માર્ગદર્શન

એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ (AAA) સ્ક્રીનીંગ - 65 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના પુરુષો માટે મફત પરીક્ષણ (Gujarati)

અપડેટ થયેલ 9 January 2026

Applies to England

જો તમારે એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ (AAA) સ્ક્રીનીંગમાં ભાગ લેવો હોય તો તમે પસંદ કરી શકો છો. આ પત્રિકાનો હેતુ તમને નિર્ણય લેવા માટે મદદ કરવાનો છે.

શા માટે AAA સ્ક્રીનીંગ NHS આપે છે

એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ, અથવા AAA, એ તમારી મહાધમની માં સોજો છે. એઓર્ટા એ મુખ્ય રક્ત વાહિની છે કે જે હૃદયથી પેટ કે ઉદર (પેટ) સુધી લોહી વહન કરે છે. મોટા AAAs ગંભીર હોઈ શકે છે. અમે સ્ક્રીનીંગ કે તપાસ પૂરી પાડીએ છીએ જેથી કરીને અમે એન્યુરિઝમ વહેલી તકે શોધી અને તેમનું નિરીક્ષણ અથવા સારવાર કરી શકીએ.

જો તમને AAA હોય તો, તમને કોઈ પણ લક્ષણો ન પણ દેખાય. આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે, જો તમને હોય તો કહી ન શકો .   તે શોધવાની સૌથી સરળ રીત એ છે કે તમારા પેટનો અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવો.

AAA સ્ક્રીનીંગ કે તપાસ માટે અમે કોને આમંત્રિત કરીએ છીએ

NHS બધા પુરુષોને 65 વર્ષની ઉંમરના થાય તે વર્ષે સ્ક્રીનીંગ કે તપાસ માટે આમંત્રણ આપે છે. તમારે જીપી (GP) સાથે નોંધણી કરાવવી અને ઈંગ્લેન્ડમાં રહેવું આવશ્યક હોય છે. કૃપા કરી ખાતરી કરો કે તમારા જીપી (GP) પાસે સાચી વિગતો છે, જેમાં સમાવેશ થાય તમારું: 

  • નામ  
  • જન્મતારીખ 
  • સરનામું 
  • સંપર્ક નંબર 
  • ઈમેઈલ સરનામું.

જો તમે 65 વર્ષના થયા તે વર્ષમાં તમે જીપી (GP) સાથે નોંધણી કરાવી ન હોય, અથવા જો અમારી પાસે તમારા માટે અદ્યતન સંપર્ક વિગતો ન હોય તો તમારું આમંત્રણ પછીથી આવી શકે છે.

65 વર્ષથી વધારે ઉંમરના પુરુષો કે જેઓએ સ્ક્રીનીંગ કરાવ્યું નથી તેઓ પરીક્ષણની વ્યવસ્થા કરવા માટે તેમની સ્થાનિક AAA સ્ક્રીનીંગ સેવાનો સંપર્ક કરી શકે છે.

ટ્રાન્સ અને નોન – બાઈનરિ કે બિન-દ્વિસંગી લોકો

તેમના જીપી (GP) સાથે સ્ત્રી તરીકે નોંધાયેલા લોકોને AAA સ્ક્રીનીંગ કે તપાસ માટે આમંત્રિત કરવામાં આવતા નથી. જન્મ સમયે પુરુષ તરીકે નકકી કરેલ 65 અને તેનાથી વધારે ઉંમરના ટ્રાન્સ અને બિન-દ્વિસંગી લોકો AAA સ્ક્રીનીંગ માટે વિનંતી કરી શકે છે. તમારા જીપી (GP) તમારા માટે આની વ્યવસ્થા કરી શકશે.

એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરિઝમ કે પેટની મહાધમનીનો સોજો (AAA)

એઓર્ટા એ મુખ્ય રક્ત વાહિની છે કે જે તમારા શરીરને લોહી પૂરું પાડે છે. તે તમારા હૃદયમાંથી નીચે તમારી છાતી અને પેટ દ્વારા વહે છે.

કેટલાક લોકોમાં, જેમ જેમ તેમની ઉમર વધે, તેમ પેટમાં એઓર્ટાની દિવાલ નબળી પડી શકે છે. તે પછી તે ફૂલવાનું (બલૂન જેમ) શરૂ કરી અને એન્યુરિઝમ બનાવી શકે છે.

આ સ્થિતિ 65 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના પુરુષોમાં સૌથી સામાન્ય હોય છે.

એઓર્ટા પેટમાં ફૂલી કે વધી શકે અને AAA બનાવી શકે છે

AAA માંથી જોખમો

મોટા એન્યુરિઝમ દુર્લભ હોય છે પણ તે ખૂબ ગંભીર હોઈ શકે છે. જેમ જેમ એઓર્ટાની દિવાલ ખેંચાય તેમ, તે ફાટી શકે, જેના કારણે આંતરિક રક્તસ્રાવ થાય છે. ફાટેલા કે બર્સ્ટ એન્યુરિઝમવાળા લગભગ દર 100 માંથી 85 લોકો પરિણામે મૃત્યુ પામે છે.

જો અમને નાનું અથવા મધ્યમ એન્યુરિઝમ મળે તો, તે મહત્વનું છે કે અમે તે મોટું થઈ રહ્યું છે કે કેમ તે જોવા માટે તપાસતા રહીએ. જો તમને નાનું AAA હોય તો, અમે તમને દર 12 મહિને સ્કેન માટે આમંત્રિત કરીશું. જો તમને મધ્યમ AAA હોય તો, અમે તમને દર 3 મહિને આમંત્રિત કરીશું.

AAA સ્ક્રીનીંગ કેવી રીતે કાર્ય કરે છે

અમે એક સરળ અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ઉપયોગ કરીએ છીએ, જેવું સરખુ સગર્ભા સ્ત્રીઓ માટે ઓફર કરવામાં આવે છે.  આ ખૂબ જ ઝડપી છે. સ્કેન સામાન્ય રીતે 10 મિનિટ કરતાં ઓછો સમય લે છે.

ક્લિનિકમાં, અમે તમારી વ્યક્તિગત વિગતો તપાસીશું અને સ્કેન સમજાવીશું. તમે અમને કોઈ પણ પ્રશ્નો પૂછી શકો છો.

અમે પછી તમને સૂવાનું કહીશું. તમારે તમારા ટોપને ઊંચું કરવાની અથવા તમારા શર્ટના બટન ખોલવાની જરૂર પડશે, પણ તમારે કપડાં ઉતારવાની જરૂર રહેશે નહિ.

અમે તમારા પેટ પર ઠંડી જેલ મૂકીશું. ત્યારબાદ અમે તમારી ત્વચા પર સ્કેનીંગ પ્રોબને સ્લાઇડ કે ખસેડીશું. સ્કેન સંપૂર્ણપણે પીડારહિત હોય છે. તે સ્ક્રીન પર તમારા એઓર્ટાનું  કે મુખ્ય ધોરી નસનું ચિત્ર બતાવશે, અને અમે તે માપીશું.

અમે તમને તરત જ તમારું પરિણામ જણાવી શકીશું. અમે તમારા જીપીને (GP) તમારા પરિણામોની એક નકલ પણ મોકલીશું.

કયારેક સ્કેન સ્પષ્ટ હોતું નથી અને એઓર્ટા યોગ્યરીતે તપાસી શકાતી નથી. આ વિષે કંઈ ચિંતા કરવાની નથી. તમને બીજો સ્કેન કરાવવા માટે કહેવામાં આવશે, સામાન્ય રીતે જુદા દિવસે.

AAA સ્ક્રીનીંગ પરિણામો

તેના 4 સંભવિત પરિણામો હોય છે:

  1. AAA નહિ
  2. નાનું AAA
  3. મધ્યમ AAA
  4. મોટા AAA

AAA મળ્યુ નહિ

જો તમારી એઓર્ટા 3cm ઓછી પહોળી હોય તો, આનો અર્થ એ કે તમને AAA નથી. મોટા ભાગના પુરુષોમાં આ પરિણામ હોય છે. તમને પછીથી સારવાર અથવા દેખરેખની જરૂર નથી. અમે તમને ફરીથી AAA સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરીશું નહિ.

નાનું AAA

જો તમારી એઓર્ટા 3cm અને 4.4cm વચ્ચે પહોળી હોય તો, તમને નાનું AAA છે. સ્ક્રીનીંગ કરાયેલા લગભગ 80 પુરુષોમાં 1 માં નાનું AAA હોય છે. તે મોટુ થઈ રહ્યુ છે કે કેમ તે તપાસવા માટે અમે તમને દર 12 મહિને સ્કેન માટે પાછા આમંત્રિત કરીશું.

મધ્યમ AAA

જો તમારી એઓર્ટા 4.5cm અને 5.4cm વચ્ચે પહોળી હોય તો, તમને મધ્યમ AAA છે. સ્ક્રીનીંગ કરાયેલા લગભગ 500 પુરુષોમાં 1 માં મધ્યમ AAA હોય છે. તે મોટુ થઈ રહ્યુ છે કે કેમ તે તપાસવા માટે અમે તમને દર 3 મહિને સ્કેન માટે પાછા આમંત્રિત કરીશું.

મોટું AAA

જો તમારી એઓર્ટા 5.5cm પહોળી અથવા વધારે મોટી હોય તો, તમને મોટું AAA છે. સ્ક્રીનીંગ કરાયેલા લગભગ દર 2,500 પુરુષોમાં 1 માં મોટું AAA હોય છે. અમે તમને નિષ્ણાત ટીમ સાથે એપોઈન્ટમેન્ટ ઓફર કરીશું. તેઓ વધારે સ્કેન્સ કરશે અને તમારી સાથે સંભવિત સારવારના વિકલ્પો વિષે વાત કરશે, સામાન્ય રીતે ઓપરેશન.

નાના અથવા મધ્યમ AAA નું નિરીક્ષણ કે દેખરેખ                                   

જો તમને નાનું અથવા મધ્યમ AAA હોય તો, તો તમારે ફક્ત સારવારની જરૂર રહેશે જ્યારે તે મોટું થાય.

તમારા AAA ના કદનું નિરીક્ષણ કરવું તે મહત્વપૂર્ણ હોય છે. આ કિસ્સામાં તે મોટા AAA માં વિકસે છે.

મોટા ભાગના AAAs ખૂબ જ ધીમે ધીમે મોટા થાય છે. નાના અથવા મધ્યમ AAAવાળા મોટા ભાગના પુરુષો કયારેય મોટા AAA ન થાય અને તેમને સારવારની જરૂર પડે.

અમે તમારા માટે વેસ્ક્યુલર નર્સ નિષ્ણાતને મળવા માટે એપોઈન્ટમેન્ટની વ્યવસ્થા કરીશું જેઓ તમને AAA મોટા થવાના તમારા જોખમને ઘટાડવા પર સલાહ આપશે. તમારા જીપી (GP) તમને ગોળીઓ પણ આપી શકે અથવા તમે કદાચ લઈ રહેલ કોઈ પણ દવાઓની સમીક્ષા કરે. તમને તમારા બ્લડ પ્રેશરની તપાસ કરાવવા માટે કહેવામાં આવી શકે.

મોટા AAA ની સારવાર

જો અમને મોટા AAA મળશે તો, અમે તમારો નિષ્ણાત ટીમને ઉલ્લેખ કરીશું. તેઓ વધારે પરીક્ષણો હાથ ધરશે અને નિષ્ણાત તમારી સાથે સારવારના વિકલ્પોની ચર્ચા કરશે. જો તમે નકકી કરો કે તે તમે ઈચ્છો છો તો, આ સામાન્ય રીતે તમારી એપોઈન્ટમેન્ટના બે મહિનાની અંદર ઓપરેશન હશે.

સ્ક્રીનીંગમાં જોવા મળતા એન્યુરિઝમ માટેની સારવાર સામાન્ય રીતે સલામત અને ખૂબ અસરકારક હોય છે. સારવારમાંથી જોખમો હોય છે. નિષ્ણાત તમને આ વિગતવાર સમજાવશે.

મોટા AAA ધરાવતી દરેક વ્યક્તિનું ઓપરેશન થશે નહિ.

AAA સ્ક્રીનીંગના સંભવિત જોખમો

કોઈ સ્ક્રીનીંગ પરીક્ષણ સંપૂર્ણપણે અસરકારક નથી, પણ AAAs શોધવા માટે ઉપયોગમાં લેવાતા સ્કેન ખૂબ જ વિશ્વસનીય કે પ્રમાણભૂત હોય છે. જો સ્ક્રીનીંગમાં એન્યુરિઝમ ન મળે તો કોઈ પુરુષ માટે મોટા AAA વિકસવું દુર્લભ હોય છે. AAA સ્ક્રીનીંગ એન્યુરિઝમ ફાટવાના જોખમને સંપૂર્ણપણે દૂર કરતું નથી, પણ તે તમારા જોખમને ઘટાડવાની શ્રેષ્ઠ રીત છે.

સ્ક્રીનીંગ પરીક્ષણમાંથી કોઈ જોખમ નથી, પણ જો તમને AAA ની સારવાર માટે શસ્ત્રક્રિયાની જરૂર હોય તો જોખમો હોય છે. સ્ક્રીનીંગ કરવામાં આવતા દર 10,000 પુરુષોમાં લગભગ 30નું ઓપરેશન થાય છે. સરેરાશ, શસ્ત્રક્રિયા કરાવનારા 67 પુરુષોમાંથી 1 બચી શકશે નહિ. જો સારવાર કરવામાં ન આવે તો તેમના AAA કદાચ કયારેય ફાટી ન શકે તેવી સંભાવના ઓછી છે.

AAA થવાની શકયતા કોને વધારે છે?

પુરુષોમાં સ્ત્રીઓ કરતાં AAA થવાની શકયતા 4 ગણી વધારે હોય છે. આ કારણે મહિલાઓને સ્ક્રીનીંગ ઓફર કરવામાં આવતું નથી. ઉંમર સાથે એન્યુરિઝમ થવાની શકયતા પણ વધે છે.

AAA થવાની તમારી શકયતા પણ વધી શકે છે જો:

  • તમે ધૂમ્રપાન કરતા હો અથવા ક્યારેય કર્યુ હોય
  • તમને હાઈ બ્લડ પ્રેશર હોય
  • તમારા ભાઈ, બહેન અથવા માતાપિતાને AAA હોય, અથવા છે.

વધારે માહિતી અને ટેકો – આધાર

AAA સ્ક્રીનીંગ પરની વધારે માહિતી માટે, તમારી સ્થાનિક સ્ક્રીનીંગ સર્વિસનો સંપર્ક કરો. જો તમને વધારાના સપોર્ટની જરૂર હોય તો તમારી એપોઈન્ટમેન્ટ પહેલાં કૃપા કરી તેમને જણાવો. આમાં તમારી સાથે આવનાર સંભાળ રાખનાર, લાંબી એપોઈન્ટમેન્ટ હોય અથવા જુદી જગ્યાએ જવાનો સમાવેશ હોઈ શકે.

તમારા આમંત્રણમાં તેમની સંપર્ક વિગતો હશે. તમે તમારી જીપી સર્જરિ સાથે પણ વાત કરી શકો.

તમારી સ્થાનિક AAA સ્ક્રીનીંગ સર્વિસ કે સેવા માટે સંપર્ક વિગતો શોધો.

આ માહિતી વૈકલ્પિક રચનાઓમાં મળી રહે છે, સરળ વાંચન અને બીજી ભાષાઓનો સમાવેશ થાય છે. બીજી રચનામાં વિનંતી કરવા માટે, તમે ફોન 0300 311 22 33 અથવા ઈમેઈલ કરી શકો england.contactus@nhs.net.

તમે આ પણ કરી શકો: 

ધ સર્ક્યુલેશન ફાઉન્ડેશન અને ધ બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન વેસ્ક્યુલર રોગો ધરાવતા લોકોને ટેકો આપે છે. AAAs ધરાવતા લોકોનો આમાં સમાવેશ થાય છે.

અમે તમારા NHS રિકોર્ડસમાંથી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ યોગ્ય સમયે સ્ક્રીનીંગ માટે તમને આમંત્રિત કરવા માટે કરીએ છીએ. આ માહિતી સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને સુધારવામાં અને ગુણવતાવાળી સંભાળ વિતરણ કરવામાં અમને મદદ કરે છે. વાંચો અમે તમારી માહિતીનો ઉપયોગ અને રક્ષણ કેવી રીતે કરીએ છીએ તે વિષે વધારે.

શોધી કાઢો સ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવી.