NHS COVID-19 ઍપ
NHS COVID-19 ઍપ 27 ઍપ્રિલ 2023ના રોજ બંધ થઈ. તમારા પર કોરોનાવાઇરસનું (COVID-19) જોખમ છે કે કેમ તે જોવા માટેની તે એક ઝડપી પદ્ધતિ હતી અને જો તમારો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોય તો અન્યોને સાવધ કરવાની એક સરળ પદ્ધતિ હતી.
NHS COVID-19 ઍપ ડાઉનલોડ કરો
NHS COVID-19 ઍપ ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં મફત ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.
જો તમે બેમાંથી કોઈ દેશમાં રહેતા હો અને તમારી ઉંમર 16 વર્ષ કે તેથી વધુ હોય તો તમે તમારા ફોન પર આ ઍપ ડાઉનલોડ કરી શકો છો.
આ ઍપમાં તમારું અને અન્યોનું રક્ષણ કરવા માટે નીચેનાં સહિત ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે:
- તમે COVID-19ના સંસર્ગમાં આવ્યા હોઈ શકો કે કેમ તે તમને જણાવતા ઍલર્ટ્સ
- સિમ્ટમ ચેકર
- તમારા સંજોગોના આધારે નવીનતમ સલાહ
- COVID-19 વિશેની સામાન્ય માહિતી
- અન્ય લોકો પર જોખમ હોઈ શકે કે કેમ તે અંગે તેઓને સાવધ કરવા માટે પૉઝિટિવ પરિણામ ઍન્ટર કરવું (NHS અથવા ચૂકવણી સાથેના પરીક્ષણમાંથી)
તમે ક્યાં રહો છો તેના આધારે આ ઍપ તમને નવીનતમ માહિતી પૂરી પાડશે. ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં નિર્દેશો અલગ-અલગ હોઈ શકે છે.
નવી સુવિધાઓ અને સુધારાઓ સાથે સમયે સમયે આ ઍપને અપડેટ કરવામાં આવશે. નવીનતમ સંસ્કરણમાં અત્યાધુનિક ફીચર્સ અને સલાહનો સમાવેશ કરાયો છે, તેથી તેને અપડેટેડ રાખવી અગત્યની છે.
તમારી રસીકરણની સ્થિતિ માટે એક અલગ NHS ઍપનો (માત્ર ઇંગ્લૅન્ડ) ઉપયોગ કરો.
ઍપ અંગે મદદ મેળવો
આ ઍપ 12 અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તમે સેટિંગ્ઝમાં તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો.
NHS COVID-19 ઍપનો કોણ ઉપયોગ કરી શકે તે વિશે વધુ માહિતી મેળવો.
NHS COVID-19 ઍપ ઍપના વપરાશકર્તાઓ વચ્ચે ચોક્કસ સમય અંતરાલ પર અંતર સમજવા માટી બ્લ્યૂટૂથ લો ઍનર્જિનો (BLE) ઉપયોગ કરે છે. જો તમે કોઈ એવી વ્યક્તિથી 15 મિનિટ કે વધુ સમય માટે 2 મીટરના અંતરે હો કે તે સમયથી જેનો COVID-19 ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોય તો વિશિષ્ટ રીતે તમને નિર્દેશો સાથે સંસર્ગ અંગેની અધિસૂચના મોકલવામાં આવશે.
જો કોઈ વ્યક્તિનો COVID-19 ટેસ્ટ પૉઝિટિવ આવે, ઍપમાં તે પરિણામ અંગે જાણ કરે અને પોતાનાં રૅન્ડમ આઇડી શેયર કરવા માટે સંમતિ આપે તો ઍપ - આ માહિતી સાથે, પાછલા થોડા દિવસોમાં તેઓ સંપર્કમાં આવ્યા હોય તેવા ઍપના પ્રત્યેક વપરાશકર્તાઓ માટે જોખમની ગણતરી કરશે, ઍપ નક્કી કરશે કે તે વપરાશકર્તાને સંસર્ગ અંગેની સૂચના મળવી જોઈએ કે નહિ.
ઍપ કઈ રીતે કામ કરે છે તે વિશે વધુ માહિતી મેળવો.
ઍપ કઈ રીતે તમારા ડેટાનું રક્ષણ કરે છે
NHS COVID-19 ઍપ એ ઍપના અન્ય વપરાશકર્તાઓથી તમારી ગોપનીયતા અને ઓળખનું રક્ષણ કરે છે - અને તેઓની ગોપનીયતા અને ઓળખને તમારાથી રક્ષણ આપે છે. આ ઍપ એવાં રૅન્ડમ આઇડીનો ઉપયોગ કરે છે, જેનો NHS અથવા સરકાર દ્વારા એ ઓળખવા માટે ઉપયોગ કરી શકાય નહિ કે તમે કોણ છો અથવા તમે કોની સાથે સમય વિતાવ્યો છે. આ કારણે તમારી રસીકરણની નોંધો અને COVID પાસ NHS ઍપમાં અલગથી દેખાય છે (માત્ર ઇંગ્લૅન્ડ માટે).
વધારાની માહિતી
ઍપના ઉપયોગ અને વપરાશકર્તાઓ વિશેનો ડેટા