Skip to main content
માર્ગદર્શન

પેટની દીવાલની ખામીઓ: માતાપિતા માટે ગેસ્ટ્રોસ્કિસિસ માહિતી ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) (Gujarati)

અપડેટ થયેલ 13 July 2026

Applies to England

સર્વસામાન્ય નિરીક્ષણ

જો તમારા 20-અઠવાડિયાના સ્કેનને (કયારેક મધ્ય-ગર્ભાવસ્થાના સ્કેન તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે) અનુસરીને તમારા બાળકને ગેસ્ટ્રોસ્કિસિસ (ઉચ્ચારણ ‘ગે-સ્ટ્રોસ- કિ-સિસ’) હોવાની શંકા હોય તો આ માહિતી તમને મદદ કરશે.

અમે આશા રાખીએ છીએ કે તમને અને તમારા આરોગ્ય વ્યાવસાયિકોને તમારા અને તમારા બાળકની સંભાળના હવે પછીના તબક્કાઓને વિગતવાર સમજાવવામાં મદદ કરશે. આ માહિતીએ, આરોગ્ય વ્યાવસાયિકો સાથેની તમારી ચર્ચાઓને ટેકો આપવો જોઈએ, પણ બદલવી નહિ. તમારા બાળકના વિકાસમાં કોઈ સમસ્યા હોઈ શકે તે માહિતી મેળવવાનું ચિંતાજનક હોઈ શકે છે. તે યાદ રાખવું મહત્ત્વનું છે કે તમે એકલા નથી.

અમે તમારો નિષ્ણાત ટીમને ઉલ્લેખ કરીશું જેઓ આના માટે તેમનું શ્રેષ્ઠ કરશે:

  • તમારા બાળકની સ્થિતિ અને સારવાર વિષે વધારે સચોટ માહિતી પૂરી પાડશે
  • તમારા પ્રશ્નોના જવાબ આપશે
  • તમને હવે પછીના ઉપાયોની યોજના કરવામાં મદદ કરશે

ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) વિષે

ગેસ્ટ્રોસ્કિસિસ (Gastroschisis) એ પેટ કે ઉદરની દીવાલની (પેટની દીવાલ) ખામી છે. જયારે બાળક ગર્ભાશયમાં હોય ત્યારે પેટની દીવાલ સંપૂર્ણપણે વિકસિત થતી નથી ત્યારે તે થાય છે.

બધી ગર્ભાવસ્થાના પ્રારંભમાં, બાળકના આંતરડા નાભિ નાળની અંદર વિકસે છે. તે સામાન્ય રીતે થોડા અઠવાડિયાઓ પછી પેટની અંદર ખસે છે.

ગેસ્ટ્રોસ્કિસિસમાં, બાળકની ‘દૂંટી’ યોગ્ય રીતે વિકસિત થતી નથી, આનો અર્થ એ છે કે આંતરડાઓ શરીરની બહાર વિકસે અને જયારે બાળકનો જન્મ થાય. ત્યારે તે હવામાં ખુલ્લાં હોય છે.

પેટની બહાર બાળકના આંતરડાઓ એમ્નિઓટિક કે ગર્ભ આવરણ પ્રવાહીમાં તરે છે, કે જે બળતરા પેદા કરી શકે અને તેમને સોજો અને જાડા બનાવી શકે છે.

કારણો

 અમે ગેસ્ટ્રોશિસિસનું ચોક્કસ કારણ જાણતા નથી, પરંતુ અમે જાણીએ છીએ કે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, ખાસ કરીને 20 વર્ષથી ઓછી વયની માતાઓમાં.

ગેસ્ટ્રોસ્કિસિસ દરેક 10,000 (0.05%) માંથી લગભગ 5 બાળકોમાં થાય છે.

ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) ધરાવતા બાળકનું ચિત્ર જેમાં શરીરની બહાર આંતરડા વિકસિત થયાનું દેખાય છે

ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) ધરાવતા બાળકનું ચિત્ર જેમાં શરીરની બહાર આંતરડા વિકસિત થયાનું દેખાય છે

અમે ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) કેવી રીતે શોધીએ છીએ

અમે 20- અઠવાડિયાના સ્કેન પર ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) માટે સ્ક્રીન કરીએ છીએ (ગર્ભાવસ્થાના 18+0 અને 20+6 અઠવાડિયાઓ વચ્ચે).  કયારેક ગર્ભાવસ્થાના 12 અઠવાડિયાની આસપાસ અમને તે પહેલાના સ્કેન દરમિયાન દેખાય છે.

અનુવર્તી પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો

 સ્કેનના પરિણામ અનુસાર તમારા બાળકને ગેસ્ટ્રોશિસિસ (gastroshisis) હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે, તેથી અમે તમને ગર્ભવતી માતાઓ અને તેમના જન્મ પહેલાંના બાળકોની સંભાળ રાખતા નિષ્ણાતોની ટીમ પાસે મોકલી રહ્યા છીએ.  તેઓ તે હોસ્પિટલમાં આધારિત હોઈ શકે જયાં તમે હાલમાં પ્રસૂતિ પૂર્વેની સંભાળ લઈ રહ્યા છો, અથવા એક જુદી હોસ્પિટલમાં. જો તમારા બાળકને આ સ્થિતિ છે તેની જાણકારીની ખાતરી કરવા માટે તમને બીજા સ્કેનની જરૂર રહેશે. નિષ્ણાતની ટીમ પુષ્ટિ કરી શકશે કે જો તમારા બાળકને ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) છે કે નહિ અને આનો અર્થ શું હોઈ શકે.

 નિષ્ણાતોની ટીમને મળવા પહેલાં તમે પૂછવા માંગતા કોઈ પણ પ્રશ્નો લખીને રાખો, તે મદદરૂપ થઈ શકે છે

જો તમારા બાળકને ગેસ્ટ્રોસ્ક્રિસિસ (gastroschisis) હોય તો, નિષ્ણાત ટીમ તમારા બાળકને મોનિટર કે નિરીક્ષણ કરવા માટે તમને વધારાના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનો ઓફર કરશે. તેઓ તમારા બાળકને તેઓ જન્મે પહેલાં તેની સુખાકારીનું વધારે વિગતવાર નિરીક્ષણ પણ તમને ઓફર કરી શકે.

ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) ધરાવતા બાળકોની માતાઓની સામાન્ય રીતે નિયમિત પ્રસૂતિ હોય છે, પણ જો ગેસ્ટ્રોસ્કિસિસ ખૂબ મોટુ હોય તો નિષ્ણાત ટીમ તમારી સાથે સિઝેરિઅન સેકશન કે કાપની ચર્ચા કરી શકે

સારવાર

તમારી અને તમારા બાળકની સંભાળ રાખતી ટીમમાં નિયોનેટોલોજિસ્ટો કે નવજાત શિશુઓના નિષ્ણાત અને પીડિએટ્રિક કે બાળ ચિકિત્સક સર્જનો જેવા નિષ્ણાતોનો સમાવેશ હશે, જેઓ તમારા બાળક માટે સંભાળ રાખશે. તેઓ તમારી સાથે સ્થિતિ, સંભવિત ગૂંચવણો, સારવાર અને તમે તમારા બાળકના જન્મ માટે કેવી રીતે તૈયારી કરી શકો તે વિષે વાતચીત કરશે.

ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) ધરાવતા બાળકોને તેઓના જન્મ પછી ઓપરેશનની જરૂર પડી શકે.

ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) ના મોટાભાગના કિસ્સાઓને ‘સરળ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે સારવાર અને પુનઃપ્રાપ્તિ ઘણુ કરીને તદ્દન સરળ હોય છે.

કેટલાક કિસ્સાઓમાં, ગેસ્ટ્રોસ્કિસિસને ‘જટિલ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને ઘણીવાર બાળકના આંતરડામાં અવરોધ હોય છે. આનો અર્થ એ છે કે સારવાર અને પુનઃપ્રાપ્તિ વધારે ગુંચવણભરેલ હોઈ શકે છે. તમારી સંભાળ રાખતી ટીમ તમારી સાથે આની વિગતવાર ચર્ચા કરશે.

ગેસ્ટ્રોસ્કિસિસ(gastroschisis)વાળા મોટા ભાગના બાળકો:

  •  જન્મ પછી સામાન્ય રીતે બાળકો જેમ ખવડાવાય છે તેમ ખાઈ શકતા નથી
  • શરૂઆતમાં તેમને ખાસ ટયૂબનો ઉપયોગ કરીને ખવડાવવાની જરૂર પડશે

 જો તમે સ્તનપાન કરાવવા ઈચ્છતા હો, તો તમે દૂધ કાઢીને સંગ્રહ કરી શકો છો અને તમારા બાળકને તે ત્યારે આપી શકો છો જ્યારે તે પીવા માટે તૈયાર હોય.

ગેસ્ટ્રોસ્કિસિસ ઘણીવાર બાળકના નાના હોવા સાથે જોડાયેલ હોય છે.  સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 36 થી 40 અઠવાડિયા વચ્ચે પ્રસવ પ્રક્રિયા શરૂ કરવાનું આયોજન કરવામાં આવે છે કયારેક, 36 અઠવાડિયાઓ પહેલાં બાળકોને જન્મ આપવાની જરૂર પડી શકે છે.

તમારા બાળકને હોસ્પિટલમાં કેટલો સમય પસાર કરવાની જરૂર હોય તે બાળક પર આધારિત રહે, અને તે અઠવાડિયાથી મહિનાઓ  સુધી હોઈ શકે છે. આ તમારા બાળકને કયા પ્રકારનાં ઓપરેશનની જરૂર હોય, પુન:પ્રાપ્તિનો સમય, જો કોઈ પણ ગૂંચવણો હોય અને તમારું બાળક કેવી રીતે ખોરાક લે છે જેવી બાબતો પર આધાર રાખે છે. નિષ્ણાત ટીમ તમારા વ્યક્તિગત સંજોગોને આધારે તમને વધારે માહિતી આપી શકશે.

લાંબા ગાળાનું આરોગ્ય

‘જટિલ’ ગેસ્ટ્રોસ્કિસિસ(gastroschisis) ધરાવતા કેટલાક બાળકોને વધારે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હશે. તમારા અને તમારા બાળક માટેનો સંભવિત દૃષ્ટિકોણ કે પરિસ્થિતિ તમારા વ્યક્તિગત સંજોગો પર આધારિત રહેશે.

મોટાભાગના બાળકો જયારે તેમની શસ્ત્રક્રિયામાંથી તેઓ સ્વસ્થ થઈ જાય અને પોતાની મેળે ખોરાક લેતા હોય ત્યારે ઘરે જઈ શકે છે. નાની સંખ્યાના બાળકોને 4 અઠવાડિયા પછી પણ ખોરાક ખવડાવવામાં અથવા ખોરાક ગળી જવામાં મુશ્કેલી પડે છે. આ સામાન્ય રીતે ગંભીર સમસ્યા નથી હોતી, અને તે સામાન્ય રીતે સમય જતા તે જાતે જ ઉકેલાઈ જાય છે.

તમારા બાળકની સંભાળ રાખતી નિષ્ણાત ટીમ તેમનું શ્રેષ્ઠ કરશે:

  • તમારા પ્રશ્નોના જવાબ આપશે
  • તમને હવે પછીના ઉપાયો કે કાર્યવાહીઓની યોજના કરવામાં મદદ કરશે

ગેસ્ટ્રોસ્કિસિસ(gastroschisis) સાથે જન્મેલા 10 માંથી 9 (90%) બાળકો સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. તેઓ વહેલા જન્મે અને બીજા બાળકો કરતાં નાના હોય તેવી શક્યતા વધી જાય છે.

હવે પછીની કાર્યવાહીઓ અને પસંદગીઓ

તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારી સંભાળ રાખતી ટીમ સાથે તમારા બાળકના ગેસ્ટ્રોસ્કિસિસ(gastroschisis) અને તમારા વિકલ્પો વિષે વાતચીત કરી શકો. આમાં તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવી અથવા તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો સમાવિષ્ટ હશે. તમને ગેસ્ટ્રોસ્કિસિસ(gastroschisis) વિષે વધારે જાણવાની ઈચ્છા થઈ શકે. આ પરિસ્થિતિમાં માતાપિતાને મદદ કરવાના અનુભવ સાથે સપોર્ટ સંસ્થા સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે.

જો તમે તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લો તો, નિષ્ણાત ટીમ તમને મદદ કરશે:

  • તમારી સંભાળ અને તમારા બાળકના જન્મની યોજના કરવામાં
  • તમારા બાળકને ઘરે લઈ જવા માટે તૈયાર કરવામાં

જો તમે તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો નિર્ણય લો તો, તમને આમાં શું સમાવિષ્ટ હોય અને તમને કેવી રીતે ટેકો આપવામાં આવશે તે વિષેની માહિતી આપવામાં આવશે.. તમને તમારી ગર્ભાવસ્થાનો અંત ક્યાં અને કેવી રીતે લાવવો તેની પસંદગીની ઓફર કરવી જોઈએ અને તમને અને તમારા પરિવાર માટે વ્યક્તિગત ટેકો આપવામાં આવે.

ફક્ત તમે જ જાણો કે તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ નિર્ણય શું છે. તમે જે પણ નિર્ણય લેશો, તમારા હેલ્થકેર વ્યાવસાયિકો તમને ટેકો આપશે.

ભવિષ્યની ગર્ભાવસ્થાઓ

જો તમે બીજું બાળક કરવાનું નક્કી કરો તો, તેમને ગેસ્ટ્રોસ્કિસિસ (gastroschisis) હોવાની શકયતા ઓછી છે.

વધારે માહિતી

 પ્રસૂતિ પૂર્વેના પરિણામો અને પસંદગીઓ (Antenatal Results and Choices) (ARC) એ એક રાષ્ટ્રીય સખાવતી છે કે જે લોકોને સ્ક્રીનીંગ અને નિદાન વિષે નિર્ણયો લેવા, અને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તેમાં સપોર્ટ કરે છે.

 ગેસ્ટ્રોસ્કિસિસ (Gastroschisis) એકઝોમ્ફેલોસ (Exomphalos) એકસ્ટ્રોફિઝ (Extrophies) પેરન્ટલ સપોર્ટ ગ્રૂપ (GEEPS)  માતાપિતા દ્વારા માતાપિતા માટે ચલાવવામાં આવતુ સપોર્ટ ગ્રૂપ છે. તે યૂકેમાં (UK) સ્થિત છે, પણ વિશ્વના કોઈ પણ સ્થળેથી માતાપિતાનું સ્વાગત કરે છે.

માહિતી મેળવવી  NHS ઈંગ્લેન્ડ તમારી સ્ક્રીનીંગ માહિતીનો કેવી રીતે ઉપયોગ અને રક્ષણ કરે છે (how NHS England uses and protects your screening information)..

માહિતી મેળવવી સ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવી .