પેટની દીવાલમાં ખામીઓ: માતાપિતા માટે એકઝોમ્ફેલોસ (exomphalos) ની માહિતી (Gujarati)
અપડેટ થયેલ 13 July 2026
Applies to England
સર્વસામાન્ય નિરીક્ષણ
જો તમારા 20-અઠવાડિયાના સ્કેનને (કયારેક મધ્ય-ગર્ભાવસ્થાના સ્કેન તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે) અનુસરીને જો તમારા બાળકને એકઝોમ્ફેલોસ (ઉચ્ચારણ ‘એકઝ-ઓમ-ફે-લોસ’) હોવાની શંકા હોય તો આ માહિતી મદદ કરશે.
આને કયારેક ઓમ્ફેલોસીલ (omphalocele) (ઉચ્ચારણ ઓમ-ફે-લો-સીલ”) તરીકે ઓળખવામાં આવે છે. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને અને તમારા આરોગ્ય વ્યાવસાયિકોને તમારા અને તમારા બાળકની સંભાળના હવે પછીના તબક્કાઓને વિગતવાર વાત કરવા અથવા સમજાવવામાં મદદ કરશે.
આ માહિતીએ, આરોગ્ય વ્યાવસાયિકો સાથેની તમારી ચર્ચાઓને ટેકો આપવો જોઈએ, પણ બદલવી નહિ. તમારા બાળકના વિકાસમાં કોઈ સમસ્યા હોઈ શકે તે માહિતી મેળવવાનું ચિંતાજનક હોઈ શકે છે. તે યાદ રાખવું મહત્ત્વનું છે કે તમે એકલા નથી.
અમે તમને એક નિષ્ણાતોની ટીમ પાસે મોકલીશું, જે તેમની શ્રેષ્ઠ કોશિશ કરશે કે:
- તમારા બાળકની સ્થિતિ અને સારવાર વિષે વધારે સચોટ માહિતી પૂરી પાડશે
- તમારા પ્રશ્નોના જવાબ આપવા
- તમને હવે પછીના ઉપાયોની યોજના કરવામાં મદદ કરશે
એકઝોમ્ફેલોસ (exomphalos) વિષે
એકઝોમ્ફેલોસ (Exomphalos) એ પેટ કે ઉદરની દીવાલની (પેટની દીવાલ) ખામી છે. જયારે બાળક ગર્ભાશયમાં હોય ત્યારે પેટની દીવાલ સંપૂર્ણપણે વિકસિત થતી નથી ત્યારે તે થાય છે.
બધી ગર્ભાવસ્થાના પ્રારંભમાં, બાળકના આંતરડા નાભિ નાળની અંદર વિકસે છે. તે સામાન્ય રીતે થોડા અઠવાડિયાઓ પછી પેટની અંદર ખસે છે.
એકઝોમ્ફેલોસ (Exomphalos) વાળા બાળકો માટે, આંતરડા (અને કયારેક યકૃત જેવા બીજા અવયવો) નાભિ નાળની અંદર રહે છે અને પેટની અંદર યોગ્ય રીતે કે જવા જોઈએ તેમ ખસતા નથી.
કારણો
અમે બરાબર જાણતા નથી કે એકઝોમ્ફેલોસના કારણો શું છે. તે તમે જે કંઈ કર્યું અથવા કર્યું નથી તેના કારણ દ્વારા થતું નથી. તે ઘણીવાર બીજી તબીબી પરિસ્થિતિઓ સાથે જોડાયેલ હોય છે, જેમ કે તે તમારા બાળકના રંગસૂત્રો (આનુવંશિક માહિતી) અથવા હ્યદયને અસર કરે છે. તમે નિષ્ણાત ટીમ સાથે તમારા વ્યક્તિગત સંજોગોની ચર્ચા કરી શકશો.
એકઝોમ્ફેલોસ (Exomphalos) દરેક 10,000 (0.04%) માંથી લગભગ 4 બાળકોમાં થાય છે.

એકઝોમ્ફેલોસ (Exomphalos) ધરાવતા બાળકનું ચિત્ર જેમાં પેટની બહાર આંતરડા, યકૃત અને બીજા અવયવો વિકસિત દર્શાવે છે
અમે એકઝોમ્ફેલોસ (exomphalos) કેવી રીતે શોધીએ છીએ
અમે 20- અઠવાડિયાના સ્કેન પર એકઝોમ્ફેલોસ (Exomphalos) માટે સ્ક્રીન કરીએ છીએ (ગર્ભાવસ્થાના 18+0 અને 20+6 અઠવાડિયાઓ વચ્ચે). કયારેક સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 12 અઠવાડિયાની આસપાસ, અમને તે પહેલાના સ્કેન દરમિયાન દેખાય છે.
અનુવર્તી પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો
સ્કેનના પરિણામ એ સૂચવે છે કે તમારા બાળકને એકઝોમ્ફેલોસ (exomphalos) છે, અમે તમારો સગર્ભા માતાઓ અને તેમના બાળકો તેઓ જન્મે પહેલાં તેમની સંભાળ રાખવા માટેના નિષ્ણાતોની એક ટીમને ઉલ્લેખ કરીએ છીએ. તેઓ તે હોસ્પિટલમાં આધારિત હોઈ શકે કે જયાં તમે હાલમાં પ્રસૂતિ પૂર્વેની સંભાળ લઈ રહ્યા છો, અથવા એક જુદી હોસ્પિટલમાં. જો તમારા બાળકને આ સ્થિતિ છે તેની જાણકારીની ખાતરી કરવા માટે તમને બીજા સ્કેનની જરૂર રહેશે. જો તમારા બાળકને એકઝોમ્ફેલોસ (exomphalos) છે કે નહિ અને આનો અર્થ શું હોઈ શકે તેની નિષ્ણાત ટીમ પુષ્ટિ કરશે.
તમે ટીમને મળો તે પહેલાં તમે પૂછવા માંગતા હો તેવા કોઈ પણ પ્રશ્નો લખી લેવા ઉપયોગી થઈ શકે છે.
નિષ્ણાત ટીમ તમને વધારાના પરીક્ષણો ઓફર કરી શકે, જેમકે કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (chorionic villus sampling) (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ (amniocentesis).
જો તમારા બાળકને એકઝોમ્ફેલોસ (exomphalos) હોય તો, તમારા બાળકને મોનિટર કે નિરીક્ષણ કરવા માટે તેઓ તમને વધારાના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનો ઓફર કરશે. તેઓ તમારા બાળકનું તેઓ જન્મે પહેલાં તેની સુખાકારીનું વધારે વિગતવાર નિરીક્ષણ પણ તમને ઓફર કરી શકે. એકઝોમ્ફેલોસ (exomphalos) ધરાવતા બાળકોની માતાઓની સામાન્ય રીતે સામાન્ય પ્રસૂતિ હોય છે, પણ જો એકઝોમ્ફેલોસ ખૂબ મોટુ હોય તો નિષણાત ટીમ તમારી સાથે સિઝેરિઅન સેકશન કે કાપની ચર્ચા કરી શકે.
સારવાર
તમારી અને તમારા બાળકની સંભાળ રાખતી ટીમમાં નિયોનેટોલોજિસ્ટો કે નવજાત શિશુઓના નિષ્ણાત અને પીડિએટ્રિક કે બાળ ચિકિત્સક સર્જનો જેવા નિષ્ણાતોનો સમાવેશ હશે, જેઓ તમારા બાળક માટે સંભાળ રાખશે.
એકઝોમ્ફેલોસ (exomphalos) ધરાવતા બાળકોને તેઓના જન્મ પછી ઓપરેશનની જરૂર પડી શકે. આ એકઝોમ્ફેલોસના કદ પર આધાર રાખે છે.
જો પેટની દીવાલમાં વચ્ચેની જગ્યા નાની હોય તો (‘કયારેક એકઝોમ્ફેલોસ માઈનર કે ઓછું’ કહેવામાં આવે છે) તે સામાન્ય રીતે તેમાં આંતરડાનો ફકત અમુક ભાગ સમાવેશ હોય અને એકજ ઓપરેશન દ્વારા સરળતાથી ઠીક કરી શકાય છે. આંતરડાને પેટની અંદર મૂકવામાં આવે અને ત્વચામાં વચ્ચેની જગ્યા બંધ કરવામાં આવે છે.
જો વચ્ચેની જગ્યા ખૂબ મોટી હોય તો (કયારેક ‘એકઝોમ્ફેલોસ મેજર કે મોટું’) કહેવામાં આવે છે, નાળમાં યકૃતનો અમુક અથવા બધાનો પણ સમાવેશ હોઈ શકે. આને કયારેક ‘ધ સેક કે કોથળી’ કહેવામાં આવે છે. 100 માંથી લગભગ 75 બાળકોને (75%) તેઓના જન્મ પછી લગભગ સીધા ઓપરેશનમાં આને ઠીક કરવામાં આવે છે. જો કોથળી મોટી હોય અને વસ્તુઓ કે સામગ્રી બાળકના પેટમાં પાછી ફિટ ન થાય તો, આના સારવારની વિવિધ રીતો વિષે સર્જનો તમારી સાથે વાતચીત કરશે. વિકલ્પોમાં તેને પ્લાસ્ટિકના આવરણમાં મૂકવા માટે વહેલા ઓપરેશન (જેનો ‘સિલો’ (‘silo’) કહેવામાં આવે છે) અથવા તેને વિશિષ્ટ ડ્રેસિગ્સ સાથે સારવાર કરી અને ત્વચાને ધીમે ધીમે કોથળી ઉપર વધવાનો સમાવેશ થાય છે. આ રીતે સારવાર કરાયેલા બાળકોને તેમના પેટના સ્નાયુઓમાં વચ્ચેની જગ્યા બંધ કરવા માટે પછીથી ઓપરેશનની જરૂર રહેશે.
એકઝોમ્ફેલોસ(exomphalos) ધરાવતા કેટલાક બાળકો જન્મ પછી બાળકો જે રીતે સામાન્ય રીતે ખાય છે તે સરખી રીતે ખાઈ શકતા નથી, અને શરૂઆતમાં તેમને ખાસ ટ્યૂબનો ઉપયોગ કરીને ખવડાવવાની જરૂર પડશે. જે માતાઓ સ્તનપાન કરાવવા માંગે છે, કે જયારે તેઓ ખવડાવવા માટે તૈયાર થાય ત્યારે તમારા બાળકને આપવા માટે તમે ધાવણ કે કાઢેલુ દૂધ સંગ્રહિત કરી શકો છો.
તમારા બાળકને હોસ્પિટલમાં કેટલો સમય પસાર કરવાની જરૂર હોય તે બાળક પર આધારિત રહે, અને તે અઠવાડિયાથી મહિનાઓ સુધી હોઈ શકે છે આ તમારા બાળકને કયા પ્રકારનાં ઓપરેશનની જરૂર હોય, પુન:પ્રાપ્તિનો સમય, જો કોઈ પણ ગૂંચવણો અથવા સંબંધિત પરિસ્થિતિઓ હોય, બાળક કેવી રીતે ખોરાક લે છે અને તેમને તેમના શ્વાસ લેવામાં કોઈ પણ વધારાની મદદની જરૂર છે કે નહિ જેવી બાબતો પર આધાર રાખે છે. નિષ્ણાત ટીમ તમારા વ્યક્તિગત સંજોગોને આધારે તમને વધારે માહિતી આપી શકશે.
લાંબા ગાળાનું આરોગ્ય
એકઝોમ્ફેલોસ (exomphalos) એ એક વિશાળ અને વિભિન્ન સ્થિતિ છે. જો બીજી આરોગ્યને લગતી સમસ્યાઓ પણ હોય તો તેની સારવાર કરવી સરળ, અથવા જટિલ (અને વધારે ગંભીર) હોઈ શકે છે. તમારા અને તમારા બાળક માટેનો સંભવિત દૃષ્ટિકોણ કે પરિસ્થિતિ તમારા વ્યક્તિગત સંજોગો પર આધારિત રહેશે. પરિસ્થિતિ ભલે જેવી હોય, નિષ્ણાતોની ટીમ તમારી સંપૂર્ણ મદદ અને સહાય કરશે.
જે બાળકોમાં ફકત એકઝોમ્ફેલોસ (exomphalos) હોય તેમના માટે, 10 માંથી 9 કરતાં વધારે (95% થી વધારે) સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે.
મોટાભાગના બાળકો સારા સ્વસ્થ થાય છે પણ સંપૂર્ણ સ્વસ્થ થવાની શક્યતા ઓછી હોય છે જો:
- એકઝોમ્ફેલોસ (exomphalos) ખૂબ મોટો હોય છે
- તમારા બાળકને બીજી શારીરિક અથવા આનુવંશિક સ્થિતિઓ હોય છે
- તમારા બાળકનો જન્મ નોંધપાત્ર રીતે તેમની નિયત તારીખ પહેલાં થયો છે
એકઝોમ્ફેલોસ(exomphalos) સંબંધિત ચાલુ સમસ્યાઓમાં ખવડાવવાની સમસ્યાઓ અને શ્વાસ લેવામાં મુશ્કેલીઓનો સમાવિષ્ટ હોઈ શકે, જેમાંની મોટાભાગની જેમ જેમ બાળક મોટુ થતાં સુધરશે.
તમારા બાળકની સંભાળ રાખતી નિષ્ણાત ટીમ તેમનું શ્રેષ્ઠ કરશે:
- તમારા પ્રશ્નોના જવાબ આપશે
- તમને હવે પછીના ઉપાયો કે કાર્યવાહીઓની યોજના કરવામાં મદદ કરશે
હવે પછીની કાર્યવાહીઓ કે પગલાઓ અને પસંદગીઓ
તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારી સંભાળ રાખતી ટીમ સાથે તમારા બાળકના એકઝોમ્ફેલોસ (exomphalos) અને તમારા વિકલ્પો વિષે વાતચીત કરી શકો. આમાં તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવી અથવા તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો સમાવિષ્ટ હશે. તમને એકઝોમ્ફેલોસ વિષે વધારે જાણવાની ઈચ્છા થઈ શકે. આ પરિસ્થિતિમાં માતાપિતાને મદદ કરવાના અનુભવ સાથે સપોર્ટ સંસ્થા સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે.
જો તમે તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લો તો, નિષ્ણાત ટીમ તમને મદદ કરશે:
- તમારી સંભાળ અને તમારા બાળકના જન્મની યોજના કરવામાં
- તમારા બાળકને ઘરે લઈ જવા માટે તૈયાર કરશે
જો તમે તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો નિર્ણય લો તો, તમને આમાં શું સમાવિષ્ટ હોય અને તમને કેવી રીતે ટેકો આપવામાં આવશે તે વિષેની માહિતી આપવામાં આવશે. તમને તમારી ગર્ભાવસ્થાનો અંત ક્યાં અને કેવી રીતે લાવવો તેની પસંદગીની ઓફર કરી અને તમને અને તમારા પરિવાર માટે વ્યક્તિગત ટેકો આપવો જોઈએ.
ફક્ત તમે જ જાણો કે તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ નિર્ણય શું છે. તમે જે પણ નિર્ણય લેશો, તમારી હેલ્થકેર ટીમ તમને ટેકો આપશે.
ભવિષ્યની ગર્ભાવસ્થાઓ
જો તમે બીજું બાળક કરવાનું નક્કી કરો તો, તેમને એકઝોમ્ફેલોસ (exomphalos) હોવાની શકયતા ઓછી છે.
વધારે માહિતી
પ્રસૂતિ પૂર્વેના પરિણામો અને પસંદગીઓ (Antenatal Results and Choices) (ARC) એ એક રાષ્ટ્રીય સખાવતી છે કે જે લોકોને સ્ક્રીનીંગ અને નિદાન વિષે નિર્ણયો લેવા અને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તેમાં સપોર્ટ કરે છે.
ગેસ્ટ્રોસ્કિસીસ (Gastroschisis) એકઝોમ્ફેલોસ (Exomphalos) એકસ્ટ્રોફિઝ (Extrophies) પેરન્ટલ સપોર્ટ ગ્રૂપ (GEEPS) માતાપિતા દ્વારા માતાપિતા માટે ચલાવવામાં આવતુ સપોર્ટ ગ્રૂપ છે. તે યૂકેમાં (UK) સ્થિત છે, પણ વિશ્વના કોઈ પણ સ્થળેથી માતાપિતાનું સ્વાગત કરે છે.
માહિતી મેળવવી સ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવી