Skip to main content
માર્ગદર્શન

લોહીના ડાઘ (Gujarati)

અપડેટ થયેલ 3 June 2026

Applies to England

આ ટૂંકો વિડિઓ નવજાત શિશુઓમાં બ્લડ સ્પોટ સ્ક્રીનીંગ સમજાવે છે.

લોહીના ડાઘ

NHS દ્વારા બ્લડ સ્પોટ સ્ક્રીનીંગની ભલામણ કરવામાં આવે છે.

સ્ક્રીનીંગનો હેતુ

બ્લડ સ્પોટ સ્ક્રીનીંગનો હેતુ એ શોધવાનો છે કે જો તમારા બાળકને દુર્લભ પરંતુ ગંભીર આરોગ્ય સમસ્યાઓ છે કે નહીં તે જાણવા.

વહેલી સારવાર તમારા બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. તે ગંભીર વિકલાંગતા/ અપંગતા અથવા મૃત્યુને પણ અટકાવી શકે છે. જો તમે, બાળકના પિતા, અથવા પરિવારના સભ્યને પહેલેથી જ આમાંની કોઈ એક સ્થિતિઓ હોય તો કૃપા કરી તમારા આરોગ્યસંભાળ વ્યાવસાયિકને કે હેલ્થકેર પ્રફેશનલને તરત જ કહો.

આ સ્થિતિઓ વિશે

સિકલ સેક રોગ (Sickle cell disease)

યૂકેમાં (UK) જન્મેલા 2,800 બાળકોમાં લગભગ 1 સિકલ સેલ રોગ (SCD) ધરાવે છે. આ ગંભીર, વારસાગત રક્ત રોગો હોય છે. તેઓ હિમોગ્લોબિનને અસર કરે, જે લોહીનો એક ભાગ કે જે શરીરની આસપાસ ઓક્સિજન વહન કરે છે. જે બાળકોને SCD હોય તેમને જીવનભર નિષ્ણાત સંભાળની જરૂર પડશે.

SCD ધરાવતા લોકોને તીવ્ર પીડાનો હુમલો થઈ શકે અને ગંભીર ચેપ લાગી શકે છે. તેઓને એનિમિયા પણ થઈ શકે (જયારે તેમના શરીરને ઓક્સિજન વહન કરવામાં મુશ્કેલી પડે છે). SCD ધરાવતાં બાળકો વહેલી સારવાર મેળવી શકે છે. આમાં ગંભીર બીમારી અને ચેપો ઘટાડવા માટે રસીકરણો અને એન્ટિબાયોટિકસ  નો સમાવેશ થાય છે

સિસ્ટિક ફાઈબ્રોસિસ (Cystic fibrosis)

યૂકેમાં જન્મેલા 2,500 બાળકોમાંથી લગભગ 1 સિસ્ટિક ફાઇબ્રોસિસ (CF) ધરાવે છે. આ વારસાગત સ્થિતિ પાચન અને ફેફસાંઓને અસર કરે છે. CF વાળા બાળકોને વજન વધારવા માટે કદાચ મુશ્કેલ થઈ શકે અને વારંવાર છાતીમાં ચેપ લાગતો હોય છે. CF વાળા બાળકોની ઉચ્ચ- ઊર્જા આહાર, દવાઓ અને ફિઝિઓથેરપિ સાથે વહેલી સારવાર કરી શકાય છે. જો કે CF વાળા બાળકો હજી પણ ખૂબ જ બીમાર થઈ શકે, વહેલી સારવાર તેમને લાંબા, સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરી શકે છે.

જન્મજાત થાયરોઈડની ઉણપ કે કન્જેનિટલ હાયપોથાઈરોડિઝમ

યૂકેમાં જન્મેલા 2,000 બાળકોમાંથી લગભગ 1 કન્જેનિટલ હાયપોથાઈરોડિઝમ કે જન્મજાત થાયરોઈડની ઉણપ (CHT) ધરાવે છે. CHT વાળા બાળકોમાં થાઈરોક્સિન હોર્મોન પૂરતું હોતું નથી. થાઈરોક્સિન વિના, બાળકો યોગ્ય રીતે વધતા નથી. તેઓ કાયમી ગંભીર શારીરિક સમસ્યાઓ અને શીખવાની અક્ષમતાઓ થઈ શકે છે.

CHTવાળા બાળકોની થાઈરોક્સિન ગોળીઓ સાથે વહેલી સારવાર કરી શકાય છે. આ તેમને અપેક્ષા પ્રમાણે વિકાસ કરવામાં મદદ કરશે.

વારસાગત મેટાબોલિક કે ચયાપચાયના રોગો

જો તમારો ચયાપચયની સ્થિતિનો પારિવારિક ઈતિહાસ હોય તો તમારા આરોગ્યસંભાળ વ્યાવસાયિકને જણાવવું તે મહત્વપૂર્ણ હોય છે. બાળકોને કેટલાક વારસાગત મેટાબોલિક રોગો (IMDs) માટે તપાસ કરવામાં આવે છે.

આ છે:

  • ફિનાઈલકીટોન્યુરિયા (PKU) કે દુર્લભ વારસાગત ડિસોર્ડર
  • મીડિયમ-ચેઇન એસિલ-સીઓએ ડિહાઇડ્રોજીનેઝ ડેફિસિઅન્સિ (MCADD)
  • મેપલ સીરપ પેશાબ રોગ (MSUD)
  • આઇસોવેલેરિક એસિડેમિયા (MSUD)
  • ગ્લુટેરિક એસિડયુરિઆ પ્રકાર 1 (GA1)
  • હોમોસિસ્ટિન્યુરિયા (પાયરિડોક્સિન અનરિસ્પોન્સિવ) (HCU)
  • વારસાગત ટાયરોસિનેમિયા પ્રકાર 1 (HT1)

યૂકેમાં જન્મેલા 10,000 બાળકોમાંથી લગભગ 1 PKU અથવા MCADD ધરાવે છે. બીજી પરિસ્થિતિઓ દુર્લભ હોય, જે 100,000 બાળકોમાંથી 1 માં 300,000 બાળકોમાં 1 માં થાય છે.

આ વારસાગત સ્થિતિઓવાળા બાળકો તેમના ખોરાકમાં ચોક્કસ પદાર્થો પર પ્રક્રિયા કરી શકતા નથી. સારવાર વિના, આમાંની કેટલીક સ્થિતિઓવાળા બાળકો અચાનક ગંભીર રીતે બીમાર થઈ શકે છે. સ્થિતિઓના લક્ષણો જુદા કે અલગ હોય છે. કેટલાક જીવલેણ હોય અથવા ગંભીર વિકાસલક્ષી સમસ્યાઓ તરફ દોરી શકે છે.

તે બધાની સારવાર કાળજીપૂર્વક સંચાલિત આહાર દ્વારા કરી શકાય છે. આ દરેક સ્થિતિ માટે અલગ અને તેમાં વધારાની દવાનો શામેલ હોઈ શકે.

સ્ક્રીનીંગ ટેસ્ટ

જયારે તમારું બાળક 5 દિવસનું હોય ત્યારે, આરોગ્યકર્મીએક ખાસ ઉપકરણનો ઉપયોગ કરીને તમારા બાળકની એડીમાં નાનું કાણું કરશે. તેઓ કાર્ડ પર લોહીના કેટલાક ટીપાં એકત્રિત કરશે. કયારેક કયારેક આ 5 દિવસ કરતાં મોડુ થઈ શકે છે. હીલ પ્રિક અસ્વસ્થતા હોઈ શકે છે, અને તમારું બાળક રડી શકે. તમે ખાતરી કરી શકો કે તમારું બાળક ગરમ અને આરામદાયક હોય, અને તેને ગળે લગાવીને અને ખવડાવીને મદદ કરી શકો છો.

કેટલીકવાર, બીજા બ્લડ સ્પોટ નમૂનાની જરૂર પડે છે. જો આવું બનવા પામે તો, તેનું કારણ સમજાવવામાં આવશે. તેનો અર્થ એ જરૂરી નથી કે તમારા બાળક સાથે કંઈક ખોટું છે.

જો તમારા બાળકનું સ્ક્રીનીંગ ઇંગ્લેન્ડમાં શરૂ થાય છે પરંતુ બીજો નમૂનો બીજા દેશમાં લેવામાં આવે છે, તો તે દેશમાં આપવામાં આવતી પરિસ્થિતિઓ માટે તેમની તપાસ કરવામાં આવશે. આ ઇંગ્લેન્ડમાં ઉપલબ્ધ પરિસ્થિતિઓ કરતા અલગ હોઈ શકે છે.

પરીક્ષણની સલામતી

આ પરીક્ષણ કરાવવા સાથે કોઈ જોખમ જોડાયેલુ નથી.

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે

તમારા બાળક માટે નવજાત બ્લડ સ્પોટ સ્ક્રીનીંગની ભલામણ કરવામાં આવે છે.

તમે ફક્ત બધી સ્થિતિઓ અથવા વિશિષ્ટ સ્થિતિઓ માટે સ્ક્રીનીગ કરાવવાનું પસંદ કરી શકો છો.

તમે તમારા બાળકને SCD, CF અને CHT માટે વ્યક્તિગત રીતે સ્ક્રીનીંગ કરવા માટે પસંદ કરી શકો છો. જો તમારા બાળકને IMDs માટે સ્ક્રીન કરવા માંગતા હોય, તો તે બધાનું પરીક્ષણ કરવામાં આવશે. વ્યક્તિગત IMDs માટે સ્ક્રીનીંગ ઓફર કરી શકાતું નથી.

જો તમે ઈચ્છતા ન હો કે તમારા બાળકને કોઈ પણ સ્થિતિઓ માટે સ્ક્રીનીંગ કરવામાં આવે, અથવા પરીક્ષણ વિષે કોઈ પણ ચિંતા હોય તો, કૃપા કરી તમારી દાયણ કે મિડવાઈફ સાથે વાતચીત કરો.

પ્રારંભિક સ્ક્રીનીંગ શ્રેષ્ઠ હોય કારણ કે જો જરૂરી હોય તો શક્ય હોય તેટલા વહેલા સારવાર શરૂ કરી શકાય છે. જો તમે ઈચ્છતા ન હોય કે તમારા બાળકનું સ્ક્રીનીંગ કરવામાં આવે, અને તમે પછીથી તમારો વિચાર બદલો છો તો, તમારા બાળકનું હજી પણ પરીક્ષણ થઈ શકે છે. બાળકોને બધી સ્થિતિઓ માટે 12 મહિનાની ઉંમર સુધી સ્ક્રીનીંગ કરી શકાય છે, સિવાય કે CF જે ફક્ત 8 અઠવાડિયાની ઉંમર સુધી પરીક્ષણ કરી શકાય છે.

સંભવિત પરિણામો

નવજાત બ્લડ સ્પોટ સ્ક્રીનીંગ માટેના પરિણામો ‘શંકાસ્પદ સ્થિતિ નહિ’ અથવા ‘શંકાસ્પદ સ્થિતિ’ તરીકે રિપોર્ટ કરવામાં આવે છે.

મોટા ભાગના પરિણામો બતાવશે કે જે સ્થિતિઓ માટે સ્ક્રીન કરવામાં આવી તે ‘શંકાસ્પદ નથી’.

કેટલાક બતાવશે કે જે સ્થિતિઓ માટે સ્ક્રીન કરવામાં આવી તે ‘શંકાસ્પદ છે’. આનો અર્થ એ નથી કે તમારા બાળકને ચોક્કસપણે સ્થિતિ છે, પણ તેમને તે હોવાની શકયતા વધારે છે.

જો સ્ક્રીનીંગ પરિણામો સૂચવે કે કોઈ સ્થિતિ શંકાસ્પદ છે, તો આરોગ્યકર્મી ફોન દ્વારા અથવા રૂબરૂતમારો સંપર્ક કરશે. તેઓ સમજાવશે કે તમારા અને તમારા બાળક માટે પરિણામનો અર્થ શું અને જો તમારે કંઈ પણ કરવાની જરૂર હોય તો તમને કહેશે.

 તમારા બાળકને વધુ પરીક્ષણો માટે નિષ્ણાત પાસે મોકલવામાં આવશે અને જો જરૂરી હોય તો સારવાર શરૂ કરવામાં આવશે.નવજાત બ્લડ સ્પોટ સ્ક્રીનીંગમાં કેટલાક બાળકો કે જેઓ CF, SCD અથવા બીજા લાલ રક્તકણોની સ્થિતિના આનુવંશિક વાહક શોધી શકે છે.

વાહકો સ્વસ્થ હોય અને તેમને સ્થિતિ હોતી નથી. વાહકો ફક્ત દુર્લભ પરિસ્થિતિઓમાં આરોગ્ય સમસ્યાઓનો અનુભવ કરી શકે છે કે જયાં તેમના શરીરને કદાચ ઓક્સિજન પૂરતો ન મળતો હોય. દાખલા તરીકે, જો તેઓ એનેસ્થેટિક હેઠળ શસ્ત્રક્રિયા કરાવી રહ્યા હતાં.

જો તમારું બાળક આનુવંશિક વાહક હોય તો, આરોગ્યસંભાળ વ્યવસાયિક તમારો સંપર્ક કરશે અથવા આનો અર્થ શું છે તે સમજાવવા માટે તમને પોસ્ટમાં એક પત્ર મળશે. તમારા બાળકને કોઈ સારવારની જરૂર રહેશે નહિ પણ વધારે પરીક્ષણોની જરૂર પડી શકે છે. સ્ક્રીનીંગ બધા વાહકોને શોધી શકતું નથી.

મારા પરિણામો મેળવી રહ્યા છીએ

જો સ્ક્રીન કરેલ કોઈ એક સ્થિતિ શંકાસ્પદ હોય તો, નિષ્ણાત ક્લિનિકલ ટીમ દ્વારા તમારો સંપર્ક કરવામાં આવશે. તેઓઆ પરિણામો સમજાવવા અને તમારા બાળકને વધારે પરીક્ષણની ઓફર કરવા માટે હોય છે. આમાંના કેટલાક વધારે પરીક્ષણો ઝડપથી હાથ ધરવાની જરૂર હોય છે. નિષ્ણાત ટીમમાંથી તમારો સંપર્ક કરવાના કોઈ પણ પ્રયત્નોને તમારે અવગણવા જોઈએ નહિ.

જો સ્ક્રીનીંગ કરાયેલી કોઈ પણ સ્થિતિઓ શંકાસ્પદ ન હોય તો, તમારે 6 અઠવાડિયાની અંદર પત્ર દ્વારા અથવા તમારા આરોગ્ય મુલાકાતી પાસેથી પરિણામો મળવા જોઈએ.

પરિણામો તમારા બાળકના વ્યક્તિગત બાળ આરોગ્ય રિકોર્ડમાં (‘રેડ બુક’) નોંધવા જોઈએ. કૃપા કરી આને સલામત રાખો અને કોઈ પણ વધારે એપોઈન્ટમેન્ટો માટે તેને તમારી સાથે લાવો.

સ્ક્રીનીંગ પછી મારા બાળકનું બ્લડ સ્પોટ કાર્ડ અને ડેટા

સ્ક્રીનીંગ પછી, બ્લડ સ્પોટ કાર્ડ્સ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સંગ્રહિત કરવામાં આવે અને તેનો ઉપયોગ કરી શકાય છે:

  • પરિણામ તપાસવા માટે અથવા તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ બીજા પરીક્ષણો માટે (જો પરિણામો તમારા બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે તો, તમારો સંપર્ક કરવામાં આવશે)
  • ઈંગ્લેન્ડમાં સ્ક્રીનીંગ માટે પહેલેથી જ મંજૂર થયેલી સ્થિતિઓ માટે સ્ક્રીનીંગ પ્રોગ્રામ અથવા પરીક્ષણ પદ્ધતિઓને સુધારવામાં મદદ કરવા માટે (જો પરિણામો તમારા બાળકના સ્વાસ્થ્યને અસર કરી શકે તો, તમારો સંપર્ક કરવામાં આવશે)
  • યૂકેમાં બાળકો અને તેમના પરિવારોના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરવા માટે સંશોધન માટે (આ તમારા બાળકને ઓળખશે નહિ, અને તમારો સંપર્ક કરવામાં આવશે નહિ)

વધારામાં, એવી એક નાની શકયતા હોય કે સંશોધકો તમને અથવા તમારા બાળકને નવજાત બ્લડ સ્પોટ સ્ક્રીનીંગ પ્રોગ્રામ સાથે જોડાયેલ માહિતી એકત્ર કરવામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવા માંગી શકે. કોઈ પણ વધારાના અભ્યાસો હાથ ધરનારા સંશોધકો સમજાવશે કે શું કરવામાં આવી રહ્યું છે અને પછી તમને પૂછવામાં આવશે કે શું તમે તે અભ્યાસમાં ભાગ લેવા માંગો છો. જો તમે કોઈ વધારાની માહિતી એકત્ર કરવામાં ભાગ લેવાની ચર્ચા કરવા માટે સંપર્ક કરવા માંગતા ન હો તો કૃપા કરી તમારી દાયણને જણાવો.

બ્લડ સ્પોટ કાર્ડ્સનો બધો ઉપયોગ કોડ ઓફ પ્રેક્ટિસ દ્વારા સંચાલિત થાય છે. કોઈ પણ સંશોધનને સ્વતંત્ર સંશોધન નૈતિકતા સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવશે.