માર્ગદર્શન

બાળકોને સામુદાયિક પ્રવૃત્તિઓ દરમિયાન, શાળા પછીની ક્લબો અને ટ્યૂશન દરમિયાન સુરક્ષિત રાખવા: માતા-પિતા અને સંભાળ રાખનારાઓને શાળાની બહારનું સેટિંગ્સ પસંદ કરવામાં મદદ મળે તે માટેના પ્રશ્નો

અપડેટ થયેલ 4 April 2022

Applies to England

પરિચય

આ માર્ગદર્શિકા માતાપિતા અને સંભાળ રાખનારાઓને તેમના બાળકો જઈ શકે તેવું શાળાની બહારનું સલામત સેટિંગ પસંદ કરવામાં મદદ કરશે. ‘બાળકો’ એટલે જેઓ હજુ તેમના 18 મા જન્મદિવસ સુધી પહોંચ્યા નથી તેવા લોકો.

માતાપિતા અને સંભાળ રાખનારાઓ આ પણ વાંચી શકે છે કોરોનાવાયરસ (COVID-19) મહામારી દરમિયાન શાળા બહારના સેટિંગ્સમાં જતા બાળકો વિશે માર્ગદર્શન.

શાળા બહારના સેટિંગ (ઓ.ઓ.એસ.એસ.) ના ઘણા અર્થ થઈ શકે જેવા કે,સામુદાયિક અને યુવા કેન્દ્રો, સ્પોર્ટ્સ ક્લબ અને પૂજા સ્થાનો જેવા સ્થળોથી લઈને પોતાના ઘરે ટયૂશન આપતા વ્યક્તિઓ અથવા રમતના મેદાનમાં અથવા સ્થાનિક બાગમાં વ્યક્તિગત પ્રશિક્ષણ આપતી વ્યક્તિઓ. ફી લેવામાં આવતી હોઈ શકે અથવા ન પણ લેવામાં આવતી હોઈ શકે. કેટલાક સેટિંગ્સ વ્યવસાય તરીકે ચલાવી શકાય છે.

પોતાના ઘરેથી એકલા કામ કરતા શિક્ષક અથવા બાળકો માટે રમતના મેદાનમાં તાલીમ સત્ર ચલાવતા પ્રશિક્ષક એ એક સામાન્ય પ્રદાતાના ઉદાહરણો છે.

જ્યારે અમે આ માર્ગદર્શિકામાં કોઈ ‘મોટા’ ઓ.ઓ.એસ.એસ. પ્રદાતાની વાત કરતા હોઈએ ત્યારે અમારો કહેવાનો અર્થ એ છે કે તેઓ 5 કે તેથી વધુ સ્વયંસેવકો અથવા વેતન મેળવતા સ્ટાફના સભ્યો ધરાવે છે ‘નાના’ ઓ.ઓ.એસ.એસ. પ્રદાતા 4 કે તેથી ઓછા સ્વયંસેવકો અથવા વેતન મેળવતા સ્ટાફના સભ્યો ધરાવતા હશે ‘એકલ’ પ્રદાતાનો અર્થ એ છે કે એક જ વ્યક્તિ આ સેટિંગ ચલાવે છે અને કોઈ સ્ટાફને કામે રાખેલ નથી અથવા સ્વયંસેવકો રોક્યા નથી, દાખલા તરીકે ખાનગી શિક્ષક.

આ માર્ગદર્શન તમને કેવી રીતે મદદ કરી શકે

એવું એક પણ કાનૂની માળખું નથી કે જે આ સેટિંગ્સ કેવી રીતે ચાલે તેનું નિયમન કરે, અને તેમનું એક પણ નિયમનકાર દ્વારા નિરીક્ષણ અથવા મૂલ્યાંકન કરવામાં આવતું નથી. તેનો અર્થ એ થાય કે આ સેટિંગ્સની અથવા તેમની જોગવાઈની ગુણવત્તા અને સલામતીની સંપૂર્ણ દેખરેખ રાખી શકે તેવી એક પણ જવાબદાર સંસ્થા નથી.

ઓછામાં ઓછું, આ સેટિંગ્સ પ્રદાતાઓ પાસે સ્વાસ્થ્ય અને સલામતી, સુરક્ષા અને બાળ સંરક્ષણ (ઓનલાઇન અને ડિજિટલ સલામતી સહિત) અને સ્ટાફની યોગ્યતા અંગેની નીતિઓ હોવી જોઈએ.

આ માર્ગદર્શિકામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

  • તમે પ્રદાતાને પૂછવા માગતા હોઈ શકો તેવા પ્રશ્નો
  • તમારે વળતા જવાબ તરીકે સાંભળવાની અપેક્ષા રાખવી જોઈએ તેવા સારા જવાબોના કેવા હોઈ શકે તેના ઉદાહરણો
  • પ્રદાતાની પસંદગી કરતી વખતે તમે ધ્યાન રાખવા માગતા હોઈ શકો તેવા ચેતવણીનાં સંકેતો

તમે પ્રદાતાની પ્રવૃત્તિઓ અને નીતિઓ વિશે પ્રશ્નો પૂછવામાં સમર્થતા અનુભવતા હોવા જોઈએ. સારું વ્યવસ્થાપન ધરાવનાર અને વિશ્વાસપાત્ર પ્રદાતા પ્રશ્નોને આવકારશે. તેઓ બાળકને તેમની સંભાળમાં મૂકનાર લોકોને આ પ્રકારની માહિતી આપવા માટે તૈયાર હોવા જોઈએ.

સામાન્ય રીતે, જો કોઈ પ્રદાતા તમારા પ્રશ્નોના જવાબ આપતા અચકાતા હોય અથવા તેનો જવાબ આપી ન શકે, અથવા તમને તેમના જવાબોથી સંતોષ ન થાય, તો તમે તમારા બાળકને અન્ય કોઈ જગ્યાએ મોકલવાનું વિચારી શકો છો.

તમારા બાળકને કોઈ ચોક્કસ પ્રદાતા પાસે મોકલવા કે કેમ તે નક્કી કરો તે અગાઉ, ત્યાં વાતાવરણ સલામત છે તેની ખાતરી કરવા માટે તમારું બાળક પ્રથમ સત્રમાં હાજરી આપે તે પહેલાં, તમે પ્રદાતાઓને મળવાની ઈચ્છા ધરાવતા હોઈ શકો છો અથવા તો પ્રદાતાઓને પૂછી શકો છો કે તમે તેમને સત્ર દરમિયાન મળી શકો છો કે કેમ.

જો પ્રદાતા તમારા બાળક (જેમ કે, એક ખાનગી શિક્ષકના કિસ્સામાં) સાથે વ્યક્તિગત રીતે કામ કરવાના હોય તો તમે સત્રોની દેખરેખ રાખવાનીની ઈચ્છા ધરાવી શકો છો.

જો તમને ચિંતાઓ હોય તો શું કરવું

જો તમારું બાળક જ્યાં હાજરી આપવાનું હોય તે સેટિંગ અંગે તમને ચિંતાઓ હોય તો સૌ પ્રથમ આ ચિંતાઓ અંગે પ્રદાતા સાથે વાત કરો. જો પરિસ્થિતિનો ઉકેલ ન આવે તો કૃપા કરીને 0808 800 5000 પર એન.એસ.પી.સી.સી. હેલ્પલાઈન પર કૉલ કરીને અથવા સ્થાનિક સત્તાના નિયુક્ત અધિકારી (એલ.એ.ડી.ઓ.) નો સંપર્ક કરીને આ મુદ્દો આગળ વધારો. તમારી સ્થાનિક સત્તા અંગેની માહિતી મેળવવા માટે, તમારી સ્થાનિક કાઉન્સિલ અંગે માહિતી મેળવવા પર જાઓ અને તમારા સેટિંગનો પોસ્ટકોડ દાખલ કરો.

જો તમે માનતા હો કે બાળકને નજીકના ભવિષ્યમાં નુકસાન થવાનો ભય રહેલ છે, તો કૃપા કરીને 999 પર પોલીસને ફોન કરો.

માતાપિતા/સંભાળ રાખનારાઓ પૂછી શકે તેવા પ્રશ્નો અને તેઓ અપેક્ષા રાખી શકે તેવા જવાબો

તમે પૂછવા માગતા હોઈ શકો તેવા પ્રશ્નો આ મુજબ છે. કેટલાક પ્રશ્નો તમામ પ્રદાતાઓને લાગુ નહિ પડતા હોય, અને કદ અને જોગવાઈના પ્રકારને આધારે જવાબો જુદા જુદા હોઈ શકે છે. યોગ્ય હોય તે જગ્યાએ, અમે એ બાબત સ્પષ્ટ કરી છે કે વધુ સ્ટાફ ધરાવતા મોટા પ્રદાતાઓ અને એકલ પ્રદાતાઓ માટે જવાબો કેવી રીતે જુદા જુદા હોઈ શકે છે.

ઉદાહરણ તમારું બાળક કોઈપણ સ્ટાફ ન ધરાવતા હોય તેવા ખાનગી પિયાનો શિક્ષકને ત્યાં અઠવાડિયામાં એકવાર પિયાનો શીખવા જાય છે. આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે શિક્ષક લેખિતમાં મુદ્દાસર બાળ સુરક્ષા પ્રક્રિયાઓ ધરાવતા હોય. જો કે, આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે તેઓ લેખિતમાં બાળ સુરક્ષા નીતિ ધરાવતા હોય અને સલામતીનો મુદ્દો ઊભો થાય તો તેઓ ક્યા પગલાં લેશે તે તમને વિગતવાર સમજાવી શકતા હોય.

તમારી બાળ સુરક્ષા નીતિની એક નકલ મને મળી શકશે?

તમામ પ્રદાતાઓ પાસે તેઓ બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખશે અને બાળ સુરક્ષાની ચિંતાઓનો જવાબ કેવી રીતે આપશે તે અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકાઓ હોવી જોઈએ. તેની એક નકલ પ્રદાતાની વેબસાઇટ પર ઉપલબ્ધ હોવી જોઈએ અથવા માગવામાં આવે ત્યારે તમને મળવી જોઈએ.

ઓછામાં ઓછું, નીતિમાં નીચેની બાબતોનો સમાવેશ થતો હોવો જોઈએ:

  • પ્રદાતા બાળકો અને યુવાનોને સલામત રાખવાની બાબતને કેટલી પ્રાથમિકતા આપે છે તે અને બહોળા દ્રષ્ટિકોણથી તેઓ આ બાબત કેવી રીતે હાંસલ કરવા માગે છે તે નિર્ધારિત કરતી નીતિ અંગેનું સંક્ષિપ્ત નિવેદન
  • સ્ટાફના કોઈ પણ સભ્યે અથવા કર્મચારીએ કોઈ પણ સંજોગોમાં બાળકોને શારીરિક અથવા માનસિક નુકસાન પહોંચડવું જોઈએ નહિ તેવી પ્રતિબદ્ધતા.
  • સ્ટાફ અને સ્વયંસેવકો બાળકોને સુરક્ષિત રાખી શકે તે માટેની પ્રક્રિયાઓની એક સૂચિ – એકલ પ્રદાતાઓ અને સ્વયંસેવકોએ દરેક પ્રક્રિયા મુદ્દાસર લખવાની જરૂર નથી પરંતુ ચોક્કસ પ્રકારના સલામતી મુદ્દા પર તેઓ કેવી રીતે કામ કરશે તે તમને વિગતવાર સમજાવી શકવા જોઈએ.
  • બાળકોને સેટિંગમાં સુરક્ષિત રાખવા માટેની એકંદર જવાબદારી ધરાવતા વ્યક્તિ, જે નિયુક્ત કરવામાં આવેલ સલામતી માર્ગદર્શક તરીકે પણ ઓળખાય છે તેમજ સ્થાનિક સલામતી સેવાઓની સંપર્ક વિગતો જેવી કે સ્થાનિક સત્તા અને પોલીસ, સહિત કોઈપણ વધારાનું માર્ગદર્શન, માહિતી અથવા અપેક્ષાઓ કે જેના વિશે તમારે માહિતગાર રહેવું જરૂરી હોય

પ્રદાતા એક અથવા વધુ કર્મચારીઓ અથવા સ્વયંસેવકો ધરાવતા હોય, ત્યારે બાળકની સલામતી અથવા સુખાકારી અંગેની ચિંતાઓ હોય તો સ્ટાફના સભ્યો લઈ શકે તેવા ચોક્કસ પગલાંની લેખિત નકલ તેઓ આપી શકવા જોઈએ, જેમાં સમાવેશ થાય છે:

  • જો બાળક સાથે દુર્વ્યવહાર થવાના જોખમ અંગેની ચિંતા હોય તો તે પ્રદાતા ક્યા પગલાં લેશે
  • તેમની સંસ્થામાં સાથી કર્મચારી દ્વારા દુર્વ્યવહાર (દાખલા તરીકે, દાદાગીરી) ની ઘટનામાં અમલમાં મૂકી શકાય તેવી પ્રક્રિયા
  • સંસ્થામાં બાળકો અને યુવાનો સાથે કામ કરતા પુખ્ત વયના લોકો પોતાની સાથે દુર્વ્યવહાર થવાનું જોખમ રજૂ કરી શકે તેવા આક્ષેપો અથવા ચિંતાઓનો સામનો કરવા માટેના પગલાં
  • ફરિયાદોની કાર્યવાહી, જેથી બાળકો, યુવાન લોકો અને પરિવારોને સલામતીની ચિંતા વ્યક્ત કરી શકે

સ્ટાફના સભ્યો ધરાવતા પ્રદાતાઓ કર્મચારીઓ અને સ્વયંસેવકોની વર્તણૂક અંગે વધારાનું લેખિત માર્ગદર્શન, માહિતી અને અપેક્ષાઓ તમને આપી શકતા હોવા જોઈએ, જેમ કે, દુર્વ્યવહારની જાણ કરે તેવા બાળકને સ્ટાફ પ્રત્યક્ષ જવાબ કેવી રીતે આપશે તે અંગેની સ્ટાફની આચાર સંહિતા અને માહિતી.

બાળકોની સુરક્ષા માટે જવાબદાર માર્ગદર્શક વ્યક્તિ કોણ છે અને તેમણે કઈ તાલીમ લીધી છે? તેમને છેલ્લે ક્યારે તાલીમ આપવામાં આવી?

પ્રદાતા આ સેટિંગમાં બાળકોની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિનું નામ આપી શકવા જોઈએ.. આ માર્ગદર્શિકામાં, અમે આ વ્યક્તિને નિયુક્ત સલામતી માર્ગદર્શક તરીકે ઓળખીએ છીએ. એકલ પ્રદાતા પોતે જ નિયુક્ત સલામતી માર્ગદર્શક હશે.

નિયુક્ત સલામતી કર્મચારીએ ઓછામાં ઓછી નીચે મુજબના વિષયો પર તાલીમ લીધેલી હોવી જોઈએ:

  • દાદાગીરી
  • શારીરિક શોષણ
  • જાતીય સતામણી
  • જાતીય હિંસા
  • સેક્સટીંગ: મુખ્યત્વે મોબાઇલ ફોન્સ વચ્ચે ખુલ્લેઆમ જાતીય સંદેશાઓ, ફોટોગ્રાફ્સ અથવા છબીઓ મોકલવા, મેળવવા અથવા આગળ મોકલવા.
  • હેઝિંગ અથવા ઈનિશિયેશન ઘટના: વ્યક્તિનો જૂથમાં સમાવેશ કરવાની એક રીત તરીકે પજવણી, દુર્વ્યવહાર અથવા અપમાન કરવાનો સમાવેશ કરતી વિધિઓ, પડકારો, અને અન્ય પ્રવૃતિઓ.
  • ઓનલાઇન સલામતી
  • માદક પદાર્થનો ઉપયોગ

તેમણે ઉગ્રવાદ અને કટ્ટરપંથ અંગેની તાલીમ લીધી છે કે કેમ તે પણ તમે પૂછવા માગતા હોઈ શકો છો.

નિયુક્ત કરવામાં આવેલ સલામતી કર્મચારીએ એવી તાલીમ લીધેલી હોવી જોઈએ જે તેમને તેમની ભૂમિકા માટે જરૂરી જ્ઞાાન અને કુશળતા આપતી હોય. એક ચોક્કસ સમય અંતરાલે અથવા પ્રદાતાના સંજોગો બદલાય ત્યારે તાલીમ થતી રહેવી જોઈએ.

શું તમે ફરિયાદ અંગેની નીતિ ધરાવો છો?

કોઈક વાર તમને તમારા બાળક અથવા અન્ય માતાપિતા દ્વારા શાળાની બહારના સેટિંગ કોઈ ચિંતા માટે ચેતવણી આપવામાં આવી શકે છે. તમામ પ્રદાતાઓ ફરિયાદોનું વ્યવસ્થાપન કરવા માટેની સ્પષ્ટ નીતિ ધરાવતા હોવા જોઈએ. આમાં ચિંતા કેવી રીતે વ્યક્ત કરવી, રૂબરૂમાં કે લેખિતમાં, કોને ફરિયાદ કરવી, અને તેની પર કઈ રીતે કામ કરવામાં આવશે તે અંગેની સૂચનાઓનો સમાવેશ થવો જોઈએ.

એકલ પ્રદાતાઓએ નિયુક્ત અધિકારી અથવા બાળકોની સામાજિક સંભાળની સંપર્ક વિગતો સહિત સ્થાનિક સત્તા પાસે ચિંતા કેવી રીતે રજૂ કરવી તે અંગેની સૂચનાઓ તમને આપવી જોઈએ. ફરિયાદો અંગેની નીતિ પ્રદાતાની વેબસાઇટ પર હોવી જોઈએ અથવા સેટિંગમાં સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરેલી હોવી જોઈએ.

સ્ટાફે કઈ બાબત અંગેની તાલીમ મેળવી છે?

પ્રદાતાના પ્રકારને આધારે તાલીમ અલગ હશે પરંતુ તમામ સ્ટાફ ઓછામાં ઓછું, કામ કરવાને લગતી સારી સમજ ધરાવતા હોવા જોઈએ અને તેમણે સ્વાસ્થ્ય અને સલામતી, સુરક્ષા અને બાળ સંરક્ષણ અંગે યોગ્ય તાલીમ લીધેલી હોવી જોઈએ. તેમની નીતિઓ અને કાર્યવાહીઓના ભાગ રૂપે, પ્રદાતાઓ તમને જણાવી શકવા જોઈએ કે સ્ટાફે કઈ તાલીમ લીધી છે અને છેલ્લે ક્યારે લીધી હતી.

પ્રાથમિક સારવારનો હવાલો કોની પાસે છે?

કેવા પ્રકારની જોગવાઈની ઓફર કરવામાં આવે છે તેને ધ્યાનમાં લીધા વિના, પ્રદાતા પ્રાથમિક સારવારનો હવાલો સંભાળતા નિયુક્ત વ્યક્તિનું નામ જણાવી શકવા જોઈએ અને આ નિયુક્ત વ્યક્તિએ પ્રદાતાની આકારણી દ્વારા ઓળખવામાં આવેલ સંજોગો માટે યોગ્ય હોય તેવી પ્રાથમિક સારવારની કઈ તાલીમ મેળવી છે તે તમને કહી શકવા જોઈએ.

તમામ પ્રદાતાઓએ તેમના સેટિંગમાં કઈ બાબત ઈજા અથવા માંદગી કરી શકે છે તે ઓળખવા માટે જોખમની આકારણી કરવી જોઈએ, નક્કી કરવું જોઈએ કે કોઈને નુકસાન પહોંચવાની શક્યતા કેટલી છે અને નુકસાન કેટલું ગંભીર હોઈ શકે અને જોખમને નિયંત્રિત કરવા અથવા તેને દૂર કરવા પગલાં લેવા જોઈએ.

તેઓએ તમને એ પણ જણાવવું જોઈએ કે તેઓની પાસે પ્રાથમિક સારવારની કિટ ઉપલબ્ધ છે.

શું મારે તમને પરત કરવાની જરૂર પડી શકે તેવું માતાપિતા સંમતિ અને કટોકટીની વિગતોનું ફોર્મ તમે ધરાવો છો?

તમામ પ્રદાતાઓએ તમને એક કરતાં વધુ કટોકટી સંપર્ક નંબર અને તમારા બાળક માટે જરૂરી તબીબી માહિતી અંગે પૂછવું જોઈએ. આ માહિતી પ્રથમ સત્ર સમયે અથવા તે પહેલાં એકત્રિત કરવી જોઈએ.

પ્રદાતાઓ ઇલેક્ટ્રોનિક અથવા છાપેલ ફોર્મ દ્વારા માહિતી એકત્રિત કરી શકે છે. જો તમારું બાળક એક વર્ષથી વધુ સેટિંગમાં હાજર રહે તો પ્રદાતાએ તમને માહિતીમાં સુધારા-વધારા અંગે પૂછવું જોઈએ.

તમે મારા બાળક અંગેની જે માહિતી ધરાવો છો તેનો તમે સુરક્ષિત રીતે સંગ્રહ કેવી રીતે કરશો? કઈ વ્યક્તિઓ તેના સુધીની પહોંચ ધરાવે છે અને તમે તે અન્ય કોઈને આપશો?

પ્રદાતા તેઓ ફાઇલોની કાગળ પરની અને ઇલેક્ટ્રોનિક નકલોનો સંગ્રહ કેવી રીતે કરે છે તે વિગતવાર સમજાવી શકવા જોઈએ. જો તેઓ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ડેટાનો સંગ્રહ કરી રહ્યા હોય તો ડેટા કોડમાં ફેરવવામાં આવેલ (એન્ક્રિપ્ટ થયેલ) હોવા જોઈએ અને પાસવર્ડ દ્વારા સુરક્ષિત હોવા જોઈએ. જો તેઓ કાગળ પર ડેટાનો સંગ્રહ કરી રહ્યા હોય તો તેમણે આ કાગળોને તાળા હેઠળ સુરક્ષિત રાખવા જોઈએ.

માત્ર નિયુક્ત કરવામાં આવેલ સલામતી કર્મચારી, અથવા સંસ્થામાં વિશ્વાસપાત્ર ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ જ તેના સુધી પહોંચ ધરાવતા હોવા જોઈએ. એકલ પ્રદાતાઓ પોતાને નિયુક્ત સલામતી માર્ગદર્શક તરીકે નિમણૂક કરી શકે છે. આ માહિતી તમારા બાળકની સંમતિ (અને જો તમારું બાળક 13 વર્ષથી ઓછી વયનું હોય તો તમારી સંમતિ) વિના અન્ય પક્ષોને આપવી જોઈએ નહીં.

પ્રદાતા મોટા કે નાના હોય, સ્ટાફ અને સ્વયંસેવકોની ભરતી કેવી રીતે કરવામાં આવે છે? તેઓ બાળકો સાથે કામ કરવા યોગ્ય છે તે સુનિશ્ચિત કરવા માટે તમે કઈ ચકાસણીઓ કરો છો? ચકાસણીઓ છેલ્લે ક્યારે થઈ હતી?

પ્રકાર અને કદને ધ્યાનમાં લીધા વિના, તેમના સેટિંગમાં અયોગ્ય લોકોને કામ કરતા અને સેવા આપતા અટકાવવા માટે તેઓ ચુસ્ત પ્રક્રિયા ધરાવે છે તે સુનિશ્ચિત કરીને પ્રદાતાઓએ બાળકોના કલ્યાણનું રક્ષણ કરવું જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ.

તમારું બાળક તેમના સ્ટાફ અને સ્વયંસેવકોની સંભાળ હેઠળ સુરક્ષિત છે તેની તમને ખાતરી કરાવવા માટે તેમના દ્વારા લેવામાં આવેલ વિવિધ ચકાસણીઓ વિશે પ્રદાતા વર્ણન કરી શકતા હોવા જોઈએ. સ્ટાફ અથવા સ્વયંસેવકો યોગ્ય છે કે કેમ તે નિર્ધારિત કરવા, પ્રદાતાઓ એક જ ચકાસણી પર (દાખલા તરીકે, ડી.બી.એસ. ચકાસણી) પર આધાર રાખતા ન હોય તે મહત્વનું છે.

પ્રદાતાઓ હાથ ધરી શકે તેવી ચકાસણીઓમાંથી કેટલીક નીચે મુજબ છે:

ભરતી સમયે કરવામાં આવતી ચકાસણીઓ

દાખલા તરીકે, સંભવિત સ્વયંસેવકો અથવા કર્મચારીઓ શિક્ષણનો અનુભવ હોવા જેવા યોગ્ય કૌશલ્યો ધરાવે છે, તેની ચકાસણી કરવી તે પ્રદાતાઓ માટે શ્રેષ્ઠ પ્રથા છે. દાખલા તરીકે, પ્રદાતાઓ ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લઈને અગાઉના અનુભવની વિગતો માગવાનું પસંદ કરી શકે છે.

નોકરી પર રાખતા પહેલાં ચકાસણી

કોઈ વ્યક્તિને નોકરી પર રાખતા પહેલાં, પ્રદાતાઓએ તેમની ઓળખની અને તેઓ યુ.કે. માં કામ કરવાની મંજૂરી ધરાવે છે તેની ખાતરી કરવી આવશ્યક છે.

રેફરન્સ

રેફરન્સ માગવાથી પ્રદાતાઓને સ્વયંસેવક અથવા સ્ટાફના સભ્યની નિમણૂક કરતા પહેલાં સ્વતંત્ર અને વાસ્તવિક માહિતી મળી શકે છે.

ડી.બી.એસ. ચકાસણીઓ

ડિસ્ક્લોઝર એન્ડ બારિંગ સર્વિસ (ડી.બી.એસ.) પ્રદાતાને સ્ટાફની યોગ્યતા અંગે નિર્ણય લેવામાં મદદ કરવા માટે ખાસ કરીને બાળકો સાથે કામ કરતી વખતે ગુનાહિત રેકોર્ડ પ્રમાણપત્રો જારી કરે છે. કાર્યના પ્રકાર અથવા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓને આધારે ડી.બી.એસ. ચકાસણી વિવિધ સ્તરો ધરાવે છે.

પ્રદાતાઓ તમને સ્ટાફ અને સ્વયંસેવકો માટે સ્વીકાર્ય વર્તન અંગેનું વર્ણન કરતી સ્ટાફની આચારસંહિતાની વિગતો પણ આપી શકવા જોઈએ.

તમે પ્રદાતાને એ બાબતનું વર્ણન કરવાનું પણ કહી શકો છો કે હોદ્દા પર રહેલ દરેક વ્યક્તિની કામીગીરીનું કેવી રીતે નિયમિત નિરીક્ષણ અને તેની સમીક્ષા કરવામાં આવે છે, જેથી તેઓ તેમની ભૂમિકા ભજવવા માટે જરૂરી કૌશલ્યો અને તાલીમ મેળવવાનું ચાલુ રાખી શકે તે સુનિશ્ચિત કરી શકાય.

એકલ પ્રદાતાઓ માટે: તમે બાળકો સાથે કામ કરવા માટે યોગ્ય છો તે દર્શાવવા માટે તમે કઈ ચકાસણીઓ કરાવી છે?

પ્રદાતા બાળકો સાથે કામ કરવા માટે યોગ્ય છે તે દર્શાવવા એક પણ ચકાસણી હાથ ધરવામાં આવી નથી, તેથી, પ્રદાતાની સંભાળ હેઠળ તમારા બાળકો સલામત હશે તે બાબતે તમે સંતુષ્ટ થાવ તે માટે નીચે જણાવ્યા મુજબની કેટલીક ચકાસણી અંગે તમે પૂછી શકો અથવા ચકાસણીઓ કરી શકો:

ડી.બી.એસ. ચકાસણીઓ

તમે પ્રદાતાને પૂછી શકો કે તેમણે ડી.બી.એસ. ચકાસણી પૂર્ણ કરી છે કે કેમ. સ્વરોજગારી ધરાવનાર વ્યક્તિ મૂળભૂત ડી.બી.એસ. ચકાસણી માટે અરજી કરી શકે છે. જો તેઓ કોઈ અન્ય સંસ્થા માટે કામ કરી રહ્યા હોય, જે તેમને વધુ ઊંડાણપૂર્વકની ચકાસણી માટે પાત્ર બનાવતા હોય તો (દાખલા તરીકે, શાળા અથવા સ્થાનિક સત્તા) તો તેમણે પ્રમાણભૂત અથવા ઉન્નત ચકાસણી પણ કરાવી હોઈ શકે છે.

પ્રશંસાપત્રો

તમે એકલ પ્રદાતાને પ્રશંસાપત્રો બતાવવાનું પણ કહી શકો, અથવા પ્રદાતા યોગ્ય છે કે કેમ તે ચકાસવા તમે અન્ય માતાપિતા અથવા સંભાળ રાખનારાઓને એકલ પ્રદાતા વિશે પૂછી શકો છો.

બાળ જાતીય અપરાધી જાહેર કરવાની યોજના

બાળ જાતીય અપરાધી જાહેર કરવાની યોજના (જે સારાહ’ઝ લો તરીકે ઓળખાય છે) હેઠળ બાળક કે બાળકો સાથે કોઈ પ્રકારનો સંપર્ક ધરાવનાર વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે તમે પોલીસને અરજી પણ કરી શકો છો. બાળકો સાથે જાતીય અપરાધો માટે વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવેલ હોય તેવી ઘટનામાં સંબંધિત બાળકને નુકસાન થવાનું જોખમ રહેલું છે અને બાળકની સુરક્ષા માટે સ્પષ્ટતા જરૂરી છે, બાળકને સૌથી વધુ સુરક્ષિત રાખી શકે તેવા વ્યક્તિ (સામાન્ય રીતે માતાપિતા, સંભાળ રાખનારાઓ અથવા વાલીઓ) ને પોલીસ ખાનગી રીતે માહિતી આપી શકે છે.

મારું બાળક ત્યાં હાજર હોય ત્યારે શું તમારા (જો એકલ પ્રદાતા હોય), અને સ્ટાફ અથવા સ્વયંસેવકો સિવાય કોઈ પુખ્ત વયના લોકો હાજર હશે? જો આવું હોય તો, તેઓ ત્યાં નિયમિતપણે રહેશે?

જો પ્રદાતા ઘરેથી કામ કરતા હોય તો આ પૂછવું ખાસ મહત્વપૂર્ણ છે. જો શિક્ષક અથવા પ્રશિક્ષક ઉપરાંત અન્ય પુખ્ત વયના લોકો હાજર રહેવાના હોય તો તમે તેમનું નામ પૂછવાની અને તે કોઈ પણ સમયે તમારા બાળક સાથે એકલા ઓરડામાં હશે કે નહીં તે પૂછવાની ઈચ્છા ધરાવી શકો. જો પુખ્ત વયના લોકો સ્ટાફ અથવા સ્વયંસેવકો હોય તો પૂછો કે તેમણે ડી.બી.એસ. ચકાસણી કરાવી છે કે કેમ.

શું મારા બાળકને દેખરેખ વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજૂરી છે?

દેખરેખ વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તમારું બાળક 13 કે તેથી વધુ ઉંમરનું હોવું જોઈએ.

જો કોઈ સેટિંગ ઇન્ટરનેટ જોડાણ અથવા ઇન્ટરનેટ સાથે જોડાયેલ સાધનો આપતું હોય તો પ્રદાતા તમને તેમની ઓનલાઇન સલામતી નીતિ અથવા સ્વીકાર્ય ઉપયોગ નિવેદન બતાવી શકવા જોઈએ. જેમાં બાળકો અને સ્ટાફ માટે ક્યુ ઓનલાઇન વર્તન સ્વીકાર્ય છે તેના ચોક્કસ ઉદાહરણો દર્શાવેલા હોવા જોઈએ.

તમારું બાળક તેમના ઉપકરણથી 3G, 4G અથવા 5G અથવા સાર્વજનિક વાઈ-ફાઈ દ્વારા ઇન્ટરનેટ સુધીની પહોંચ ધરાવે તેવી સંભાવના છે કે નહીં તે બાબત પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ. પ્રદાતાઓએ એવી જાગરૂકતા બતાવવી જોઈએ કે ટેકનોલોજીનો દુરુપયોગ ઘણા સલામતી મુદ્દાઓમાં નોંધપાત્ર ભાગ ભજવે છે અને યોગ્ય હોય ત્યાં ઘટનાઓને ઓળખવા અને તેમાં હસ્તક્ષેપ કરી શકતા હોવા જોઈએ.

જો તમારા પ્રદાતા તમારા બાળકને દેખરેખ વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તો તેઓ નીચે દર્શાવ્યા મુજબ ફિલ્ટરિંગ અને મોનિટરિંગ સિસ્ટમ્સ ધરાવતા હોવા જોઈએ.

ઇન્ટરનેટના ઉપયોગના વ્યવસ્થાપન માટે તમે કઈ ફિલ્ટરિંગ અને મોનિટરિંગ સિસ્ટમ્સ ધરાવો છે?

તમારા પ્રદાતા ઉંમર-અનુરૂપ સિસ્ટમ્સ ધરાવતા હોવા જોઈએ.

આ બાબતોને ફિલ્ટર દ્વારા દૂર કરવી જોઈએ:

  • અયોગ્ય અથવા હાનિકારક સામગ્રી જેવી કે અશ્લીલતા, અથવા જાતિવાદી, કટ્ટરવાદી અથવા ઉગ્રવાદી દૃષ્ટિકોણ
  • અન્ય વપરાશકર્તાઓ સાથે હાનિકારક ઓનલાઇન ક્રિયાપ્રતિક્રિયા થઈ શકે તેવું કોઈ પણ માધ્યમ, જેમ કે, ચેટરૂમ્સ, જ્યાં પુખ્ત વયના લોકો પોતાને બાળકો અથવા યુવાન લોકો તરીકે રજૂ કરી શકે છે.

મારું બાળક વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો (એસ.ઈ.એન.) અથવા વિકલાંગતા અથવા બંને ધરાવે છે. તમે તેનો સામનો કેવી રીતે કરશો?

પ્રદાતા પાસે એસ.ઈ.એન. અને વિકલાંગતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી કુશળતા અને સંસાધનો હંમેશા ન હોય તેવું પણ બની શકે. પ્રદાતા શું કરી શકે છે અને શું નથી કરી શકતા તે તમે સમજ્યા હોવ તેની તમારે હંમેશાં ખાતરી કરી લેવી જોઈએ.

દાખલા તરીકે, તમે એ જાણવાની ઈચ્છા ધરાવતા હોઈ શકો કે તેઓ એસ.ઈ.એન. અથવા વિકલાંગ બાળકો સાથે કામ કરવા માટે પ્રશિક્ષિત સ્ટાફના સભ્ય ધરાવે છે કે કેમ. તેમ છતાં, જો તમને સંતોષ ન થાય તો વધારાના પ્રશ્નો પૂછો અથવા તમારા બાળકને અન્ય સ્થાને મોકલવાનો વિચાર કરો.

મારા બાળકને શૌચાલયનો ઉપયોગ કરવા, કપડા બદલવા, ખવડાવવા, તેમની દવા માટે અથવા અન્ય જરૂરિયાતોમાં મદદની જરૂર પડે છે. તમે આ વ્યક્તિગત સંભાળની જરૂરિયાતોનો સામનો કેવી રીતે કરશો?

પ્રદાતા વ્યક્તિગત સંભાળની જરૂરિયાતોનો હંમેશાં સામનો ન પણ કરી શકતા હોય. તમારે હંમેશાં ખાતરી કરી લેવી જોઈએ કે તમે સમજ્યા હોવ કે પ્રદાતા શું કરી શકે છે અને શું નથી કરી શકતા. જો તમે સંતુષ્ટ ન હોવ તો વધારાના પ્રશ્નો પૂછો અથવા તમારા બાળકને બીજી કોઈ જગ્યાએ મોકલવાનું વિચારો.

યોગ્ય પ્રદાતા પસંદ કરવા

નીચેની કેટલીક માહિતી તમને સારા વિકલ્પો પસંદ કરવામાં મદદ મળે તે માટેનો સારાંશ રજૂ કરે છે. જો ઉપરોક્ત પ્રશ્નો પૂછતી વખતે, અથવા સેટિંગની મુલાકાત લેતી વખતે તમને નીચેના કોઈપણ ચેતવણીનાં સંકેતો જોવા મળે તો તમે તમારા બાળકને બીજી કોઈ જગ્યાએ મોકલવાની ઈચ્છા ધરાવી શકો છો.

તમારે ગંભીર ઘટનાઓની જાણ એન.એસ.પી.સી.સી., તમારી સ્થાનિક સત્તા અથવા પોલીસને કરવી જોઈએ.

ધ્યાનમાં રાખવા જેવા સકારાત્મક સંકેતો

તમામ પ્રદાતાઓ:

  • સ્વાસ્થ્ય અને સલામતી ધ્યાનમાં લેવામાં આવેલ છે – મોટા પ્રદાતાઓ પાસે લેખિત નીતિ હોવી જોઈએ; નાના અને એકલ પ્રદાતાઓ પાસે લેખિત નીતિ હોવી જરૂર નથી પરંતુ જોખમો અંગે અને તેને કેવી રીતે ઘટાડવા તે અંગે જાગરૂકતા હોવી જોઈએ *વાતાવરણ સલામત લાગે છે (દાખલા તરીકે, કટોકટીની સ્થિતિમાં બહાર નીકળવાનો સ્પષ્ટ રસ્તો ધરાવતી સારી રીતે જાળવણી થતી હોય તેવું બિલ્ડિંગ અને પ્રાથમિક સારવારની કિટ ઉપલબ્ધ હોય) - પ્રદાતા જાણે છે કે આગ લાગવાની અથવા કટોકટીની સ્થિતિમાં શું કરવું જોઈએ.
  • નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ પ્રાથમિક સારવાર માટે જવાબદાર છે
  • પ્રદાતા બાળ રક્ષણ અને સલામતીના મુદ્દાઓનું સંચાલન કરવાની તાલીમ ધરાવે છે (દાખલા તરીકે, દુર્વ્યવહાર અને ઉપેક્ષા)
  • વિનંતી કરવાથી માતા-પિતાને બાળ-સુરક્ષા નીતિ આપી શકાય છે – તેમાં એવો ઉલ્લેખ હોવો જોઈએ કે બાળકો ચિંતા અંગે કેવી રીતે જાણ કરશે અને પ્રદાતા માતાપિતાને તેમને વિશે કેવી રીતે જાગૃત કરશે.
  • નિયત સલામતી કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે
  • સેટિંગ યોગ્ય રીતે સંચાલિત થાય છે તેની ખાતરી કરવા માટે માતાપિતા અથવા સંભાળ રાખનારાઓ સત્રો પહેલાં અથવા દરમિયાન પ્રદાતાઓને મળી શકે છે
  • ઇન્ટરનેટ સલામતી અંગેની નીતિ અસ્તિત્વમાં છે છે અને દેખરેખ રાખવામાં આવે છે
  • બાળક પહેલી વાર હાજરી આપે તે પહેલાં તબીબી માહિતી અને કટોકટીમાં સંપર્ક કરવાની વિગતો માગતું માતાપિતા સંમતિ ફોર્મ જરૂરી હોય
  • ચેરિટી સંસ્થા તરીકે નોંધણી અંગેની સ્થિતી (જ્યાં લાગુ પડતું હોય) – ચેરિટી કમિશન ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નોંધાયેલ તમામ સખાવતી સંસ્થાઓનું રજિસ્ટર ધરાવે છે.
  • ફરિયાદ કરવાની પ્રક્રિયા અસ્તિત્વમાં છે

સ્ટાફના સભ્યો ધરાવતા પ્રદાતાઓ;

  • સ્ટાફના સભ્યો અને સ્વયંસેવકો શારીરિક, ભાવનાત્મક અથવા જાતીય દુર્વ્યવહાર જેવા બાળ-સુરક્ષાના મુદ્દાઓ ઊભા થાય ત્યારે શું કરવું તે અંગેની તાલીમ ધરાવે છે
  • સ્ટાફ અને સ્વયંસેવકોએ સંબંધિત લાયકાતો અને ચકાસણીઓ પૂર્ણ કરી છે (દાખલા તરીકે, નોકરી પર રાખતા પહેલા શાખ-પ્રમાણપત્રો અને ડી.બી.એસ. ચકાસણી)
  • જો પ્રદાતા ઘણો સ્ટાફ અથવા સ્વયંસેવકો ધરાવતા હોય, તો તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓ સ્પષ્ટ છે

ધ્યાન રાખવા જેવા ચેતવણીના સંકેતો

તમામ પ્રદાતાઓ:

  • જોખમો અને તેમને કઈ રીતે ઓછા કરવા તે અંગેની જાગરૂકતાનો સામાન્ય અભાવ હોવા સહિત સ્વાસ્થ્ય અને સલામતી અંગેનું ખૂબ ઓછું અથવા બિલકુલ ધ્યાન ન રાખવું
  • ભયજનક વાતાવરણ હોવાનો પુરાવો, દાખલા તરીકે:
    • વાયરો છૂટા હોવા
    • ભેજ
    • કટોકટીમાં બહાર નીકળવાનો કોઈ સ્પષ્ટ રસ્તો ન હોવો
    • પ્રાથમિક સારવાર કિટ ન હોવી
  • આગ અથવા કટોકટીની સ્થિતિમાં શું કરવું તે અંગેની સભાનતાનો અભાવ
  • પ્રાથમિક સારવાર માટે જવાબદાર હોય તેવા વ્યક્તિ નીમવામાં આવ્યા નથી
  • કોઈ બાળ-સુરક્ષા નીતિ નથી - પ્રદાતા પાસે કોઈ સ્પષ્ટ પગલાં નથી કે ચિંતા (ઉદાહરણ તરીકે, સાથી કર્મચારીઓ દ્વારા દુરુપયોગ) ની જાણ કેવી રીતે કરી શકાય, અને માતાપિતાને કેવી રીતે ચિંતા અંગે માહિતગાર કરવામાં આવશે
  • નિયત સલામતી માર્ગદર્શક નીમવામાં આવ્યા નથી
  • વ્યવસ્થામાં આવતા અન્ય બાળકો સાથે દુર્વ્યવહાર થયાના ચિહ્નો, દાખલા તરીકે, સમજાવી ન શકાય તેવા ઉઝરડા
  • આ સેટિંગમાં પુખ્ત વયના અજાણ્યા લોકો રહેલા છે
  • તેમની સંભાળ હેઠળ રહેલ બાળકોની દેખરેખ રાખવા માટે પૂરતો સ્ટાફ અથવા સ્વયંસેવકો હોય તેવું લાગતું ન હોય
  • સ્ટાફના સભ્યો અથવા અન્ય પુખ્ત વયના લોકો માતા-પિતાની અથવા સંભાળ રાખનારની સંમતિ વિના બાળકો સાથે નિરીક્ષણ વિના વ્યક્તિગત સંપર્ક ધરાવે છે.
  • ઇન્ટરનેટ સલામતી અંગેની કોઈ નીતિ નથી અથવા કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી
  • માતાપિતાને સંમતિ ફોર્મ આપવા અથવા સહી કરવા માટે કહેવામાં આવતું નથી
  • ફરિયાદો અંગે પગલાં લેવા માટેની કોઈ પ્રક્રિયા નથી

સ્ટાફના સભ્યો સહિત પ્રદાતાઓ:

  • સ્ટાફે યોગ્ય તાલીમ અથવા પાત્રતા પૂર્ણ કરી નથી અથવા ચકાસણીઓ હેઠળથી પસાર થયા નથી (દાખલા તરીકે, ડી.બી.એસ. તપાસ)
  • સ્ટાફ અથવા સ્વયંસેવકો સંભવિત સલામતીની ચિંતાઓને સ્વીકારતા અથવા તે અંગેનો મુદ્દો ઉઠાવતા હોય તેવું જોવામાં આવતું નથી
  • સ્ટાફ અને સ્વયંસેવકો જાણતા ન હોય કે જો તેમને બાળ સુરક્ષા અંગે ચિંતા હોય (દાખલા તરીકે, જો કોઈ બાળક ખરાબ વર્તન અંગે માહિતી આપે) તો શું કરવું