તમારા મોટા એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ (AAA) કે પેટની મહાધમનીના સોજાનું સંચાલન કરવું (Gujarati)
અપડેટ થયેલ 5 February 2026
Applies to England
આ માહિતી મોટા એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ (AAA) સ્ક્રીનીંગ પરિણામ ધરાવતા કોઈપણ માટે છે.
તમારા AAA સ્ક્રીનીંગ કે તપાસના પરિણામ
જયારે અમે તમારી તપાસ કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે તમારી એઓર્ટા 5.5cm અથવા પહોળી છે. આ સામાન્ય કરતાં વધારે પહોળી છે, અને તેનો અર્થ એ છે કે તમને મોટા AAA છે.
અમે સ્ક્રીન કરીએ છીએ તે લગભગ 2,500 પુરુષોમાં 1 મોટા AAA ધરાવે છે.
અમે તમારા માટે નિષ્ણાતને મળવા માટે એપોઈન્ટમેન્ટની વ્યવસ્થા કરીશું, સામાન્ય રીતે 2 અઠવાડિયાની અંદર. નિષ્ણાત વધારે પરીક્ષણોની ગોઠવણ કરશે અને સંભવિત સારવારના વિકલ્પો વિષે તમારી સાથે વાત કરશે. મોટા AAA માટે સામાન્ય સારવાર સર્જરિ કે શસ્ત્રક્રિયા હોય છે.
એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ (Abdominal aortic aneurysm) (AAA) કે પેટની મહાધમનીનો સોજો
AAA એ એઓર્ટા કે મુખ્ય ધોરી નસમાં સોજો છે. એઓર્ટા એ રક્તવાહિની છે કે જે હૃદયથી પેટ કે ઉદર (પેટ) સુધી લોહી વહન કરે છે.
કેટલાક લોકોમાં, જેમ તેઓ મોટા થાય, તેમ પેટમાં એઓર્ટાની દિવાલ નબળી પડી શકે છે. તે પછી ફૂલવાનું શરૂ કરી શકે (બલૂન કે ફુગ્ગાની જેમ) અને એન્યુરિઝમ બનાવી શકે છે.
આ સ્થિતિ 65 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના પુરુષોમાં સૌથી સામાન્ય હોય છે.

તમારા પરિણામની સમજણ
મોટા AAA ગંભીર હોઈ શકે છે. જેથી એઓર્ટા કે મહાધમનીની દિવાલ ખેંચાય, તે નબળી પડે અને ફાટી શકે, જેના કારણે આંતરિક રકતસ્ત્રાવ થાય છે. જો આવું થાય તો, તે મેડિકલ ઈમર્જન્સિ કે તબીબી કટોકટી છે.
ફાટેલા AAA ધરાવતા લગભગ દર 100 માંથી 85 લોકો પરિણામે મૃત્યુ પામે છે. મોટા AAA ફાટવાનું જોખમ સામાન્ય રીતે તે ઓપરેશનમાંથી સુધારવા કે રિપેર કરવા માટેના જોખમ કરતાં ઊંચું હોય છે.
તે યાદ રાખવું અગત્યનું છે કે AAAs મોટાભાગના લોકોમાં ફાટતા નથી કે જેઓને તે હોય છે. જો તમને તમારા સ્ક્રીનીંગ પરિણામ વિષે પ્રશ્નો હોય તો તમારી સ્થાનિક AAA સ્ક્રીનીંગ સર્વિસનો સંપર્ક કરો.
હવે પછી શું થાય છે
અમે તમારી વિગતો નિષ્ણાત વેસ્ક્યુલર ટીમને પસાર કરીશું. તેઓ તમને સામાન્ય રીતે હવે પછીના 2 અઠવાડિયાની અંદર એપોઈન્ટમેન્ટ આપશે. સ્પેશલિસ્ટ કે નિષ્ણાતો આ કરશે:
- તમારા તબીબી ઈતિહાસ વિષે તમને પૂછશે.
- સંપૂર્ણ પરીક્ષણ કે તપાસ હાથ ધરશે
- તમારા એઓર્ટાનું વધારે વિગતવાર દ્રશ્ય કે ચિત્ર મેળવવા માટે CT સ્કેનની વ્યવસ્થા કે ગોઠવણ કરશે.
- જો જરૂર હોય તો, તમે સર્જરિ માટે સ્વસ્થ છો તે તપાસવા માટે તમારા હૃદય, ફેફસાં અને કિડનિ પર વધારે પરીક્ષણોની ગોઠવણ કરશે
- સારવારના જોખમો અને ફાયદાઓ વિષે તમારી સાથે વાત કરશે
- તમને હોય તેવા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપશે.
મોટા AAA માટે સર્જરિ કે શસ્ત્રક્રિયા
નિષ્ણાત વેસ્ક્યુલર ટીમ તમારી સાથે સારવારના વિકલ્પો અને સંભવિત જોખમો વિષે વાત કરશે.
સ્ક્રીનીંગ દ્વારા મળેલ AAAs માટે સારવાર સામાન્ય રીતે અસરકારક હોય છે. જો કે, બધા ઓપરેશનોમાં જોખમો હોય છે. AAA ને સુધારવા માટે સર્જરિ પછી લગભગ 67 લોકોમાં 1 મૃત્યુ પામે છે.
જો તમને બીજી ગંભીર તબીબી સ્થિતિઓ હોય તો, સર્જરિ વધારે જોખમ ધરાવે કે વહન કરી શકે. ઓછી સંખ્યાના પુરુષો માટે, સર્જરિ કે શસ્ત્રક્રિયા શકય ન પણ હોય.
જો તમને તમારા AAA માટે સર્જરિની જરૂર હોય તો ગૂંચવણોના જોખમને ઘટાડવામાં તમે મદદ કરી શકો દ્વારા:
- જો તમે ધૂમ્રપાન કરનાર હો તો, ધૂમ્રપાન બંધ કરીને – વધારે માહિતી અહીં શોધો www.nhs.uk/better-health/quit-smoking
- ખાતરી કરો કે તમારા લોહીનું દબાણ સલામત મર્યાદામાં છે
- આરોગ્યપ્રદ આહાર કે સ્વસ્થ રીતે ખાવું
- જો તમારું વજન વધારે હોય તો, વજન ઘટાડવું
- સામાન્ય સ્વાસ્થ્ય સુધારવા માટે દરરોજ સક્રિય રહેવું
- એલ્કોહોલ પર કાપ મૂકવો.
ઓપરેશન કરાવવું એ તમારી પસંદગી છે જો તમે ઓપરેશન ન કરાવો તો, નિષ્ણાત ટીમ બીજા વિકલ્પો વિષે તમારી સાથે વાત કરશે.
તમારા સ્વાસ્થ્ય કે આરોગ્યનું ધ્યાન રાખવું
તમારા જીપી (GP) તમારા આરોગ્યનું ધ્યાન રાખવા પર તમને સલાહ આપી શકે. તેઓ તમને દવા આપવા માટે અથવા તમે પહેલેથી કોઈ પણ લખી આપેલ દવા લેતા હોય તેની સમીક્ષા કરવા પણ પૂછી શકે.
જો તમે કોઈ પણ કારણ માટે હોસ્પટલમાં જાઓ તો, તમારે સ્ટાફને જણાવવું જોઈએ કે તમને સ્ક્રીનીંગ દ્વારા મળેલ મોટા AAA છે.
તમારે તમારી જીવનશૈલીમાં બીજા કોઈપણ ફેરફારો કરવાની જરૂર નથી. તમે કોઈ પણ રમતગમત અથવા શોખ સાથે ચાલુ રાખી શકો છો.
વાકેફ રહેવાના લક્ષણો
AAAs માં સામાન્ય રીતે લક્ષણો હોતા નથી, અને તે અસંભવિત છે કે તમે કોઈ પણ દરદ કે પીડા અથવા અસ્વસ્થતા અનુભવો. જો કે, ફાટેલા AAA ના કોઈ પણ લક્ષણોથી વાકેફ હોવું તે મહત્વપૂર્ણ છે.
જો તમને તમારી પીઠના નીચેના ભાગમાં અથવા પેટમાં તીવ્ર, કાયમી દુખાવો હોય તો, તમારે તાત્કાલિક તબીબી મદદનો પ્રયત્ન કરવો જોઈએ. એમ્બ્યુલન્સ બોલાવો અથવા તરતજ A&E માં જાઓ અને તેમને કહો કે તમને મધ્યમ AAA છે.
નજીકના સગા-સંબંધીઓને જણાવવું
જો તમારા જૈવિક ભાઈ, બહેન અથવા માતાપિતાને એ હોય તો, AAA હોવાનું જોખમ વધે છે
આનો અર્થ એ છે કે તમારા કોઈ પણ ભાઈઓ, બહેનો અથવા બાળકોને પણ જોખમ હોઈ શકે. જયારે તમારા AAA મળી આવ્યા હતાં ત્યારે તેઓ તમારી ઉંમર સુધી પહોંચતા 5 વર્ષ પહેલાં સ્કેન કરાવવાની શકયતા વિષે તેમના જીપીને (GP) તેઓ પૂછી શકે.
ડ્રાઈવિંગ
કાર ડ્રાઈવરો અને મોટરસાઈકલિસ્ટો:
- જો તમારું AAA 6cm અથવા વધારે હોય તો DVLA ને અવશ્ય જણાવો
- જો તમારું AAA 6.5cm અથવા વધારે હોય તો અવશ્ય ડ્રાઈવ કરશો નહિ પણ એકવાર તેની સફળતાપૂર્વક સારવાર થઈ જાય પછી ફરીથી ડ્રાઈવ કરી શકો છો.
બસ, કોચ અને લોરી ડ્રાઇવરો:
- DVLA ને અવશ્ય કહો કે તમને AAA છે, પછી ભલે ગમે તે કદના હોય
- અવશ્ય ડ્રાઈવ કરશો નહિ, કારણ કે તમારું AAA 5.5cm પહોળુ અથવા મોટું છે, પણ એકવાર તેની સફળતાપૂર્વક સારવાર થઈ જાય પછી ફરીથી ડ્રાઈવ કરી શકો છો.
અહીં મુલાકાત લો www.gov.uk/aneurysm-and-driving વધારે જાણવા કે માહિતી માટે.
વધારે માહિતી અને ટેકો- આધાર
તમે વધારે માહિતી અહીં મેળવી શકો:
- તમારી જીપી (GP) સર્જરિ પાસેથી
- તમારી સ્થાનિક AAA સ્ક્રીનીંગ સર્વિસમાં
- NHS.UK ઉપર
- સર્ક્યુલેશન ફાઉન્ડેશન
- બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન
અમે તમારા NHS રિકોર્ડસમાંથી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ યોગ્ય સમયે સ્ક્રીનીંગ માટે તમને આમંત્રિત કરવા માટે કરીએ છીએ. આ માહિતી સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને સુધારવામાં અને ગુણવતાવાળી સંભાળ વિતરણ કરવામાં અમને મદદ કરે છે આ વિષે વધારે અહીં વાંચો અમે તમારી માહિતીનો ઉપયોગ અને સુરક્ષિત કેવી રીતે કરીએ છીએ.
શોધી કાઢો કેવી રીતે સ્ક્રીનીંગની નાપસંદગી કરવી