તમારા મધ્યમ પેટની મુખ્ય ધોરી નસના સોજાની દેખરેખ રાખવી (Gujarati)
અપડેટ થયેલ 5 February 2026
Applies to England
સ્ક્રીનીંગ કે તપાસ દ્વારા શોધી કાઢવામાં આવેલ મધ્યમ એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ ધરાવતા પુરુષો માટે માહિતી.
તમારા પેટની મુખ્ય ધોરી નસના મધ્યમ સોજાની (AAA) દેખરેખ રાખવી
આ માહિતી પેટની મહાધમનીના મધ્યમ સોજાના (AAA) સ્ક્રીનીંગ પરિણામ ધરાવતા કોઈપણ માટે છે.
તમારા AAA સ્ક્રીનીંગ કે તપાસના પરિણામ
જયારે અમે તમારું સ્ક્રીનીંગ કે તપાસ કરી, ત્યારે અમને જાણવા મળ્યુ કે તમારી એઓર્ટા 4.5cm અને 5.4cm ની વચ્ચે છે. આ સામાન્ય કરતાં પહોળી અને તેનો અર્થ એ છે કે તમે મધ્યમ AAA ધરાવો છો. AAAs વિભિન્ન કદના કે માપના હોઈ શકે:
- નાના AAAs 3.0cm થી 4.4cm હોય છે
- મધ્યમ AAAs 4.5cm થી 5.4cm હોય છે
- મોટા AAAs 5.5cm અથવા વધારે મોટા હોય છે.
અમે સ્ક્રીન કરેલ લગભગ 500 પરુષોમાં 1 માં મધ્યમ AAA હોય છે. જો તે મોટુ થઈ રહ્યુ છે કે કેમ તે જોવા માટે અમે તમને દર 3 મહિને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન માટે પાછા આમંત્રિત કરીશું.
એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ (Abdominal aortic aneurysm) (AAA) કે પેટની મહાધમનીનો સોજો
એન્યુરિઝમ એ એઓર્ટા કે મુખ્ય ધોરી નસ કે મહાધમનીમાં સોજો છે. એઓર્ટા એ રક્તવાહિની છે કે જે હૃદયથી પેટ કે ઉદર (પેટ) સુધી લોહી વહન કરે છે.
કેટલાક લોકોમાં, જેમ તેઓ મોટા થાય, તેમ પેટમાં એઓર્ટાની દિવાલ નબળી પડી શકે છે. તે પછી તે ફૂલવાનું (બલૂન કે ફુગ્ગાની જેમ) શરૂ કરી અને એન્યુરિઝમ બનાવી શકે છે.
આ સ્થિતિ 65 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના પુરુષોમાં સૌથી સામાન્ય હોય છે.

તમારા પરિણામની સમજણ
મધ્યમ AAA ફાટવાનું જોખમ ઓછુ હોય છે. મધ્યમ AAA સમય જતા વધી અને ગંભીર બની શકે, તેથી તેના કદનું નિરીક્ષણ કે દેખરેખ રાખવી મહત્વપૂર્ણ છે.
જો તે 5.5cm સુધી વધે તો, તેને મોટા AAA માનવામાં આવે છે. જો તેવું થાય તો, તમને નિષ્ણાતને જોવા માટેની જરૂર પડશે. તેઓ તમારી સાથે વધારે પરીક્ષણો વિષે અને સંભવિત સારવારના વિકલ્પો વિષે વાત કરશે, સામાન્ય રીતે ઓપરેશન.
મોટા AAAs દુર્લભ હોય છે પણ ગંભીર હોઈ શકે છે. જેથી એઓર્ટા કે મહાધમનીની દિવાલ ખેંચાય, તે નબળી પડે અને ફાટી શકે, જેના કારણે આંતરિક રકતસ્ત્રાવ થાય છે. જો આવું થાય તો, તે મેડિકલ ઈમર્જન્સિ કે તબીબી કટોકટી છે. ફાટેલા AAA ધરાવતા લગભગ દર 100 માંથી 85 લોકો પરિણામે મૃત્યુ પામે છે.
મોટા ભાગના એન્યુરિઝમ્સ ધીમે ધીમે મોટા થાય છે, તેથી તમે કયારેય મોટા AAA વિકસાવી શકો નહિ કે જેને સારવારની જરૂર હોય.
જો તમને તમારા સ્ક્રીનીંગ પરિણામ વિષે પ્રશ્નો હોય તો તમારી સ્થાનિક સ્ક્રીનીંગ સર્વિસનો સંપર્ક કરો.
હવે પછી શું થાય છે
અમે તમને નિષ્ણાત નર્સ સાથે એપોઇન્ટમેન્ટ ઓફર કરીશું. તેઓ તમારા AAA વિષે તમને હોય તેવા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરે અને તમને માહિતી અને સલાહ આપી શકે. આમાં સામાન્ય આરોગ્ય સલાહનો સમાવેશ હશે, કે જે તમારા AAA વધવાના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે. તેઓ તમારું બ્લડ પ્રેશર કે લોહીનું દબાણ તપાસવા માટે કહી શકે. અમે તમને બીજા સ્કેન માટે 3 મહિનામાં પાછા આમંત્રિત કરીશું.
તમારો ફોલો-અપ કે અનુવર્તી સ્કેન્સ
અમે તમને દર 3 મહિને સ્કેન માટે આમંત્રિત કરીશું સિવાય કે તમારા AAA 5.5cm અથવા વધારે પહોળુ થાય છે.
શા માટે તમારે હમણાં ઓપરેશનની જરૂર નથી
બધા ઓપરેશનોમાં જોખમો હોય છે. AAA માટેનું ઓપરેશન જુદું કે ભિન્ન નથી.
સંશોધન દર્શાવે છે કે મધ્યમ AAA માટે સર્જરિ તેના નિરીક્ષણ કરતાં વધારે જોખમ ધરાવે છે. NHS ફકત ત્યારેજ સર્જરિ ઓફર કરે કે જયારે તમારા એન્યુરિઝમથી તમારા જીવન માટે જોખમ સર્જરિથી જોખમ કરતાં વધારે હોય.
જો તમારા AAA વધે તો, તમને ભવિષ્યમાં સર્જરિની જરૂર પડી શકે. જો તમને કયારેય સર્જરિની જરૂર હોય તો તમે ગૂંચવણોના જોખમને ઘટાડવા મદદ કરી શકો આના દ્વારા:
- જો તમે ધૂમ્રપાન કરનાર હો તો, ધૂમ્રપાન બંધ કરીને – વધારે માહિતી અહીં શોધો – www.nhs.uk/better-health/quit-smoking
- ખાતરી કરો કે તમારા લોહીનું દબાણ સલામત મર્યાદામાં છે
- આરોગ્યપ્રદ આહાર કે સ્વસ્થ રીતે ખાવું
- જો તમારું વજન વધારે હોય તો, વજન ઘટાડવું
- સામાન્ય સ્વાસ્થ્ય સુધારવા માટે દરરોજ સક્રિય રહેવું
- એલ્કોહોલ પર કાપ મૂકવો.
વાકેફ રહેવાના લક્ષણો
AAAs ના સામાન્ય રીતે કોઈ લક્ષણો હોતા નથી. મધ્યમ AAA થી તમને કોઈ પણ દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવશો તે અસંભવિત છે.
મધ્યમ AAA ફાટવાનું જોખમ ખૂબ ઓછુ હોય છે. આમ છતાં પણ, ફાટેલા AAA ના લક્ષણોથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ હોય છે.
જો તમને તમારી પીઠના નીચેના ભાગમાં અથવા પેટમાં તીવ્ર, કાયમી દુખાવો હોય તો, તમારે તાત્કાલિક તબીબી મદદનો પ્રયત્ન કરવો જોઈએ. એમ્બ્યુલન્સ બોલાવો અથવા તરતજ A&E માં જાઓ અને તેમને કહો કે તમને મધ્યમ AAA છે.
તમારા સ્વાસ્થ્ય કે આરોગ્યનું ધ્યાન રાખવું
તમારા જીપી (GP) તમારા આરોગ્યનું ધ્યાન રાખવા પર તમને સલાહ આપી શકે. તેઓ તમને દવા આપવા માટે અથવા તમે પહેલેથી કોઈ પણ લખી આપેલ દવા લેતા હોય તેની સમીક્ષા કરવા પણ પૂછી શકે.
જો તમે કોઈ પણ કારણ માટે હોસ્પટલમાં જાઓ તો, તમારે સ્ટાફને જણાવવું જોઈએ કે તમે સ્ક્રીનીંગ દ્વારા મળેલ AAA ધરાવો છો.
તમારે તમારી જીવનશૈલીમાં બીજા કોઈપણ ફેરફારો કરવાની જરૂર નથી. તમે કોઈ પણ રમતગમત અથવા શોખ સાથે ચાલુ રાખી શકો છો.
નજીકના સગા-સંબંધીઓને જણાવવું
જો તમારા જૈવિક ભાઈ, બહેન અથવા માતાપિતાને એ હોય તો, AAA હોવાનું જોખમ વધે છે
આનો અર્થ એ છે કે તમારા કોઈ પણ ભાઈઓ, બહેનો અથવા બાળકોને પણ જોખમ હોઈ શકે છે. જયારે તમારા AAA મળી આવ્યા હતાં ત્યારે તેઓ તમારી ઉંમર સુધી પહોંચતા 5 વર્ષ પહેલાં સ્કેન કરાવવાની શકયતા વિષે તેમના જીપીને (GP) તેઓ પૂછી શકે.
ડ્રાઈવિંગ
નાના એન્યુરિઝમવાળા કાર ડ્રાઈવરો અને મોટરસાઈકલિસ્ટો સામાન્ય પ્રમાણે ડ્રાઈવિંગ ચાલુ રાખી શકે. તમારે અવશ્ય:
- જો તમારું AAA 6cm થી વધારે વધે તો DVLA ને જણાવો
- જો તમારું AAA 6.5cm અથવા તેથી વધારે વધે તો ડ્રાઈવ કરશો નહિ પણ એકવાર તેની સફળતાપૂર્વક સારવાર થઈ જાય પછી ફરીથી ડ્રાઈવ કરી શકો છો.
બસ, કોચ અને લોરી ડ્રાઇવરોએ અવશ્ય:
- DVLA ને કહો કે તમને AAA છે, પછી ભલે ગમે તે કદના હોય છે.
- જો તમારું AAA 5.5cm પહોળુ અથવા તેથી વધારે વધે પણ એકવાર તેની સફળતાપૂર્વક સારવાર થઈ જાય પછી ફરીથી ડ્રાઈવ કરી શકો છો.
મુલાકાત લો www.gov.uk/aneurysm-and-driving વધારે માહિતી શોધવા માટે.
વધારે માહિતી અને ટેકો- આધાર
તમે વધારે માહિતી અહીં મેળવી શકો:
- તમારી જીપી (GP) સર્જરિ પાસેથી
- તમારી સ્થાનિક AAA સ્ક્રીનીંગ સર્વિસમાં
- NHS.UK ઉપર
- સર્ક્યુલેશન ફાઉન્ડેશન
- બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન
અમે તમારા NHS રિકોર્ડસમાંથી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ યોગ્ય સમયે સ્ક્રીનીંગ માટે તમને આમંત્રિત કરવા માટે કરીએ છીએ. આ માહિતી અમને સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને સુધારવામાં અને ગુણવતાવાળી સંભાળ વિતરણ કરવામાં મદદ કરે છે. આ વિષે વધારે અહીં વાંચો અમે તમારી માહિતીનો ઉપયોગ અને સુરક્ષિત કેવી રીતે કરીએ છીએ.
શોધી કાઢો કેવી રીતે સ્ક્રીનીંગની નાપસંદગી કરવી