Skip to main content
માર્ગદર્શન

ચેપી રોગો (Gujarati)

અપડેટ થયેલ 3 June 2026

Applies to England

આ ટૂંકા એનિમેશન કે જીવંતતા સમજાવે છે કે સગર્ભાવસ્થામાં ચેપી રોગોની તપાસ શા માટે મહત્વપૂર્ણ છે.

ચેપી રોગો

NHS દ્વારા ચેપી રોગો માટે સ્ક્રીનીંગની ભલામણ કરવામાં આવે છે

સ્ક્રીનીંગનો હેતુ

તમને હેપટાઈટિસ બી (hepatitis B), એચઆઈવી (HIV) હ્યુમન ઈમયુનોડેફિસિઅન્સી વાઈરસ (human immunodeficiency virus) અથવા સિફિલિસ (syphilis) હોય તે શોધવા માટે અમે સ્ક્રીનીંગ ઓફર કરીએ છીએ. મહિલાઓ જેઓ એચઆઈવી (HIV), હેપટાઈટિસ બી (hepatitis B) અને/ અથવા સિફિલિસ (syphilis) સાથે જીવે તેઓને વહેલી નિષ્ણાત એપોઈન્ટમેન્ટોની જરૂર હોય છે. આ સગર્ભાવસ્થામાં તેમની સંભાળની યોજના માટે છે

જે સ્ત્રીઓ પહેલાથી જ જાણે છે કે તેઓ HIV સાથે જીવી રહ્યા છે, હિપેટાઇટિસ બી ધરાવે છે, અથવા ભૂતકાળમાં સિફિલિસ માટે સારવાર લીધી હતી, તેમને હજી પણ દરેક સગર્ભાવસ્થામાં પરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમને આમાંના કોઈ પણ ચેપ માટે અગાઉ નિદાન થયુ હોય તો કૃપા કરી તમારી દાયણ અથવા આરોગ્યકર્મી ને માહિતી આપો.

આ સ્થિતિઓ વિષે

હેપટાઈટિસ બી (Hepatitis B), એચઆઈવી (HIV) અને સિફિલિસ (syphilis) લોહીમાં અને શરીરના પ્રવાહીમાં પસાર થાય છે. આ જાતીય સંપર્ક દ્વારા અથવા નસમાં દવાઓ માટે ઉપયોગમાં લેવાતી ચેપગ્રસ્ત સોય અને સાધનો શેર કરવાથી હોઈ શકે છે. આ વાયરસ સગર્ભાવસ્થા અને/અથવા જન્મ દરમિયાન બાળકમાં પણ પસાર થઈ શકે છે.

હેપટાઈટિસ બી (Hepatitis B)

હેપટાઈટિસ બી (Hepatitis B) વાઈરસ યકૃત/લીવરને અસર કરે છે. તે તીવ્ર (તાત્કાલિક) અને ક્રોનિક (લાંબા ગાળાની) માંદગીનું કારણ બની શકે. જન્મ સમયે અથવા જીવનના પ્રથમ વર્ષ દરમિયાન ચેપ લાગેલા બાળકોમાં ક્રોનિક હિપેટાઇટિસ બી ચેપ થવાની સંભાવના 10 માંથી 9 ને (90%) હોય છે. આ યકૃત/લીવરની સમસ્યાઓ અને કેન્સર જેવી બીમારીઓ તરફ દોરી શકે છે. જો બાળક રસીકરણનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરે તો જોખમ લગભગ 10 માંથી 1 (10%) સુધી નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

HIV

HIV રોગપ્રતિકારક તંત્રને નબળી પાડે, જેના કારણે ચેપ સામે લડવું મુશ્કેલ બને છે. જો સારવાર ન કરવામાં આવે તો, તે સગર્ભાવસ્થામાં, જન્મ આપતી વખતે અથવા સ્તનપાન દ્વારા બાળકમાં ફેલાયછે. સગર્ભાવસ્થામાં સારવાર બાળકમાં HIV પસાર થવાની શક્યતાને 4 માંથી 1 (25%) થી 1,000 માં 4 (0.4%) કરતાં મોટા પ્રમાણમાં ઘટાડે છે. બાળકને ચેપ લાગવાની શક્યતા ઘટાડવા માટે જન્મ સમયે બાળકને સારવાર પણ આપી શકાય છે.

સિફિલિસ (Syphilis)

સિફિલિસ (Syphilis) એ એક ચેપ છે જે અસુરક્ષિત જાતીય સંપર્ક દ્વારા ફેલાયછે. તે સગર્ભાવસ્થા દરમિયાન બાળકમાં પસાર થઈ શકે છે. જો સગર્ભાવસ્થામાં તેની સારવાર કરવામાં ન આવે તો, તે બાળક માટે ગંભીર સ્વાસ્થ્ય અને વિકાસની સમસ્યાઓમાં પરિણામી શકે છે. તે કસુવાવડ અથવા મૃત્યુ પામેલ બાળક જન્મનું કારણ પણ બની શકે છે. સગર્ભાવસ્થામાં સારવાર બાળકને ચેપ લાગવાની સંભાવના ઘટાડી શકે છે.

સ્ક્રીનીંગ પરીક્ષણ

લોહી તમારી નસમાંથી લેવામાં આવે છે, સામાન્ય રીતે તમારા હાથમાં.

લોહીના નમૂના લેવામાં આવી રહ્યા છે

આ લોહીની થોડી માત્રા પ્રયોગશાળામાં સંગ્રહિત થાય છે. જો તમે તમારી સગર્ભાવસ્થા દરમિયાન બીજા ચેપો અથવા ફોલ્લીઓના ચિહ્નો બતાવો તો આનો ઉપયોગ પરીક્ષણો માટે થઈ શકે છે.

પરીક્ષણની સલામતી

પરીક્ષણ સાથે જોડાયેલા કોઈ જોખમો નથી.

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે

આ પરીક્ષણોની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે. તેઓ સગર્ભાવસ્થામાં તમારા આરોગ્યની રક્ષા કરી શકે છે અને ઝડપી સારવાર અને સંભાળ માટે મદદરૂપ થાય છે.. તેઓ તમારા બાળક, જીવનસાથી અથવા પરિવારના બીજા સભ્યોમાં ચેપ ફેલાવવાની કોઈ પણ શક્યતાને પણ મોટા પ્રમાણમાં ઘટાડે છે

પરીક્ષણ ન કરાવવું

જો તમે પરીક્ષણ ન કરવાનું નક્કી કરો, તો તમને સગર્ભાવસ્થાના અંતમાં, આદર્શ રીતે 20 અઠવાડિયા સુધીમાં સ્ક્રીનીંગ ફરીથી ઓફર કરવામાં આવશે. પ્રસૂતિ સ્ક્રીનીંગ ટીમ અથવા જાતીય આરોગ્ય ટીમના સભ્ય સાથે પરીક્ષણ સંબંધિત તમારી ચિંતાઓની ચર્ચા કરવા માટે તમને પ્રોત્સાહિત કરવામાં આવશે.

જો તમે ચેપી રોગો માટે સ્ક્રીનીંગ ન કરવાનું નક્કી કરો તો, અમે આ રેકોર્ડકરીશું. આ એટલા માટે કારણ કે NHS ઈંગ્લેન્ડ તપાસવા માંગે છે કે કેટલા લોકો સ્ક્રીનીંગ ન કરવાનો નિર્ણય કરે છે. આને સમજવાથી માતા અને બાળકો બન્ને માટે સગર્ભાવસ્થાના પરિણામો સુધારવામાં મદદ મળશે.

નકારાત્મક પરિણામ

નકારાત્મક પરિણામનો અર્થ એ છે કે જયારે તમારા લોહીના નમૂના લીધા ત્યારે તમે નકારાત્મક હતાં. તમે હજી પણ તમારી સગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ સમયે ચેપગ્રસ્ત થઈ શકો છો.

જો તમને લક્ષણો દેખાય અથવા જો તમને લાગે કે તમને પુનરાવર્તિત પરીક્ષણની જરૂર હોય તો શક્ય હોય તેટલા વહેલા તમારી દાયણ અથવા જીપી સાથે વાત કરો.

તમારું અને તમારા જીવનસાથીનું કોઈ પણ સમયે પરીક્ષણ થઈ શકે અને કોઈ પણ સમયે

સ્થાનિક જાતીય આરોગ્ય સેવાઓની સુગમતા સાધી શકો છો. અમે પુનરાવર્તિત પરીક્ષણની ભલામણ કરીએ છીએ જો તમે:

  • તમારો જાતીય સાથીદાર બદલો
  • તમારા જીવનસાથી બીજા લોકો સાથે જાતીય રીતે સક્રિય હોય
  • જીવનસાથી જેઓને જાતીય સંક્રમણ ચેપ STI(sexually transmitted infection) હોવાનું નિદાન થયું હોય
  • મનોરંજકદવાઓનું ઈન્જેક્શન
  • સેક્સ વર્કર હોય છે.

હકારાત્મક પરિણામો કે પોઝિટિવ પરિણામ

HIV (એચઆઈવી)

જો તમે HIV સાથે જીવી રહ્યા હો તો, સારવાર અને નિષ્ણાત આરોગ્યસંભાળ તમારા બાળકને ફેલાવવાનીશક્યતાને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે. સામાન્ય રીતે સ્તનપાન ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે, જો તમે સારી HIV સારવાર મેળવી રહ્યા હો તો આને સહાય મળી શકે છે. તમારી આરોગ્યસંભાળ ટીમ સાથે તમારે આની ચર્ચા કરવી જોઈએ.

હેપટાઈટિસ બી (Hepatitis B)

જો તમે હેપટાઈટિસ બી સાથે જીવી રહ્યા હો તો, નિષ્ણાત ટીમો માટે જન્મ પહેલાં અને પછી તમારા સ્વાસ્થ્યની તપાસ કરવી મહત્વપૂર્ણ હોય છે. તમારા જીવનસાથી, કોઈ પણ બીજા બાળકો અને નજીકના પરિવારના સભ્યોને પણ પરીક્ષણ અને રસીકરણ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

તમારું બાળક જયારે જન્મે ત્યારે તમારા લોહીના સંપર્કમાં આવશે. આને કારણે, વાઈરસ તેમના પર ફેલાઈ શકે છે.

 આ કારણે, ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારા બાળકને હેપેટાઈટિસ B ની તમામ 6 ભલામણ કરેલી રસી યોગ્ય સમયે આપવામાં આવે. આ તમારા બાળકને ક્રોનિક કે તીવ્ર હેપટાઈટિસ બી થવાનું જોખમ 10 માંથી 9 શકયતાથી (90%) ઘટાડી 10 માંથી 1 શકયતા (10%) ઘટાડશે. જો આમાંથી કોઈ ન થાય તો તમારા જીપી, પ્રેક્ટિસ નર્સ અથવા આરોગ્ય મુલાકાતીને પૂછો. રસીકરણો લેવા જોઈએ:

  • જન્મના 24 કલાકોની અંદર
  • 4 અઠવાડિયાની ઉંમરે
  • 8, 12 અને 16 અઠવાડિયાની ઉંમરે (નિયમિત બાળપણ રસીકરણ સમયપત્રકનો ભાગ)
  • 18 મહિનાની ઉંમરે

તમારા બાળકને તેમના પ્રથમ રસીકરણ સાથે રક્ત પરીક્ષણ અને એન્ટિબોડીઝના (હેપટાઈટિસ બી ઈમ્યુનોગ્લોબિન) ઈન્જેક્શનની પણ જરૂર પડી શકે.

તમારા બાળકના અંતિમ રસીકરણ વખતે લોહીની કસોટી કે રકત પરીક્ષણ પણ કરવામાં આવશે. આ 12 અને 18 મહિનાની ઉંમરની વચ્ચે થાય છે. આથી ચેપ ટળ્યો છે કે નહીં તે તપાસવામાં આવે છે.

સિફિલિસ (Syphilis)

જો તમને સિફિલિસ હોય તો, નિષ્ણાત જાતીય આરોગ્ય ટીમને ઉલ્લેખ કરવાની જરૂર રહે છે. સારવાર સામાન્ય રીતે એન્ટિબાયોટિક્સના કોર્સ સાથે થાય છે. જો તમે તે લો છો તો આ તમારા બાળક માટે સલામત છે. ટીમ તમારા જીવનસાથીને સારવારની જરૂર હોય તે જોવા માટે પરીક્ષણ કરવાની પણ ઓફર કરશે.

જો તમને તમારી સગર્ભાવસ્થા દરમિયાન સિફિલિસની સારવારની જરૂર હોય તો, તમારા બાળકને જન્મ પછી તપાસ અને રક્ત પરીક્ષણોની જરૂર પડશે. તેમને એન્ટિબાયોટિક્સની પણ જરૂર પડી શકે. તમારા બાળકને 3 મહિનાની ઉંમરે ફોલો-અપ કે અનુવર્તી એપોઇન્ટમેન્ટની જરૂર પડશે. આ ખાતરી કરવા માટે હોય છે કે તેમને ચેપના કોઈ ચિહ્નો નથી.

મારા પરિણામો મેળવી રહ્યાં છીએ

જો તમારું પરિણામ નકારાત્મક હોય તો તમારી દાયણ તમારી સાથે તેની ચર્ચા કરશે. આ લગભગ 16 અઠવાડિયામાં તમારી હવે પછીની પ્રસૂતિ પૂર્વેની એપોઈન્ટમેન્ટ વખતે અથવા પહેલાં થશે. તે તમારી નોંધોમાં પણ નોંધવામાં આવશે.

જો તમે HIV, હેપટાઈટિસ બી અથવા સિફિલિસ માટે સ્ક્રીન પોઝિટિવ હો તો, નિષ્ણાત

દાયણ તમારો સંપર્ક કરશે. તેઓ પરિણામ ઉપલબ્ધ થયાના 5 દિવસોની અંદર એપોઈન્ટમેન્ટની ગોઠવણ કરશે. તેઓ પરિણામની ચર્ચા કરશે, વધારે પરીક્ષણો કરશે અને તમારી સાથે તમારી સંભાળની યોજના બનાવશે.