સગર્ભા સ્ત્રીઓ માટે માહિતી કે જેઓને કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કે પરીક્ષણ (amniocentesis diagnostic test) ઓફર કરવામાં આવે છે (Gujarati)
Updated 25 April 2025
Applies to England
કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (Chorionic villus sampling) (CVS) અને એમ્નિઓસેન્ટેસિસ ડાયગ્નોસ્ટિક પરીક્ષણો. ડાયગ્નોસ્ટિક પરીક્ષણો આનુવંશિક માહિતી માટે તેમના રંગસૂત્રોની તપાસ કરીને જો તમારા બાળકને ચોક્કસપણે ગંભીર સ્થિતિ હોય તો તે કહી શકે છે.
CVS અને એમ્નિઓસેન્ટેસિસ (amniocentesis) બન્ને શસ્ત્રક્રિયાના પરીક્ષણો છે. શસ્ત્રક્રિયાના પરીક્ષણોમાં મહિલાના શરીરની અંદરથી નમૂનો લેવાનો સમાવેશ થાય છે.
આ માહિતી કોના માટે છે
તમે આ માહિતી એટલા માટે વાંચી રહ્યા છો કારણ કે તમને CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ ઓફર કરવામાં આવ્યો છે. આમાંના કોઈ એક પરીક્ષણો કરાવવા કે નહિ તે નક્કી કરતા પહેલાં તે તમારા ડોક્ટર અથવા મિડવાઈફ કે દાયણ સાથે સંભવિત પરિણામો અને નિષ્કર્ષ દ્વારા વાતચીત કરવામાં મદદ કરી શકે.
નિર્ણય તમારો છે.
અમે તમને CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ ઓફર કરીએ જો:
- તમારા અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સમયે અનપેક્ષિત તારણો આવ્યા હતા
- તમને ડાઉન્સ સિન્ડ્રોમ (Down’s syndrome) અથવા એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અને પટાઉના સિન્ડ્રોમ (Patau’s syndrome) માટેના સ્ક્રીનીંગ – ટેસ્ટ પરિણામની ઊચી શકયતા છે.
- તમને અગાઉ ગર્ભાવસ્થા હતી /બાળક આનુવંશિક સ્થિતિ સાથે હોય
- તમે અથવા તમારા બાળકના પિતા બીજી આનુવંશિક સ્થિતિનો પારિવારિક ઈતિહાસ ધરાવતા હોય, જેમ કે સિકલ સેલ ડિઝીઝ (sickle cell disease), થેલેસેમિયા મેજર (thalassaemia major) અથવા સિસ્ટિક ફાઇબ્રોસિસ (cystic fibrosis)
તે તમારો નિર્ણય છે
આ માહિતીએ તમારા હેલ્થકેર પ્રફેશનલ સાથે તમે જે ચર્ચાઓ કરી તેને ટેકો આપવો જોઈએ, પણ બદલવી નહિ. તમારા આરોગ્યસંભાળ વ્યવસાયિક તમને તે નિર્ણય લેવામાં મદદ કરશે જે તમારા માટે યોગ્ય છે અને તે નિર્ણયમાં તમને ટેકો આપશે.
તમને તમારા વિકલ્પો દ્વારા વાત કરવા માટે તેઓએ પૂરતો સમય આપવો જોઈએ. તમે વધારે માહિતી માટે પૂછી શકો અને તરત જ નિર્ણય લેવાની જરૂર નથી. તે તમારો નિર્ણય છે. તમે લેવા માટે પસંદ કરી શકો:
- વધારે પરીક્ષણ નહિ
- શસ્ત્રક્રિયાના ટેસ્ટ (CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ)
તમારા હેલ્થકેર પ્રફેશનલે તમારી સાથે ચર્ચા કરવી જાઈએ:
- સ્થિતિઓ જે CVS અથવા એમ્નિઓસેન્ટેસિસને શોધી શકે
- CVS અથવા એમ્નિઓસેન્ટેસિસથી કસુવાવડની શક્યતા
- કયા પરીક્ષણ (CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ) તમારા માટે વધારે યોગ્ય રહેશે
- અમે પ્રયોગશાળામાં CVS અથવા એમ્નિઓસેન્ટેસિસના નમૂનાઓનું કેવી રીતે પરીક્ષણ કરીએ છીએ, આવા પરીક્ષણોના સંભવિત પરિણામો અને તેમની વિશ્વસનીયતા
- શકયતા એ કે અમારે તમને પુનરાવર્તિત ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફર કરવાની જરૂર પડશે
- કયારે અને કેવી રીતે તમે CVS અથવા એમ્નિઓસેન્ટેસિસના પરિણામો મેળવો છો
- જો તમારી પાસે પરીક્ષણ હોય અને તમારા બાળકને રંગસૂત્રીય અથવા આનુવંશિક કે જિનેટિક સ્થિતિ હોવાનું જણાય તો તમારા વિકલ્પો
જો તમે ટેસ્ટ લેવાનું નકકી કરો તો
જો તમે CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ લેવાનો નિર્ણય કરો તો, મોટાભાગની હોસ્પિટલો તમને તમારી સાથે કોઈને લાવવાનું સૂચન કરે, પણ તમારે બાળકોને લાવવા જોઈએ નહિ. મોટા ભાગની હોસ્પિટલો કહે કે પ્રક્રિયા પહેલાં અને પછી સામાન્ય રીતે ખાવું અને પીવું સલામત છે. જયારે તમે એપોઇન્ટમેન્ટ માટે આવો ત્યારે તમારે સંપૂર્ણ મૂત્રાશય કે બ્લેડર રાખવાની જરૂર પડી શકે. તમારા ડૉક્ટર અથવા દાયણ કે મિડવાઈફ તમે આવો તે પહેલાં તમને જણાવશે. જો તમને ખાતરી ન હોય તો, તમે તેમને પૂછી શકો. તમારી હોસ્પિટલ ચોક્કસ સૂચનાઓ આપશે. બન્ને પ્રક્રિયાઓ કરવા માટે સામાન્ય રીતે લગભગ 10 મિનિટનો સમય લે છે. પ્રક્રિયાની અગાઉથી ચર્ચા કરવા અને પછીથી આરામ કરવા માટે સમય આપવા માટે તમારી એપોઈન્ટમેન્ટ લાંબી હોઈ શકે.
જો તમે ટેસ્ટ ન કરાવવાનો નિર્ણય કરો તો
જો તમે CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ ન કરાવવાનો નિર્ણય કરો તો, તમે હજી પણ તમારી નિયમિત પ્રસૂતિ પૂર્વેની સંભાળના બીજા બધા ભાગો મેળવી શકો. તમારી મિડવાઈફ -દાયણ સમજાવશે કે તમારા માટે આનો અર્થ શું છે.
કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (Chorionic villus sampling) (CVS)
જો તમને CVS હોય તો, અમે પરીક્ષણ માટે પ્લેસેન્ટા (પ્લેસેન્ટલ ટિશ્યૂ) માંથી પેશીનો એક નાનો નમૂનો લઈએ છીએ. નમૂનામાં તમારા બાળકના અમુક કોષોનો સમાવેશ હોય જેમાં આનુવંશિક માહિતી (DNA) હોય છે.
CVS સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 11 થી 14 અઠવાડિયીથી કરવામાં આવે છે પણ તે પછીથી કરી શકાય. જો ડોક્ટર નક્કી કરે કે આ પ્રક્રિયા કરવી સલામત નથી, દાખલા તરીકે પ્લેસેન્ટાની સ્થિતિને કારણે, તેઓ તમને 7 થી 14 દિવસો પછી બીજી એપોઈન્ટમેન્ટ ઓફર કરી શકે જયારે પ્લેસેન્ટા મોટી અને પહોંચવામાં સરળ હશે. ખૂબ જ પ્રસંગોપાત, જો CVS કરી શકાતા ન હોય તો તમને ગર્ભાવસ્થાના 15 અઠવાડિયાઓ પછી બીજો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (એમ્નિઓસેન્ટેસિસ) ઓફર કરવામાં આવી શકે.
CVS કરી શકાય છે:
- પેટ મારફતે (પેટ) – ટ્રાન્સએબ્ડોમિનલ (transabdominal)
- ગર્ભાશયના ડોકના જેવા ભાગ મારફતે (ગર્ભાશયના ગરદન)– ટ્રાન્સસરવાઈકલ (transcervical)
ટ્રાન્સએબ્ડોમિનલ પદ્ધતિ વધારે સામાન્ય છે કારણ કે તે હાથ ધરવી ઘણી વાર સરળ હોય છે. ટ્રાન્સસરવાઈકલ CVS પણ આ પ્રક્રિયા પછી તરત જ યોનિમાર્ગમાં રક્તસ્ત્રાવ થવાની સંભાવના વધારવાનું કારણ બને છે, કે જેઓએ આ પ્રક્રિયા કરાવી હોય તે દરેક 100 મહિલાઓમાંથી લગભગ 10 ને થાય છે.
2 પદ્ધતિઓ વચ્ચે કસુવાવડના જોખમમાં કોઈ તફાવત નથી. જો આ રીતે તમારા પ્લેસેન્ટા સુધી પહોંચવું સરળ હોય તો ટ્રાન્સસરવાઈકલ CVS કરતા ટ્રાન્સએબ્ડોમિનલ CVS પસંદ કરવામાં આવી શકે.
સોયને બહાર કાઢ્યા પછી, તમારા બાળકને અલ્ટ્રાસાઉન્ડ પર થોડા સમય માટે અવલોકન કરવામાં આવે છે.
CVS પછી ડાઉન સિનડ્રોમ (Down’s syndrome), એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અથવા પટાઉના સિન્ડ્રોમના (Patau’s syndrome) પરિણામ માટે વધારે શકયતા
તમને લગભગ 3 દિવસોમાં ઝડપી CVS પરિણામ મળશે.
જો ઝડપી CVS પરિણામ દર્શાવે કે કોઈ એક પરિસ્થિતિ માટે તપાસ કરવામાં આવી હોય અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર સંબંધિત તારણો હોય તો, તમારા ડોક્ટર તમારી સાથે તમારા વિકલ્પોની ચર્ચા કરશે.
જો ઝડપી CVS પરિણામ દર્શાવે કે કોઈ એક પરિસ્થિતિ માટે તપાસ કરવામાં આવી હોય અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર કોઈ સંબંધિત તારણો ન હોય તો, મૂળ CVS નમૂના પર વધારે પરીક્ષણની જરૂર પડી શકે. જો આ વધારે પરીક્ષણની જરૂર હોય તો, પરિણામો મેળવવા માટે લગભગ બે અઠવાડિયાનો સમય લાગી શકે અને જો તમે ગર્ભાવસ્થા સમાપ્ત કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ માટે રાહ જોવાની સલાહ આપવામાં આવશે.
આનું કારણ એ છે કે કન્ફાઈન્ડ પ્લેસેન્ટલ મોઝેઈકિઝમ (confined placental mosaicism) (CPM) નામની દુર્લભ સ્થિતિ કે જેમાં પ્લેસેન્ટામાં DNA બાળકના DNA જેમ સરખું હોતું નથી. ખૂબ જ ઓછી સંખ્યાના કિસ્સાઓમાં, તમને બાળકના DNA નું પરીક્ષણ કરવા માટે બીજો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ (એમ્નિઓસેન્ટેસિસ) ઓફર કરવામાં આવી શકે.
ટ્રાન્સએબ્ડોમિનલ (Transabdominal) CVS
અમે તમારા પેટને (પેટ) એન્ટિસેપ્ટિકથી સાફ કરીએ છીએ અને નાના ભાગને સુન્ન કે સંવેદનાશૂન્ય કરવા માટે લોકલ એનેસ્થેટિક ઈન્જેક્શનનો ઉપયોગ કરી શકીએ. અમે નમૂના લેવા માટે તમારા પેટ દ્વારા અને તમારા ગર્ભાશયમાં (ગર્ભાશય) એક પાતળી કે બારીક સોય દાખલ કરીએ છીએ. અમે સોયની દિશાને માર્ગદર્શન આપવા માટે અલ્ટ્રાસાઉન્ડ પ્રોબ કે પરીક્ષા યંત્રનો ઉપયોગ કરીએ છીએ.
ટ્રાન્સસર્વાઈકલ (Transcervical) CVS
અમે તમારી યોનિ અને સર્વિક્સ દ્વારા નાના ફોરસેપ્સ દાખલ કરીએ છીએ અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ઉપયોગ કરીને પ્લેસેન્ટા તરફ માર્ગદર્શન આપીએ છીએ. અમે તમારા સર્વિક્સ દ્વારા પ્લેસેન્ટલ પેશીઓનો એક નાનો નમૂનો એકત્રિત કરીએ છીએ.
એમ્નિઓસેન્ટેસિસ (Amniocentesis)
જો તમને એમ્નિઓસેન્ટેસિસ હોય તો, અમે પરીક્ષણ માટે એમ્નિઓટિક પ્રવાહી (તમારા ગર્ભાશયની અંદર તમારા બાળકની આસપાસનું પાણી) થોડી માત્રામાં લઈએ છીએ. નમૂનામાં બાળકના અમુક કોષોનો સમાવેશ હોય, જેમાં આનુવંશિક માહિતીનો સમાવેશ હોય છે.
સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 15 અને 20 અઠવાડિયાઓની વચ્ચે એમ્નિઓસેન્ટેસિસ કરવામાં આવે છે, પણ તે પછીથી કરી શકાય.
અમે તમારા પેટને એન્ટિસેપ્ટિકથી સાફ કરીએ છીએ અને નાના વિસ્તારને સુન્ન કરવા માટે લોકલ એનેસ્થેટિક ઈન્જેક્શનનો ઉપયોગ કરી શકીએ. અમે નમૂના લેવા માટે તમારા પેટ દ્વારા અને તમારા ગર્ભાશયમાં એક બારીક સોય દાખલ કરીએ છીએ. અમે સોયની દિશાને માર્ગદર્શન આપવા માટે અલ્ટ્રાસાઉન્ડ પ્રોબનો ઉપયોગ કરીએ છીએ.
પ્રસંગોપાત્ત, દરેક 100 મહિલાઓમાંથી 7 થી ઓછી કરતાં માટે, અમે પ્રથમ પ્રયાસમાં પૂરતું પ્રવાહી લઈ શકતા નથી અને સોયને ફરીથી દાખલ કરવી પડે છે. આ સામાન્ય રીતે તમારા બાળકની સ્થિતિને કારણે થાય છે.
જો બીજો પ્રયાસ નિષ્ફળ જાય તો, અમે બીજા દિવસે ફરીથી એમ્નિઓસેન્ટેસિસ લેવા માટે એપોઈન્ટમેન્ટ ઓફર કરીશું.
સોયને બહાર કાઢ્યા પછી, અલ્ટ્રાસાઉન્ડ પર બાળકને થોડા સમય માટે નિરીક્ષણ કરવામાં આવે છે.
એમ્નિઓસેન્ટેસિસના પરિણામો સામાન્ય રીતે લગભગ 3 દિવસોમાં મળી રહે છે. તે બાળકના DNA નું સાચું પ્રતિબિંબ હોય છે.
CVS અને એમ્નિઓસેન્ટેસિસ (amniocentesis) સંભવિત જોખમો
મોટાભાગની સ્ત્રીઓ કહે છે કે CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ પીડાદાયક કરતાં અસ્વસ્થતા કરે છે. અમુક કહે છે કે તે પીરિયડના દુખાવા જેવું કંઈક લાગે.
પરીક્ષણ પહેલાં અને પછી તમે ચિંતા કે ઉત્સુકતા અનુભવી શકો. તમે પછીથી થોડા કલાકો માટે થોડીક ખેંચાણ જોઈ શકો. આ સામાન્ય હોય છે. તમે કોઈ પણ અસ્વસ્થતા માટે પેરાસિટામોલ લઈ શકો. આ પ્રક્રિયા પછી તમારે આરામ કરવાની કે વાહન હંકારવાનું બંધ કરવાની જરૂર હોતી નથી.
પ્રથમ CVS અથવા એમ્નિઓસેન્ટેસિસથી પરિણામ મેળવવું હંમેશાં શક્ય હોતું નથી. દરેક 100માં 6 મહિલા (6%) સુધી બીજી પ્રક્રિયા ઓફર કરવામાં આવશે.
200 માંથી લગભગ એક મહિલા કે જેઓને CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ હોય તેમને કસુવાવડ કે ગર્ભપાત થશે. અમે જાણતા નથી કે આ પ્રક્રિયાઓ પછી અમુક સ્ત્રીઓને શા માટે કસુવાવડ થાય છે. મોટાભાગની કસુવાવડો પ્રક્રિયાના 3 દિવસોની અંદર થાય છે, પણ તે પછીના 2 અઠવાડિયાઓ સુધી થઈ શકે. CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ પછી કસુવાવડને અટકાવવા માટે તમે કંઈ કરી શકતા નથી.
1,000 માં 1 કરતાં ઓછું જોખમ હોય છે કે CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ ગંભીર ચેપનું કારણ બનશે. જો તમને નીચેનામાંથી કોઈ પણ ચિહ્નો કે લક્ષણોનો અનુભવ થાય તો તમારે તમારી મિડવાઈફ અથવા ડૉક્ટર અથવા જયાં તમારો ટેસ્ટ થયો હોય તે હોસ્પિટલને તાબડતોડ કોલ કરવો જાઈએ:
- સતત અથવા તીવ્ર પીડા
- 38° સે (100.4°F) અથવા વધારે ઊંચું તાપમાન
- ઠંડી અથવા ધ્રૂજારી
- યોનિમાર્ગમાંથી ભારે રક્તસ્ત્રાવ
- યોનિમાર્ગમાંથી સ્ત્રાવ અથવા સ્વચ્છ પ્રવાહી
- સંકોચન
જેઓ જોડિયા બાળકો સાથે ગર્ભવતી હોય તેવી મહિલાઓનું પરીક્ષણ
જો તમે જોડિયા બાળકો સાથે ગર્ભવતી હો તો તમે CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ લઈ શકો છો.
જોડિયા ગર્ભાવસ્થાઓમાં CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ વધારે ગૂંચવણભરેલ હોય છે અને તે નિષ્ણાત યૂનિટમાં કરવું જોઈએ. ડોક્ટરે દરેક બાળકમાંથી પ્લેસેન્ટા અથવા પ્રવાહીના નમૂનાઓ લેવા માટે બે વાર સોય દાખલ કરવાની જરૂર પડી શકે. CVS સાથે એજ બાળકના 2 નમૂનાઓ મળવાની શક્યતા ઓછી છે, કે જે ભ્રામક કે ગેરમાર્ગે દોરનાર પરિણામો આપી શકે.
જયારે જોડિયા સાથે CVS અને એમ્નિઓસેન્ટેસિસ હોય ત્યારે કસુવાવડનું જોખમ એકજ ગર્ભાવસ્થાઓ કરતા લગભગ બમણા જેટલું વધારે હોય છે. જો આવું થાય તો, તે બન્ને બાળકોને કસુવાવડ તરફ દોરી શકે.
બીજી વિચારણાઓ
જો તમારું બ્લડ ગ્રૂપ Rh (rhesus) નેગેટિવ હોય તો, એવી ભલામણ કરવામાં આવશે કે પ્રક્રિયા પછી તમારા બાળકની રકત કોષીકાઓ સામે એન્ટિબોડીઝ વિકસાવતા અટકાવવા માટે તમે એન્ટિ-ડી ઈમ્યુનોગ્લોબ્યુલિનનું ઈન્જેક્શન આપવામાં આવે.
જો તમે HIV પોઝિટિવ હો તો, CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ તમારા બાળકને HIV પસાર કરવાનું જોખમ વધારી શકે. તમારા અને તમારા બાળક માટે શું શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે તમારે તમારા પ્રસૂતિ વિજ્ઞાની કે અબસ્ટેટ્રિશન સાથે વાત કરવી જોઈએ.
જો તમને હિપેટાઇટિસ બી (hepatitis B) અથવા હિપેટાઇટિસ સી (hepatitis C) વાઈરસ હોય તો, CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ તમારા બાળકને તમે આ પસાર કરવાનું જોખમ વધારી શકે. તમારા માટે સંભાળ રાખતી નિષ્ણાત ટીમ વધારે સલાહ આપી શકશે.
સંભવિત પરિણામો
હોસ્પિટલ તમારા પ્લેસેન્ટા (CVS) અથવા એમ્નિઓટિક પ્રવાહીમાંથી (એમ્નિઓસેન્ટેસિસ) ટિશ્યૂના નમૂનાને પરીક્ષણ માટે લેબોરેટરિમાં મોકલશે.
લેબોરેટરી પરીક્ષણના પ્રકારને આધારે, તમે સામાન્ય રીતે 2 પરિણામો પ્રાપ્ત કરશો, પ્રથમ 3 દિવસો પછી અને બીજું 2 અઠવાડિયાઓ પછી.
તમે સામાન્ય રીતે કાંતો પરિણામો ફોન દ્વારા પ્રાપ્ત કરવા અથવા ફરીથી હોસ્પિટલમાં આવી અને મોઢા- મોઢ પરિણામો મેળવવાનું પસંદ કરી શકો.
મોટાભાગના કિસ્સાઓમાં પરિણામ, તમને એક અથવા બીજી રીતે જણાવશે કે, તમારા બાળકને તે સ્થિતિ છે કે નહિ જે પરીક્ષણ તે માટે શોધી રહી હતી.
મોટાભાગના CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ પરિણામો બતાવે છે કે બાળકોને તે સ્થિતિ નથી જે પરીક્ષણ તે માટે શોધી રહી હતી.
અમુક મહિલાઓને કહેવામાં આવશે કે તેમના બાળકને તે સ્થિતિ છે જે પરીક્ષણ શોધી રહી હતી.
ખૂબજ પ્રસંગોપાત, ડાઉન્સ સિન્ડ્રોમ (Down’s syndrome), એડવર્ડ્સ સિન્ડ્રોમ (Edwards’ syndrome) અથવા પટાઉના સિન્ડ્રોમને (Patau’s syndrome) શોધવા માટે મહિલાઓને CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ ટેસ્ટ કરવામાં આવે અને આ પરીક્ષણ એક જુદી સ્થિતિ શોધી કાઢે છે.
CVS અથવા એમ્નિઓસેન્ટેસિસ પરીક્ષણનું પરિણામ એ બતાવે છે કે બાળકને પરીક્ષણ કરાયેલ સ્થિતિઓ નથી, મોટાભાગની સ્થિતિઓને નકારી કાઢે, પણ બધી નહિ. જો તમને જરૂર હોય તો તમે તમારા આરોગ્યસંભાળ વ્યવસાયિક સાથે આની ચર્ચા કરી શકો છો.
જો પરિણામ દર્શાવે કે તમારા બાળકને રંગસૂત્ર અથવા આનુવંશિક સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય તો, તમારા ડોક્ટર અથવા દાયણ તમારી સાથે વાતચીત કરશે કે આનો તમારા અને બાળક માટે શું અર્થ હોઈ શકે.
જો પરિણામ દર્શાવે છે કે તમારા બાળકને કોઈ સ્થિતિ છે તો, તમે કોઈ બાળરોગ ચિકિત્સક સલાહકાર કે કન્સલ્ટન્ટ, આનુવંશિકતાવાદી સલાહકાર અથવા આનુવંશિક કાઉન્સેલર સાથે વાત કરવા માટે સમર્થ હોવા જોઈએ.
તમે પસંદ કરી શકો:
- તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવી
- ગર્ભાવસ્થાનો અંત લાવવો (અંત કરવો)
સતત ટેકો અને સંભાળ
ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તે નક્કી કરવું એ તમારા માટે ખૂબ જ વ્યક્તિગત રહેશે. જો તમે તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લો તો, તમારા ડોક્ટર અથવા દાયણ તમારી સંભાળ અને ગર્ભાવસ્થા દરમિયાન અને જન્મ પછી તમારા બાળકની શ્રેષ્ઠ સંભાળ કેવી રીતે રાખવી તેની ચર્ચા કરશે.
જો તમે તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો નિર્ણય લો તો, તમને આમાં શું સમાવિષ્ટ છે અને તમને કેવી રીતે ટેકો આપવામાં આવશે તે વિષેની માહિતી આપવામાં આવશે. આમાં અંત લાવવાની પદ્ધતિ વિષે તમારી પાસેની પસંદગીઓનો સમાવિષ્ટ હશે.
તમે જે પણ નિર્ણય લેશો, તમારા હેલ્થકેર પ્રફેશનલ્સ તમને ટેકો આપશે.
વધારે માહિતી
NHS.UK પાસે માહિતી:
તમને યોગ્ય સમયે સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે તેની ખાતરી માટે NHS સ્ક્રીનીંગ કાર્યક્રમો તમારા વિષે વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતીનો ઉપયોગ કરે છે. NHS ઈંગ્લેન્ડ પણ તમારી માહિતીનો ઉપયોગ તમને ઉચ્ચ ગુણવત્તાની સંભાળ મળે તેની ખાતરી કરવા માટે કરે છે. વધારે જાણો કેવી રીતે તમારી માહિતીનો ઉપયોગ અને સુરક્ષિત કરવામાં આવે, અને તમારા વિકલ્પો વિષે: www.gov.uk/phe/screening-data
પ્રસૂતિ પૂર્વેના પરિણામો અને પસંદગીઓ (Antenatal Results and Choices) (ARC) એ એક રાષ્ટ્રીય સખાવતી સંસ્થા છે જે લોકોને સ્ક્રીનીંગ અને નિદાન વિષે અને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તેના નિર્ણયો લેવામાં સપોર્ટ પૂરો પાડે છે. તમે તેમની વેબસાઇટ દ્વારા તેમનો સંપર્ક અથવા 020 713 7486 પર કોલ કરી શકો.