Skip to main content
માર્ગદર્શન

આંખો, હ્યદય, નિતંબ અને અંડકોષ (શારીરિક તપાસ) (Gujarati)

અપડેટ થયેલ 3 June 2026

Applies to England

આ ટૂંકો વિડિઓ નવજાત શિશુઓમાં આંખો, હૃદય, નિતંબ અને અંડકોષના સ્ક્રીનીંગ માટે સમજાવે છે.

આંખો, હ્યદય, નિતંબ અને અંડકોષ (શારીરિક તપાસ)

નવજાત શિશુની શારીરિક તપાસની ભલામણ NHS દ્વારા કરવામાં આવે છે.

સ્ક્રીનીંગનો હેતુ

જન્મ આપ્યાના 72 કલાકોની અંદર, તમારા બાળક માટે ટોચથી પગ સુધી શારીરિક તપાસ ઓફર કરવામાં આવશે. આમાં 4 વિશિષ્ટ સ્ક્રીનીંગ પરીક્ષણો સમાવિષ્ટ હશે. પરીક્ષણો તપાસ કરે કે તમારા બાળકને તેમની આંખો, હૃદય, નિતંબ અને છોકરાઓમાં, તેમના અંડકોષમાં શંકાસ્પદ સમસ્યા છે કે નહિ. જો કોઈ સમસ્યાની શંકા હોય તો, બાળકોને પ્રારંભિક તપાસ અને સંભવિત સારવારથી ફાયદો થાય છે.

જયારે તમારું બાળક 6 અને 8 અઠવાડિયાની ઉંમર વચ્ચેનું હોય ત્યારે સ્ક્રીનીંગ પરીક્ષણો ફરીથી ફરીથી કરવામાં આવે છે, સામાન્ય રીતે તમારી જીપી પ્રેક્ટિસમાં. આનું કારણ એ છે કે કેટલીક પરિસ્થિતિઓ વિકસિત થતી નથી અથવા ત્યાં સુધી ઓળખી શકાતી નથી.

સ્થિતિઓ વિષે

શારીરિક તપાસનો દરેક ભાગ જુદી કે અલગ સ્થિતિઓ માટે શોધી રહ્યો છે.

આંખો

ઈંગ્લેન્ડમાં, દર 10,000 માંથી લગભગ 2 થી 3 બાળકો મોતિયા સાથે જન્મે છે. આ ત્યારે થાય જયારે આંખની અંદરનો પારદર્શક લેન્સ ધૂંધળોહોય. 50% થી વધારે કિસ્સાઓમાં, બન્ને આંખો અસરગ્રસ્ત થશે.

સ્ક્રીનીંગ માટેનું મુખ્ય કારણ આ સ્થિતિને ઓળખવાનું છે. આ કસોટી તમારા બાળકની આંખોના દેખાવની તપાસ કરે, પણ તે કહી શકતું નથી કે તમારું બાળક કેટલી સારી રીતે જોઈ શકે છે.

’હ્યદય

 જન્મજાત હૃદય રોગ (CHD) એ હૃદયની એવી સ્થિતિઓ માટેનો શબ્દ છે જે જન્મ સમયે હાજર હોય છેઆ પરિસ્થિતિઓ હૃદયની રચના, કાર્ય અને લય કે રીધમને અસર કરે છે.

CHD એ યૂકેમાં બાળકોમાં જન્મની સાથે સૌથી સામાન્ય સ્થિતિઓમાંની એક છે લગભગ 1,000 માં 8 બાળકોને હૃદય અથવા રુધિરાભિસરણની સ્થિતિ હશે.

સ્ક્રીનીંગ માટેનું મુખ્ય કારણ CHDના પ્રારંભિક ચિહ્નો અને લક્ષણોને ઓળખવાનું છે. આ હૃદયના ગણગણાટથી લઈને નિષ્ણાત સંભાળ અથવા સારવારની જરૂર હોય તેવી સમસ્યા સુધીની હોઈ શકે. ગણગણાટ એ લોહી દ્વારા કરવામાં આવતો અવાજ હોય કે જે તે હૃદયમાંથી પસાર થાય છે. લગભગ બધા કિસ્સાઓમાં જયારે ગણગણાટ સાંભળવામાં આવે, ત્યારે હૃદય સામાન્ય હોય છે. બાળકોમાં ગણગણાટ સામાન્ય હોય, પણ આનો અર્થ એ નથી કે હંમેશાં કોઈ સમસ્યા છે.

હિપ્સ કે નિતંબ

 કેટલાક બાળકો હિપના સાંધા યોગ્ય રીતે વિકસ્યા વિના જન્મે છે. જો સારવાર ન કરવામાં આવે, તો તે લંગડાપણું અને સાંધાની સમસ્યાઓ તરફ લઈ જઈ શકે છે. લગભગ 3 થી 5 નવજાત શિશુઓ દરેકમાં હાર્નિસ કે કવચ સાથે સારવારની જરૂર પડી શકે છે.

દર 1,000 1 થી 2 લગભગ નવજાત શિશુઓને શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે.

અંડકોષ

તેમના અંડકોષ યોગ્ય જગ્યાએ છે તેની ખાતરી કરવા માટે બાળક છોકરાઓની તપાસ કરવામાં આવે છે. આ એટલા માટે છે કારણ કે કેટલીકવાર એક અથવા બન્ને અંડકોષ (અંડકોષને પકડી રાખતી કોથળી) અંડકોશમાં નીચે (ઉતરવામાં) પડવામાં નિષ્ફળ જાય છે.

2 પ્રકારોના અનવસ્થિત અંડકોષો હોય છે:

  • જયાં એક અથવા બન્ને અંડકોષ અનુભવી શકાય છે પણ તે ખોટી જગ્યાએ હોય છે (સ્પર્શી શકાય)
  • જયાં એક અથવા બન્ને અંડકોષ બિલકુલ અનુભવી શકાતા નથી (સ્પર્શથી સમજવામાં મુશ્કેલી)

અંડકોષને નીચે ઉતારવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે.

100 માં લગભગ 4 બાળક છોકરાઓ (4%) આ સ્થિતિ સાથે જન્મે છે. અકાળે જન્મ થયો હોવાથી (સગર્ભાવસ્થાના 37મા અઠવાડિયા પહેલાં), ઓછું જન્મ વજન અને અંડકોષનો અનવસ્થિત કુટુંબમાં ઇતિહાસ હોય તો આ સ્થિતિની શક્યતા વધી શકે છે.

સ્ક્રીનીંગ ટેસ્ટ

પ્રશિક્ષિત આરોગ્યકર્મી તમારા બાળકની શારીરિક તપાસ કરશે. તેઓ તમને તમારા બાળકની સામાન્ય સુખાકારી/ સ્વાસ્થ્ય વિષે પ્રશ્નો પૂછશે.

તપાસના ભાગ માટે તમારા બાળકને કપડાં ઉતારવાની જરૂર પડશે. તપાસ દરમિયાન હેલ્થકેર પ્રોફેશનલ કરશે:

  • તમારા બાળકના દેખાવને તપાસવા માટે તેની આંખોમાં જોશે
  • હૃદયના અવાજો શોધવા માટે તમારા બાળકના હૃદયને સાંભળે
  • સાંધા વિકસિત થયા અને યોગ્ય રીતે કામ કરી રહ્યા છે તેની ખાતરી કરવા માટે તમારા બાળકના નિતંબની તપાસ કરે
  • બાળકના અંડકોષો યોગ્ય જગ્યાએ છે તે ચકાસશે

પરીક્ષણની સલામતી

આ પરીક્ષણ કરાવવા સાથે કોઈ જોખમ જોડાયેલુ નથી.

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે

તમે તમારા બાળકની કોઈ પણ અથવા બધી સ્થિતિ માટે તપાસ અને સ્ક્રીન કરવાનું નક્કી કરી શકો છો. આ તપાસનો ઈરાદો/ હેતુ કોઈ પણ સ્થિતિઓને વહેલા ઓળખવાનો છે, જેથી કરીને શક્ય તેટલા વહેલા સારવાર શરૂ કરી શકાય. તમારા બાળક માટે સ્ક્રીનીંગની ભલામણ કરવામાં આવે છે.

પરીક્ષણ ન કરાવવું

જો તમે સ્ક્રીનીંગ ટેસ્ટ ન લેવાનું પસંદ કરો તો, અથવા કોઈ ચિંતા હોય તો, તમારે તમારી દાયણ અને આરોગ્યકર્મીસાથે વાત કરવી જોઈએ જેઓ તપાસ ઓફર કરે છે.

સંભવિત પરિણામો

જો કોઈ સ્થિતિ અથવા સમસ્યાની શંકા હોય તો, તમારા બાળકને વધારે આકારણી અને જો યોગ્ય હોય તો પરીક્ષણો માટે ઉલ્લેખ કરવામાં આવશે. આમાં હિપ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન માટે રિફરલનો શામેલ હોઈ શકે, અથવા બાળકના હૃદય, આંખો અથવા અંડકોષને જોતા નિષ્ણાત ટીમોને ઉલ્લેખનો સમાવિષ્ટ હોઈ શકે.

મારા પરિણામો મેળવી રહ્યાં છીએ

તપાસ કરનાર આરોગ્યકર્મી તમને તરત જ સ્ક્રીનીંગ પરિણામો આપશે. જો વધારે આકારણી માટે રિફરલની જરૂર હોય તો, તપાસ સમયે તમારી સાથે પણ આની ચર્ચા કરવામાં આવશે.

પરિણામો તમારા બાળકના તબીબી રિકોર્ડ અને વ્યક્તિગત બાળ આરોગ્ય રિકોર્ડ (‘રેડ બુક’) માં નોંધવામાં આવશે. તમારે લાલ પુસ્તકને સુરક્ષિત રાખવાની જરૂર પડશે. ખાતરી કરો કે જયારે પણ તમારું બાળક આરોગ્યસંભાળ વ્યાવસાયિકને જુએ ત્યારે તે મળી રહે છે.