Skip to main content
Guidance

Returning to India (Gujurati, accessible)

Updated 21 September 2026

ભારત પરત ફરી રહ્યા છે

માહિતી પત્રિકા - ગુજરાતી

કોને સહાય મળી શકે?

જો તમે એવા ભારતીય નાગરિક છો જે યુનાઇટેડ કિંગડમથી પાછા ફર્યા છો અથવા પાછા ફરવાના છો, તો IRARA તમને ભારતમાં તમારું જીવન ફરીથી બનાવવામાં મદદ કરી શકે છે.

જો તમે સહાય ઈચ્છો છો, તો તમને તમારા ભારત પરત ફર્યા પછીના ૩ મહિનાની અંદર IRARA સાથે સંપર્ક કરવો પડશે. ત્યારબાદ સહાય મહત્તમ 12 મહિનાઓ સુધી ઉપલબ્ધ રહેશે.

સપોર્ટ કેવી રીતે મેળવવો?

જો તમે હાલમાં યુકેમાં છો, તો નીચેની વિગતોનો ઉપયોગ કરીને યુકે IRARA ઓફિસનો સંપર્ક કરો.

જો તમે પહેલાથી જ ભારત પાછા ફર્યા છો, તો કૃપા કરીને નીચેની વિગતોનો ઉપયોગ કરીને નવી દિલ્હી ઓફિસમાં IRARAનો સંપર્ક કરો.

કાર્યક્રમ વિશેઃ

હોમ ઑફિસ રિટર્ન્સ રિઇન્ટિગ્રેશન પ્રોગ્રામ યુનાઇટેડ કિંગડમમાં એવા લોકોના પરત ફરવા અને પુનઃએકીકરણમાં મદદ કરે છે જેમને કોઈ કાનૂની દરજ્જો કે રહેવાનો અધિકાર નથી.

આ કાર્યક્રમ ભારત પરત ફરતા વ્યક્તિઓ માટે આગમન પર સહાય અને લાંબા ગાળાની સહાય પૂરી પાડતી સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે.

IRARA વિશે:

IRARA સમગ્ર ભારતમાં ટકાઉ અને કસ્ટમાઇઝડ પુનઃ એકીકરણ સેવાઓ પ્રદાન કરે છે.

IRARA ઘણા વર્ષોથી ભારતમાં પુનઃ એકીકરણ સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. IRARA ભારતમાં પાછા ફરનારાઓ અને તેઓ જ્યાં રહે છે તે સમુદાયોના જીવનને સુધારવાના હેતુથી અનુરૂપ પુનઃ એકીકરણ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે.

કઈ સહાય પૂરી પાડવામાં આવે છે?

પ્રસ્થાન પહેલાંની માહિતી:

પરત ફરતા વ્યક્તિઓ ભારતમાં પુનઃ એકીકરણ વિકલ્પોની ચર્ચા કરવા માટે IRARA નો સંપર્ક કરી શકે છે.

ટૂંકા ગાળાની સહાય:

  • એરપોર્ટ રિસેપ્શન (વિનંતી પર).

  • પાંચ રાત સુધી રહેવાની વ્યવસ્થા.

  • દેશમાં સરનામે પરિવહન.

  • સંભાળ અને ખોરાકની જોગવાઈના પેક.

  • તાત્કાલિક જરૂરિયાતો માટે નાની રોકડ સહાય.

સેવાઓ માત્ર તમારા ભારત પરત ફર્યા પછીના 5 દિવસની અંદર જ ઉપલબ્ધ રહેશે.

મધ્યમ-ગાળાની સહાય:

  • પરિવારને શોધવા અને પુનઃમિલનમાં સહાય.

  • દેશમાં દસ્તાવેજો સાથે સહાય.

  • સ્થાનિક સેવાઓ માટે સાઇનપોસ્ટિંગ.

  • માનિસક આરોગ્ય સહાય।.

લાંબા ગાળાની સહાયઃ

પાછળ ફરનારા શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા ભંડોળની ઍકસેસ નીચેના માટે:

  • સ્થાનિક રોજગાર બજારમાં પ્રવેશ મેળવવામાં સહાય.

  • વ્યવસાય સ્થાપવામાં સહાયા.

  • વ્યાવસાયિક તાલીમ અથવા વધુ શિક્ષણ મેળવવામાં સહાય.

  • ત્રીજા દેશમાં કાનૂની સ્થળાંતરના અવસરો માટે સહાય.

ભારતમાં સંપર્ક માહિતી :

નવી દિલ્હી સરનામું: સી-૧૦૮, પહેલો માળ, લાજપત નગર ભાગ-૧, નવી દિલ્હી - ૧૧૦૦૨૪

જાલંધર સરનામું: ઓરુમ બિલ્ડીંગ, ઇએચ ૧૯૮, જીટી રોડ, નામદેવ ચોક પાસે, સિવિલ લાઇન્સ, જલંધર, પંજાબ - ૧૪૪૦૦૧

ખુલવાનો સમય: સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી.

Email: reintegration@irara.org

ટેલિફોન: + ૯૧-૧૧-૪૭૩૫૩૮૩૦ મોબાઇલ: +૯૧-૯૬૨૫૦-૦૩૫૩૨

યુકેમાં IRARAના કાર્યાલય સમય: સોમવારથી શુક્રવાર, સવારે 8:30 થી સાંજે 5:00 સુધી.

Tel: +44 (0)1433 627 247

Email: <reintegration@irara.org