તપાસમાં બૅકગ્રાઉન્ડ રૅટિનોપૅથી હોવાનું પકડાયું હોય તે લોકો માટે આ માહિતી છે

ડાયાબિટીસને કારણે તમારી આંખમાં થયેલા ફેરફારોની નિશાનીઓ વિશે તેમાં અગત્યની માહિતી આપવામાં આવેલી છે.

તે સમજાવે છે કે:

  • તમારી આંખમાં શું ફેરફારો થયા છે
  • સમય જતાં તમારી આ બીમારી કેવી રીતે આગળ વધી શકે ‎* વધારે ગંભીર ફેરફારોનું જોખમ ઓછું કરવા માટે તમે શું કરી શકો છો

તમે આ માહિતી વિશે તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે ચર્ચા કરવા ઈચ્છો.

2. ડાયાબેટિક રૅટિનોપૅથી

તંદુરસ્ત આંખનો સામ-સામેનો ભાગ, આંખની કીકી, આંખના લેન્સ, ઓપ્ટિક નર્વ (આંખની રક્તવાહિની), મૅક્યુલા (ચામડી પરના ડાઘા) અને રૅટિના (નેત્રપટલ) બતાવે છે

ડાયાબેટિક રૅટિનોપૅથી એ રેટિના (નેત્રપટલ)ને થતું નુક્સાન છે, જે તમારી આંખનો પાછળનો ભાગ છે અને પ્રકાશને ઈલેક્ટ્રિકલ સિગ્નલોમાં પરિવર્તિત કરે છે. તમારું મગજ આ સિગ્નલો વાંચીને તમે જે જુઓ છો તે છબીઓ બનાવે છે.

લોહીની નસો તમારા રેટિનામાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડે છે. ડાયાબિટીસ હોવાથી લોહીની આ નસોને અનેક રીતે અસર થઈ શકે, ખાસ કરીને જો તેના પર યોગ્ય રીતે કાબૂ રાખવામાં ન આવતો હોય તો. જો ફેરફારો ગંભીર હશે, તો તેનાથી તમારા રેટિનાની તંદુરસ્તી પર અસર પડશે અને તમારી દ્રષ્ટિને નુક્સાન થઈ શકે છે.

સારવાર નહિ કરાયેલ ડાયાબેટિક રૅટિનોપૅથી દ્રષ્ટિ ગુમાવવાનાં સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. તમારા ડાયાબિટીસ પર ખોરાક, ગોળીઓ કે ઈન્સ્યુલિન દ્વારા કાબૂ રાખવામાં આવતો હોય, તો પણ તમને ડાયાબેટિક રૅટિનોપૅથી થવાનું જોખમ હોય છે.

3. જોખમનાં પરિબળો

તમને ડાયાબેટિક રૅટિનોપૅથી થવાનું વધારે જોખમ રહેલું છે, જો:

  • તમને બહુ લાંબા સમયથી ડાયાબિટીસ હોય
  • તમારા ડાયાબિટીસ પર સારી રીતે કાબૂ રાખવામાં ન આવતો હોય ‎* તમને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય ‎* તમે ગર્ભવતી હોવ
  • તમે એશિયન અથવા આફ્રો-કેરેબિયન વંશની પાર્શ્વભૂમિકાનાં હોવ

તમારા ડાયાબિટીસનું ધ્યાન રાખવાથી તમારી રૅટિનોપૅથી આગળ વધારે ખરાબ થવાનું જોખમ ઘટાડી શકાય છે અને ફેરફારો થવાનો દર ધીમો પાડી શકાય છે.

તમારી ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગની અપોઈન્ટમેન્ટોમાં નિયમિત હાજરી આપવાનું અગત્યનું છે, કારણ કે ડાયાબેટીક રૅટિનોપૅથી ખૂબ આગળના સ્તરે પહોંચી ન જાય ત્યાં સુધી તેનાં કોઈ ચિહ્નો દેખાતાં નથી. યોગ્ય સમયે જો સારવાર આપવામાં આવે તો તે તમારી દ્રષ્ટિને થતું નુક્સાન ઓછું કરવા કે રોકવામાં અસરકારક રહે છે.

4. તમે કેવી રીતે મદદ કરી શકો

તમારી રૅટિનોપૅથી વધારે ખરાબ થવાનું જોખમ તમે ઘટાડી શકો છો, જો તમે:

  • બોલાવવામાં આવે ત્યારે તમારી ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગની અપોઈન્ટમેન્ટોમાં હાજરી આપવાનું ચાલુ રાખો
  • તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલા સ્તરે તમારા બ્લડ શુગર નું પ્રમાણ (HbA1c) જાળવી રાખો
  • તમારા બ્લડ પ્રેશરમાં વધારો થયો નથી તેની તપાસ માટે નિયમિત રીતે તમારી આરોગ્ય સંભાળની ટુકડીને મળો
  • તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલા સ્તરે લોહીમાં ચરબીનાં સ્તરો (કોલેસ્ટરોલ) જાળવી રાખો
  • તમારી દ્રષ્ટિ અંગે કોઇ નવી તકલીફો જો તમને જણાય તો વ્યાવસાયિક સલાહ મેળવો
  • આરોગ્યપ્રદ, સંતુલિત આહાર લો ‎* જો તમારું વજન વધારે પડતું હોય તો વજન ઘટાડો
  • તમને લખી આપવામાં આવ્યા મુજબ તમારી દવા લો
  • નિયમિત કસરત કરો
  • જો તમે ધુમ્રપાન કરતાં હો તો તેમાં ઘટાડો કરો અથવા બંધ કરો

યાદ રાખો, તમારા સામાન્ય આંખના પરીક્ષણ માટે ઓપ્ટીશ્યનની મુલાકાત લેવાનું તમારે ચાલુ રાખવું જોઇએ અને તમારી ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગની અપોઈન્ટમેન્ટોમાં પણ હાજરી આપો.

5. બૅકગ્રાઉન્ડ રૅટિનોપૅથી

પાર્શ્વભૂમિકામાં એટલે કે બૅકગ્રાઉન્ડ રૅટિનોપૅથી એ ડાયાબિટીસને કારણએ તમારા રેટિનામાં થયેલ સૌથી પહેલા તબક્કાના ફેરફારો છે. બૅકગ્રાઉન્ડ રૅટિનોપૅથી સામાન્ય છે.

આ તબક્કે ડાયાબિટીસની તમારા રેટિનામાં લોહીની નાની નસો પર અસર થવાનું શરૂ થઈ ગયું હોય છે. એટલે કે તે:

  • થોડી સોજી જાય (માઈક્રોએન્યુરીઝમ)
  • લોહી સ્ત્રાવ કરે (રેટિનલ હેમરેજ)
  • પ્રવાહી સ્ત્રાવ કરે (એક્સ્યુડેટ્સ)

બૅકગ્રાઉન્ડ રૅટિનોપૅથી તમારી દ્રષ્ટિને અસર કરતી નથી પરંતુ તેનો અર્થ એવો થાય કે તમારી દ્રષ્ટિને નુક્સાન કરી શકે તેવા વધારે ગંભીર ફેરફારો થવાનું મોટું જોખમ રહેલું છે.

6. વધારે આગળ વધી ચૂકેલા તબક્કા

6.1 પ્રી-પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી

જ્યારે રેટિનામાં થતા ફેરફારો બૅકગ્રાઉન્ડ રૅટિનોપૅથી કરતાં વધારે આગળ વધી ચૂક્યા હોય છે ત્યારે પ્રી-પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી થાય છે. આનો અર્થ એ થાય કે તમારી વધારે ધ્યાનપૂર્વક તપાસ રાખવાની જરૂર પડી શકે, કારણ કે તમારી દ્રષ્ટિને નુક્સાન કરી શકે તેવા ફેરફારો થવાનું જોખમ વધી ગયું હોય છે.

6.2 પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી

રૅટિનાનો ડિજિટલ ફોટોગ્રાફ જે ડાયાબેટિક રૅટિનોપૅથીથી થયેલ નુક્સાનની નિશાનીઓ બતાવે છે

પ્રોલિફરેટિવ રૅટિનોપૅથી વધારે ગંભીર છે અને તેનાથી દ્રષ્ટિ ગુમાવી શકાય છે. જો તમારી રૅટિનોપૅથી વધારે આગળ વધે અને તમારા રેટિનાનો મોટો ભાગ યોગ્ય પ્રમાણમાં લોહીનો પુરવઠો ન મેળવી શકે તો તે થાય છે.

પ્રોલિફરેટિવ રૅટિનોપૅથીની સારવારથી દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ ઘટે છે, ખાસ કરીને જો તે તમારી દ્રષ્ટિને અસર થતાં પહેલાં આપવામાં આવે.

6.3 મૅક્યુલોપૅથી

મેક્યુલા એ રેટિનાનો વચ્ચેનો એક નાનો ભાગ છે જેનો તમે વસ્તુઓ સ્પષ્ટ રીતે જોવા માટે ઉપયોગ કરો છો. તે રેટિનાનો સૌથી વધારે વપરાતો ભાગ છે અને અત્યારે આ પત્રિકા વાંચવા માટે તમે વાપરી રહ્યાં છો તે ભાગ છે.

તમારા મેક્યુલા પર અથવા તેની આસપાસ ડાયાબેટિક રૅટિનોપૅથી થાય ત્યારે મૅક્યુલોપૅથી થાય છે. જો તમને મૅક્યુલોપૅથી હોય, તો તમારી ઉપર વધારે ધ્યાનપૂર્વક દેખરેખ રાખવાની જરૂર પડશે અથવા દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ ઘટાડવા માટે તમને સારવાર આપવાનું કહેવામાં આવી શકે.

7. વધુ માહિતી

વધુ માહિતી તમને અહીંથી મળી શકશે:

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તેમજ NHS તમારી તપાસ વિશેની માહિતી કેવી રીતે વાપરે અને તેનું રક્ષણ કરે છે તેની જાણકારી મેળવો .

તપાસ કરવાવવાનો ઈનકાર કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવો.