Skip to main content
માર્ગદર્શન

ડાઉન સિન્ડ્રોમ (Down’s syndrome), એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અને પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) (Gujarati)

અપડેટ થયેલ 3 June 2026

Applies to England

આ ટૂંકી એનિમેશન સગર્ભાવસ્થામાં ડાઉન સિન્ડ્રોમ (Down’s syndrome), એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) માટે સ્ક્રીનીંગ સમજાવે છે.

ડાઉન સિન્ડ્રોમ (Down’s syndrome), એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અને પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome)

સ્ક્રીનીંગનો હેતુ:

આ સ્ક્રિનિંગનો હેતુ એ જાણવાનો છેકે તમારા બાળકને ડાઉન સિન્ડ્રોમ (ટ્રાઈસોમી 21 અથવા T21) (Trisomy 21 or T21), એડવર્ડ્સ સિન્ડ્રોમ (ટ્રાઈસોમી 18 અથવા T18) (Trisomy 18 or T18) અથવા પટાઉના સિન્ડ્રોમ (ટ્રાઈસોમી 13 અથવા T13) (Trisomy 13 or T13) હોવાની શકયતા કેટલી તે શોધવાનો છે.

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે તમારે સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવોજરૂર નથી. કેટલાક લોકો તે જાણવા માંગે છે કે તેમના બાળકને આમાંથી કોઈ સ્થિતિ છે અને અમુક નથી માંગતા. સ્ક્રીનીંગ સંપૂર્ણ નથી અને ખોટા પરિણામ પૂરા પાડી શકે છે. તે તમારી સગર્ભાવસ્થા વિષે વ્યક્તિગત પસંદગીઓ તરફ દોરી શકે છે.

સ્ક્રીનીંગનું સર્વસામાન્ય નિરીક્ષણ:

સ્ક્રીનીંગ પ્રક્રિયામાં ઘણા જુદા જુદા પરીક્ષણો સમાવિષ્ટ હોઈ શકે.

તમને ઓફર કરવામાં આવતી પ્રથમ સ્ક્રીનીંગ ટેસ્ટ કાંતો સંયુક્ત અથવા ચાર ગણુ પરીક્ષણ હોય છે. ત્યારબાદ તમને બીજી સ્ક્રીનીંગ ટેસ્ટ ઓફર કરવામાં આવી શકે છે. આને નોન- ઈન્વેસિવ પ્રિનેટલ ટેસ્ટીંગ (NIPT) કહેવામાં આવે છે. આમાંના કોઈ પણ સ્ક્રીનીંગ પરીક્ષણને અનુસરીને, તમને ડાયગ્નોસ્ટિક પરીક્ષણ ઓફર કરવામાં આવી શકે છે. આ પુષ્ટિ કરશે કે આમાંથી તમારા બાળકને કોઈ સ્થિતિ છે કે નહિ.

NHS ની વેબસાઈટ પર  ડાઉન સિન્ડોમ (Down’s syndrome)એડવર્ડ્સ સિન્ડોમ (Edwards’ syndrome) અને પટાઉ સિન્ડોમ (Patau’s syndrome) વિષે વધારે માહિતી મેળવો.

આ સ્થિતિઓ વિષે

આપણા શરીરના કોષોની અંદર રંગસૂત્રો કે ક્રોમસોમ નામની નાની રચનાઓ હોય છે. આ DNA થી બનેલા હોય છે (આનુવંશિક દ્રવ્ય). આ રંગસૂત્રો એવા જનીનો કે જીન્સ ધરાવે છે જે નક્કી કરે છે કે આપણે કેવી રીતે વિકાસ કરીએ છીએ. દરેક કોષમાં સામાન્ય રીતે 23 જોડી રંગસૂત્રો હોય છે. શુક્રાણુ અથવા અંડ કોષોમાં ફેરફારો થઈ શકે કે જે બાળકને વધારાના રંગસૂત્ર હોવા તરફ દોરી શકે.

ડાઉન્સ સિન્ડ્રોમ, એડવર્ડ્સ સિન્ડ્રોમ અથવા પટાઉ સિન્ડ્રોમ ધરાવતા બાળકો બધી ઉંમરની મહિલાઓમાં જન્મે છે. જો કે, સ્ત્રીની ઉંમર વધવાની સાથે આમાંથી કોઈ એક સ્થિતિ ધરાવતા બાળક થવની શક્યતા વધે છે. તે બધા શરીરના કેટલાક અથવા બધા કોષોમાં રંગસૂત્રની વધારાની નકલ હોવાને કારણે થાય છે. કેટલાક કોષોમાં વધારાના રંગસૂત્રો હોવાને મોઝેક સ્વરૂપ કહેવામાં આવે છે. આ બાળક માટે હળવી અસરો તરફ દોરી શકે છે. સ્ક્રીનીંગ તમારા બાળકને કયા સ્વરૂપ અથવા કયા સ્તરની વિકલાંગતા હશે તે ઓળખી શકતું નથી.

ડાઉન સિન્ડ્રોમ (T21)

ડાઉન સિન્ડ્રોમવાળા (Down’s syndrome) શરીરના બધા અથવા કેટલાક કોષોમાં રંગસૂત્ર 21 ની વધારાની નકલને કારણે થાય છે. ડાઉન્સ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિમાં શીખવાનીઅક્ષમતા કે લર્નીંગ ડિસબિલિટિનું અમુક લેવલ હશે. આનો અર્થ એ છે કે મોટા ભાગના લોકો કરતાં તેઓને નવી વસ્તુઓ સમજવામાં અને શીખવામાં મુશ્કેલી પડશે. તેમને વાતચીતમાં મુશ્કેલીઓ અને કેટલાક રોજિંદા કાર્યોનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી શકે છે. . ડાઉન સિન્ડ્રોમવાળા લોકોમાં ચહેરાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે, પણ તે બધા સમાન દેખાતા નથી.

ડાઉન્સ સિન્ડ્રોમ ધરાવતું બાળક

ડાઉન સિન્ડ્રોમવાળા મોટા ભાગના બાળકો મુખ્ય સામાન્ય શાળાઓમાં જાય છે, પણ વધારાના સપોર્ટ કે ટેકાની જરૂર રહેશે. ડાઉન સિન્ડ્રોમવાળા લોકોમાં અમુક આરોગ્ય સમસ્યાઓ વધારે સામાન્ય હોય છે. આમાં હૃદયની સ્થિતિઓ અને સાંભળવાની અને દ્રષ્ટિની સમસ્યાઓનો શામેલહોય છે. ઘણી આરોગ્યની સ્થિતિઓની સારવાર કરી શકાય છે. કમનસીબે, 100 માંથી 5 (5%) બાળકો તેમના પ્રથમ જન્મદિવસ પછી જીવિત રહેશે નહિ.

ગંભીર આરોગ્યની સ્થિતિ વિનાના બાળકો માટે, જીવંત રહેવાના દરો બીજા બાળકો જેવા સરખા હોય છે. ડાઉન સિન્ડ્રોમવાળા મોટા ભાગના લોકો તેમના 60ના દાયકા અથવા તેનાથી વધારે સમય સુધી જીવશે.

ડાઉન સિન્ડ્રોમવાળા લોકોનું જીવન સારી ગુણવત્તા ધરાવી શકે અને મોટા ભાગના કહે છે કે તેઓ તેમના જીવનનો આનંદ માણે છે. સપોર્ટ સાથે, ડાઉન્સ સિન્ડ્રોમ ધરાવતા ઘણા લોકો નોકરી મેળવી શકે, સંબંધો હોય, અને પુખ્તાવસ્થામાં અર્ધ-સ્વતંત્ર રીતે જીવી શકે છે.

એડવર્ડ્સ સિન્ડ્રોમ (T18) અને પટાઉના સિન્ડ્રોમ (T13)

એડવર્ડ્સ સિન્ડ્રોમવાળા (Edwards’ syndrome) બાળકોમાં બધા અથવા અમુક કોષોમાં રંગસૂત્ર 18 ની વધારાની નકલ હોય છે. પટાઉના સિન્ડ્રોમવાળા (Patau’s syndrome) બાળકોમાં બધા અથવા અમુક કોષોમાં રંગસૂત્ર 13 ની વધારાની નકલ હોય છે.

દુર્ભાગ્યે, જીવિત રહેવાનો દર ઓછો હોય છે. જીવંત જન્મેલા બાળકોમાંથી, એડવર્ડ્સ સિન્ડ્રોમ ધરાવતા દર 100 માંથી ફક્ત લગભગ 13 (13%) અને પટાઉ સિન્ડ્રોમ ધરાવતા દર 100 માંથી ફક્ત 11 (11%) બાળકો તેમના પહેલા જન્મદિવસ પછી જીવિત રહેશે. કેટલાક બાળકો પુખ્તાવસ્થા સુધી જીવી શકે, પણ આ ભાગ્યે જ હોય છે.

એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અને પટાઉ સિન્ડ્રોમ (Patau’s syndrome) સાથે જન્મેલા તમામ બાળકોમાં શીખવાની અક્ષમતાની વિકલાંગતા અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓ હોય છે.. આમાંના કેટલાક અત્યંત ગંભીર હોઈ શકે છે. તેમને તેમના હૃદય, શ્વસનતંત્ર, મૂત્રપિંડો કે કિડનિઝ અથવા પાચનતંત્રમાં સમસ્યા હોઈ શકે.

પટાઉ સિન્ડ્રોમવાળા (Patau’s syndrome) લગભગ અડધા બાળકોમાં ફાટેલા હોઠ અને તાળવું કે સ્વાદેન્દ્રિય પણ હશે. એડવર્ડ્સ અને પાટાઉના સિન્ડ્રોમ ધરાવતાં બાળકોનો જન્મ વજન ઓછો હોઈ શકે છે..

આ પડકારો હોવા છતાં, બાળકો ધીમે ધીમે તેમના વિકાસમાં પ્રગતિ કરી શકે છે. બેમાંથી કોઈ પણ સ્થિતિઓ ધરાવતા મોટા બાળકોને વિશિષ્ટ શાળામાં જવાની જરૂર પડશે.

ડાઉન સિન્ડોમ દર 10,000 જન્મોમાંથી 10 માં થાય છે. એડવર્ડ્સ સિન્ડ્રોમ દર 10,000 જન્મોમાંથી 3 માં થાય છે. પટાઉ સિન્ડોમ દર 10,000 જન્મોમાંથી 2 માં થાય છે.

NHS સંયુકત અને ચાર ગણા સ્ક્રીનીંગ પરીક્ષણો

જો તમે સંયુક્ત પરીક્ષણ કરવાનું પસંદ કરો તો, તેમાં સામેલ રહેશે:

  • સગર્ભાવસ્થાના 10 અને 14 અઠવાડિયા વચ્ચે લોહી પરીક્ષણ
  • તમારા બાળકની ગરદનના પાછળના ભાગમાં પ્રવાહીને માપવા માટે સગર્ભાવસ્થાના 11 અને 14 અઠવાડિયા વચ્ચે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન - આને ન્યુચલ ટ્રાન્સલ્યુસેન્સી (nuchal translucency) (NT) તરીકે ઓળખવામાં આવે છે.

આ માહિતીને તમારી ઉંમર સાથે જોડીને તમારા બાળકને આ સ્થિતિ હોવાની શક્યતા નક્કી કરવામાં આવે છે. જો તમે 14 અઠવાડિયા કરતાં વધારે ગર્ભવતી હો તો સંયુક્ત પરીક્ષણ યોગ્ય નથી. તેના બદલે તમને ચાર ગણા કે કવોડ્રુપલ પરીક્ષણની ઓફર કરવામાં આવશે. આમાં સગર્ભાવસ્થાના 14 અને 20 અઠવાડિયા વચ્ચે રક્ત પરીક્ષણનો સમાવેશ થાય છે. પરીક્ષણ ફક્ત ડાઉન સિન્ડ્રોમ માટે સ્ક્રીન કરે છે અને સંયુક્ત પરીક્ષણ જેટલું સચોટ હોતું નથી.

એડવર્ડ્સ સિન્ડ્રોમ અને પટાઉ સિન્ડ્રોમની સ્ક્રીનીંગ કરવા માટે તમને 20- અઠવાડિયાના સ્ક્રીનીંગ સ્કેનની ઓફર કરવામાં આવશે.

પરીક્ષણની સલામતી

સ્ક્રીનીંગ ટેસ્ટ તમને અથવા તમારા બાળકને નુકસાન પહોંચાડી શકતું નથી. જો કે, આ પરીક્ષણ કરાવવું કે નહિ તે કાળજીપૂર્વક ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે.

પરીક્ષણ તમને કહી શકતું નથી કે તમારા બાળકને ચોક્કસપણે આમાંની કોઈ એક સ્થિતિ હોય. તે એવી માહિતી પૂરી પાડી શકે કે જે તમારી સગર્ભાવસ્થા વિષે વધારે નિર્ણયો તરફ દોરી શકે.

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે. તમારે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવો જ પડે એવું નથી. કેટલાક લોકો તે જાણવા માંગે છે કે તેમના બાળકને આમાંથી કોઈ સ્થિતિ છે અને અમુક નથી માંગતા. સ્ક્રીનીંગ સંપૂર્ણ નથી અને ખોટા પરિણામ પૂરા પાડી શકે છે. તે તમારી સગર્ભાવસ્થા વિષે વ્યક્તિગત પસંદગીઓ તરફ દોરી શકે છે.

તમે પસંદ કરી શકો:

  • સ્ક્રીનિંગ ન કરાવવીડાઉન્સ સિન્ડ્રોમ (Down’s syndrome) એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અને પટાઉ સિન્ડ્રોમ (Patau’s syndrome) માટે સ્ક્રીનીંગ
  • ફકત ડાઉન્સ સિન્ડ્રોમ (Down’s syndrome) માટે સ્ક્રીનીંગ
  • ફકત એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અને પટાઉ સિન્ડ્રોમ માટે સ્ક્રીનીંગ

જો તમને એક બાળક અથવા જોડિયા બાળકો હોય તો આ સ્ક્રીનીંગ ઓફર કરવામાં આવશે.

જો તમને નાશ પામેલ કે ગુપ્ત થયેલ જોડિયાની સગર્ભાવસ્થા હોય તો, તમારી દાયણ અથવા ડોકટર તમારી સાથે તમારા પરીક્ષણ વિકલ્પોની ચર્ચા કરશે

સંભવિત પરિણામો

તમે સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું ત્યારે તમે શું કહ્યું હતું તેના આધારે, અમે તમને એક અથવા બન્ને આપીશું:

  • ડાઉન સિન્ડ્રોમ (Down’s syndrome) માટે પરિણામ
  • એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અને પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) માટે સંયુકત પરિણામ

 ઓછી શકયતાનાપરિણામનો અર્થ એ કે તે અસંભવિત છે, જોકે હજી પણ શક્ય હોય, કે તમારા બાળકને સ્ક્રીનીંગ કરાયેલ માટે કોઈ પણ સ્થિતિઓ હોય. મોટા ભાગના સ્ક્રીનીંગ પરીક્ષણ પરિણામોમાં ઓછી શક્યતા હોય છે.

ઉચ્ચ સંભાવના પરિણામોવાળી મોટા ભાગની સ્ત્રીઓને કોઈ પણ સ્થિતિઓ વિના બાળક થશે. કેટલીક સ્ત્રીઓમાં આમાંથી કોઈ એક સ્થિતિ માટે પરિણામ વધારે સારું હશે અને બાળકમાં અલગ સ્થિતિ હશે. દાખલા તરીકે, જો તમને ડાઉન સિન્ડ્રોમ (Down’s syndrome) પરિણામ માટે વધારે સંભાવના હોય તો, એવી શકયતા છે કે બાળકને પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) હોય. એકંદરે, દરેક 100 સ્ક્રીનીંગ ટેસ્ટ પરિણામોમાંથી લગભગ 3ની શક્યતા વધારે હોય છે.

 તમને દરેક પરિણામ શક્યતાના રૂપમાં આપવામાં આવશે,દાખલા તરીકે, તમારા બાળકને ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મવાની ‘150 માં 1’ સંભાવના હોય. બીજો આંકડો (જેમ કે 150) જેટલો મોટો હશે, તમારા બાળકને આ સ્થિતિ સાથે જન્મવાની શક્યતા એટલી જ ઓછી હશે. તેથી ‘200 માં 1’ સંભાવના કે શકયતા ‘100 માં 1’ સંભાવના કરતાં ઓછી છે.
‘ઓછી શક્યતા’ પરિણામ 151 માં 1 સંભાવના અથવા વધારે (દાખલા તરીકે, 300 માં 1 સંભાવના કે તક) હોય છે. ‘ઉચ્ચ શકયતા’ પરિણામ એ 150 સુધી 1 આશંકા છે (દાખલા તરીકે, 100 માં 1 તક કે શકયતા).
દાખલા તરીકે, ‘300 માં 1 તક’ નો અર્થ શું છે તે સમજવા માટે, 300 સ્ત્રીઓના જૂથની કલ્પના કરો. આમાંથી એક મહિલા જે આ સ્થિતિ ધરાવતા બાળક સાથે ગર્ભવતી હશે.

પરીક્ષણ ન કરાવવું

જો તમે આ સ્થિતિઓ માટે સ્ક્રીનીંગ ટેસ્ટ ન કરાવવાનું પસંદ કરો તો, તમારી બાકીની પ્રસૂતિ પહેલાની સંભાળ યોજના મુજબચાલુ રહેશે.

તમારી સગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ સ્કેન તમારા બાળકમાં શારીરિક સમસ્યાઓ શોધી શકે કે જે આ સ્થિતિઓ સાથે સંબંધિત હોઈ શકે. જો સ્કેન દરમિયાન કંઈપણ અણધાર્યું જોવા મળે તો તમને હંમેશા કહેવામાં આવશે.

મારું પરિણામ મેળવવું

જો તમારા સ્ક્રીનીંગ ટેસ્ટમાં ઓછી સંભાવનાનું પરિણામ બતાવે તો, તમને ટેસ્ટ લેવામાં આવ્યાના 2 અઠવાડિયાની અંદર જણાવવામાં આવશે. જો તમારા સ્ક્રીનીંગ ટેસ્ટમાં વધુ સંભાવનાનું પરિણામ દેખાય, તો તમને ટેસ્ટ કરાવ્યાના એક અઠવાડિયાની અંદર જણાવવામાં આવશે. તમને ચર્ચા કરવા માટે એપોઈન્ટમેન્ટ ઓફર કરવામાં આવશે:

  • પરીક્ષણના પરિણામો અને તેનો અર્થ શું હોય છે
  • તમારા બાળકને સ્થિતિ હોઈ શકે
  • તમારા માટે મળી રહેતી પસંદગીઓ

વધારે પરીક્ષણો

જો તમને ઓછી શકયતા કે તકનું પરિણામ હોય તો તમને વધારે પરીક્ષણ ઓફર કરવામાં આવશે નહિ. જો તમને ઉચ્ચ શકયતાનું પરિણામ હોય તો, તમને ઓફર કરવામાં આવશે:

  • વધારે પરીક્ષણ નહિ
  • ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવો કે નહિ તે પસંદ કરતા પહેલાં વધારે સચોટ સ્ક્રીનીંગ પરિણામ મેળવવા માટે બીજો સ્ક્રીનીંગ ટેસ્ટ (જેને NIPT કહેવાય છે)
  • ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે રોગ નિદાન પરીક્ષણ

જો તમારા પહેલા સ્ક્રીનીંગ ટેસ્ટમાંથી ખૂબ જ ઉચ્ચ સંભાવના (2 માંથી 1 અને 10 માંથી 1 ની વચ્ચે) પરિણામ હોય તો, તમારે તમારા વિકલ્પો વિષે આરોગ્યકર્મી સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી જોઈએ. આનું કારણ એ છે કે જયારે તમને એડવર્ડ્સ સિન્ડ્રોમ અથવા પટાઉ સિન્ડ્રોમ માટે ખૂબ જ ઉચ્ચ સંભાવના પરિણામ મળે ત્યારે NIPT ઓછું સચોટ હોય છે.

તમારા નિર્ણયોનો આદર કરવામાં આવશે, અને આરોગ્યકર્મી તમને ટેકો આપશે. જો તમને લાગે કે તમારા નિર્ણયોનો આદર કરવામાં આવી રહ્યો નથી તો તમારે બોલવું જોઈએ. સપોર્ટ/ સહાયક સંસ્થાઓ તરફથી પણ માહિતી મળી રહે છે. કોઈ પણ સ્ક્રીનીંગ અથવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાંથી તમને ગમે તે પરિણામો મળે તો, તમારે હવે પછી શું કરવું તે નક્કી કરવામાં મદદ કરવા માટે ટેકો અને સંભાળ મળશે.

નોન- ઈન્વેસિવ પ્રિ-નેટલ ટેસ્ટીંગ (NIPT)

તમને NIPT તરીકે ઓળખાતી બીજી સ્ક્રીનીંગ ટેસ્ટ ઓફર કરવામાં આવી શકે, જેમાં રક્ત પરીક્ષણનો સમાવેશ થાય છે.

NIPT સંયુક્ત અથવા ચાર ગણા પરીક્ષણ કરતાં વધારે સચોટ હોય છે, જો કે તે જોડિયા સગર્ભાવસ્થામાં તેટલું સચોટ હોતું નથી. તે તમારા લોહીમાં DNA (આનુવંશિક દ્રવ્ય) માપ દ્વારા કામ કરે છે આમાંના કેટલાક DNA બાળકના પ્લેસેન્ટામાંથી હશે. જો રંગસૂત્રો 21, 18 અથવા 13 માંથી અપેક્ષા કરતા વધારે DNA હોય તો, તેનો અર્થ એ થાય કે તમારું બાળક ડાઉન સિન્ડ્રોમ, એડવર્ડ્સ સિન્ડ્રોમ અથવા પટાઉ સિન્ડ્રોમ ધરાવે છે. દરેક સ્ક્રીનીંગ ટેસ્ટની જેમ, જો કે, તે ચોક્કસ જવાબ આપતું નથી. NIPT તમારા બાળકને નુકસાન પહોંચાડી શકતું નથી. મોટા ભાગની મહિલાઓને 2 અઠવાડિયાની અંદર તેમના પરિણામ મળશે.

મોટા ભાગની સ્ત્રીઓને પરિણામ મળવાની શક્યતા ઓછી છે, એટલે કે કોઈ પણ સ્થિતિઓ સાથે બાળક થવાની શક્યતા ઓછી છે. તમને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફર કરવામાં આવશે નહિ.

જો તમારું NIPT પરિણામ ઉચ્ચ સંભાવના કે તક પરિણામ બતાવે તો, પછી તમારા બાળકને કોઈ પણ સ્થિતિઓ થવાની સંભાવના વધારે હોય છે. પછી તમને નિદાનાત્મક ટેસ્ટ માટે ઓફર કરવામાં આવશે, અને એ તમારું નિર્ણય હશે કે તમે એ કરાવશો કે નહીં. થોડી સંખ્યાના કિસ્સાઓમાં, NIPT કોઈ પરિણામ આપી શકે નહિ. પછી તમે વધારે એક NIPT, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અથવા વધારે પરીક્ષણ નહિ વચ્ચે પસંદગી કરી શકો છો.

 લેબોરેટરી તમારા NIPT સ્ક્રીનિંગ નમૂનાને ગુણવત્તા અને પરીક્ષણ હેતુ માટે 5 વર્ષ સુધી રાખી શકે છે.. આ ગુણવત્તા અને પરીક્ષણ હેતુઓ માટે હોય છે. જો તમે તમારા નમૂનાને રાખવા માંગતા ન હો તો, તમારા આરોગ્યકર્મી ને જણાવો.

ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે રોગ નિદાન કસોટી (કોરિઓનિક વિલસ સેમ્પલિંગ અથવા એમ્નિઓસેન્ટેસિસ) (chorionic villus sampling or amniocentesis)

ડાયગ્નોસ્ટિક ટેસ્ટો  ચોક્કસ જવાબ આપે છે. તેઓ તમારા બાળકની આસપાસના પ્લેસેન્ટા અથવા પ્રવાહીમાંથી કોષોનું પરીક્ષણ કરે છે.

ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કયારેક ડાઉન સિનડ્રોમ (Down’s syndrome), એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અથવા પટાઉ સિન્ડ્રોમના (Patau’s syndrome) સિવાયની સ્થિતિઓ શોધી શકે છે. જો કે આ અસામાન્ય હોય છે.

ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવતી 200 માંથી લગભગ 1 મહિલા (0.5%) નો ટેસ્ટને કારણે ગર્ભપાત થશે. તમારે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવવો છે કે નહિ તે તમારા પર છે.

ડાયગ્નોસ્ટિક ટેસ્ટના 2 પ્રકાર હોય છે: કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (chorionic villus sampling) (CVS) અને એમ્નિઓસેન્ટેસિસ (amniocentesis).

કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (Chorionic villus sampling) (CVS)

આ સામાન્ય રીતે સગર્ભાવસ્થાના 11 થી 14 અઠવાડિયાથી કરવામાં આવે છે પણ તે મોડેથી કરી શકાય છે. પ્લેસેન્ટામાંથી પેશીઓના નાના નમૂના લેવા માટે એક બારીક કે પાતળી સોયનો ઉપયોગ કરવામાં આવે છે. સોય સામાન્ય રીતે મહિલાના ઉદર (પેટ) દ્વારા નાખવામાં આવે છે. પ્લેસેન્ટામાંના કોષોની સ્ક્રીન કરવામાં આવેલી સ્થિતિઓ માટે પરીક્ષણ કરી શકાય છે.

એમ્નિઓસેન્ટેસિસ (Amniocentesis)

આ સામાન્ય રીતે સગર્ભાવસ્થાના 15 અઠવાડિયા પછી કરવામાં આવે છે. બાળકની આસપાસના પ્રવાહીના નાના નમૂના એકત્રિત કરવા માટે એક પાતળી સોયનો ઉપયોગ કરવામાં આવે છે. સોય સ્ત્રીના ઉદર (પેટ) માંથી પસાર થાય છે. પ્રવાહીમાં બાળકના કેટલાક કોષો હોય છે, કે જે સ્થિતિઓ માટે પરીક્ષણ કરી શકાય છે.

ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે રોગ નિદાન કસોટીમાંથી પરિણામો

ડાયગ્નોસ્ટિક ટેસ્ટને અનુસરીને, કેટલીક મહિલાઓને જાણશે કે તેમના બાળકને ડાઉન સિન્ડ્રોમ, એડવર્ડ્સ સિન્ડ્રોમ અથવા પટાઉ સિન્ડ્રોમ છે. તે પછી તેઓ સગર્ભાવસ્થા ચાલુ રાખવાનું પસંદ કરે અથવા સગર્ભાવસ્થા ચાલુ ન રાખવાનું અને ગર્ભપાત કરાવવાનું પસંદ કરી શકે છે.

જો તમે આ પસંદગીનો સામનો કરી રહ્યા હો તો,  આરોગ્યકર્મીતમને ટેકો આપશે અને તમને નિર્ણય લેવામાં મદદ કરવા માટે સ્થિતિ વિષે વધારે માહિતી આપશે.

સપોર્ટ/ સહાય સંસ્થાઓ પાસેથી પણ માહિતી મળી રહે છે.

આ પત્રિકા વિષે

ઉપરના ફોટોગ્રાફનો ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે ડાઉન્સ સિન્ડ્રોમ એસોસિએશનનો (Down’s Syndrome Association) ખૂબ ખૂબ આભાર.