Skip to main content
માર્ગદર્શન

ડાયબેટિક આંખનું સ્ક્રીનીંગ કે તપાસ (Gujarati)

અપડેટ થયેલ 3 June 2026

Applies to England

ડાયબેટિક આંખની સ્ક્રીનીંગની ભલામણ NHS દ્વારા કરવામાં આવે છે.

સ્ક્રીનીંગનો હેતુ

ડાયબેટિક આંખનું સ્ક્રીનીંગ ડાયબેટિકના રેટિનોપેથીના ચિહ્નો અને ડાયબીટિઝને કારણે થતી આંખની બીજી સમસ્યાઓ માટે તપાસે અને જો તમે ગર્ભવતી હો અને ટાઇપ 1 અથવા ટાઇપ 2 ડાયબીટિઝ ધરાવતા હો તો તમારી આંખોના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરે છે.

કેટલીક સ્ત્રીઓમાં સગર્ભાવસ્થામાં મોડેથી (28 અઠવાડિયા અથવા વધારે) સગર્ભાવસ્થા ગેસ્ટેશનલ ડાયબીટિઝ થાય છે. સગર્ભાવસ્થા ડાયબીટિઝની સારવાર આહારમાં ફેરફાર દ્વારા કરી શકાય અને સામાન્ય રીતે બાળકના જન્મ પછી દૂર થઈ જાય છે. જો તમને સગર્ભાવસ્થા ગેસ્ટેશનલડાયાબિટીઝ શરૂ થાય તો તમને ડાયબેટિક આંખની સ્ક્રીનીંગ ઓફર કરવામાં આવશે નહિ.

આ સ્થિતિ વિષે

ડાયબેટિક રેટિનોપેથી ત્યારે થાય કે જયારે ડાયબીટિઝ આંખના પાછળના ભાગમાં રેટિનામાં નાની રક્ત વાહિનીઓને અસર કરે છે. ડાયબીટિઝવાળા દરેકને આંખની સ્ક્રીનીંગ ઓફર કરવામાં આવે છે પણ જયારે તમે ગર્ભવતી હો ત્યારે સ્ક્રીનીંગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય કારણ કે આંખની ગંભીર સમસ્યાઓનું જોખમ વધારે હોય છે.

સ્ક્રીનીંગ ટેસ્ટ

તમને તમારી પ્રથમ પ્રસૂતિ પૂર્વેની ક્લિનિકની મુલાકાત વખતે અથવા તે પછી તરત જ, અને સગર્ભાવસ્થાના 28 અઠવાડિયા પછી પણ સ્ક્રીનીંગની ઓફર કરવામાં આવશે. જો પ્રથમ સ્ક્રીનીંગ વખતે રેટિનોપેથીના પ્રારંભિક તબક્કાઓ જોવા મળે તો, તમને સગર્ભાવસ્થાના 16 અને 20 અઠવાડિયા વચ્ચે બીજી પરીક્ષણ ઓફર કરવામાં આવશે. જો કોઈ પણ સ્ક્રીનીંગમાં નોંધપાત્ર રેટિનોપેથી જોવા મળે તો, તમારો આંખના નિષ્ણાતને રિફર કે ઉલ્લેખ કરવામાં આવશે.

સગર્ભાવસ્થા દરમિયાન સ્ક્રીનીંગ પરીક્ષણ બીજા બધા સમયે નિયમિત સ્ક્રીનીંગ જેવો સરખો હોય છે.

સ્ક્રીનીંગ સ્ટાફ તમારી વિગતો અને દૃષ્ટિનું સ્તર કે લેવલ રિકોર્ડ કરશે. તેઓ તમારી કીકીઓને મોટી બનાવવા માટે તમારી આંખોમાં ટીપાં મૂકશે જેથી રેટિના વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાય. પછી તેઓ તમારા રેટિનાના ડિજિટલ ફોટોગ્રાફ્સ લે છે.

જો છબીઓ પૂરતી સ્પષ્ટ ન હોય તો તમને એક અલગ પરીક્ષણ માટે આંખના નિષ્ણાતને રિફર કરવામાં આવશે.

પરીક્ષણની સલામતી

 તસવીર લેવી પીડારહિત હોય છે અને કેમેરા આંખના સંપર્કમાં આવતો નથી. આંખના ટીપાં થોડી સેકંડો માટે ડંખ કે ચટકવું થઈ શકે અને પરીક્ષણ પછી 2 થી 6 કલાકો માટે અસ્પષ્ટ દ્રષ્ટિનું કારણ બની શકે. તમારા બધા રોજિંદા ચશ્માઓ તમારી સાથે લો.

ઘરે પહેરવા માટે તમારી સાથે સનગ્લાસ લો, કારણ કે સ્ક્રીનીંગ ટેસ્ટ પછી બધું ખૂબ તેજસ્વી દેખાઈ શકે.

ઘેર જવા માટે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરો અથવા લિફ્ટની વ્યવસ્થા કરો.તમારે સ્ક્રીનીંગ પછી વાહન ચલાવવું જોઈએ નહિ કારણ કે આંખના ટીપાંઓ દ્રષ્ટિને અસ્પષ્ટ કરી શકે છે.

ખૂબ જ ભાગ્યે જ, ટીપાંઓ આંખની અંદર દબાણમાં અચાનક, જોરદાર વધારાનું કારણ બની શકે. દબાણ વધવાના લક્ષણોમાં સમાવેશ થાય છે:

  • આંખમાં દુખાવો અથવા તીવ્ર અગવડતા
  • આંખના સફેદ ભાગની લાલાશ
  • સતત ઝાંખી કે અસ્પષ્ટ દ્રષ્ટિ

જો તમને સ્ક્રીનીંગ પછી આમાંના કોઈ પણ લક્ષણોનો અનુભવ થાય તો, તમારે આંખના યૂનિટમાં પાછા ફરવું અથવા અકસ્માત અને કટોકટી/તાત્કાલિક સારવાર વિભાગમાં જવું જોઈએ.

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે

જો તમને ગર્ભવતી થતાં પહેલાં ડાયબીટિઝ હોય તો આ પરીક્ષણની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

આંખની સ્ક્રીનીંગ એ તમારા ડાયબીટિઝના સંચાલનનો એક ભાગ છે અને ડાયબેટિક રેટિનોપેથીની સારવાર હોય છે, ખાસ કરીને જો તે વહેલી તકે પકડાઈ જાય તો.

પરીક્ષણ ન કરાવવું

ડાયબીટિઝવાળા લોકો આંખની સ્ક્રીનીંગ એપોઈન્ટમેન્ટોમાં ભાગ ન લેવાનું નક્કી કરી શકે છે.

જો તમે પરીક્ષણ ન કરવાનું નક્કી કરો તો તમારે સગર્ભાવસ્થા દરમિયાન તમારી ડાયબીટિઝની સંભાળ રાખતા ચિકિત્સકને જાણ કરવી જોઈએ.

સંભવિત પરિણામો

જો તમારો સ્ક્રીનીંગ ટેસ્ટ હોય તોમ સંભવિત પરિણામો હોય છે:

  • રેટિનોપેથી નથી
  • રેટિનોપેથીના પ્રારંભિક ચિહ્નો
  • વધારે ગંભીર રેટિનોપેથી કે જે નિષ્ણાત માટે રિફરલ કરવાની જરૂર હોય

જો તમારું પરીક્ષણ રેટિનોપેથીના પ્રારંભિક ચિહ્નો બતાવે તો, તમારા  આરોગ્યકર્મીતમને સગર્ભાવસ્થા દરમિયાન તમારા ડાયબીટિઝની સંભાળ રાખવા વિષે સલાહ આપશે. ત્યારબાદ તમને તમારી સગર્ભાવસ્થા દરમિયાન વધારાના સ્ક્રીનીગ પરીક્ષણો માટે આમંત્રિત કરવામાં આવશે. જો તમે ધૂમ્રપાન કરનાર હો તો, બંધ કરવા અથવા ઓછામાં ઓછું ઘટાડવામાં મદદ માટે પ્રયાસ કરો.

જો પરીક્ષણ બતાવે કે તમને સંદર્ભિત રેટિનોપેથી છે, તો તમને આંખના નિષ્ણાત સાથે એપોઈન્ટમેન્ટ મળશે.

મારા પરિણામો મેળવી રહ્યા છીએ

તમારી સ્ક્રીનીંગ એપોઇન્ટમેન્ટને અનુસરીને 6 અઠવાડિયાની અંદર તમને અને તમારા જીપીને એક પત્ર મોકલવામાં આવશે.