પ્રચાર સામગ્રી

NHS સર્વાઈકલ સ્ક્રીનીંગ માટે તમારી માર્ગદર્શિકા (Gujarati)

અપડેટ થયેલ 1 July 2025

Applies to England

જો તમારે સર્વાઈકલ સ્ક્રીનીંગમાં ભાગ લેવો તે તમે પસંદ કરી શકો છો. આ પત્રિકાના હેતુઓ તમને નિર્ણય લેવા માટે મદદ કરવાનો છે. સર્વાઈકલ સ્ક્રીનીંગને ‘સ્મિઅર ટેસ્ટ’ કહેવામાં આવતું હતું.

1. શા માટે NHS સર્વાઈકલ સ્ક્રીનીંગ ઓફર કરે છે

અમે તમારા સર્વિક્સના કે ગર્ભાશયના મુખના સ્વાસ્થ્યને તપાસવા અને સર્વાઈકલ કેન્સરને રોકવામાં મદદ કરવા માટે સર્વાઈકલ સ્ક્રીનીંગ ઓફર કરીએ છીએ. અમે ઊંચા-જોખમ હ્યુમન પેપિલોમાવાઈરસ (human papillomavirus) (HPV) માટે તપાસ કરીએ છીએ. આનું કારણ એ છે કે તે અસામાન્ય ફેરફારોનું કારણ બની શકે કે જે સર્વાઈકલ કેન્સર તરફ દોરી શકે.

કોઈ પણ ફેરફારોને વહેલા શોધી અને સારવાર કરવાથી સર્વાઈકલ કેન્સરના મોટા ભાગના કેસોને અટકાવી શકાય. સર્વાઈકલ કેન્સર મોટા ભાગે મહિલાઓ અને 45 વર્ષથી ઓછી ઉંમરના સર્વિકસ ધરાવતા લોકોને અસર કરે છે, પણ અસામાન્ય ફેરફારો કોઈ પણ ઉંમરે થઈ શકે.

સર્વાઈકલ સ્ક્રીનીંગ યૂકેમાં (UK) દર વર્ષે હજારો લોકોના જીવનો બચાવે છે.

નિયમિત સર્વાઈકલ સ્ક્રીનીંગ મહત્વપૂર્ણ હોય છે. તમને હજી પણ સર્વાઈકલ કેન્સરનું જોખમ રહેલ છે, પછી ભલે જો તમે:

  • તમારા જાતીય અભિગમ કે સંસ્કરણને ધ્યાનમાં લીધા સિવાય અથવા જો તમે HPV રસી લીધી હોય તો હજી પણ તમને HPV થઈ શકે.
  • ફકત 1 જ જાતીય સાથીદાર હતાં
  • પેનિટ્રેટિવ સેક્સ કર્યું ન હતું
  • લાંબા સમયથી એકજ સરખા સાથીદાર હતાં, અથવા સેકસ કે સંભોગ કર્યો ન હતો,
  • લેસ્બિયન અથવા બાયસેક્સ્યુઅલ રહ્યા છો
  • ટ્રાન્સ પુરુષ અથવા સર્વિક્સ ધરાવતા બિન-દ્વિસંગી વ્યક્તિ છો
  • સબટોટલ (આંશિક) હિસ્ટરેકટોમી (hysterectomy) કરાવી હતી કે જેનાથી તમારાં સર્વિકસ કે ગર્ભાશય ગ્રીવા દૂર થયું નથી

જો તમે ટોટલ હિસ્ટરેકટોમી કે ગર્ભાશય દૂર કરાવ્યુ હોય તો, તમારી પાસે ગર્ભાશય કે સર્વિક્સ નથી.  આનો અર્થ એ કે તમારે સર્વાઈકલ સ્ક્રીનીંગની જરૂર નથી.

2. સર્વાઈકલ સ્ક્રીનીંગ માટે અમે કોને આમંત્રિત કરીએ છીએ

અમે દર 5 વર્ષે 25 થી 64 વર્ષની મહિલાઓને નિયમિતરીતે આમંત્રિત કરીએ છીએ. મોટા ભાગના સર્વાઈકલ કેન્સરો આ ઉંમરો વચ્ચે વિકસે છે.

તમારી જીપી (GP) સર્જરિ અમને તમારી સંપર્ક માહિતી આપે છે. કૃપા કરી ખાતરી કરો કે તેમની પાસે સાચી વિગતો હોય, જેમાં સમાવેશ તમારું:

  • નામ
  • જન્મતારીખ
  • સરનામું
  • મબાઈલ નંબર:
  • ઈમેઈલ સરનામું.

તમારું આમંત્રણ તમને સર્વાઈકલ સ્ક્રીનીંગ બુકીંગ વિષેની માહિતી આપશે. તમને આમંત્રણ મળે કે તરતજ તમે બુક કરી શકો.

સર્વિક્સ ધરાવતા ટ્રાન્સ મેન અને નોન-બાઇનરી લોકો પણ સર્વાઈકલ સ્ક્રીનીંગ માટે પાત્ર હોય છે. તમને કેવી રીતે આમંત્રણ આપવામાં આવે છે તે તમારા જીપીના (GP) દરદી રિકોર્ડમાં તમારી લિંગ કેવી રીતે નોંધાયેલ છે તેના પર આધાર રહેશે:

  • જો તમે સ્ત્રી તરીકે સૂચિબદ્ધ હો, તો તમને આપમેળે આમંત્રણો પ્રાપ્ત થશે.
  • જો નહિ તો, તમે નિયમિત આમંત્રણો પ્રાપ્ત કરવા માટે “પસંદ” કરી શકો છો.  તમે સર્વાઈકલ સ્ક્રીનીંગ પૂરા પાડનારા, જેમ કે તમારા GP, જાતીય સ્વાસ્થ્ય ક્લિનિક અથવા ટ્રાન્સજેન્ડર આરોગ્ય ક્લિનિકનો સંપર્ક આ દ્વારા કરી શકો છો.

જો તમે અચોકકસ હો તો, તમારી જીપી (GP) સર્જરિનો સંપર્ક કરો વધારે શોધો ટ્રાન્સજેન્ડર અને નોન- બાઈનરી કે દ્વિસંગી લોકો વિષે સ્ક્રીનીંગની માહિતી .

3. સર્વાઈકલ કેન્સર અને HPV

સર્વાઈકલ કેન્સર એ કેન્સર છે કે જે સર્વિકસમાં ગમે ત્યાં જોવા મળે છે.

સર્વિક્સ એ તમારી યોનિમાંથી તમારા ગર્ભાશયનો મુખ હોય છે. તે પ્રજનન તંત્રનો એક ભાગ છે અને ક્યારેક તેને ગર્ભાશયની ગરદન કે મુખ કહેવામાં આવે છે.

સર્વાઈકલ કેન્સરની સ્થિતિ દર્શાવતો આકૃતિ

લગભગ બધા સર્વાઈકલ કેન્સરો અમુક ઊંચા- જોખમી પ્રકારોના હ્યુમન કે માનવને લગતા પેપિલોમાવાઈરસના (HPV) ચેપના કારણે થાય છે.

HPV એ વાઈરસોના એક ખૂબ જ સામાન્ય જૂથનું નામ છે મોટા ભાગના HPV વાઈરસ ઓછા -જોખમી હોય છે અને કોઈ સમસ્યાઓ પેદા કરતા નથી.

 HPV વાઈરસો સરળતાથી ફેલાય છે. તમને કોઈ પણ પ્રકારના જાતીય સંપર્કથી HPV થઈ શકે છે, જેમાં સમાવેશ:

  • જેનિટલ કે જનનાંગ વિસ્તારના કોઈ પણ ત્વચા-થી-ત્વચા સંપર્ક
  • યોનિમાર્ગ, ગુદા અથવા મૌખિક સેક્સ
  • સેક્સ રમકડાંઓ શેર કરવાથી

જો તમે પેનિટ્રેટિવ સેક્સ કર્યું ન હોય તો પણ તમને HPV થઈ શકે છે. મોટાભાગના લોકોને તેમના જીવનકાળ દરમિયાન અમુક પ્રકારનો HPV થાય છે. આમાં લજ્જિત અથવા શરમ અનુભવવા વિષે કંઈ નથી.

જો તમે જાતીય રીતે સક્રિય ન હો અથવા નવો જીવનસાથી હતો તો પણ તમને ઘણા વર્ષોથી HPV થઈ શકે છે. HPV હંમેશા લક્ષણોનું કારણ બનતું નથી, તેથી તમે જાણા શકશો નહિ કે તમને તે થયો છે. 

તમારા શરીરમાં સામાન્ય રીતે HPV દૂર થઈ જશે, પણ જો ઉચ્ચ -જોખમવાળા HPV તમારા શરીરમાં રહે તો, તે તમારા સર્વિક્સના કોષોમાં ફેરફાર લાવી શકે. જો સારવાર કરવામાં ન આવે તો આ ફેરફારો સર્વાઈકલ કેન્સર બની શકે.

જો તમને ઉચ્ચ - જોખમ પ્રકારનું HPV ન હોય તો, તમને સર્વાઈકલ કેન્સર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. જો તમારા સર્વિક્સમાં પહેલા અસામાન્ય કોષોમાં ફેરફારો થયા હોય તો આમાં સમાવિષ્ટ થાય છે.

4. સર્વાઈકલ સ્ક્રીનીંગ કેવી રીતે કાર્ય કરે છે

સર્વાઈકલ સ્ક્રીનીંગ સામાન્ય રીતે સ્ત્રી નર્સ અથવા ડૉક્ટર દ્વારા કરવામાં આવે છે. તમે તમારી એપોઈન્ટમેન્ટ કરતી વખતે આ માટે પૂછી શકો, અને તમારી જીપી (GP) સર્જરિ અથવા જાતીય આરોગ્ય ક્લિનિક ખાતરી કરશે કે સ્ત્રી આરોગ્યસંભાળ કે હેલ્થકેર વ્યાવસાયિક મળી રહે છે.

તેઓ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે સોફ્ટ બ્રશ સાથે તમારા સર્વિક્સમાંથી કોષોનો નમૂનો લેશે. આ પછી, મોટા ભાગના લોકોને કોઈ પણ વધારે કસોટીઓની જરૂર રહેશે નહિ.

જો અમને તમારા નમૂનામાં ઉચ્ચ -જોખમ ધરાવતું HPV મળે તો, અમે કોષોમાં કોઈ પણ અસામાન્ય ફેરફારો માટે પણ તપાસ કરીએ છીએ. આ સર્વાઈકલ સ્ક્રીનીંગના પરિણામોને વધારે સચોટ બનાવવામાં મદદ કરે છે.

જો અમને ફેરફારો જોવા મળે તો, તમારા સર્વિક્સને વધારે નજીકથી જોવા માટે કોલપોસ્કોપી નામની એક અલગ પરીક્ષણની તમને જરૂર પડી શકે. જો તમને તેની જરૂર હોય તો અમે તમને આની ચર્ચા કરવા માટે એપોઇન્ટમેન્ટ ઓફર કરીશું.

5. તમારી એપોઈન્ટમેન્ટ વખતે

નર્સ અથવા ડૉક્ટર તમને સમજાવશે કે તમારી સ્ક્રીનીંગના દરેક પગલાં પર શું અપેક્ષા રાખવી:

  1. તમારી પાસે કમરથી નીચે કપડાં ઉતારવા માટે ગોપનીયતા હશે. તમે એવું કંઈક પહેરવાની ઈચ્છા કરી શકો કે જે તમે રાખી શકો, જેમ કે લાંબા જમ્પર, ડ્રેસ અથવા સ્કર્ટ.
  2. તમારા સ્ક્રીનીંગ દરમિયાન તમને તમારી કમરના વિસ્તાર પર મૂકવા માટે કાગળ કે પેપર વીંટાળવા અથવા ટુવાલ આપવામાં આવશે.
  3. તમે સામાન્ય રીતે તમારા પગ વાળીને, પગ એકબીજા સાથે અને ઘૂંટણને દૂર રાખીને આડા સૂઈ જશો. તમે અલગ સ્થિતિમાં રહેવાનું પૂછી શકો છો, જેમ કે તમારી બાજુ પર કયારેક, તમારે પરીક્ષણ દરમિયાન સ્થિતિ બદલવાની જરૂર પડી શકે.
  4. નર્સ અથવા ડોક્ટર તમારી યોનિમાં સ્પેક્યુલમ તરીકે ઓળખાતી સુંવાળી, ટ્યૂબ આકારનું સાધન હળવેથી મૂકશે. તેઓ કોઈ પણ અગવડતા ઘટાડવામાં મદદ કરવા માટે થોડીક માત્રામાં ઊંજણ કે લુબ્રિકન્ટનો ઉપયોગ કરી શકે. તમે નાના સ્પેક્યુલમ માટે વિનંતી કરી શકો. તમે પહેલા સ્પેક્યુલમ તમારી જાતે દાખલ કરવા માટે પણ પૂછી શકો છો.
  5. તેઓ તમારા ગર્ભાશયના મુખ કે સર્વિકસ જોવા માટે સ્પેક્યુલમ ખોલશે. નરમ બ્રશનો ઉપયોગ કરીને, તેઓ તમારા સર્વિક્સમાંથી કોષોનો એક નાનો નમૂનો લેશે. તમે થોડીક અગવડતા અનુભવી શકો છો. તમને આરામમાં મદદ કરવા માટે તમે શ્વાસ લેવાની કસરતોનો પ્રયત્ન કરી શકો.
  6. તેઓ બંધ કરીને સ્પેક્યુલમ કાઢી નાખશે અને તમને કપડાં પહેરવા માટે જવા દેશે. તેઓ તમને કોઈપણ લુબ્રિકન્ટને સાફ કરવા માટે ટિશ્યૂઝ આપી શકે.

સર્વાઈકલ સ્ક્રીનીંગ પરીક્ષણે 5 મિનિટોથી ઓછો સમય લેવો જોઈએ. આખી એપોઇન્ટમેન્ટમાં લગભગ 10 મિનિટનો સમય લેવો જોઈએ.

નર્સ અથવા ડોક્ટરને તમને ટેકો આપવા માટે તાલીમ પામેલ હશે. તમે કોઈ મિત્ર, સગા- સંબંધી, સાથીદાર અથવા સપોર્ટ કાર્યકર જેવા કોઈને પણ તમારી સાથે લાવી શકો છો. તમારી એપોઇન્ટમેન્ટ દરમિયાન તેઓ તમારી સાથે રૂમમાં હોઈ શકે છે.

જો તમારે તમારા સ્ક્રીનીંગ પહેલાં તમારું મૂત્રાશય ખાલી કરવાની જરૂર જણાય તો, નર્સ અથવા ડોક્ટરને જણાવો. તમે વધારે આરામદાયક અનુભવવા માટે ગોઠવણો માટે કહી શકો છો અને જો તમને કોઈ દુખાવો  કે પીડા થાય તો તમારે કહેવું જોઈએ.

તમે સર્વાઇકલ સ્ક્રીનીંગનો વિડિઓ જોઈ શકો  NHS.UK.પર તે શરીરની અંદરનો સચિત્ર દૃશ્ય બતાવે છે, અને પરીક્ષણ દરમિયાન શું થાય છે તે સમજાવે છે.

6. વ્યવહારુ સંકેતો અને ટેકો- આધાર

તમારા સર્વાઈકલ સ્ક્રીનીંગમાં હાજર રહેવા માટે તમને સપોર્ટની જરૂર પડી શકે. જયારે તમે બુક કરાવો ત્યારે, જો તમને કોઈ પણ વાજબી ગોઠવણોની જરૂર હોય તો, તમારી જીપી સર્જરિ અથવા સેકસ્યુઅલ આરોગ્ય ક્લિનિકને જણાવો જેમ કે:

  • લાંબી અથવા બેવડી એપોઈન્ટમેન્ટ
  • બીજી ભાષાઓ અથવા રચનાઓમાં માહિતી અથવા ઈન્ટરપ્રિટર
  • શેપરોન કે સહાયક તમારી સાથે રૂમમાં (સ્ટાફનો બીજો તાલીમ પામેલો સભ્ય)
  • કોઈ વિશ્વસનીય ડૉક્ટર અથવા નર્સ સાથે એપોઇન્ટમેન્ટ જેઓની સાથે તમારો પહેલેથી જ સારો સંબંધ હોય

તમારે કરવું જોઈએ:

  • જયારે તમને માસિક ન આવે ત્યારે તમારી સ્ક્રીનીંગ બુક કરવી –  આમાં તમારા રક્તસ્ત્રાવ પહેલાં અથવા પછીના 2  દિવસનો સમાવેશ થાય છે
  • અસામાન્ય યોનિમાર્ગ સ્રાવ પછી અથવા પેલ્વિક ચેપ માટે કોઈ પણ સારવાર સુધી રાહ જુઓ
  • તેમને જણાવો કે જો તમે ગર્ભવતી હો અથવા ગર્ભવતી હોઈ શકો છો, કારણ કે તમારે તમારી સ્ક્રીનીંગમાં વિલંબ કરવાની જરૂર પડી શકે.

મોટા ભાગના લોકોએ સર્વાઈકલ સ્ક્રીનીંગના 2 દિવસ પહેલા યોનિમાર્ગની દવાઓ, લુબ્રિકન્ટ્સ અને ક્રીમ્સ ટાળવા જોઈએ. જો કે, જો તમને લાગે કે યોનિમાર્ગ શુષ્કતાને કારણે તમારી એપોઇન્ટમેન્ટ વધારે મુશ્કેલ હોઈ શકે તો, તેઓ તમારા સ્ક્રીનીંગ પહેલાં યોનિમાર્ગ એસ્ટ્રોજન ક્રીમ (oestrogen cream) અથવા પેસરી (pessary) પ્રિસ્ક્રાઈબ કે લખી શકે.

અમુક લોકો સર્વાઈકલ સ્ક્રીનીંગ વિષે સમજી શકાય તેવી રીતે ચિંતિત લાગે છે.  આ માનસિક આરોગ્ય સ્થિતિ, ભૂતકાળના આઘાતજનક અનુભવો, જાતીય શોષણ અથવા ઘરેલુ હિંસાને કારણે હોઈ શકે છે. તમારા સર્વાઈકલ સ્ક્રીનીંગ પર તમારું નિયંત્રણ છે અને કોઈ પણ સમયે રોકવા માટે વિનંતી કરી શકો. તમે અમારી જેઓને હાજરી આપવામાં મુશ્કેલી લાગે તેવા લોકો માટે  માર્ગદર્શિકા GOV.UK. પર વાંચો.

7. સર્વાઈકલ સ્ક્રીનીંગના પરિણામો

નર્સ અથવા ડૉક્ટર તમને કહેશે કે તમે ક્યારે તમારા પરિણામોની અપેક્ષા રાખી શકો. તેના 3 સંભવિત પરિણામો હોય છે:

  • HPV નેગટિવ કે નકારાત્મક
  • HPV પોઝિટિવ કે હકારાત્મક, અસામાન્ય કોષો નથી
  • HPV પોઝિટિવ કે હકારાત્મક, અને અસામાન્ય કોષો

ક્યારેક અમને તમારા નમૂનામાંથી પરિણામ મળી શકતું નથી. જો આવું બનશે તો, અમે તમને 3 મહિનાઓમાં બીજા સર્વાઈકલ સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરીશું. તેનો અર્થ એ નથી કે કંઈક ખોટું છે.

7.1 HPV નેગટિવ કે નકારાત્મક

મોટા ભાગના લોકોને (લગભગ 100 માંથી 87) આ પરિણામ હોય છે.

તેનો અર્થ એ કે અમને તમારા નમૂનામાં ઉચ્ચ-જોખમ HPV મળ્યું નથી.

તમને સર્વાઈકલ કેન્સર થવાનું જોખમ ખૂબ ઓછું છે. અમને તમારા સર્વિક્સમાં અસામાન્ય કોષના ફેરફારો માટે તમારા નમૂનાની તપાસ કરવાની જરૂર નથી.

અમે સામાન્ય રીતે તમને 5 વર્ષમાં ફરીથી સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરીશું. અગાઉના પરીક્ષણના પરિણામોના આધારે અમુક લોકોને વહેલા આમંત્રિત કરવામાં આવી શકે. તમારા પરિણામોનો પત્ર આની પુષ્ટિ કરશે.

7.2 HPV પોઝિટિવ, કોઈ અસામાન્ય કોષો નહિ

લગભગ 100 માંથી 9 લોકોને આ પરિણામ હોય છે.

તેનો અર્થ એ છે કે અમને તમારા નમૂનામાં ઉચ્ચ-જોખમી HPV મળ્યા છે, પણ ત્યાં કોઈ અસામાન્ય કોષમાં ફેરફારો થયા નથી.

અમે તમને 1 વર્ષમાં ફરીથી સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરીશું. અમે તમને સામાન્ય કરતાં વહેલા આવવાનું કહીએ છીએ જેથી અમે તપાસી શકીએ કે તમારા શરીરમાં ઉચ્ચ -જોખમવાળા HPV થી મુક્તિ થઈ છે, કે જે મોટા ભાગના કિસ્સાઓમાં બને છે.

જો તમને હજી પણ ઉચ્ચ-જોખમ HPV હોય પણ કોઈ અસામાન્ય કોષ ફેરફારો નથી, તો અમે તમને 1 વર્ષ પછી ફરીથી સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરીશું. જો તમને 2 વર્ષ પછી હજી પણ ઉચ્ચ -જોખમવાળા HPV હોય તો, અમે તમને તમારા સર્વિક્સને વધારે નજીકથી જોવા માટે કોલપોસ્કોપી માટે આમંત્રિત કરીશું

7.3 HPV પોઝિટિવ અને અસામાન્ય કોષો

લગભગ 100 માંથી 4 લોકોને આ પરિણામ હોય છે.

તેનો અર્થ એ છે કે અમને તમારા નમૂનામાં ઉચ્ચ -જોખમી HPV અને તમારા સર્વિક્સના કોષોમાં અસામાન્ય ફેરફારો મળ્યા છે. તમારા પરિણામોનો પત્ર આ વિગતવાર સમજાવશે.

અમે તમને કોલ્પોસ્કોપી માટે ઉલ્લેખ કે રિફર કરીશું. તે સર્વાઈકલ સ્ક્રીનીંગ જેવું હોય, પણ તે હોસ્પિટલમાં કરવામાં આવે છે. નિષ્ણાત નર્સ અથવા ડૉક્ટર બૃહદદર્શક લેન્સ કે મોટુ કરવા કાંચનો ઉપયોગ કરીને તમારા સર્વિક્સને જોશે. આને કોલ્પોસ્કોપ કહેવામાં આવે છે અને તે શરીરની બહાર રહે છે. જો જરૂર જણાય તો, તેઓ બાયોપ્સી તરીકે ઓળખાતા નાના ટિશ્યૂ કે પેશીના નમૂના લઈ શકે છે. તમે  કોલ્પોસ્કોપી કરાવવા વિષે વધારે વાંચી શકો GOV.UK  પર.

કોલ્પોસ્કોપી કરાવનારા મોટા ભાગના લોકોને સર્વાઈકલ કેન્સર હોતું નથી.

સર્વાઈકલ સ્ક્રીનીંગ કરાવનારા દરેક 100 લોકો માટેના પરિણામો

NHS તમારા પરિણામને રાષ્ટ્રીય ડેટાબેઝ પર રિકોર્ડ કરે છે. આનો અર્થ એ છે કે અમે તમારા નિયમિત સ્ક્રીનીંગ પરિણામોની તુલના કરી શકીએ. અમે તમારા નમૂનાને 10 વર્ષો માટે રાખીશું

8. સર્વાઈકલ સ્ક્રીનીંગના સંભવિત જોખમો

કોઈ પણ સ્ક્રીનીંગ ટેસ્ટ 100% વિશ્વસનીય નથી.

સર્વાઈકલ સ્ક્રીનીંગમાં, આ હોય છે કારણ કે:

  • HPV ચેપ અથવા અસામાન્ય કોષો ક્યારેક ચૂકી શકાય છે (‘ખોટા નકારાત્મક’ પરિણામ)
  • ત્યાં શક્યતા ઓછી હોય છે કે પરિણામ કહે - બતાવે કે જયારે સર્વિક્સ સામાન્ય હોય ત્યારે અસામાન્ય કોષો મળી આવે (‘ખોટા હકારાત્મક’ પરિણામ)
  • સ્ક્રીનીંગ પરીક્ષણો વચ્ચે અસામાન્ય કોષોના વિકાસ અને કેન્સરમાં રૂપાંતરનું જોખમ ઓછું હોય છે

સર્વાઈકલ સ્ક્રીનીંગ એ પ્રજનન તંત્રના બીજા કેન્સર, જેમ કે અંડાશય, ગર્ભાશય, યોનિ અથવા યોનિમાર્ગ કેન્સર માટે તપાસ નથી. જો તમને કોઈ પણ ચિંતાઓ હોય તો જીપીનો (GP) નો સંપર્ક કરવા માટે રાહ ન જુઓ.

8.1 કોલ્પોસ્કોપી કરાવવાના સંભવિત જોખમો

મોટા ભાગના લોકોને કોલ્પોસ્કોપી માટે રિફરલની જરૂર રહેશે નહિ અને અસામાન્ય કોષો દૂર કરવાની જરૂર રહેશે નહિ. જો તમારા કોષો દૂર કરવાની જરૂર જણાય તો, રક્તસ્રાવ અને ચેપનું જોખમ ઓછું હોય છે. જો તમને કોલ્પોસ્કોપી કરવાની જરૂર જણાય તો તમને નિર્ણય કરવામાં મદદ માટે વધારે માહિતી તમને મળશે.

9. સર્વાઈકલ કેન્સરના લક્ષણો

સર્વાઈકલ કેન્સરના લક્ષણોમાં સમાવિષ્ટ થઈ શકે:

  • યોનિમાર્ગ રક્તસ્રાવ જે તમારા માટે અસામાન્ય હોય
  • સેક્સ દરમિયાન અથવા પછી રક્તસ્રાવ, તમારા માસિક સ્રાવ વચ્ચે અથવા મેનોપોઝ પછી (જયારે તમારા માસિક સ્રાવ 12 મહિના કે તેથી વધારે સમય માટે બંધ થઈ ગયા હોય)
  • સામાન્ય કરતાં વધારે ભારે માસિક સ્રાવ
  • તમારા યોનિમાર્ગના ડિસચાર્જ માટે ફેરફારો
  • જાતીય સંભોગ દરમિયાન પીડા કે દુખ
  • તમારી પીઠના નીચેના ભાગમાં, તમારી નિંતબ કે કટિના હાડકાઓ વચ્ચે (બસ્તિપ્રદેશ કે પેલ્વિસ), અથવા તમારા પેટની નીચેનામાં દુખાવો થાય

આ લક્ષણો ખૂબ જ સામાન્ય છે અને તેના ઘણા કારણો હોઈ શકે, પણ જીપી (GP) દ્વારા તેમની તપાસ કરાવવી તે મહત્વપૂર્ણ છે. જો કેન્સર કારણ હોય તો, તેને વહેલા શોધવાનો અર્થ એ છે કે સારવાર અસરકારક હોવાની શક્યતા વધારે છે.

જો તમને ફાઇબ્રોઇડ્સ અથવા એન્ડોમેટ્રિઓસિસ જેવી બીજી કોઈ સ્થિતિ હોય તો, જો તમારા લક્ષણો બદલાય, વધારે ખરાબ થાય અથવા તમારા માટે સામાન્ય ન લાગે તો તમારા જીપીને (GP) મળો.

10. કોને સર્વાઈકલ કેન્સર થવાની વધારે શકયતા છે

સર્વાઈકલ કેન્સર મોટે ભાગે સ્ત્રીઓ અને 45 વર્ષથી ઓછી ઉંમરના સર્વિકસવાળા લોકોને અસર કરે છે, પણ તે કોઈ પણ ઉંમરે થઈ શકે.

તમને સર્વાઈકલ કેન્સર થવાની શકયતા વધારે હોઈ શકે જો:

  • તમે 45 વર્ષથી હેઠળના હો – સર્વાઇકલ કેન્સર યુવાનોમાં વધારે સામાન્ય  હોય છે 
  • તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય, દાખલા તરીકે જો તમને HIV અથવા AIDS  હોય
  • તમે ઘણા બાળકોને જન્મ આપ્યો હોય અથવા નાની ઉંમરે બાળકો થયા હતાં (17 વર્ષથી હેઠળના)
  • તમારી માતાએ જયારે તમારી સાથેની ગર્ભાવસ્થા વખતે  હોર્મોનલ દવા ડાયઈથાઈલસ્ટિલબેસ્ટ્રોલ લીધી હતી
  • તમને ભૂતકાળમાં યોનિમાર્ગ, યોનિ, કિડનિ અથવા મૂત્રાશયનું કેન્સર થયું  હતું
  • તમે ધૂમ્રપાન કરતા હોય
  • તમે 5 વર્ષથી વધારે સમયથી ગર્ભનિરોધક ગોળી લીધી હોય - આ ફકત તમારા જોખમને થોડું વધારે છે

તમે કોન્ડોમનો ઉપયોગ કરીને, ધૂમ્રપાન બંધ કરીને અને સંતુલિત આહાર લઈને સર્વાઈકલ કેન્સર થવાની શક્યતા ઘટાડી શકો છો.

જો તમે ગર્ભાશય અને સર્વિક્સ દૂર કરવા માટે સર્જરિ કરાવી હોય તો તમને સર્વાઈકલ કેન્સર ન થઈ શકે.

11. સર્વાઈકલ કેન્સર અને HPV રસી

ધ HPV રસી HPV વાઈરસ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે, કે જે મોટા ભાગના સર્વાઈકલ કેન્સરોનું કારણ હોય છે.

તે 12 થી 13 વર્ષની વયની ઉંમરના બાળકો માટે અને HPV માંથી વધારે જોખમ ધરાવતા લોકો માટે ભલામણ કરવામાં આવે છે  જો તમે પાત્રતા ધરાવતા હતાં પણ 12 અથવા 13 વર્ષની ઉંમરે રસી લેવાનું ચૂકી ગયા હો તો, તમારી જીપી (GP) સર્જરિનો સંપર્ક કરો.

જો તમને HPV સામે રસી આપવામાં આવી ગઈ હોય તો પણ સર્વાઈકલ સ્ક્રીનીંગ એપોઇન્ટમેન્ટમાં હાજરી આપવી તે હજી પણ મહત્વપૂર્ણ છે.  તે તમને બધા પ્રકારોના HPV થી રક્ષણ આપતું નથી, તેથી તમને સર્વાઈકલ કેન્સર થવાની શક્યતા હજી પણ ઓછી છે.

સર્વાઈકલ સ્ક્રીનીંગ અને HPV રસીકરણ સર્વાઇકલ કેન્સરથી શ્રેષ્ઠ રક્ષણ આપે છે.

12. ક્લિનિકલ ટ્રાયલ્સ

તમને પૂછવામાં આવી શકે કે શું તમે ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા માંગો છો. આ તબીબી સંશોધન અભ્યાસો છે. તમને ઓફર કરવામાં આવતી કોઈ પણ ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રકારોના સ્ક્રીનીંગ પરીક્ષણો અથવા સારવારો વિષે માહિતી એકત્રિત કરવામાં આવશે જેથી અમે ભવિષ્યમાં સેવાઓ સુધારી શકીએ. તમારે ભાગ લેવો કે નહિ તે પસંદ કરી શકો છો.

13. વધારે માહિતી અને સપોર્ટ

સર્વાઈકલ સ્ક્રીનીંગ વિષે સલાહ માટે, તમે તમારી GP સર્જરિ અથવા જાતીય આરોગ્ય ક્લિનિકનો સંપર્ક કરી શકો છો.

આ માહિતી વૈકલ્પિક રચનાઓ, બીજી ભાષાઓના સમાવેશ સાથે મળી રહે છે. તે સરળ વાંચનમાં પણ મળી રહે છે.

વૈકલ્પિક રચનામાં વિનંતી કરવા માટે, તમે ફોન 0300 311 22 33 અથવા ઈમેઈલ કરી શકો england.contactus@nhs.net.

તમે પણ કરી શકો:

ધ ઇવ અપીલl એક સ્ત્રીરોગવિજ્ઞાન કેન્સર ચેરિટિ છે.  તેઓ સર્વાઈકલ સ્ક્રીનીંગ વિષે મફત અને ખાનગી સલાહ આપે છે.  તમે ઈમેઈલ કરી શકો nurse@eveappeal.org.uk અથવા ફોન 0808 802 0019.

શોધી કાઢો કેવી રીતે સ્ક્રીનીંગની નાપસંદગી કરવી