Skip to main content
માર્ગદર્શન

11 શારીરિક પરિસ્થિતિ (20-અઠવાડિયાનો સ્કેન) (Gujarati)

અપડેટ થયેલ 3 June 2026

Applies to England

આ ટૂંકો વિડિઓ સગર્ભાવસ્થામાં 11 શારીરિક પરિસ્થિતિઓ માટે સ્ક્રીનીંગ સમજાવે છે.

11 શારીરિક પરિસ્થિતિ (20-અઠવાડિયાનો સ્કેન)

સ્ક્રીનીંગનો હેતુ:

આ સ્કેન 18 અઠવાડિયા અને 20 અઠવાડિયા વત્તા સગર્ભાવસ્થાના 6 દિવસોની વચ્ચે થાય છે. તેને સામાન્ય રીતે 20- અઠવાડિયાના સ્ક્રીનીંગ સ્કેન કહેવામાં આવે છે.

આ સ્કેન તમારા બાળકમાં 11 જુદી જુદી પરિસ્થિતિઓ માટે જોવે કે તપાસે છે તે બધુ શોધી શકતું નથી કે જે ખોટું હોઈ શકે.

આ પરિસ્થિતિઓ વિષે

સ્કેન તમારા બાળકના મગજ, ચહેરો, હ્યદય, હાડકાઓ, કરોડરજ્જુ, ઉદર (પેટ) અને કિડનીકે વિગતવારમાં તપાસ કરશે.

મોટા ભાગના કિસ્સાઓમાં સ્કેન દર્શાવશે કે તમારું બાળક અપેક્ષા મૂજબ વિકાસ કરતું દેખાય છે. આમ છતાં પણ, કયારેક એક સ્થિતિ જોવા મળે અથવા શંકાસ્પદ હોય છે. કેટલીક વસ્તુઓ કે ક્રિયાઓ બીજા કરતાં વધારે સ્પષ્ટરીતે જોઈ શકાય છે., ઉદાહરણ તરીકે, કેટલાંક બાળકોને ઓપન સ્પાઈના બિફિડા એટલેકે જન્મજાત ખામી નામની સ્થિતિ હોય, કે જે કરોડરજ્જુને અસર કરે છે.

સ્પાઈના બિફિડા સામાન્ય રીતે સ્કેન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આશરે 10 માંથી 9 બાળકો માટે (90%) જેઓને આ સ્થિતિ હોય, તે સ્કેન દ્વારા શોધી કાઢવામાં આવશે.

હ્યદયની સ્થિતિ જોવાનું વધુ મુશ્કેલ હોય છે. સ્કેન આવા બાળકોમાંથી લગભગ અડધા (50%) શોધી કાઢશે જેઓને હ્યદયની સ્થિતિઓ હોય.

સ્કેન પર જોઈ શકાય તેવી અમુક સ્થિતિઓનો અર્થ એ હશે કે બાળકને જન્મ પછી સારવાર અથવા શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે (દાખલા તરીકે, ફાટેલા કે કપાયેલ હોઠ). નાની સંખ્યાના કિસ્સાઓમાં, કેટલીક ખૂબજ ગંભીર સ્થિતિઓ જોવા મળે છે. દાખલા તરીકે, બાળકનું મગજ, , કિડની આંતરિક અવયવો અથવા હાડકાઓનો યોગ્ય રીતે વિકાસ હોઈ ન શકે. અમુક ખૂબજ ગંભીર કિસ્સાઓમાં, જયાં કોઈ સારવાર શકય નથી ત્યાં, બાળક જન્મયા પછી અથવા ગર્ભાવસ્થા દરમિયાન તરતજ મૃત્યુ પામે છે.

NHS.UK પરના સ્કેન દરમિયાન જોવા માટે આવતી મુખ્ય સ્થિતિઓ વિષે વધારે વિગતવાર માહિતી છે.

ધ સ્ક્રીનીંગ ટેસ્ટ

મોટા ભાગના સ્કેન્સ સોનોગ્રાફર્સ નામના ખાસ કરીને તાલીમબધ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.

તમારા બાળકના સ્પષ્ટ દ્રશ્ય મેળવવા માટે, સ્કેન ઝાંખા પ્રકાશવાળા રૂમમાં કરવામાં આવે છે. સોનોગ્રાફરને સ્ક્રીનને સીધી તેમની સામે અથવા ખૂણા પર રાખવાની જરૂર પડી શકે.

  1. તમને પલંગ/ સોફા પર આડા પડવા સૂવાનું કહેવામાં આવશે.
  2. તમને તમારા ટોપને તમારી છાતી સુધી ઊંચું કરવા અને તમારા સ્કર્ટ અથવા ટ્રાઉઝરને તમારા હિપ્સ કે નિતંબ સુધી નીચા કરવાનું કહેવામાં આવશે.
  3. અલ્ટ્રાસાઉન્ડ જેલથી તેના રક્ષણ માટે ટિશ્યૂ પેપરને તમારા કપડામાં ખોસી દેવામાં કે ટક કરવામાં આવે છે. જેલ તમારા ઉદર (પેટ) પર મૂકવામાં આવે છે. જેલ ઠંડી હોઈ શકે છે.
  4. સોનોગ્રાફર તમારા બાળકના શરીરની કાળજીપૂર્વક તપાસ કરવા માટે તમારા ઉદર (પેટ) પર પ્રોબ તરીકે કહેવાતા હાથથી પકડવાના સાધનને હલાવે છે. જેલ ખાતરી કરે છે કે પ્રોબ અને તમારી ત્વચા વચ્ચે સારો સંપર્ક રહે છે.

એપોઈન્ટમેન્ટમાં સામાન્ય રીતે લગભગ 30 મિનિટોનો સમય લાગે છે.

સ્કેન કરાવવાથી કોઈ દુખ જે ઈજા થતી નથી. જો કે સોનોગ્રાફરને તમારા બાળકના સ્પષ્ટ દ્રશ્યો મેળવવા માટે થોડું દબાણ લાગુ કરવાની જરૂર પડી શકે. આ અસ્વસ્થતા કે અકળાવનારુ હોઈ શકે. ત્યાર બાદ તમારા બાળકનું કાળુ અને સફેદ ચિત્ર અલ્ટ્રાસાઉન્ડ સ્ક્રીન પર જોવા મળશે.

સ્કેન દરમિયાન સોનોગ્રાફર શાંત હોઈ શકે છે. તે તેમના માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ થવું મહત્વપૂર્ણ હોય છે જેથી તેઓ સારી ગુણવત્તાનું સ્કેન કરી શકે.

તમારા સ્કેન દરમિયાન સોનોગ્રાફર સ્ટાફના બીજા સભ્ય પાસેથી બીજા અભિપ્રાય માટે વિનંતી કરી શકે.

કયારેક તમારા બાળકનો સ્પષ્ટ દ્રશ્ય મેળવવો મુશ્કેલ હોય છે. આ એટલા માટે હોઈ શકે કારણ કે તમારું બાળક વિચિત્ર સ્થિતિમાં સૂતુ હોય, અથવા તમે સરેરાશ વજનથી ઉપર છો.. આનો અર્થ એ નથી કે તેમાં ચિંતા કરવા વિષે કંઈ પણ હોય છે.

જો આવુ બનવા પામે તો, તમને સગર્ભાવસ્થાના 23 અઠવાડિયા સુધીમાં બીજો સ્કેન ઓફર કરવામાં આવશે. સોનોગ્રાફર હવે પછીની આ એપોઈન્ટમેન્ટ પર સ્કેન પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશે, પણ તે હંમેશા શકય નથી.

 ઘણી વાર, આ બીજો સ્કેન પૂર્ણ કરી શકાતો નથી. જો આવું બનવા પામે તો, તમને બીજા સ્ક્રીનીંગ સ્કેનની ઓફર કરવામાં આવશે નહિ. તમારા બાળકની જન્મ પછી શારીરિક તપાસ કરવામાં આવશે.

તમારા બાળકનું સેકસ / લિંગ શોધવાનું આ સ્કેનનો હેતુ નથી, પણ જો તે જોવાનું સરળ હશે તો મોટા ભાગની હોસ્પિટલો તમને કહેશે. જો તમારા બાળકનું સેકસ/ લિંગ દેખાય નહિ તો તમને બીજા સ્કેનની ઓફર કરવામાં આવશે નહિ.

જયારે તમે સ્કેન એપોઈન્ટમેન્ટ માટે આવો ત્યારે તમારે સંપૂર્ણ મૂત્રાશય કે બ્લેડર રાખવાની જરૂર પડી શકે. જયારે તમારી એપોઈન્ટમેન્ટ કરો ત્યારે આ સ્પષ્ટ કરવું જોઈએ. જો તમને ખાતરી ન હોય તો, તમે હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો.

તમને તમારી સાથે કોઈ વ્યક્તિને એપોઈન્ટમેન્ટમાં લાવવા ઈચ્છા હોઈ શકે. મોટા ભાગની હોસ્પિટલો બાળકોને સ્કેનમાં હાજર રહેવા માટે મંજૂરી આપતા નથી. કૃપા કરી તમારી એપોઈન્ટમેન્ટ પહેલાં આ વિષે તમારી હોસ્પિટલને પૂછો.

કસોટી કે પરીક્ષણની સલામતી

અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવાથી તમને અથવા તમારા બાળકને કોઈ જાણીતા જોખમ નથી. તમારે સ્કેન કરાવવો છે કે નહિ તે કાળજીપૂર્વક નિર્ણય લેવો તે મહત્વનું છે. સ્કેન એવી માહિતી પૂરી પાડી શકે કે જેનો અર્થ એ થાય કે તમારે આગળ, અગત્યના નિર્ણયો કરવાના છે. દાખલા તરીકે. તમને વધારે પરીક્ષણો ઓફર કરવામાં આવે કે જેમાં કસુવાવડ/ ગર્ભપાતનું જોખમ હોઈ શકે.

સ્ક્રીનીંગ તમારી પસંદગી છે

તમારે સ્કેન કરાવવાનું હોવું જરૂરી નથી. કેટલાંક લોકો એ જાણવા માંગતા હોય હોય કે તેમના બાળકને 11 શારીરિક સ્થિતિઓમાંથી કોઈ છે કે નહીં, જ્યારે કેટલાક લોકો એ જાણવું ઇચ્છતા નથી.

જો તમે આ સ્કેન કરાવવાનું પસંદ કરો તો, તમારે પરિણામોના આધારે મહત્વપૂર્ણ વ્યક્તિગત નિર્ણયો લેવા માટેની જરૂર રહી શકે. તમે જે પણ નિર્ણય લો, તમને તમારી હેલ્થકેર ટીમ દ્વારા સપોર્ટ કે ટેકો/ સમર્થન આપવામાં આવશે.

ટેસ્ટ કે પરીક્ષણ નહિ કરાવવું

જો તમે સ્કેન ન કરાવવાનું પસંદ કરો તો, તમે હજી પણ તમારી નિયમિત પ્રસૂતિ પૂર્વેની સંભાળના બીજા બધા ભાગો મેળવી શકો.

શકય કે સંભવિત પરિણામો

મોટા ભાગમા કિસ્સાઓમાં, સ્કેન બતાવશે કે તમારું બાળક અપેક્ષા મૂજબ વિકસી રહ્યુ દેખાય છે અને સ્ક્રીન કરેલ 11 શારીરિક સ્થિતિઓમાંથી કોઈ પણ નથી.

જો સ્કેન દરમિયાન કંઈ પણ અનપેક્ષિત જોવા મળે તો તમને હંમેશા જણાવવામાં આવશે.

સ્કેન બધી સ્થિતિઓ શોધી શકતું નથી. એવી શકયતા હંમેશા રહે કે બાળક એવી સ્થિતિ સાથે જન્મે જે સ્કેન પર જોઈ શકાતી નથી.

વધારે પરીક્ષણો

જો તમારા બાળકને આમાંની કોઈ સ્થિતિ હોય તે નિશ્ચિતપણે શોધવા માટે તમને બીજો પરીક્ષણ ઓફર કરવામાં આવી શકે છે.

જો તમને વધારે પરીક્ષણોની ઓફર કરવામાં આવે તો, તમને તેના વિષે વધારે માહિતી આપવામાં આવશે જેથી કરીને તમે નકકી કરી શકો કે તમે તેને કરાવવા માંગો છો કે નહિ. તમે તમારી દાયણ કે મિડવાઈફ અથવા સલાહકાર કે કન્સલ્ટન્ટ સાથે આની ચર્ચા કરી શકશો. જો જરૂરી હોય તો, તમને નિષ્ણાત માટે રિફર કરવામાં આવશે, સંભવિત બીજી હોસ્પિટલમાં.

મારા પરિણામો મેળવી રહ્યા છીએ

સોનોગ્રાફર તમને તે સમયે સ્કેનના પરિણામો કહી શકશે.

20-અઠવાડિયાના અલ્ટ્રાસાઉન્ડ સ્કેન વિષે વધારે માહિતી જુઓ.