સાંભળવાની ખોટ કે બહેરાશ (Gujarati)
અપડેટ થયેલ 3 June 2026
Applies to England
આ ટૂંકો વિડિઓ નવજાત શિશુઓમાં સાંભળવાની ખોટ માટે સ્ક્રીનીંગ સમજાવે છે.
NHS દ્વારા સાંભળવાની ખોટ માટે સ્ક્રીનીંગની ભલામણ કરવામાં આવે છે.
સ્ક્રીનીંગનો હેતુ
અમે સાંભળવાની ખોટ ધરાવતા બાળકોને શોધવા માટે આ સ્ક્રીનીંગ પૂરા પાડીએ છીએ જેથી કરીને શરૂઆતથી જ સંભાળ, ટેકો/ સહાય અને સલાહ ઓફર કરી શકાય.
આ સ્થિતિ વિષે
દર 1,000 માં એકથી 2 બાળકો એક અથવા બન્ને કાનમાં કાયમી સાંભળવાની ખોટ સાથે જન્મે છે. આ સંખ્યા દર 100 બાળકોમાં લગભગ 1 (1%) સુધી વધે છે જેઓએ વિશિષ્ટ સંભાળ યૂનિટમાં ઓછામાં ઓછા 48 કલાક વિતાવ્યા છે. આમાંના મોટા ભાગના બાળકો એવા પરિવારોમાં જન્મે છે જેમનો સાંભળવાની ખોટનો કોઈ ઈતિહાસ નથી.
કાયમી સાંભળવાની ખોટ બાળકના વિકાસને નોંધપાત્ર રીતે અસર કરી શકે. સાંભળવાની ખોટ વહેલા શોધવાથી બાળકોને ભાષા, બોલવા અને સંદેશાવ્યવહાર કુશળતાઓ વિકસાવવાની વધારે સારી તક મળે છે. તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે કે તેમના પરિવારોને જરૂરી ટેકો/ સહાય તેમને મળે. તે બાળકોને નાની ઉંમરથી જ તેમના પરિવાર અને સંભાળ રાખનારાઓ સાથેના સંબંધોનો સૌથી મહત્તમ ઉપયોગ કરવામાં મદદ કરશે.
સ્ક્રીનીંગ ટેસ્ટ
નવજાત શિશુ શ્રવણશક્તિ સ્ક્રીનીંગ પરીક્ષણ તમારા બાળકને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ પહેલાં અથવા જયારે તમે ઘરે હો ત્યારે ઓફર કરવામાં આવશે. વૈકલ્પિક રીતે, તમને ક્લિનિક એપોઈન્ટમેન્ટમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવશે. આદર્શ રીતે, સ્ક્રીનીંગ ટેસ્ટ પ્રથમ 4 અઠવાડિયામાં થવો જોઈએ, પણ તે 3 મહિનાની ઉંમર સુધી કોઈ પણ સમયે કરી શકાય છે.
સ્ક્રીનીંગ ટેસ્ટ, જેને AOAE (ઓટોમેટેડ ઓટોએકોસ્ટિક એમિશન) કહેવામાં આવે છે, થોડી મિનિટો લે છે. તમારા બાળકના કાનમાં નરમ ટીપ સાથેનો એક નાનો ઈયરપીસ મૂકવામાં આવે અને સોફ્ટ ક્લિક કરવાના અવાજો વગાડવામાં આવે છે. જયારે કાનને અવાજ મળે ત્યારે, અંદરનો ભાગ (જેને કોકલિયા (cochlea) કે કર્ણશંખુ કહેવામાં આવે છે) પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિસાદ સ્ક્રીનિંગ સાધન દ્વારા પકડવામાં આવે છે.
પ્રથમ સ્ક્રીનીંગ ટેસ્ટમાંથી સ્પષ્ટ પ્રતિસાદ મેળવવો હંમેશાં શક્ય નથી. આનો અર્થ એ જરૂરી નથી કે તમારા બાળકને સાંભળવાની ખોટ છે. તેનો અર્થ થઈ શકે:
- પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તમારું બાળક અસ્વસ્થ હતુંપાર્શ્વભૂમિકાનો ઘોંઘાટ હતો
- તમારા બાળકના કાનમાં પ્રવાહી અથવા તેમના કાનમાં કામચલાઉ અવરોધ હોય – આ ખૂબ જ સામાન્ય છે અને સમય જતાં પસાર થાય છે
- તમારા બાળકને સાંભળવાની ખોટ છે
જો તમારા બાળકનો સ્પષ્ટ પ્રતિસાદ ન મળે તો, તેમને બીજી સ્ક્રીનીંગ ટેસ્ટ ઓફર કરવામાં આવશે. આ પ્રથમ સ્ક્રીનીંગ પરીક્ષણ જેવું સરખુ હોઈ શકે, અથવા બીજા પ્રકારનું પરીક્ષણ જેને AABR (ઓટોમેટેડ ઓડિટરી બ્રેઈનસ્ટેમ રિસપોન્સ) પરીક્ષણ કહેવામાં આવે છે.
આમાં તમારા બાળકના કપાળ, ગરદન અને ખભા પર 3 નાના સેન્સર મૂકવામાં આવે છે. તમારા બાળકના કાન પર સોફ્ટ હેડફોન મૂકવામાં આવે અને સોફ્ટ ક્લિક અવાજો વગાડવામાં આવે છે. સ્ક્રીનીંગ સાધનો એ કહી શકશે કે જો તમારા બાળકની સાંભળવાની નર્વ કે ચેતા અવાજોને પ્રતિક્રિયા આપે છે. આ અમને તે શોધવામાં મદદ કરશે કે તમારા બાળકને સાંભળવાની ખોટ છે કે નહિ.
આ સ્ક્રીનિંગ પરીક્ષણમાં 15 મિનિટ સુધીનો સમય લાગી શકે છે. તમારા બાળકને સ્થાયી/શાંત
થવાની અથવા સૂવાની જરૂર છે.
પરીક્ષણની સલામતી
આ સ્ક્રીનીંગ પરીક્ષણ સાથે જોડાયેલા કોઈ જોખમો નથી.
સ્ક્રીનીંગ તમારી પસંદગી છે
આ સ્ક્રીનીંગ પરીક્ષણ તમારા બાળક માટે ભલામણ કરવામાં આવે છે. તમારા બાળકના વિકાસ માટે વહેલા સાંભળવાની ખોટ શોધવી મહત્વપૂર્ણ છે.
પરીક્ષણ કે ટેસેટ ન કરાવવો
જો તમે નવજાત શ્રવણશક્તિ પરીક્ષણ ન કરાવવાનું નક્કી કરો તો, તમારા બાળકના મોટી થવા પર તમારા બાળકની સાંભળવાની તપાસવામાં મદદ કરવા માટે ચેકલિસ્ટ આપવામાં આવશે. જો તમને કોઈ ચિંતા હોય તો, તમારે તમારા આરોગ્ય મુલાકાતી અથવા જીપી સાથે વાત કરવી જોઈએ.
સંભવિત પરિણામો
જો તમારા બાળકને બન્ને કાનમાં સ્પષ્ટ પ્રતિસાદ હોય, તો પછી તેમને કાયમી સાંભળવાનીની ખોટ થવાની સંભાવના નથી. જો કે, નવજાત શ્રવણશક્તિ સ્ક્રીનીંગ બધા પ્રકારની સાંભળવાની ખોટ શીખી શકતા નથી. પણ, બાળકો પાછળથી સાંભળવાની ખોટ વિકસાવી શકે છે. તમારા બાળક મોટા થતાં તેમની સાંભળવાની તપાસ કરવી મહત્વપૂર્ણ હોય છે. તમારા બાળકના પર્સનલ ચાઈલ્ડ હેલ્થ રેકોર્ડ (‘રેડ બુક’) માંની ચેકલિસ્ટ તમને જણાવે છે કે આ કેવી રીતે કરવું. જો તમને તમારા બાળકના સાંભળવા વિષે કોઈ ચિંતા હોય તો, તમારા આરોગ્ય મુલાકાતી અથવા જીપીને કહો.
જો સ્ક્રીનીંગ પરીક્ષણના પરિણામો તમારા બાળકના એક અથવા બન્ને કાનમાંથી સ્પષ્ટ પ્રતિસાદ બતાવતા ન હોય તો, શ્રવણશક્તિ નિષ્ણાત સાથે ઑડિઓલોજી એપોઇન્ટમેન્ટ કરવામાં આવશે.
સ્ક્રીનીંગ ટેસ્ટના 4 અઠવાડિયાની અંદર તમારા બાળકને શ્રવણશક્તિ નિષ્ણાત દ્વારા જોવા જોઈએ.
તમારા શિશુને ઓડિયોલોજી અપોઇન્ટમેન્ટ માટે લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.. આ એટલા માટે છે કારણ કે જો તેમને સાંભળવાની ખોટ હોય તો, તેમને સંભવિત કારણ શોધવા માટે બીજા પરીક્ષણોની જરૂર પડી શકે. આ પરીક્ષણો જન્મના પ્રથમ થોડા અઠવાડિયાની અંદર કરવાની જરૂર રહે છે.
દર 100 (2 to 3%) માં લગભગ 2 થી 3 બાળકો સ્ક્રીનીંગ પરીક્ષણો પર સ્પષ્ટ પ્રતિસાદ બતાવતા નથી.
ઓડિઓલોજી ક્લિનિકમાં પરીક્ષણ કરાયેલા 15 બાળકોમાં લગભગ 1 (7%) ને એક અથવા બન્ને કાનમાં કાયમી સાંભળવાની ખોટ હોય છે. કેટલાકને કામચલાઉ સાંભળવાની ખોટ હોઈ શકે.
મારા પરિણામો મેળવવા
શ્રવણશક્તિ પરીક્ષણ થતાંની સાથે જ તમને તમારા બાળકના પરિણામો આપવામાં આવશે.
NHS.UK પર વધારે માહિતી અને સપોર્ટ ગ્રૂપ્સની વિગતો શોધો.