NHS સ્તન સ્ક્રીનીંગ માટે તમારી માર્ગદર્શિકા (Gujarati)
અપડેટ થયેલ 14 May 2025
Applies to England
આ પત્રિકા NHS સ્તન સ્ક્રીનીંગ વિષેની માહિતી પૂરી પાડે છે જે તમને મદદરૂપ થઈ શકે. જો તમારે બ્રેસ્ટ સ્ક્રીનીંગ તપાસમાં ભાગ લેવો તે તમે પસંદ કરી શકો છો.
શા માટે NHS બ્રેસ્ટ સ્ક્રીનીંગ ઓફર કરે છે
અમે સ્ક્રીનીંગની ઓફર કરીએ છીએ કારણ કે તે સ્તન કેન્સરમાંથી જીવનો બચાવી શકે.
સ્તનની તપાસ કરવાથી પ્રારંભિક તબક્કે સ્તન કેન્સરના ચિહ્નો શોધી શકે છે. અમે એવા કેન્સરની શોધ કરીએ છીએ જે તમને અનુભવવા અથવા જોવા માટે ખૂબ નાના હોય.
સ્તન કેન્સરને વહેલા શોધવાનો અર્થ એ છે કે તમારી સારવાર સરળ હોઈ શકે અને અસરકારક હોવાની શકયતા વધારે છે.
સ્તન સ્ક્રીનીંગ કે તપાસ માટે અમે કોને આમંત્રણ આપીએ છીએ
અમે બધી મહિલાઓને 50 અને 53 વર્ષની વયની વચ્ચે તેમની પ્રથમ સ્તન તપાસ કરવા આમંત્રણ આપીએ છીએ. પછી તમે 71 વર્ષના ન થાઓ ત્યાં સુધી દર 3 વર્ષે તમને આમંત્રિત કરવામાં આવશે. આનું કારણ છે કે મોટાભાગના સ્તન કેન્સર 50 વર્ષથી વધારે વયની સ્ત્રીઓમાં વિકસિત થાય છે.
કૃપા કરી ખાતરી કરો કે તમારી જીપી (GP) સર્જરિમાં તમારી સાચી અને અદ્યતન સંપર્ક વિગતો હોય જેથી અમે તમને આમંત્રિત કરી શકીએ. આમાં સમાવિષ્ટ થાય છે તમારું:
- નામ
- જન્મતારીખ
- સરનામું
- મબાઈલ ફોન નંબર
- ઈમેઈલ સરનામું.
જો તમે ટ્રાન્સજેન્ડર અથવા બિન-દ્વિસંગી છો અને તમને સ્તનની તપાસ માટે આમંત્રિત કરવાની ઈચ્છા હોય તો, તમારી જીપી (GP) સર્જરિ સાથે વાત કરો. જો તમે સ્તનની તપાસ કરાવી શકો તો તેઓ સલાહ આપી શકે. વધારે શોધવા ટ્રાન્સજેન્ડર અને નોન- બાઈનરી કે બિન-દ્વિસંગી લોકો વિષે માહિતી .
જો તમે 71 અથવા તેનાથી વધારે ઉંમરના હો તો, તમે હજી પણ દર 3 વર્ષે સ્તન સ્ક્રીનીંગ કરવાનું પસંદ કરી શકો, પણ તમને આપોઆપ આંમત્રણ આપવામાં આવશે નહિ. એપોઈન્ટમેન્ટ બનાવવા માટે તમારું સ્થાનિક સ્તન સ્ક્રીનીંગ યૂનિટ શોધો અથવા સંપર્કની વિગતો માટે તમારી જીપી (GP) સર્જરિને પૂછો.
સ્તન કે બ્રેસ્ટ કેન્સર
સ્તન કેન્સર ત્યારે થાય છે જયારે સ્તનમાં કોષો અસામાન્ય રીતે વિભાજીત થવા લાગી અને વધવા લાગે છે.
યૂકેમાં (UK) સ્ત્રીઓમાં આ કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે. 7 માંથી 1 મહિલાને તેમના જીવનકાળમાં સ્તન કેન્સર થઈ શકે છે.
સ્તન કેન્સર કેટલું ગંભીર છે તે કેન્સર કેટલું મોટું અને જો કેન્સર ફેલાયું છે કે કેમ તેના પર આધાર રાખે છે.
વહેલી તપાસ અને સારી સારવારથી સ્તન કેન્સરમાંથી પુનઃપ્રાપ્તિ અને અસ્તિત્વમાં સુધારો થયો છે.
સ્તન સ્ક્રીનીંગ કેવી રીતે કાર્ય કરે છે
તમારી સ્થાનિક સ્ક્રીનીંગ સેવા સામાન્ય રીતે હોસ્પિટલમાં હશે અથવા બીજે કયાંક મોબાઇલ સ્ક્રીનીંગ યુનિટમાં હોઈ શકે છે.
સ્તન સ્ક્રીનીંગ તમારા સ્તનોની અંદરની છબીઓ લેવા માટે મેમોગ્રામ નામના બ્રેસ્ટ એક્સ-રેનો (X-ray) ઉપયોગ કરે છે. નિષ્ણાતો પછી તમારા સ્તનો વિષે કોઈપણ અસામાન્ય ફેરફારોના સંકેતો માટે તમારા મેમોગ્રામ્સની તપાસ કરશે.
આ પછી, મોટા ભાગના લોકોને વધારે કસોટીઓની જરૂર રહેશે નહિ કારણકે સ્તન કેન્સરના કોઈ ચિહ્નો નથી.
જો સંભવિત સ્તન કેન્સરના કોઈ પણ ચિહ્નો હોય, તો તમને વધારે પરીક્ષણોની જરૂર પડી શકે. તમારી સ્ક્રીનીં સેવા તમને કોઈ પણ વધારે પરીક્ષણોની ચર્ચા કરવા માટે એપોઇન્ટમેન્ટ ઓફર કરશે.
નિયમિત સ્તન સ્ક્રીનીંગના પગલાંઓ કે ઉપાયો
તમારી એપોઈન્ટમેન્ટ પહેલાં
જો તમને તમારી એપોઇન્ટમેન્ટ રદ કરવાની અથવા ફેરફારની જરૂર હોય તો તમારે તમારી સ્થાનિક સ્તન સ્ક્રીનીંગ સેવાનો સંપર્ક કરવો જોઈએ.
તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં, કૃપા કરીને તેમને જણાવો કે જો તમને:
- વિધા અક્ષમતા અથવા ગતિશીલતાની સમસ્યાઓ હોય અને વધારાના સપોર્ટની જરૂર હોય તો, જેમ કે તમારી સાથે કોઈ સંભાળ રાખનાર આવે
- બીજી રચના અથવા ભાષામાં માહિતીની જરૂર હોય.
આ તમારી સ્થાનિક સ્ક્રીનીંગ સેવાને તમને જરૂરી ગોઠવણો કરવામાં મદદ કરશે. આમાં લાંબી એપોઇન્ટમેન્ટ લેવી અથવા કોઈ અલગ સ્થાન પર જવાનું સમાવિષ્ટ હોઈ શકે.
તમારે તમારી સ્ક્રીનીંગ સેવાને પણ જણાવવું જોઈએ જો તમે:
- સ્તન પ્રત્યારોપણ કે ઈમ્પ્લાન્ટ કરાવ્યુ હોય
- પેસમેકર અથવા કોઈ પણ બીજા ઈમ્પ્લાન્ટેડ મેડિકલ ડિવાઈસ હોય
- ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતા હોય
- બન્ને સ્તનોને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવ્યા હતાં (માસ્ટેક્ટોમી)
- સ્તન સલાહકારની સંભાળ હેઠળ હો
- છેલ્લા 6 મહિનાઓમાં મેમોગ્રામ કરાવ્યો હતો
તમારી એપોઈન્ટમેન્ટ વખતે
મેમોગ્રાફર નામના નિષ્ણાત તમારો મેમોગ્રામ્સ લેશે મેમોગ્રાફર સ્ત્રી હશે. દરેક તબક્કે શું થશે તે તેઓ સમજાવશે અને તમને હોઈ શકે તેવા કોઈ પણ પ્રશ્નો તમે પૂછી શકો છો.
બ્રેસ્ટ સ્ક્રીનીંગ દરમિયાન, દરેક સ્તન માટે તમારા 2 મેમોગ્રામ્સ લેવામાં આવશે.
- કમર સુધી કપડાં ઉતારવા માટે તમને ગોપનીયતા આપવામાં આવશે.
- મેમોગ્રાફર એક્સ-રે (X-ray) મશીન પર તમારા સ્તનને યોગ્ય સ્થિતિમાં મૂકવામાં મદદ કરશે. તેમને તમારા સ્તનને સ્પર્શ કરવાની જરૂર પડશે.
- મશીન તમારા સ્તનને તેની જગ્યાએ રાખવા માટે સ્ક્વિઝ કે દબાવશે. તમારે સ્થિર રહેવાની જરૂર રહેશે. અમુક સ્ત્રીઓને આ અસ્વસ્થતા અથવા પીડાદાયક લાગે. કોઈ પણ અગવડ લાંબા સમય સુધી રહેવી ન જોઈએ. જો તમને લાગે કે તમે આગળ વધી શકતા નથી તો તમે બંધ કરવાનું કહી શકો.
- તેઓ ઉપરથી પ્રથમ છબી લેશે અને ત્યારબાદ તે જ સ્તન પર બાજુથી પ્રક્રિયાનું પુનરાવર્તન કરશે.
- ત્યારબાદ તેઓ તમારા બીજા સ્તન સાથે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરશે.
દરેક મેમોગ્રામમાં ફકત થોડીક સેકંડનો સમય લાગે છે. એપોઈન્ટમેન્ટમાં 30 મિનિટથી વધારે સમય લાગવો જોઈએ નહિ પણ ઘણીવાર ઝડપી હોય છે.
મેમોગ્રાફર સામાન્ય રીતે તમારી પ્રથમ એપોઈન્ટમેન્ટ વખતે તમારા સ્તનોની સ્પષ્ટ છબીઓ મેળવી શકે છે. ભાગ્યેજ, વધારે સારી ગુણવત્તાની છબીઓ મેળવવા માટે તમારે બીજી સ્ક્રીનીંગ એપોઈન્ટમેન્ટની જરૂર પડી શકે.

મેમોગ્રાફર તરીકે ઓળખાતી નિષ્ણાત સ્ત્રી તમારા મેમોગ્રામ્સ લેશે.
આવા દિવસ વિષે વ્યવહારુ સંકેતો અને માહિતી
તમારે કમર સુધી કપડાં ઉતારવાની જરૂર રહેશે, તેથી તમે એવા કપડાં પહેરવાનું પસંદ કરી શકો કે જે આને સરળ બનાવે, જેમકે ટ્રાઉઝર અથવા સ્કર્ટ અને ટોપ.
એપોઈન્ટમેન્ટના દિવસે ડિઓડરન્ટ અથવા ટેલકમ પાવડરનો ઉપયોગ કરશો નહિ કારણકે તે તમારા પરિણામમાં દખલ કરી શકે. જો તમે કરી શકો તો, કૃપા કરી તમે આવો તે પહેલાં ગળાનો હાર અને સ્તનની ડીંટીના વેધનને દૂર કરો.
જો તમે નર્વસ હો અથવા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે સ્તન સ્ક્રીનીંગ ટીમ સાથે વાતચીત કરી શકો. તમે સપોર્ટ માટે તમારી સાથે કોઈ વ્યક્તિને પણ લાવી શકો, જેમકે મિત્ર, સગા- સંબંધી અથવા સંભાળ રાખનાર તમારી એપોઈન્ટમેન્ટ દરમિયાન સામાન્ય રીતે તેઓને વેઈટિંગ રૂમમાં રહેવાની જરૂર રહેશે.
## સ્તન તપાસના પરિણામો
તમારી સ્ક્રનીંગ એપોઈન્ટમેન્ટના 2 અઠવાડિયાઓની અંદર તમારા પરિણામો તમને મળવા જોઈએ. અમે તમારી જીપી (GP) સર્જરિને તમારા પરિણામોની એક નકલ પણ મોકલીશું. કયારેક તમારા પરિણામો મેળવવામાં લાંબો સમય લાગે છે.
તેના 2 સંભવિત પરિણામો હોય છે:
- આ સમયે વધારે પરીક્ષણોની જરૂર નથી, અથવા
- વધારે પરીક્ષણોની જરૂર છે.
આ સમયે વધારે પરીક્ષણોની જરૂર નથી
મોટા ભાગના લોકોને (લગભગ 100 માંથી 96) આ પરિણામ હોય છે.
તેનો અર્થ એ છે કે અમને તમારા મેમોગ્રામ્સમાં સ્તન કેન્સરની કોઈ પણ નિશાની કે ચિહ્ન મળ્યુ નથી.
તમને કોઈ પણ વધારે પરીક્ષણોની જરૂર નથી. જો તમે હજી પણ 71 વર્ષની હેઠળના હો તો અમે તમને 3 વર્ષમાં ફરીથી બ્રેસ્ટ કે સ્તનના સ્ક્રીનીંગની ઓફર કરીશું.
આ પરિણામ તમને સ્તન કેન્સર નથી અથવા ભવિષ્યમાં તેનો વિકાસ નહિ થાય તેની ખાતરી આપતું નથી. જો તમને તમારા સ્તનોમાં કોઈ પણ અસામાન્ય ફેરફારો જોવા મળે તો કૃપા કરી શકય હોય તેટલા વહેલા તમારી જીપી સર્જરિનો સંપર્ક કરો.
વધારે પરીક્ષણોની જરૂર રહે
દર 100 લોકો જેઓના સ્તનનું સ્ક્રીનીંગ થયુ હોય, 4 ને વધારે પરીક્ષણોની જરૂર રહે છે.
આનો અર્થ એ જરૂરી નથી કે તમને સ્તન કેન્સર છે. મોટા ભાગના લોકો કે જેઓને વધારે પરીક્ષણોની જરૂર હોય તેમને સ્તન કેન્સર નથી.
તમને સ્તન આકારણીની એપોઈન્ટમેન્ટ માટે આમંત્રિત કરવામાં આવશે. જો તમે ચિંતિત હો અથવા કોઈ પણ પ્રશ્નો હોય તો, તમારી એપોઈન્ટમેન્ટ પહેલાં તમે બ્રેસ્ટ સ્ક્રીનીંગ નર્સ સાથે ફોન પર વાતચીત કરી શકો. વધારે પરીક્ષણો માટેનું તમારું આમંત્રણ તમને જણાવશે કે તેમનો સંપર્ક કેવી રીતે કરવો.
તમારી એપોઈન્ટમેન્ટ વખતે, નિષ્ણાત તમને કયા પરીક્ષણોની જરૂર છે તે સમજાવશે.
આમાં સમાવેશ થઈ શકેઃ
- તમારા સ્તનોની શારીરિક તપાસ
- વધારે મેમોગ્રામ્સ
- તમારા સ્તનોના અલ્ટ્રાસાઉન્ડ સ્કેન્સ
- તમારા સ્તનમાંથી બાયોપ્સી તરીકે ઓળખાતો એક નમૂનો લેવો
સ્પેશલિસ્ટ કે નિષ્ણાત ટીમ તમને જણાવશે કે કયા પરીક્ષણો કરવામાં આવ્યા હતાં તેના આધારે તમને તમારા પરિણામો કયારે અને કેવી રીતે મળશે.
સ્તન સ્ક્રીનીંગ કરાવનારા દરેક 100 લોકો માટેના પરિણામો
સ્તનની તપાસ કરાવતા દરેક 100 લોકો માટે 96 લોકોને વધારે પરીક્ષણોની જરૂર નથી અને 4 ને વધારે પરીક્ષણોની જરૂર રહેશે. આવા 4 લોકોમાંથી 1 ને સ્તન કેન્સર હોવાનું નિદાન થશે.
આ આંકડાઓ સામાન્ય વસ્તી માટે ફકત માર્ગદર્શન છે. તમારું વ્યક્તિગત જોખમ તમારી ઉંમર અને સ્વાસ્થય પર આધારિત હશે.
બ્રેસ્ટ સ્ક્રીનીંગના સંભવિત જોખમો
સ્તન સ્ક્રીનીંગનું મુખ્ય જોખમ એ છે કે તે કેન્સર શોધી શકે કે જેને કદી પણ નુકસાન પહોંચાડ્યુ ન હોય. આનું કારણ એ છે કે આપણે હંમેશા આગાહી કરી શકતા નથી કે કેન્સર જીવલેણ બનશે કે નહિ.
જો અમને સ્તન કેન્સર મળે તો તમને સારવાર ઓફર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે તમને બિન-જીવલેણ કેન્સર માટે સારવાર મળી શકે. જો તમને સારવાર ઓફર કરવામાં આવે તો, નિષ્ણાત ટીમ તમને નિર્ણય લેવામાં મદદ કરવા માટે વિકલ્પો સમજાવશે.
કોઈ સ્ક્રીનીંગ ટેસ્ટ 100% વિશ્વસનીય નથી.
ખૂબજ ભાગ્યે, કેન્સર ચૂકી શકાય છે સ્ક્રીનીંગ હંમેશા ત્યાં રહેલા કેન્સરને શોધી શકતું નથી. કયારેક મેમોગ્રામ પર કેન્સર્સ દેખાતું નથી.
સ્તન કેન્સર સ્ક્રીનીંગ એપોઈન્ટમેન્ટસ વચ્ચેના સમયમાં પણ વિકસિત થઈ શકે. તમને હજી પણ તમારા સ્તનોને નિયમિતપણે જોવાની અને અનુભવવાની જરૂર રહે, જેથી કરીને તમે કોઈ પણ અસામાન્ય ફેરફારોથી વાકેફ રહો. જો તમને લાગે કે તમને સ્તન કેન્સરના લક્ષણો છે તો કૃપા કરી શકય હોય તેટલા તમારી જીપી (GP) સર્જરિનો સંપર્ક કરો.
મેમોગ્રામ કરાવવાથી તમને એકસ- રેઇઝમાંથી (X-rays) થોડા પ્રમાણમાં રેડિએશન માટે ઉઘાડા રાખી શકે. આ તમારા જીવનકાળ દરમિયાન કેન્સર થવાની શકયતામાં ખૂબજ થોડો વધારો કરે છે. કોઈ પણ જોખમોને ઘટાડવા માટે NHS મશીનો ઓછા રેડિએશન ડોઝનો ઉપયોગ કરે છે. સંશોધન બતાવે છે કે સ્તન સ્ક્રીનીંગના એકંદર ફાયદા રેડિએશનના સંપર્કના જોખમો કરતાં મહત્વમાં વધારે છે.
બ્રેસ્ટ કેન્સરના લક્ષણો
તમારા સ્તનો સામાન્ય રીતે કેવા દેખાય અને કેવા લાગે તે જાણવું મહત્વપૂર્ણ છે, તેથી તમે જાણો કે તમારા માટે સામાન્ય શું છે. આ તમારા સ્તનોમાં કોઈ પણ ફેરફારોની નોંધ લેવાનું સરળ બનાવે છે.
સ્ત્રીઓમાં સ્તન કેન્સરના લક્ષણોમાં સમાવિષ્ટ હોઈ શકે:
- તમારા સ્તન, છાતી અથવા બગલમાં ગઠ્ઠો અથવા સોજો
- તમારા સ્તનની ત્વચામાં ફેરફાર, જેમકે ડિમ્પલિંગ અથવા લાલાશ (કાળી અથવા બ્રાઉન ત્વચા પર ફોલ્લીઓ અથવા ત્વચાના રંગમાં ફેરફાર જોવાનું મુશ્કેલ હોઈ શકે)
- નારંગી છાલનો દેખાવ, જયાં ત્વચા જાડી હોઈ શકે અને છિદ્રો વધારે સ્પષ્ટ હોય.
- 1 અથવા બન્ને સ્તનોના કદ અથવા અથવા આકારમાં ફેરફાર
- સ્તનની ડીંટડીમાં ડિસ્ચાર્જ, જેમાં લોહી હોઈ શકે
- તમારા સ્તનની નિપલ કે ડીંટડીના આકાર અથવા દેખાવમાં ફેરફાર, જેમકે તે અંદરની તરફ ખેંચાય (ઊંધી સ્તનની ડીંટડી) અથવા તેના પર ફોલ્લીઓ (ખરજવા જેવું લાગે)
તેની જાતે કે એકલા, તમારા સ્તનોમાં દુખાવો સામાન્યરીતે સ્તન કેન્સરની નિશાની નથી. જો તમને સ્તન અથવા બગલમાં દુખાવો અથવા અસ્વસ્થતા હોય કે જે બધા અથવા લગભગ બધા જ સમયે ત્યા હોય તો, તેની તપાસ કરાવવી શ્રેષ્ઠ છે.
જો તમને આમાંના કોઈ પણ ચિહ્નો હોય તો, કૃપા કરી તમારા જીપી (GP) સાથે શકય હોય તેટલા વહેલા વાતચીત કરો. તાત્કાલિક એપોઈન્ટમેન્ટ માટે જીપી GP રિસેપ્શન ટીમને પૂછો. જો તમે તાજેતરમાં બ્રેસ્ટ સ્ક્રીનીંગ કે તપાસ કરાવી હોય તો પણ આ કરવું મહત્વનું છે.
કોને બ્રેસ્ટ કેન્સર થવાની વધારે શકયતા છે?
કોઈ પણને સ્તન કેન્સર થઈ શકે, પણ તમને તે થવાની શકયતા વધારે હોઈ શકે જો તમે:
- 50 વર્ષથી વધારે ઉંમરના હો
- સ્તન ગાઢ ટિશ્યૂ કે પેશીઓ ધરાવે
- તમારા પરિવારમાં બીજા લોકો હોય કે જેમને સ્તન અથવા અંડાશયનું કેન્સર થયુ હોય– તમને ખામીયુકત જીન વારસામાં મળ્યુ હોય, જેમકે ખામીયુકત BRCA જીન
- સ્તનની ચોકકસ સ્થિતિઓ હોય, જેમકે ઝેરી કે ઘાતક ન હોય તેવો સ્તન રોગ, ડકટલ કાર્સિનોમા ઈન સિટુ અથવા લોબ્યુલર કાર્સિનોમા ઈન સિટુ.
જો સ્તન અથવા અંડાશયનું કેન્સર તમારા પરિવારમાં થયુ હોય અને તમને સલાહ જોઈતી હોય તો, તમે તમારા જીપી અથવા પ્રેક્ટિસ નર્સ સાથે વાત કરી શકો,.
તમે અઠવાડિયામાં 14 યૂનિટથી વધારે એલ્કોહોલ પીવાનું ટાળી અને તંદુરસ્ત વજનને ધ્યાનમાં રાખી તમે તમારા સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકો.
ક્લિનિકલ ટ્રાયલ્સ
તમને પૂછવામાં આવી શકે કે શું તમે ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવા માંગો છો આ તબીબી સંશોધન અભ્યાસો છે. તમને ઓફર કરવામાં આવતી અજમાયશ શ્રેષ્ઠ પ્રકારના સ્ક્રીનીંગ પરીક્ષણો અથવા સારવાર વિષેની માહિતી એકત્રિત કરશે જેથી અમે ભવિષ્યમાં સેવાઓમાં સુધારો કરી શકીએ. ભાગ લેવો કે નહિ તે તમે પસંદ કરી શકો છો.
વધારે માહિતી અને ટેકો- આધાર
સ્તન સ્ક્રીનીંગ વિષેની સલાહ માટે, તમે તમારી જીપી (GP) સર્જરિ અથવા સ્થાનિક બ્રેસ્ટ સ્ક્રીનીંગ સર્વિસનો સંપર્ક કરી શકો.
આ માહિતી વૈકલ્પિક રચનાઓમાં મળી રહે છે, બીજી ભાષાઓનો સમાવેશ થાય છે. તે સરળ વાંચનમાં પણ મળી રહે છે.
વૈકલ્પિક રચનામાં વિનંતી કરવા માટે, તમે ફોન 0300 311 22 33 અથવા ઈમેઈલ કરી શકો england.contactus@nhs.net.
તમે પણ કરી શકો:
- વધારે શોધો બ્રેસ્ટ સ્ક્રીનીંગ વિષે માહિતી
- શોધો તમારા સ્તનોને કેવી રીતે ચેક કરવા વિષે સલાહ
- વાંચો NHS સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સ વિષે ટ્રાન્સજેન્ડર અને નોન- બાઈનરી કે દ્વિસંગી લોકો માટે માહિતી
બ્રેસ્ટ કેન્સર હવે સ્તન આરોગ્ય અને સ્તન સ્ક્રીનીંગ વિષે મફત અને ગોપનીય માહિતી અને ટેકો પણ ઓફર કરે છે. તમે તેમની હેલ્પલાઈન 0808 800 6000 પર ફોન કરી શકો. જો તમને ભાષાના ટેકા કે સપોર્ટની જરૂર હોય તો ઈન્ટરપ્રિટર્સ મળી રહે છે.
શોધી કાઢો કેવી રીતે સ્ક્રીનીંગની નાપસંદગી કરવી