પરિચય અને સારાંશ એનિમેશન (Gujarati)
અપડેટ થયેલ 3 June 2026
Applies to England
આ ટૂંકી એમિમેશન કે જીવંતતા સગર્ભાવસ્થા દરમિયાન અને તમારા બાળકના જન્મ પછી ઓફર કરવામાં આવતા સ્ક્રીનીંગ પરીક્ષણો દર્શાવે છે.
એનિમેશન કે જીવંતતા ઉપશીર્ષકો અને બ્રિટિશ સાંકેતિક ભાષા સાથે પણ મળી રહે છે. ઉપશીર્ષક આવૃતિઓમાં અંગ્રેજી (English) અને એરબિક (Arabic), બંગાળી (Bengali), ચાઈનીઝ (Chinese), ફ્રેન્ચ (French), લેટવિઅન (Latvian), લિથુનિઅન (Lithuanian), પોલિશ (Polish), પોર્ટુગીઝ (Portuguese), પંજાબી (Punjabi), રોમાનિઅન (Romanian), સોમાલી (Somali), અને ઊર્દૂમાં (Urdu) અનુવાદોમાં સમાવેશ થાય છે.
સ્ક્રીનીંગ કે તપાસ પરીક્ષણો કે કસોટીઓ
સ્ક્રીનીંગ ટેસ્ટનો ઉપયોગ એવા લોકોને શોધવા માટે થાય કે જેમને આરોગ્ય સ્થિતિની શકયતા વધારે હોય. આનો અર્થ એ છે કે તેઓ વહેલા, સંભવિત રીતે વધારે અસરકારક સારવાર મેળવી શકે છે, અથવા તેમના આરોગ્ય વિષે જાણકાર નિર્ણયો લઈ શકે છે. લોકોને સ્ક્રીનીંગની કલ્પના કરવી મદદરૂપ થઈ શકે છે. મોટા ભાગના લોકો સીધા જ પસાર થાય છે પણ થોડી સંખ્યામાં સીવ કે છાણણીમાં અટકી જાય છે. સીવ કે ગાળણક્રિયામાં ફસાયેલા લોકો એવા માનવામાં આવે છે જેમની સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે તેઓને આરોગ્યની સ્થિતિ હોવાની શકયતા વધારે હોય છે.
સ્ક્રીનીંગ પરીક્ષણો સંપૂર્ણ કે ક્ષતિહીન નથી. કેટલાક લોકોને કહેવામાં આવશે કે તેમને અથવા તેમના બાળકને આરોગ્યની સ્થિતિ થવાની સંભાવના વધારે છે, જયારે હકીકતમાં તેમને સ્થિતિ હોતી નથી (ખોટા હકારાત્મક). ઉપરાંત, કેટલાક લોકોને કહેવામાં આવશે કે તેમને અથવા તેમના બાળકને આરોગ્યની સ્થિતિ થવાની સંભાવના ઓછી છે જયારે હકીકતમાં તેમને આ સ્થિતિ હોય છે (ખોટી નકારાત્મક).
સ્ક્રીનીંગ અને માહિતી સેશનોમાં હાજર રહેવા માટે સાથીઓનુંસ્વાગત છે.
સ્ક્રીનીંગ પરીક્ષણો અને ડાયગ્નોસ્ટિક કે રોગનિદાન કસોટીઓ વચ્ચેનો તફાવત
સ્ક્રીનીંગ ટેસ્ટ એ શોધી શકે કે તમને અથવા તમારા બાળકને, આરોગ્યની સ્થિતિ થવાની શક્યતા વધારે કે ઓછી છે. પણ તે સામાન્ય રીતે તમને નિશ્ચિત માટે કહી શકતું નથી, તેથી જે લોકોને સ્થિતિની ઉચ્ચ સંભાવના હોય તેઓને ઘણીવાર બીજા પ્રકારની કસોટી ઓફર કરવામાં આવશે. આને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કહેવામાં આવે છે અને તે વધારે ચોક્કસ ‘હા’ અથવા ‘ના’ જવાબ આપે છે.
સગર્ભાવસ્થા દરમિયાન અને પછી સ્ક્રીનીંગ પરીક્ષણો
સગર્ભાવસ્થા દરમિયાન તમને અથવા તમારા બાળકને હોઈ શકે તેવી કોઈ પણ આરોગ્યની સ્થિતિઓ શોધવાનો પ્રયત્ન કરવા માટે સ્ક્રીનીંગ પરીક્ષણો ઓફર કરવામાં આવે છે. પરીક્ષણો - અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્સ, રક્ત પરીક્ષણો અને પ્રશ્નાવલિ – તમને સગર્ભાવસ્થા દરમિયાન અથવા તમારા બાળકના જન્મ પછી સંભાળ અથવા સારવાર વિશેપસંદગીઓ કરવામાં મદદ કરી શકે છે.
તમારા બાળક તે અથવા તેણીના જન્મ પછી તરત જ નવજાત સ્ક્રીનીંગ પરીક્ષણો ઓફર કરવામાં આવે છે. અમે આ ઓફર કરીએ છીએ જેથી જરૂર પડે તો તમારા બાળકને શકય હોય તેટલી વહેલી યોગ્ય સારવાર આપી શકાય.
કેટલીક વ્યવહારિકતાઓ
જો તમને ખબર હોય કે તમને, તમારા બાળકના પિતાને, અથવા પરિવારના કોઈ સભ્યને પહેલેથી આરોગ્યની સ્થિતિ હોય તો, કૃપા કરી તમારી મિડવાઇફને જણાવો. જો તમે કોઈ પણ સ્ક્રીનીંગ ટેસ્ટના પરિણામોની રાહ જોતી વખતે ઘર સ્થળાંતર કરતા હો તો, કૃપા કરી તમારી દાયણ અથવા હેલ્થ વિઝિટરને તમારું નવું સરનામું જણાવો.
સ્ક્રીનીંગ એ તમારી પસંદગી છે
દરેક પરીક્ષણ કરાવવું કે નહિ તે વ્યક્તિગત પસંદગી છે અને જે ફક્ત તમે જ કરી શકો. તમે આરોગ્ય વ્યાવસાયિકો સાથે ઓફર કરવામાં આવતી દરેક પરીક્ષણની ચર્ચા કરી શકો અને તમારા પોતાના સંજોગોના આધારે, તે તમારા માટે યોગ્ય છે કે નહિ તે નકકી કરી શકો છો. કોઈ પણ તબક્કે તમે તમારું મન કે વિચાર પણ બદલી શકો છો.
અહીંયા વર્ણવેલ કેટલાક સ્ક્રીનીંગ પરીક્ષણો, જેમ કે ચેપી રોગો માટે રક્ત પરીક્ષણો, જો તમને ડાયબીટિઝ હોય તો આંખની તપાસ અને નવજાત શિશુની તપાસો, NHS દ્વારા ભલામણ કરવામાં આવે છે. આ એટલા માટે કારણ કે આ પરીક્ષણોમાંથી પરિણામો ખાતરી કરવામાં મદદ કરી શકે કે તમને અથવા તમારા બાળકને ગંભીર પરિસ્થિતિઓ માટે તાત્કાલિક સારવાર મળે છે.
સિકલ સેલ રોગ અને થેલસેમિયા, ડાઉન્સ સિન્ડ્રોમ, એડવર્ડ્સ સિન્ડ્રોમ, પટાઉના સિન્ડ્રોમ અને 20-અઠવાડિયાના સ્કેન માટે સગર્ભાવસ્થામાં સ્ક્રીનીંગ પરીક્ષણો ખૂબ જ વ્યક્તિગત નિર્ણયો તરફ દોરી શકે છે. આમાં સમાવિષ્ટ હોઈ શકે:
- ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવી કે નહીં, જેમાં ગર્ભપાતની શક્યતા હોય શકે.
- તમારી સગર્ભાવસ્થા ચાલુ રાખવી અથવા સમાપ્ત કરવી કે નહિ
તમે આવા સ્ક્રીનીંગ પરીક્ષણો કરાવવા માંગો છો કે નહિ તે વિષે કાળજીપૂર્વક વિચારવું તે મહત્વપૂર્ણ હોય છે. તમારા નિર્ણયોનું સન્માન કરવામાં આવશે અને આરોગ્યકર્મીતમને ટેકો આપશે. જો તમને લાગે કે તમારા નિર્ણયોનું સન્માન કે આદર કરવામાં આવી રહ્યું નથી તો અવશ્ય અવાજ ઉઠાવો
વધારે સપોર્ટ
આ માહિતીમાં કોઈ પણ સ્થિતિઓ વિષે કે જે ટેકો પૂરો પાડી શકે તેવી સંસ્થાઓની વિગતો માટે, જુઓ NHS.UK.
સ્ક્રીનીંગ અને NHS
સારા પુરાવાના આધારે NHS નક્કી કરે છે કે કયા સ્ક્રીનીંગ પરીક્ષણો ઓફર કરવા. યૂકે નેશનલ સ્ક્રીનીંગ કમિટિ (UK National Screening Committee) (UK NSC) નામના નિષ્ણાતોનું એક જૂથ NHS ને સલાહ પૂરી પાડે છે. NHS દ્વારા પૂરા પાડવામાં આવતા બધા સ્ક્રીનીંગ પરીક્ષણો મફત હોય છે. કેટલીક ખાનગી કંપનીઓ સ્ક્રીનીંગ ટેસ્ટ પણ પૂરા પાડે છે કે જેના માટે તમારે ચૂકવણી કરવી પડે છે. NHS ખાનગી સ્ક્રીનીંગના ગુણવત્તાની બાયંધરી આપી શકતું નથી. ખાનગી સ્ક્રીનીંગ વિષે સલાહ માટે વધારે
ગોપનીયતા
NHS સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સ તમને યોગ્ય સમયે સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરવા માટે તમારા NHS રિકોર્ડ્સમાંથી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરે છે. NHS ઈંગ્લેન્ડ તમારી માહિતીનો ઉપયોગ તમને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ મળે તેની ખાતરી કરવા અને સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને સુધારવા માટે પણ કરે છે. તમારી માહિતીનો ઉપયોગ અને સુરક્ષિત કેવી રીતે, અને તમારા વિકલ્પો વિષે વધારે જાણો.
સ્ક્રીનીંગ સેવાઓ પૂરી પાડનારાઓ અને NHS ઈંગ્લેન્ડ તમારા સ્વાસ્થ્ય રિકોર્ડમાં રહેલી માહિતીનો (વ્યક્તિગત ડેટા) ઉપયોગ તમને અથવા તમારા બાળકને સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરવા માટે કરે છે.
NHS ઈંગ્લેન્ડ તમારી માહિતીનો ઉપયોગ સ્ક્રીનીંગ સેવાઓને સલામત, અસરકારક અને તેમના માટે નિર્ધારિત ઉચ્ચ-ગુણવત્તાના ધોરણોને જાળવવા સપોર્ટ માટે પણ કરે છે. જયાં શક્ય હોય ત્યાં અમે માહિતીનો ઉપયોગ અનામી સ્વરૂપમાં કરીએ છીએ. અમે એવી માહિતી કદી પણ પ્રકાશિત કરીશું નહિ કે જે તમને અથવા તમારા બાળકને ઓળખી શકે.
તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા યૂકે જનરલ ડેટા પ્રટેક્શન રેગ્યુલેશન (UK GDPR) દ્વારા સંચાલિત થાય છે. ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે વિશે ના અધિકારો તમને હોય છે (જુઓ વિભાગ ‘સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સ અને તમારા અધિકારો’).
NHS ઈંગ્લેન્ડ અને સ્ક્રીનીંગ પૂરા પાડનારાઓ સ્ક્રીનીંગ સેવાઓ વિતરણ કરવાના હેતુઓ માટે વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે જવાબદાર ડેટા નિયંત્રકો હોય છે. NHS ઈંગ્લેન્ડ સલામતી અને ગુણવત્તાની ખાતરીના હેતુઓ માટે ડેટા નિયંત્રકો હોય છે.
જો સ્ક્રીનીંગ અથવા પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક (PND) પરીક્ષણો સૂચવે કે તમારા બાળકને ચોકકસ સ્થિતિઓ છે તો, અમે આ માહિતી સુરક્ષિત નેશનલ કંન્જેનિટલ એનોમલી એન્ડ રેર ડિસીઝ રજિસ્ટ્રેશન સર્વિસ કે રાષ્ટ્રીય જન્મજાત અનિયમિતતા અને દુર્લભ રોગો નોંધણી સેવા (NCARDRS) ને પસાર કરીશું.
દુર્લભ પરિસ્થિતિઓ સાથે જન્મેલા બાળકોનું આ સુરક્ષિત રાષ્ટ્રીય રજિસ્ટર હોય છે. તે અમને સ્ક્રીનીંગમાં સુધારો કરવા અને સ્થિતિને રોકવા અથવા સારવાર કરવામાં મદદ કરે છે.
NHS ઈંગ્લેન્ડ તમારી અથવા તમારા બાળકની વ્યક્તિગત માહિતી રાષ્ટ્રીય રોગ રજિસ્ટર્સ સાથે શેર કરી શકે. આ માહિતીનો ઉપયોગ અમને સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સ કેટલી સારી રીતે કાર્ય કરે તે વિશે વધારે સમજવામાં મદદ કરે છે.
જો તમે તમારા બાળકનો ડેટા રજિસ્ટરમાં ઉમેરવાનું ના પસંદ કરવા માંગતા હો, તો કૃપા કરી તમારા આરોગ્યકર્મીસાથે આની ચર્ચા કરો જેથી ખાતરી કરી શકાય કે તમે તમારા માટે યોગ્ય નિર્ણય લો છો.
અમે તમારી અથવા તમારા બાળકની વ્યક્તિગત માહિતી NHS ઈંગ્લેન્ડની બહારના સંશોધકો સાથે પણ શેર કરી શકીએ જેઓ સ્ક્રીનીંગમાં સુધારો કરવા માંગે છે. આ ફક્ત કડક મંજૂરીઓ અને સલામતીઓ સાથે જ થશે.
તમે અગાઉથી કોઈ પણ સંશોધન અને આયોજન માટે ઉપયોગમાં લેવાતા તમારા ડેટામાંથી ના પસંદ કરી શકો જેથી કરીને તમારા ડેટાનો સમાવેશ ન થાય. તમે તમારા માટે યોગ્ય નિર્ણય લો તેની ખાતરી કરવા માટે કૃપા કરી તમારા આરોગ્યસંભાળ વ્યવસાયિકો સાથે આની ચર્ચા કરો.