માર્ગદર્શન

કોવિડ-19 પ્રતિસાદઃ ઉનાળો 2021

અપડેટ થયેલ 27 August 2021

Applies to England

કોવિડ-19ની મહામારી દરમ્યાન, સરકારનો હેતુ સમગ્ર યુનાઈટેડ કિંગડમમાં જિંદગીઓ અને લોકોની આજીવિકાની સુરક્ષા કરવાનો રહ્યો છે. યુ.કે.માં જેમ નિયંત્રણો હળવાં બનાવવામાં આવી રહ્યાં છે તેમ આ હેતુ સરકારની અગ્રતા તરીકે રહે છે.

આ વર્ષે યુ.કે.એ ઘણી જ પ્રગતિ કરી છે. વૅક્સિન ટાસ્કફોર્સ દ્વારા રસીઓ મેળવવાથી અને નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા રસીકરણનો અમલ કરવામાં આવવાથી યુ.કે. ઘણી સશક્ત સ્થિતિમાં આવી ગયું છે. યુરોપના બીજા કોઈ પણ દેશ કરતાં યુ.કે.ની વસ્તીનાં વધારે સંખ્યાનાં લોકોને રસી મળી ચૂકી છે, જો કે આમાં મૉલ્ટાનો અપવાદ છે, અને આપણે કોઈ પણ G7 દેશ કરતાં માથા દીઠ વધારે ડોઝ આપ્યા છે.[footnote 1] સરકાર તેમજ ડીવોલ્ડ એડમિનિસ્ટ્રેશનો દ્વારા ચલાવવામાં આવેલ આ રસીકરણના કાર્યક્રમની સફળતાના આભારે આપણે ઇંગ્લેન્ડ, સ્કૉટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડમાં લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં બનાવી શક્યાં છીએ.

રસીઓને કારણે સંક્રમણ તેમજ ગંભીર રોગ અને મૃત્યુ થવા વચ્ચેની કડીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટી રહી છે.[footnote 2] કોવિડ-19 પ્રતિસાદ - વસંત ઋતુ 2021 (‘રોડમૅપ’)માં અસલમાં જણાવ્યા મુજબ, પૂરતી મોટી સંખ્યામાં વસ્તીને રસી આપી દેવામાં આવ્યા બાદ, માર્ચ 2020થી અમલમાં રહેલા અત્યંત કડક આર્થિક અને સામાજિક નિયંત્રણો લાદવાની જરૂરત વગર દેશ કોવિડ-19 સાથે રહેતાં શીખી શકે છે.

મહામારી હજુ સુધી પૂરી થઈ નથી. હાલમાં કેસો વધી રહ્યા છે અને હોસ્પિટલોમાં દાખલ થતાં લોકોની સંખ્યા પણ. જેમ સમાજ અને અર્થતંત્ર ખુલ્લાં થશે તેમ કેસો, હોસ્પિટલોમાં દાખલા તેમજ દુખદ રીતે મૃત્યુની સંખ્યામાં પણ હજુ વધારો થશે. તકેદારી ચાલુ રાખવી જ પડશે અને લોકોને તેમના પોતાના અને બીજાં લોકો પરનાં જોખમો સંભાળવા માટે માહિતીસભર નિર્ણયો લેવાનું તેમજ સાવચેતીપૂર્વક અને પ્રમાણસર વર્તવાનું કહેવામાં આવશે. તાજેતરનો ડેલ્ટા પ્રકારનો ફેલાવો, હવે ખૂબ જ વધી ચૂક્યો છે અને અગાઉના સબળ આલ્ફા પ્રકારની સરખામણીમાં તે અંદાજિત 40-80% વધુ પ્રમાણમાં ફેલાઈ શકે છે,[footnote 3] જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ઝડપથી બદલાઈ શકે છે. રસીકરણના કાર્યક્રમની સફળતાને લીધે લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવાનું પ્રમાણ અગાઉની લહેરની સરખામણીમાં થોડું વધારે ધીમું રહેવાની અપેક્ષા છે, જો કે આ લહેર કેટલી મોટી થશે અને કેટલી લાંબી ચાલશે તે હજુ સુધી ચોક્કસ નથી. આંકડાની નિયમિત સમીક્ષા ચાલુ રાખવામાં આવશે. અત્રે હજુ પણ સંક્રમણો અને બીમારીઓ ખૂબ મોટા પ્રમાણમાં રહેશે, અને એટલા માટે જીવનો, અર્થતંત્ર તેમજ જાહેર સેવાઓ પૂરી પાડવામાં પણ ખલેલ રહેશે. 19 જુલાઈના રોજ પગલા 4 પર જવું કે નહિ તેનો નિર્ણય 12 જુલાઈના રોજ NHS પરની અસરો સહિતની ચાર ચકાસણીઓની આકારણીના આધાર પર કરવામાં આવશે.

દેશે કરેલી પ્રગતિ પરનું સૌથી મોટું જોખમ, એવા ચિંતાજનક પ્રકાર (Variant of Concern) છે, જે સંપૂર્ણપણે કે આંશિકપણે રોગપ્રતિકારકતામાંથી છટકી જાય તેમ છે. એવા પુરાવા છે કે હાલના કેટલાક પ્રકારો સામે રસીઓ કદાચ ઓછી અસરકારક નીવડે, જેમ કે બીટા પ્રકાર,[footnote 4] અને આગામી મહિનાઓ અને વર્ષોમાં બીજા કયા નવા પ્રકારો બહાર આવશે તેની સરકારને ખબર નથી. કોઈ નવા પ્રકાર સિવાય પણ, આગામી શિયાળામાં કદાચ કોવિડ-19ના કેસો ફરીથી માથુ ઉંચકી શકે છે, જેની સાથે શ્વાસોચ્છ્વાસને લગતા બીજા મોસમી રોગો, જેમ કે ઇન્ફ્લુએન્ઝા પણ ભેગા થઈ શકે.[footnote 5]

એટલા માટે જ્યારે ઇંગ્લેન્ડ રોડમૅપના પગલા 4 ઉપર જાય, ત્યારે સરકારે વાઈરસના ફેલાવાથી થતી ગંભીર બીમારીઓના જોખમનું સંચાલન ચાલુ રાખવું પડશે. આ મહામારી સામે સરકારના પ્રતિસાદનો એક નવો તબક્કો પૂરો કરશે, દરેક જણના રોજિંદા જીવનો પરનાં કડક નિયંત્રણોમાંથી બહાર આવીને, લોકોને તેમનું પોતાનું અને બીજાંનું રક્ષણ કેવી રીતે કરવું તેની સલાહ આપવાનું શરૂ કરવું, તેની સાથે જોખમ ઓછાં કરવા માટે લક્ષિત દરમ્યાનગીરીઓ પણ ચાલુ રાખવી. આ કરવા માટે, સરકારઃ

  1. દેશની રસી સુરક્ષા દિવાલને વધુ મજબૂત કરશે બૂસ્ટર રસીઓ તેમજ વધુ સંખ્યામાં લોકોને રસીઓ આપવાના કાર્યક્રમો મારફતે.
  2. જાહેર જનતાને માહિતીસભર નિર્ણયો લેવા સક્ષમ બનાવશે કાયદા લાગુ પાડવાને બદલે માર્ગદર્શન આપીને.
  3. ટેસ્ટ, ટ્રેસ અને આઈસોલેટની પ્રમાણસર યોજનાઓ જાળવી રાખશે આંતરરાષ્ટ્રિય સરખામણીઓ અનુસાર.
  4. સરહદો પર જોખમો સંભાળશે અને વૈશ્વિક પ્રતિસાદને ટેકો આપશે વૈશ્વિક સ્તરે બહાર આવતા નવા પ્રકારોનું જોખમ ઓછું કરવા અને તે યુ.કે.માં પ્રવેશ ન કરે તે માટે.
  5. અણધાર્યા સંજોગો માટેનાં પગલાં જાળવી રાખશે, અનઅપેક્ષિત બનાવોનો પ્રતિસાદ આપવા, તેની સાથે દેશ જેમ કોવિડ-19ની સાથે જીવન જીવતાં શીખી રહ્યો છે તે સમયે હજુ ણ બીજા કેસો, હોસ્પિટલોમાં દાખલ કરવા પડનારાંની સંખ્યા અને મૃત્યુની સંખ્યા વધશે તેનો સ્વીકાર કરીને.

આ દસ્તાવેજ એ ગોઠવણો જણાવે છે જે ઇંગ્લેન્ડમાં અમલમાં મૂકવામાં આવશે. ડીવોલ્વ્ડ એડમિનિસ્ટ્રેશનો સ્કૉટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડ માટેની યોજનાઓ તૈયાર કરી રહેલ છે.

1. દેશની રસી સુરક્ષા દિવાલને વધુ મજબૂત કરવી

2 જુલાઈ સુધીમાં, ઇંગ્લેન્ડમાં c.38 મિલિયન લોકોને રસીનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે અને c.28 મિલિયન લોકોને તેમની રસીનો બીજો ડોઝ મળી ચૂક્યો છે.[footnote 6] 19 જુલાઈ સુધીમાં, સરકારની અપેક્ષા છે કે દરેક પુખ્ત વયની વ્યક્તિને રસીનો પહેલો ડોઝ લેવાની તક મળી ચૂકી હશે, અને બે તૃતિયાંશ સંખ્યાનાં પુખ્ત લોકોને તેમનો બીજો ડોઝ મળી ચૂક્યો હશે. રસીકરણના કાર્યક્રમને વધુ ઝડપથી આગળ વધારવા માટે, સરકાર 40 વર્ષથી નાની વયનાં માટે તેમની રસીના પહેલા ડોઝ પછી બીજો ડોઝનો સમય આગળ વધારીને આઠ અઠવાડિયાં કરી દેશે, જેથી તમામ વય જૂથનાં લોકો માટે બે ડોઝ વચ્ચેનો સમયગાળો ટૂંકો થઈને આઠ અઠવાડિયાંનો થઈ જશે. સ્થાયી રીતે પુરવઠો મળ્યા કરશે, તો આના લીધે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં તમામ પુખ્ત વયનાં લોકોને રસીનો સંપૂર્ણ ડોઝ લેવાની તક મળી ચૂકી હશે. સ્વતંત્ર જોઈન્ટ કમિટિ ઓન વૅક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVI)ની સલાહ છે કે બે ડોઝ વચ્ચે ઓછામાં ઓછો 8 અઠવાડિયાંનો સમયગાળો રાખવો જોઈએ કારણ કે પુરાવા દર્શાવે છે કે ડોઝ વચ્ચે જેટલું લાંબુ અંતર રાખવામાં આવે એટલું જ વધારે લાંબા સમય સુધીનું રક્ષણ મળી શકે છે, કેટલાક મર્યાદિત સંજોગો સિવાય.[footnote 7]

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (PHE)નું વિશ્લેષણ સૂચવે છે કે Oxford/AstraZeneca અથવા Pfizer/BioNTech રસીના એક ડોઝથી ડેલ્ટા પ્રકાર સાથેના ચિહ્નોવાળા રોગનું જોખમ ~35% સુધી અને હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ~80% સુધી ઘટી જાય છે. બીજો ડોઝ ચિહ્નોવાળા રોગ સામે આ સુરક્ષા ~79% જેટલી અને હોસ્પિટલમાં દાખલ થવા સામે ~96% સુધી પૂરી પાડે છે.[footnote 8]

વર્તમાન પુરાવાઓના આધારે, JCVIની વચગાળાની સલાહ એવી છે કે, સૌથી વધારે અરક્ષિત હોય તે લોકોને સપ્ટેમ્બર 2021થી કોવિડ-19 બુસ્ટર રસી આપવાનું શરૂ કરવામાં આવે.[footnote 9] બુસ્ટરના કાર્યક્રમનો હેતુ પ્રકારો સામે વધારાની પ્રતિકારકતા પૂરી પાડવાનો અને કોવિડ-19થી જેમને ગંભીર બીમારીઓ થઈ શકે તેવાં સૌથી વધારે અરક્ષિત લોકોને શિયાળાના મહિના શરૂ થતા પહેલાથી જ મહત્તમ સુરક્ષા પૂરી પાડવાનો છે, જ્યારે કોવિડ-19 સિવાયની બીમારીઓની સારવારની ઈમર્જન્સી માંગણીનો દબાવ NHS ઉપર સૌથી વધારે હોય છે.

બુસ્ટર ડોઝ જૂથોને બે તબક્કાઓમાં આપવામાં આવશે, અને શક્ય હશે તો તે વાર્ષિક ઈન્ફ્લૂએન્ઝા રસીકરણ કાર્યક્રમની સાથે જ પૂરા પાડવામાં આવશે. પહેલા તબક્કામાં, 16 વર્ષ અને તેથી વધુ ઉંમરનાં પુખ્ત વયનાં લોકો તેમજ જેઓ ઈમ્યુનોસપ્રેસ હોય તેમને; મોટી ઉંમરનાં પુખ્ત વયનાં લોકો માટેના રેસિડેન્શિયલ કેર હોમમાં રહેતાં હોય; 70 વર્ષ અને તેથી મોટી ઉંમરનાં તમામ પુખ્ત લોકોને; તબીબી રીતે અત્યંત અરક્ષિત માનવામાં આવતાં 16 વર્ષ અને તેથી વધુ ઉંમરનાં લોકો; તેમજ આગલી હરોળનાં આરોગ્ય અને સામાજિક સંભાળના કાર્યકરોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. પહેલા તબક્કા બાદ, જેવું વ્યવહારૂ બનશે એટલે તરત જ બીજા તબક્કામાં 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ પુખ્ત લોકોને; ઈન્ફ્લુએન્ઝા કે કોવિડ-19થી જોખમમાં હોય તેવાં 16-49 વયની ઉંમરનાં પુખ્ત લોકોને;[footnote 10] અને ઈમ્યુનોસપ્રેસ લોકોના સંપર્કમાં આવતાં તેમનાં ઘરનાં સભ્યોને પણ બુસ્ટર ડોઝ આપવામાં આવશે. બુસ્ટર અભિયાન કેવી રીતે ચલાવવું તેની ભલામણ - જેમ કે ક્યારે, કોના માટે અને કઈ રસી(રસીઓ) વાપરવી - તેમાં જેમ વધુ પુરાવા ઉપલબ્ધ થશે તેમ કદાચ ફેરફાર કરવામાં આવી શકે.

બાળકોને રસીકરણ ઉપર સલાહ પૂરી પાડવા માટે સરકારે JCVIને કહ્યું છે. સરકારને જ્યારે આ સલાહ મળશે, એટલે તેના પર ધ્યાનપૂર્વક વિચારણા કરવામાં આવશે, અને સરકાર તેમાં કેવી રીતે આગળ વધવાનું વિચારે છે તેની અદ્યતન માહિતી પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત, કેર હોમમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય લોકો માટે કોવિડ-19 રસી તેમના રોજગારની શરત તરીકે લાગુ પાડીને, સરકાર સૌથી વધારે અરક્ષિત લોકોનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે. આગળ વધીને આ શરત આરોગ્ય સંભાળના તેમજ સામાજિક સંભાળના અન્ય સ્થાનો, જેમ કે લોકોના ઘરોમાં પૂરી પાડવામાં આવતી સંભાળના ક્ષેત્રોમાં પણ લાગુ પાડવી જોઈએ કે નહિ તેના ઉપર સરકાર ટૂંક સમયમાં જ સલાહમસલતો શરૂ કરી રહેલ છે.

લાંબા સમયગાળા દરમ્યાન, બીજી એન્ટિવાઈરલ તેમજ ઉપચારક દવાઓ સાથેની અન્ય દવાઓની સાથે, કોવિડ-19 સામે પહોંચી વળવા માટે બુસ્ટર રસીઓ પણ એક નિયમિત ભાગ બની જાય તેવી શક્યતા છે. એપ્રિલમાં, પ્રધાન મંત્રીએ એન્ટિવાઈરલ ટાસ્કફોર્સ સ્થાપવાની જાહેરાત કરી હતી.[footnote 11] આ ટાસ્કફોર્સ એન્ટિવાઈરલ દવાઓના વિકાસનું નેતૃત્વ કરી રહી છે, જે જો સલામત અને અસરકારક સાબિત થશે, તો તેનાથી રોગ પ્રસારણની કડીઓ તોડવામાં, હોસ્પિટલમાં દાખલ કરવા પડતાં દર્દીઓની સંખ્યા ઘટાડવામાં અને ઝડપથી સાજા થવામાં મદદ થઈ શકશે. રસીકરણના કાર્યક્રમની સાથે અન્ય સારવારો ઓળખવાનું અને તે પૂરી પાડવાનું સરકાર ચાલુ રાખશે, જેથી કોવિડ-19 તેમજ તેની તબીબી અસરોનું લાંબા સમયનું સંચાલન કરી શકાય. આનાથી એ ખાતરી થશે કે શ્વાસોચ્છ્વાસને લગતી અન્ય મોસમી બીમારીઓની સાથે આ વાઈરસની પણ સંભાળ લઈ શકાય અને લાંબા ગાળે બીજી ભાવિ મહામારી માટે યુ.કે. તૈયાર રહે.

2. જાહેર જનતાને માહિતીસભર નિર્ણયો લેવા સક્ષમ બનાવવી

રોડમૅપમાં ઇંગ્લેન્ડમાં લૉકડાઉનમાંથી બહાર નીકળવાનાં ચાર પગલાં જણાવવામાં આવ્યાં છે.[footnote 12] 14 જૂને પ્રધાન મંત્રીએ, વધુ પ્રમાણમાં ફેલાતા ડેલ્ટા પ્રકારને કારણે ઊભા થયેલ વધારાના જોખમ અને અનિશ્ચિતતાને કારણે પગલું 3 ચાર અઠવાડિયાં સુધી થંભાવવાની જાહેરાત કરી હતી. 19 જુલાઈથી પગલા 4 ઉપર પ્રસ્થાન કરવું કે નહિ તે નક્કી કરવા માટે સરકાર 12 જુલાઈના રોજ ફરીથી ચાર ચકાસણીઓ ઉપર આકારણી કરશે.

આ સુધારા એ નિયમો અને માર્ગદર્શન જણાવે છે જે પગલા 4માં લાગુ પડશે જેથી ધંધા વ્યવસાયો અને લોકોને તૈયારી માટેનો સમય મળી રહે. આ વલણ લેવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, સર્ટિફિકેશન તેમજ ઈવેન્ટ રીસર્ચ પ્રોગ્રામ વિશે રોડમૅપમાં કરવામાં આવેલી સમીક્ષાઓમાંથી માહિતી લેવામાં આવી છે. ઈવેન્ટ રીસર્ચ પ્રોગ્રામના પહેલા તબક્કાનાં પરિણામો 25 જૂને[footnote 13] પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ સર્ટિફિકેશન રિવ્યૂનાં પરિણામો આ દસ્તાવેજની સાથે મળી શકે છે.

પગલા 4માં, સરકાર સામાજિક સંપર્ક, જીવન પ્રસંગના કાર્યક્રમો ઉપરના બાકી રહેલા કાનૂની પ્રતિબંધો ઉઠાવી લેશે અને બાકીના બંધ સ્થાનો ખોલી નાંખશે. તેના બદલે સરકાર લોકોને તેમના પોતાના અને બીજાં લોકો પરનાં જોખમો સંભાળવા વિશેના માહિતીસભર નિર્ણયો લેવા સમર્થ બનાવશે. સરકાર લોકોને અને ધંધા વ્યવસાયોને માર્ગદર્શન પૂરું પાડશે કે તેઓ કોવિડ-19નો ફેલાવો ઓછો કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે અને NHSને અસહ્ય દબાણ હેઠળ મૂકી શકે તેવા વાઈરસના ફરીથી ઊભા થતા જોખમ કેવી રીતે હળવા કરી શકે છે.

એટલે કે પગલા 4 ઉપરઃ

  • સામાજિક સંપર્ક ઉપરની તમામ બાકીની મર્યાદાઓ દૂરી કરી દેવામાં આવશે (હાલમાં ઇનડોર 6 જણાં અથવા 2 ઘરોનાં સભ્યો, અથવા આઉટડોર 30 લોકો) અને કોઈ પણ સ્થળે, ઇનડોર કે આઉટડોર કેટલી સંખ્યામાં લોકો ભેગાં મળી શકે છે તેના પર કોઈ નિયંત્રણો નહિ રહે.
  • તમામ સ્થળો ફરીથી ખૂલી શકશે, નાઈટક્લબો સહિતઃ મોટા કાર્યક્રમો જેમ કે સંગીતની કોન્સર્ટો તેમજ રમતના કાર્યક્રમો સંખ્યાની હાજરી ઉપરની કોઈ મર્યાદા અથવા સોશિયલ ડિસ્ટન્સિંગની આવશ્યકતાઓ વગર ફરીથી ચાલુ થઈ શકશે.
  • જીવનકાળના પ્રસંગો, જેમ કે લગ્નો, ફ્યૂનરલો, બાર/બાટ મિત્ઝવાહ તેમજ બેપ્ટિઝમ જેવા કાર્યક્રમો ઉપરના તમામ નિયંત્રણો દૂર કરી દેવાશે, કેટલી સંખ્યામાં લોકો હાજર રહી શકે તેના પરના બાકીના નિયંત્રણો સહિત. જીવનકાળના પ્રાસંગિક સમારોહમાં ટેબલ પર જ સેવા આપવાની આવશ્યકતા નહિ રહે અથવા ગાવા કે નાચવા પર કોઈ નિયંત્રણો નહિ રહે.
  • કોઈ પણ સ્થળમાં મુલાકાતી તરીકે પ્રવેશ મેળવવાની શરત તરીકે કોવિડ-સ્ટેટસ સર્ટિફિકેશન કાયદા મુજબ બતાવવાની જરૂરત નહિ રહે. સંસ્થાઓ જો સમાનતાના કાયદા હેઠળની વર્તમાન ફરજો પૂરી કરતી હોય, તો તેઓ હાલમાં કોવિડ-સ્ટેટસનો પુરાવો મુલાકાતીઓ પાસેથી માગી શકે છે. લોકો તેમનું કોવિડ-સ્ટેટસ સહેલાઈથી બતાવી શકે તે માટે સરકારે એક પદ્ધતિ પૂરી પાડેલ છે. આ સંપૂર્ણ રસીનો કોર્સ લઈને, તાજેતરનો નેગેટિવ ટેસ્ટ બતાવીને અથવા કુદરતી પ્રતિકારકતાનો પુરાવો - NHS ઍપ ઉપર NHS COVID Pass મારફતે બતાવીને કરી શકાય છે.
  • ચહેરા પર આવરણ પહેરવાની કાનૂની આવશ્યકતાઓ તમામ સ્થળોએથી ઉઠાવી લેવામાં આવશે. કોવિડ-19 ફેલાવો ઘટાડવામાં મદદ માટે, પ્રકાશિત કરવામાં આવેલ માર્ગદર્શન સલાહ આપશે કે તમે સામાન્ય રીતે જે લોકોને બંધિયાર અને ભીડવાળાં સ્થાનો પર ન મળતાં હો તેમના સંપર્કમાં આવતી વખતે ચહેરા પર આવરણ પહેરવાથી તમારા પરનું અને બીજાં લોકો પરનું જોખમ ઓછું થશે.
  • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો (2 મીટર અથવા વધારાની સાવચેતી સાથે 1 મીટર) ઉઠાવી લેવામાં આવશે. બીજાં લોકો સાથે નજીકનો સંપર્ક કરવાનાં જોખમોનો તમારે વિચાર કરવાનું ચાલુ રાખવું જોઈએ, ખાસ કરીને જો તમે તબીબી રીતે અત્યંત અરક્ષિત હો અથવા હજુ સુધી પૂરેપૂરી રસી ન મળી હોય. સોશિયલ ડિસ્ટન્સિંગ અમુક મર્યાદિત સંજોગોમાં જ જરૂરી રહેશેઃ ચિંતાજનક પ્રકારો વ્યક્તિઓ વચ્ચે ફેલાવનું જોખમ સંચાલિત કરવા મુસાફરોના ઉતરાણ અને બોર્ડર કંટ્રોલ વચ્ચે તેમના આગમનનાં સ્થાનો પર; સેલ્ફ-આઈસોલેટ કરી રહેલાં લોકોએ પણ બીજાંથી તેમનું અંતર જાળવી રાખવું જોઈએ, ખાસ કરીને જો તેમના ટેસ્ટનું પોઝિટિવ પરિણામ આવેલ હોય. આરોગ્ય અને સંભાળનાં સ્થાનો જરૂરત મુજબ રોગની રોકથામ માટેના અને નિયંત્રણ માટેની યોગ્ય કાર્યવાહીઓ ચાલુ રાખશે અને તેની સતતપણે સમીક્ષા કરવામાં આવશે. આ ઉનાળામાં મળતા અદ્યતન તબીબી પુરાવાઓના આધારે માર્ગદર્શનમાં સુધારા વધારા કરવામાં આવશે.
  • જે વ્યક્તિગત સ્થળો પર જ્યાં ઝડપથી ફેલાવો થવાનું જોખમ ખાસ કરીને અત્યંત ગંભીર હોય, ત્યાં ડાઈરેક્ટર ઓફ પબ્લિક હેલ્થ તે સ્થળના સંચાલકો તેમજ સંલગ્ન વિભાગો સાથેની મંત્રણા અનુસાર રોગ પ્રસારણને કાબૂમાં લેવા જરૂરી લાગે તો તે સ્થળ પર સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાની સલાહ આપી શકશે. આ લક્ષિત કરાયેલ, અમુક નિશ્ચિત સમય મર્યાદા પૂરતું હોવું જોઈએ અને તે બંધિયાર તેમજ અરક્ષિત સમુદાયોનાં લક્ષણોવાળાં સ્થાનો પર લાગુ પડવું જોઈએ, જેમ કે જેલો, ઈમિગ્રેશન અને રીમૂવલ સેન્ટરો તેમજ ઘરવિહોણાં લોકોનાં આશ્રય સ્થાનો.
  • લોકોને ઘરે રહીને કામ કરવાની સૂચના આપવાનું સરકાર માટે હવેથી જરૂરી નહિ રહે. એમ્પ્લોયરો કામદારોને કામ પર પાછા ફરવા માટેનું આયોજન શરૂ કરી શકશે.
  • જે રેગ્યુલશનો હેઠળ ધંધા વ્યવસાયોએ કોવિડ-સુરક્ષાની શરતોનું પાલન કરવું જરૂરી છે, જેમ કે ટેબલ સર્વિસ તેમજ ટેબલો વચ્ચે અંતર રાખવું વગેરે ઉઠાવી લેવામાં આવશે. કામના સ્થળે જોખમો ઓછાં કરવા માટે એમ્પ્લોયરો જે વિચારશીલ સાવચેતીનાં પગલાં લઈ શકે તેનાં ઉદાહરણો પૂરાં પાડવા માટે ‘સલામતીપૂર્વક કામ કરવું’ માર્ગદર્શનમાં સુધારા વધારા કરવામાં આવશે. એમ્પ્લોયરોએ મહામારી પહેલાં આરોગ્ય અને સુરક્ષાના નિયમો હેઠળ જે રિસ્ક અસેસમેન્ટો તૈયાર કરવા જરૂરી હતા તે તૈયાર કરવા માટે તેમણે આ માર્ગદર્શન ધ્યાનમાં લેવું જોઈએ.
  • ધંધા વ્યવસાયોએ સેલ્ફ-આઈસોલેટ કરી રહેલ કર્મચારીને કામ પર આવવું જરૂરી ન જ બનાવવું જોઈએ, અને જે કાર્યકરો તેમજ ગ્રાહકોની તબિયત સારી ન હોય તેઓ સ્થળ પર ન આવે તેની ખાતરી કરવી જોઈએ.
  • ધંધા વ્યવસાયોને તેમના કર્મચારીઓ તેમજ ગ્રાહકોને તેમના હાથ નિયમિતપણે સાફ કરવા અને લોકો જ્યાં અડતાં હોય તે સપાટીઓ નિયમિત સાફ કરવાનું કહેવા પ્રોત્સાહિત કરવામાં આવશે. ધંધા વ્યવસાયો કામના સ્થળે જ્યાં વ્યવહારૂ હોય ત્યાં બિનજરૂરી સંપર્કો કેવી રીતે ઓછા કરી શકે તેના ઉપર સરકાર તેમને માર્ગદર્શન પૂરું પાડશે. જ્યાં વ્યવહારૂ હોય ત્યાં હજુ પણ બહારની જગ્યાનો ઉપયોગ કરવાનું તેમજ, ઇનડોર જગ્યાઓમાં તાજી હવાનો પુરવઠો રાખવાનું વિચારવા સંચાલકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. જે જગ્યામાં પૂરતી હવાની અવરજવર ન હોય ત્યાં તે ઓળખવા માટે કાર્બન ડાયોક્સાઈડ (CO2) મોનિટરો વાપરી શકાય અને જો ત્યાં CO2નું પ્રમાણ ખૂબ મોટું દેખાય તો ત્યાં વેન્ટિલેશન સુધારવાનાં પગલાં લેવા ધંધા વ્યવસાયોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • જે ગ્રાહકો તેમની NHS કોવિડ-19 ઍપનો ઉપયોગ કરીને ચૅક ઈન કરવા માગતાં હોય તેમના માટે ત્યાં QR કોડ્સ દર્શાવવાનું ચાલુ રાખવામાં આવે તેનું ધંધા વ્યવસાયોને પ્રોસ્તાહન આપવામાં આવશે, જો કે આ હવેથી કાનૂની આવશ્યકતા નહિ રહે.
  • અર્લી યર્સ, સ્કૂલો, કોલેજો તેમજ ઊચ્ચ શિક્ષણનાં સંસ્થાનોમાં પાયાનાં સુરક્ષાત્મક પગલાં જાળવી રાખીને બાળકો અને યુવાન લોકોની હાજરી મહત્તમ કરવા તેમજ તેમના અભ્યાસમાં બને તેટલી ઓછી ખલેલ પાડવા સરકાર તે સ્થળોમાં લાગુ પડતા નિયંત્રણોમાં ફેરફાર કરશે. સરકારનો ઈરાદો એવો છે કે પગલા 4થી બાળકોએ એક જ સરખાં જૂથો (‘બબલો’)માં રહેવાની જરૂર નહિ રહે, અને અર્લી યર્સનાં સ્થાનો, સ્કૂલો કે કોલેજોએ નિયમિતપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની જરૂરત નહિ રહે, જેના લીધે આઈસોલેટ કરતાં બાળકોની સંખ્યા બને તેટલી ઓછી થશે. અમુક ચોક્કસ શૈક્ષણિક સંસ્થાનોમાં જો સ્થાનિક ફેલાવાના પ્રતિસાદમાં જરૂરી જણાશે તો જ કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવશે.
  • 18 વર્ષથી નાનાં બાળકો જે પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યાં હોય તેમને પણ સેલ્ફ-આઈસોલેટ કરવાની આવશ્યકતામાંથી સરકાર મુક્તિ આપવા માગે છે, જે સંપૂર્ણ રસી લઈ ચૂકેલ બીજાં લોકો માટે લેવાનારા વલણ અનુસાર છે (નીચે જણાવ્યા મુજબ). યોગ્ય સમયાનુસાર વધુ વિગતો પ્રકાશિત કરવામાં આવશે અને આ ફેરફારો ઉનાળાના પાછળના ભાગથી અમલમાં આવવાની શક્યતા છે. યૂનિવર્સિટીઓમાં રૂબરૂ શિક્ષણ અને અભ્યાસ ઉપર કોઈ નિયંત્રણો નહિ રહે.
  • ડિપાર્ટમેન્ટ ફોર એડ્યુકેશન ટૂંક સમયમાં વધુ વિગતો નક્કી કરશે અને પગલા 4 થી શૈક્ષણિક સ્થાનોમાં ગોઠવણો માટેની નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરશે, જેમાં ઉનાળાનો સમય અને તે પછીનું સત્ર આવરી લેવામાં આવશે.
  • કેર હોમ્સમાં, દરેક રહેવાસી નામ જણાવેલા પાંચ જ મુલાકાતીઓને મળી શકે તે નિયંત્રણો સરકાર ઉઠાવી લેશે. કેર હોમ્સ સલામત રાખવા માટે મુલાકાતો બને તેટલી સામાન્ય બનાવવાની સાથે તે કેવી રીતે ગોઠવવામાં આવવી જોઈએ તે વિશે નિશ્ચિત માર્ગદર્શન સલાહ પૂરી પાડશે. કેર હોમ્સે રહેવાસીઓનું રોગનો ચેપ લાગવા સામે રક્ષણ કરવા માટે આવશ્યક એવાં ચેપ રોકથામ અને નિયંત્રણોનાં પગલાં અમલમાં ચાલુ રાખવાની જરૂર રહેશે.

નિયંત્રણો ઉઠાવવાનો મતલબ એવો નથી કે કોવિડ-19 અદ્રશ્ય થઈ ગયો છે. તેના બદલે મહામારી સામેના સરકારના પ્રતિસાદમાં તે એક નવો તબક્કો બનાવે છે, જે દરમ્યાન જેમ દેશ વાઈરસ સાથે જીવતાં શીખી રહ્યો છે તે વખતે લોકોએ પોતાના પરનાં અને બીજાં લોકો પરનાં જોખમો સામે જાતે સંભાળ લેવાની જરૂર પડશે. પગલા 3માં જાહેર કરાયેલ મિત્રો અને કુટુંબીજનોને મળવા ઉપરના સુધારાયેલ માર્ગદર્શન ઉપરથી, લોકો પોતાના પરનાં અને લોકો પરનાં જોખમો કેવી રીતે સંભાળી શકે તેના ઉપર સરકાર સલાહકારક માર્ગદર્શન પૂરું પાડશે. નીચેનાં વર્તનો કેવી રીતે ફાયદાકારક છે તે તેમાં જણાવેલું છેઃ

  1. શક્ય હોય ત્યાં સારી રીતે હવાની અવરજવર હોય તેવા વિસ્તારોમાં મળવું, જેમ કે આઉટડોર અથવા બારીઓ ખુલ્લી રાખીને ઇનડોર.
  2. તમે સામાન્ય રીતે જે લોકોને બંધિયાર અને ભીડવાળાં સ્થાનો પર ન મળતાં હો તેમના સંપર્કમાં આવતી વખતે ચહેરા પર આવરણ પહેરવાં.
  3. આખા દિવસ દરમ્યન નિયમિતપણે તમારા હાથ સાબૂ અને પાણીથી ધોવા અથવા હેન્ડ સેનિટાઈઝર વાપરવું.
  4. તમે ઉધરસ અને છીંક ખાવ ત્યારે તમારું મોઢું અને નાક ઢાંકવાં.
  5. તબિયત સારી ન હોય તો ઘરે રહેવું, જેથી તે બીમારી મિત્રો, કુટુંબીજનો, સાથી કર્મચારીઓ તેમજ સમાજમાં બીજાં લોકોને ફેલાવાનું જોખમ ઓછું થાય.
  6. વ્યક્તિગત જોખમો ધ્યાનમાં લેવાં, જેમ કે કોઈ વ્યક્તિની તબીબી અસુરક્ષિતતા અને રસીની સ્થિતિ.

સરકાર લોકોને રસી લેવાની અને જો તેમને ચિહ્નો જણાય તો સેલ્ફ-આઈસોલેટ કરીને ટેસ્ટ કરાવવાની ભલામણ કરવાનું ચાલુ રાખશે. જો લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવે અથવા તેમને NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા કહેવામાં આવે તો તેમણે સેલ્ફ-આઈસોલેટ કરવાનું કાનૂની આવશ્યતા તરીકે ચાલુ રહેશે. વાઈરસ ફેલાવાના ઘટાડામાં મદદ લોકોને માટે NHS કોવિડ-19 ઍપનું અદ્યતન વર્ઝન ડાઉનલોડ કરીને વાપરવાનું પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવામાં આવશે.

જે લોકો સામાન્યપણે જેમની સાથે રહેતાં ન હોય તેમની સાથે નજીકથી સંપર્ક ઓછો રાખવાનું પસંદ કરી શકે છે, જેથી કોવિડ-19 લાગવાનું કે ફેલાવાનું જોખમ ઓછું કરી શકાય, ખાસ કરીને જો તેઓ તબીબી રીતે અત્યંત અરક્ષિત હોય. જેમ નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યાં છે તેમ જે લોકો વધુ સાવચેતીભર્યું વલણ રાખવા ઈચ્છતાં હોય તેમના પ્રત્યે વિચારશીલ રહેવાનું અને તેમની ઈચ્છાનું માન જાળવવાનું અગત્યનું છે.

3. ટેસ્ટ, ટ્રેસ અને આઈસોલેટની પ્રમાણસર યોજનાઓ જાળવી રાખવી

વાઈરસ સામે સંભાળ રાખવામાં તેમજ સંભવિતપણે ખતરનાક પ્રકારો ફેલાવાનું જોખમ ઘટાડવામાં ટેસ્ટ, ટ્રેસ અને આઈસોલેટની સતત અગત્યની ભૂમિકા છે. ટેસ્ટ, ટ્રેસ અને આઈસોલેટની પદ્ધતિ આખાયે પાનખર અને શિયાળાના સમય દરમ્યાન જરૂરી રહેશે એવી સરકારની અપેક્ષા છે.

આખાયે પાનખર અને શિયાળાના સમય દરમ્યાન વાઈરસ સાથે રહેવામાં દેશને ટેકો આપવા માટે તે સતત રીતે વાપરવામાં અને અમલ કરવામાં આવે તે આવશ્યક છે.

ચિહ્નો ધરાવતાં લોકો માટેનું ટેસ્ટિંગ ચાલુ રહેશે. વાઈરસ ઉપર દેખરેખ રાખવા અને તેના ફેલાવાને કાબૂમાં રાખવામાં ટ્રેસિંગ અને આઈસોલેશન મુખ્ય રહેશે, જેમાં NHS કોવિડ-19 ઍપના ઉપયોગથી વધારો થશે (જો કે ચૅક ઈન કરવાનું અને સ્થળો પર સંપર્કની વિગતો આપવાનું હવેથી સ્વૈચ્છિક રહેશે).

ચિહ્નો ધરાવતાં લોકોની નિયમિત ચકાસણીથી કેસો શોધવામાં અને ફેલાવાની કડીઓ તોડવામાં મદદ મળવાનું ચાલુ રહેશે. લોકો બીજાંની સુરક્ષાની સાથે તેમનાં પોતાનાં પરનાં જોખમો પણ સંભાળશે તેમ તેનાથી એકથી બીજા તબક્કામાં પ્રસ્થાનમાં મદદ થશે. જે લોકોને સંપૂર્ણ રસી નથી મળી, જેઓ શિક્ષણમાં છે તેમજ જેઓ NHS, સામાજિક સંભાળ તેમજ જેલ જેવાં વધુ જોખમ ભરેલાં સ્થાનોમાં છે તેમના પર ખાસ કરીને તે ધ્યાન કેન્દ્રિત કરશે. લોકો રૅપિડ ટેસ્ટિંગનો ઉપયોગ કરીને અમુક જોખમ ભરેલા સમયે સંભાળ રાખવામાં પણ મદદ મેળવી શકે છે, જેમ કે તેઓ કામ પર પાછાં જઈ રહ્યાં હોય, વધુ જોખમી વાતાવરણમાં લોકોનો નજીકથી સંપર્ક થયા બાદ અથવા તો કોઈ વધારે અરક્ષિત વ્યક્તિ સાથે લાંબો સમય વીતાવતાં હોય તે સમયે. સામુદાયિક ટેસ્ટિંગથી લોકલ ઓથોરિટીઓને અપ્રમાણસર રીતે અસર પામેલાં તેમજ ઊંચા જોખમમાં રહેલાં અન્ય જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ટેકો મળશે.

જે લોકોને સંપૂર્ણ રસી મળી ચૂકી હોય તે લોકો જો પોઝિટિવ કેસનાસંપર્કમાં આવ્યાં હોય તો સેલ્ફ-આઈસોલેટ કરવાની આવશ્યકતામાંથી તેમને મુક્તિ આપવાનો સરકારનો ઈરાદો છે, તે જ પ્રકારે 18 વર્ષથી નાનાં લોકોને મુક્તિ આપવામાં આવશે (ઉપર જણાવ્યા મુજબ). પોઝિટિવ ટેસ્ટ થયેલ કોઈ પણ વ્યક્તિનું રસીનું સ્ટેટસ ગમે તે હોય, તેમણે હજુયે સેલ્ફ-આઈસોલેટ કરવાનું જરૂરી રહેશે. યોગ્ય સમયાનૂસાર વધુ વિગતો પ્રકાશિત કરવામાં આવશે અને આ ફેરફારો ઉનાળાના પાછળના ભાગથી અમલમાં આવવાની શક્યતા છે.

ઓછામાં ઓછું સપ્ટેમ્બરના અંત સુધી સેલ્ફ-આઈસોલેશનની અમલબજાવણી તેમજ ટેકો હાલમાં છે તેવી જ રીતે ચાલુ રહેશે. પોઝિટિવ કેસો અને નજીકના સંપર્કનાં જે લોકો ઘરેથી કામ ન કરી શકતાં હોય અને આઈસોલેશનને કારણે નાણાંકીય હાડમારી અનુભવે તેઓ £500ના ટેસ્ટ એન્ડ ટ્રેસ સપોર્ટ પેમેન્ટ અથવા તેમની લોકલ ઓથોરિટી પાસેથી નાણાંકીય ટેકો મેળવવા કદાય લાયક બની શકે. આઈસોલેશન દરમ્યાન મળતી વ્યવહારૂ મદદમાં લોકલ ઓથોરિટી દ્વારા દવાઓ આપી જવાની સેવા તેમજ સહાયતાનો સમાવેશ ચાલુ રહેશે.

4. સરહદો પર જોખમો સંભાળવા અને વૈશ્વિક પ્રતિસાદને ટેકો આપવો

રોડમૅપ મારફતે નિયંત્રણો હળવા કરવા માટે દેશે જે પ્રગતિ કરી છે તેના પર ચિંતાજનક પ્રકારો (Variant of Concern) સૌથી મોટો ખતરો ઊભો કરે છે. આગામી મહિના અને વર્ષો દરમ્યાન વૈશ્વિક સ્તરે નવા પ્રકારો બહાર આવવાનું ચાલુ રહેશે અને એવા પણ કેટલાક પ્રકારો હોઈ શકે જે રોગ પ્રતિકારકતાને નિષ્ફળ બનાવી દે, રસીઓ દ્વારા આપવામાં આવેલી સુરક્ષાને નબળી પાડી દે. પ્રકારો દ્વારા ઊભા થતા જોખમ સામે પહોંચી વળવા અને તેનો પ્રતિસાદ આપવા, સરકાર કડક પગલાંનો અમલ ચાલુ રાખશે, સરહદો પરના તેમના આરોગ્યલક્ષી પગલાં સહિત.

સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે તેની ટ્રાફિક લાઈટની પદ્ધતિ અમલમાં મૂકેલી છે, જે ગ્લોબલ ટ્રાવેલ ટાસ્કફોર્સ (GTT) દ્વારા સ્થાપવામાં આવેલ છે. તેમાં રેડ, એમ્બર અને ગ્રીન દેશોમાંથી આવનારાં લોકોને લાગુ પડતાં પગલાં જણાવેલાં છે.[footnote 14] આ જોખમનાં ગુણાંકોની નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે, દર ત્રણ અઠવાડિયે, અથવા જો આરોગ્યની સ્થિતિની માંગ હોય તો વધારે તત્કાલિનપણે તેમાં સુધારાવધારા કરવામાં આવે છે. લોકો જે દેશમાંથી મુસાફરી કરીને આવી રહ્યાં હોય તેને લાગુ પડતા નિયમોનું તેઓ પાલન કરવાનું ચાલુ રાખે તે અગત્યનું છે.

GTT એ ત્રણ ચૅકપોઈન્ટ્સ પણ નક્કી કરેલા છે જ્યાં સરકાર દરેક જોખમના તબક્કા પર લાગુ પડતાં પગલાંની સમીક્ષા કરીને તે પ્રમાણસર રહેતા હોવાની ખાતરી કરશે. 28 જૂનના પહેલા રિવ્યૂ પોઈન્ટ પર, સરકારે ચોક્કસ કર્યું હતું કે મોટા ભાગનાં પગલાં અમલમાં ચાલુ રહેશે, પરંતુ સંપૂર્ણ રસી[](https://www.gov.uk/government/publications/covid-19-response-summer-2021-roadmap/covid-19-response-summer-2021#fn:15)[^](https://www.gov.uk/government/publications/covid-19-response-summer-2021-roadmap/covid-19-response-summer-2021#fn:15)[15] મેળવેલાં જે લોકો એમ્બર યાદી પરના દેશમાંથી આવી રહ્યાં હોય તેમણે આ ઉનાળાના પાછળના ભાગથી આઈસોલેટ કરવાની જરૂર નહિ રહેવાનો પોતાનો ઈરાદો પણ જણાવ્યો છે. વધુ વિગતો ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ટૂંક સમયમાં બહાર પાડશે.

યુ.કે.નું રક્ષણ કરવાનું ચાલુ રાખવાને લીધે વિશ્વ સ્તરે પણ રોગ પ્રસારણ પર નિયંત્રણ કરી શકાય છે જેથી લોકોને દરેક સ્થળે સલામત રાખીને ચિંતાજનક પ્રકારોના સતત ઉભરા રોકી શકાય છે. મુસાફરી પરનાં નિયંત્રણો તેના ભાગ તરીકે ચાલુ રહેશે. ટેકા તરીકે, આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ ફરીથી સલામતીથી અને ટકાઉપણે શરૂ કરી શકાય તે માટે G7 એ ચર્ચાવિચારણાઓ વધુ તીવ્ર બનાવવા સહમતી આપી છે. આ કાર્યક્રમ G7 સાથે મળીને, અને USA તેમજ EU સાથેની મંત્રણાઓ મારફતે પૂરો પાડવા માટે સરકાર કટીબદ્ધ છે.

યુ.કે.ના પ્રમુખપદ હેઠળ, G7 નેતાઓએ વિશ્વ સ્તરે રસીકરણની ઝડપી બનાવવા, વિકસી રહેલા દેશોમાં રસીઓ અગ્રતાથી ઉપલબ્ધ બનાવવા માટેની યોજના પર સહમતી કરી છે. આગામી વર્ષ દરમ્યાન નાણાકીય તેમજ ડોઝ વહેંચણી મારફતે 1 બિલિયન ડોઝ (યુ.કે.માંથી 100 મિલિયન ડોઝ સહિત) પૂરા પાડવાનું વચન લેવાની સાથે, G7 બીજા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને રસીકરણ કાર્યક્રમનો પુરવઠો વધારવા તેમજ તેના વિતરણમાં ટેકો આપવા માટે કામ કરશે. યુ.કે. Access to COVID-19 Tools Accelerator (ACT-A)નાં સૌથી મોટા દાતાઓમાંથી એક છે, જેની COVAX સુવિધાએ અત્યાર સુધીમાં 134 દેશોને 95 મિલિયન કરતાં વધુ ડોઝ પૂરા પાડ્યા છે.[footnote 16] આમાંથી 90% કરતાં વધુ Oxford-AstraZeneca રસી હતી, જેના વિકાસમાં યુ.કે. સરકાર તરફથી આપવામાં આવેલ ભંડોળથી ટેકો મળ્યો આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ નવા મે મહિનામાં વૈશ્વિક પૅથોજેન સર્વેલન્સ નેટવર્ક (‘ગ્લોબલ પૅનડેમિક રેડાર’) માટેની યોજનાઓની પણ જાહેરાત કરી હતી.[footnote 17] યુ.કે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેમજ અન્યો સાથે મળીને આ રેડાર ચાલુ કરાવવા કામ કરી રહ્યું છે, જેથી વિશ્વ ચિંતાજનક પ્રકારો વધુ બહેતરપણે પકડીને તેનો પ્રતિસાદ આપી શકે અને ભાવિ મહામારીઓ રોકવા અને તેનો પ્રતિસાદ આપવાની તૈયારીમાં સુધારા કરી શકાય. યુ.કે.ની વિશ્વ અગ્રણી જેનોમિક સિક્વન્સિંગ ક્ષમતા નવા પ્રકારો પકડવા અને તેનો પ્રતિસાદ આપવામાં મુખ્ય ફાળો આપશે, અને યુ.કે. પહેલેથી જ ભારત, નાઈજીરિયા અને બ્રાઝિલને આ વિસ્તારમાં તેમની ક્ષમતાઓ સુધારવામાં મદદ કરી જ રહ્યું છે.

5. અણધાર્યા સંજોગો માટેની યોજનાઓ જાળવી રાખવી

રોડમૅપના અંતે પણ, નોંધપાત્ર જોખમો હજુયે રહેશે, ખાસ કરીને રસીમાંથી છટકી જઈ શકે તેવા ચિંતાજનક પ્રકારોમાંથી ઊભા થતા જોખમો. ઘરે અને વિદેશમાં આ વાઈરસનો ફેલાવો હજુયે ચાલુ રહેશે, અને આ શિયાળામાં કોવિડ-19ની સાથે ઈન્ફ્લુએન્ઝા તેમજ શ્વાસોચ્છ્વાસની અન્ય બીમારીઓ ફરીથી માથું ઉંચકશે જેનાથી NHS ઉપર શિયાળાના સાધારણ દબાણો ઉપરાંત વધારાની તાણ મૂકાશે. શિયાળા જેવા વધારે જોખમી સમયો દરમ્યાન વાઈરસના સંચાલનમાં મદદ કરતાં પગલાં સરકારે લેવાં પડે એવું બને, પરંતુ તેઓ શક્ય હશે ત્યાં સુધી વધુ સશક્ત બનાવાયેલ માર્ગદર્શનોને અગ્રતા આપશે અને મોટા પ્રમાણમાં આર્થિક, સામાજિક તેમજ આરોગ્યના ભોગે લાદવા પડતા નિયંત્રણો ટાળવાનો પ્રયાસ કરશે.

સરહદો પર નિયંત્રણો લેવાની સાથે, પ્રકારોના સંચાલન તેમજ પ્રતિસાદ માટે સરકાર પાસે અનેક પ્રકારનાં સાધનો છે, જેમકે દેખરેખ, જેનોમિક સિક્વન્સિંગ, રોગ ફાટી નીકળવા સામે સંચાલન તેમજ ફાર્માસ્યૂટિકલ દરમ્યાનગીરી (ફેર રસીકરણ સહિત). સ્થાનિક, પ્રાંતિય કે રાષ્ટ્રીય સ્તરે જો પુરાવા એવું સૂચવશે કે કોઈ ખતરનાક પ્રકારને દબાવવા કે તેના સંચાલન માટે જરૂરી છે તો સરકાર આર્થિક અને સામાજિક નિયંત્રણો ફરીથી લાદવા માટેની અણધાર્યા સંજોગો માટેની યોજનાઓ ચાલુ રાખશે. NHS ઉપર અસહ્ય દબાણ પડતું રોકવા માટે, જો સાવ જ છેલ્લા ઉપાય તરીકે જરૂરી હોવાનું લાગશે, તો જ આવાં પગલાં ફરીથી લાદવામાં આવશે. હાલના રેગ્યુલેશનો પણ સરકાર 28 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખશે, જેથી લોકલ ઓથોરિટીઓ જાહેર આરોગ્ય પરના તત્કાલિન અને ગંભીર ખતરાનો પ્રતિસાદ આપી શકે છે. સ્થાનિક વિસ્તારો માટે કોવિડ-19 ફાટી નીકળવા પરના નિયંત્રણ સંચાલનનું સુધારાયેલું માળખું પણ સરકાર યોગ્ય સમયે પ્રકાશિત કરશે.

કોવિડ-સ્ટેટસ સર્ટિફિકેશનની સમીક્ષાના અંતે તારણ નીકળ્યું છે કે સર્ટિફિકેશનનો ઉપયોગ કોઈ સ્થળ પર મુલાકાતી તરીકે પ્રવેશ મેળવવાની શરત તરીકે હાલમાં કાયદામાં આદેશિત કરવામાં નહિ આવે. સર્ટિફિકેશનની ધંધા વ્યવસાયો પર પડનારા બોજા સહિત તે અંગે વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ સમીક્ષામાં સ્વીકારવામાં આવી છે. પરંતુ, શક્ય છે કે જો પાનખર કે શિયાળામાં દેશ મુશ્કેલ પરિસ્થિતનો સામનો કરી રહ્યો હોય તો તે સમયે સર્ટિફિકેશનથી કાર્યક્રમો યોજવાનું ચાલુ રાખવા અને ધંધા વ્યવસાયો ખુલ્લા રાખવાના માર્ગો મળી શકે. ભવિષ્યમાં કરવામાં આવનારા કોઈ પણ અમલ માટે સલાહ મસલતો તેમજ યોગ્ય સંસદ દ્વારા ઝીણવટપૂર્વક ચકાસણીઓ કરવાની રહેશે.

6. આંકડાઓ ઉપર દેખરેખ રાખવી અને પગલાંની સમીક્ષા કરવી

NHS એ અસહ્ય દબાણો સહન કરવાં પડે એવો કોઈ ખતરો ઊભો ન થાય તેની ચોક્સાઈ રાખવા માટે સરકાર નિયમિતપણે આંકડાઓ ઉપર દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.

વર્ષના પાછળના ભાગમાં, દેશ પાનખર અને શિયાળા માટે કેટલો તૈયાર છે તેની સરકાર આકારણી કરશે. શિયાળા દરમ્યાન કઈ આવશ્યકતાઓ ચાલુ રાખવાની જરૂર છે તેની વિચારણા કરવા માટે પાનખરની શરૂઆતના સમયમાં સરકાર કોરોનાવાઈરસ ઍક્ટ અને બાકીના રેગ્યુલેશનોની પુનઃવિચારણા કરશે.

  1. https://ourworldindata.org/covid-vaccinations 

  2. https://www.gov.uk/government/publications/phe-monitoring-of-the-effectiveness-of-covid-19-vaccination 

  3. SAGE, COVID-19 ઉપર નેવું સેકંડની મીટિંગ 9 જૂન 2021 https://www.gov.uk/government/publications/sage-92-minutes-coronavirus-covid-19-response-9-june-2021 

  4. https://www.who.int/publications/m/item/weekly-epidemiological-update-on-covid-19—25-may-2021 

  5. https://www.gov.uk/government/publications/jcvi-interim-advice-on-a-potential-coronavirus-covid-19-booster-vaccine-programme-for-winter-2021-to-2022/jcvi-interim-advice-potential-covid-19-booster-vaccine-programme-winter-2021-to-2022#fnref:5 

  6. https://coronavirus.data.gov.uk/details/vaccinations 

  7. https://www.gov.uk/government/news/jcvi-advice-to-mitigate-impact-of-b1-617-2-variant 

  8. https://assets.publishing.service.gov.uk/government/uploads/system/uploads/attachment_data/file/998411/Vaccine_surveillance_report_-_week_26.pdf 

  9. https://www.gov.uk/government/publications/jcvi-interim-advice-on-a-potential-coronavirus-covid-19-booster-vaccine-programme-for-winter-2021-to-2022 

  10. COVIDના જોખમમાં રહેલાં જૂથો PHE Green Bookમાં જણાવવામાં આવ્યાં છેઃ https://www.gov.uk/government/collections/immunisation-against-infectious-disease-the-green-book 

  11. https://www.gov.uk/government/news/government-launches-covid-19-antivirals-taskforce-to-roll-out-innovative-home-treatments-this-autumn 

  12. https://www.gov.uk/government/publications/covid-19-response-spring-2021 

  13. https://www.gov.uk/government/publications/events-research-programme-phase-i-findings 

  14. https://www.gov.uk/government/publications/global-travel-taskforce-safe-return-of-international-travel 

  15. https://www.gavi.org/covax-vaccine-roll-out 

  16. https://www.gov.uk/government/news/pm-announces-plan-for-global-pandemic-radar