Skip to main content
માર્ગદર્શન

ફાટેલા હોઠ- ક્લેફ્ટ લીપ વિશે: માતાપિતા માટે માહિતી (Gujarati)

અપડેટ થયેલ 9 July 2026

Applies to England

તમે આ માહિતી વાંચી રહ્યા છો કારણ કે તમારા 20- અઠવાડિયાના સ્કેનને અનુસરીને તમારા બાળકને ફાટેલા હોઠ  હોવાની શંકા છે. .

આ માહિતી તમને અને તમારા આરોગ્યસંભાળ વ્યાવસાયિકોને તમારી અને તમારા બાળકની સંભાળના આગળના તબક્કાઓ વિષે ચર્ચા કરવામાં મદદ કરે છે. આ માહિતી આરોગ્યસંભાળ વ્યાવસાયિકો સાથેની તમારી ચર્ચાઓમાં મદદરૂપ થવા માટે છે, નહિ કે તેનું સ્થાન લેવા માટે.

તમારું બાળક અપેક્ષા મુજબ વિકાસ પામી રહ્યું નથી તે જાણવું મુશ્કેલ હોઈ શકે છે. તમે એકલા નથી એ યાદ રાખવું મહત્ત્વનું છે.

અમે તમને એક નિષ્ણાત ટીમ પાસે મોકલીશું, જે:

  • તમારા બાળકની સ્થિતિ અને સારવાર વિશે વધુ માહિતી પૂરી પાડશે
  • તમારા મનમાં હોઈ શકે તેવા કોઈપણ પ્રશ્નોની ચર્ચા કરશે
  • તમને આગળનાં પગલાંઓનું આયોજન કરવામાં મદદ કરશે

ફાટેલા હોઠ વિશેની માહિતી

ફાટેલા હોઠ એ ઉપરના હોઠમાં રહેલો ખાંચો કે કાપો છે. ફાટેલું તાળવુ એ મોઢાના ઉપરના ભાગમાં (તાળવામાં) રહેલો ખાંચો કે કાપો છે.

ગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં, બાળકના ચહેરાના અલગ-અલગ ભાગો સ્વતંત્ર રીતે વિકસે છે અને પછી એકબીજા સાથે જોડાય છે. જો અમુક ભાગો યોગ્ય રીતેન જોડાય, તો બાળક ફાંટ સાથે જન્મે છે.

બાળકો ફાટેલા હોઠ, તાળવામાં ફાંટઅથવા બંને સાથે જન્મી શકે છે. આ સ્થિતિ અલગ-અલગ પ્રકારની હોય છે અને અમુક પ્રકારની ફાંટમાં અન્યની સરખામણીએ વધુ સારવાર અને સહાયની જરૂર પડે છે.

મોટાભાગના સ્કેન માત્ર ફાટેલા હોઠ જ પકડી શકે છે. સ્કેન દ્વારા હંમેશા તાળવામાં ફાંટ શોધી શકાતી નથી, ભલે ફાટેલા હોઠ દેખાતા હોય.

ફાટેલા હોઠ એ એવી સ્થિતિ છે જ્યારે બાળકનો ઉપરનો હોઠ એકસાથે જોડાયેલો હોતો નથી. ફાટેલા હોઠ:

  • હોઠની એક બાજુએ હોઈ શકે છે (એકપક્ષીય)
  • હોઠની બંને બાજુએ હોઈ શકે છે (દ્વિપક્ષીય)
  • નાનકડી ખાંચથી લઈને નાક સુધી પહોંચતા મોટા કાપા સુધીની હોઈ શકે છે

તાળવામાં ફાંટ એ એવી સ્થિતિ છે જ્યાં તાળવાનું જોડાણ એકબીજા સાથે થયું હોતું નથી. તાળવામાં ફાંટ એ ખાંચો હોઈ શકે છે:

  • માત્ર તાળવાની પાછળના ભાગમાં હોઈ શકે છે
  • તાળવામાં જે મોઢાના આગળના ભાગ સુધી લંબાય છે

કારણો

અમને ચોક્કસ જાણ નથી કે ફાંટફાટેલા હોઠનું કારણ શું છે. ગર્ભાવસ્થા દરમિયાન તમે જે કર્યું હોય અથવા ન કર્યું હોય, તેના કારણે આ સ્થિતિ થઈ હોય તેની શક્યતા ખૂબ જ ઓછી છે. તે ક્યારેક અન્ય તબીબી સ્થિતિઓ સાથે જોડાયેલ હોઈ શકે છે, જેમ કે તમારા બાળકના રંગસૂત્રોને અસર કરતી સ્થિતિઓ. (આનુવંશિક માહિતી). તમે નિષ્ણાતની ટીમ સાથે તમારા વ્યક્તિગત સંજોગો વિશે ચર્ચા કરી શકશો.

તાળવામાં ફાંટ સાથે અથવા તેના વગર ફાટેલા હોઠ દર 1,300 બાળકોમાંથી લગભગ એક બાળકમાં (0.08%) જોવા મળે છે. તે યુકેમાં જોવા મળતી ચહેરાની સૌથી સામાન્ય જન્મજાત સ્થિતિ છે.

અમે ફાટેલા હોઠને કેવી રીતે શોધીએ છીએ

અમે ગર્ભાવસ્થાના 20-અઠવાડિયાના સ્ક્રિનિંગ સ્કેન (ગર્ભાવસ્થાના 18+0 થી 20+6 અઠવાડિયાની વચ્ચે) દરમિયાન ફાટેલા હોઠ માટે તપાસ કરીએ છીએ. આ તપાસ દરમિયાન ફાટેલા હોઠના મોટાભાગના કિસ્સાઓ મળી આવે છે, પરંતુ ખૂબ જ સૂક્ષ્મ અથવા હોઠમાં ખૂબ નાની ફાંટ કદાચ ન પણ દેખાય.

ભલે ફાટેલા હોઠ દેખાય, પણ નિયમિત  અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દ્વારા તાળવામાં ફાંટ શોધવી મુશ્કેલ છે.

ત્યારબાદના પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો

સ્કેનના પરિણામથી ખબર પડે છે કે તમારા બાળકને ફાટેલા હોઠ છે, તેથી અમે તમને નિષ્ણાતોની એક ટીમ પાસે મોકલીશું જે સગર્ભા માતાઓ અને તેમના બાળકોની પ્રસૂતિ પહેલાની સંભાળમાં નિષ્ણાત છે. તેઓ કદાચ એ જ હોસ્પિટલમાં હોઈ શકે છે જ્યાં તમે હાલમાં પ્રસૂતિ પૂર્વેની સંભાળ મેળવી રહ્યા છો અથવા બીજી કોઈ હોસ્પિટલમાં હોઈ શકે છે.

નિષ્ણાત ટીમ તમને વધુ સ્કેન કરાવવાનું કહેશે, જે તમારા બાળકને ફાટેલા હોઠ છે કે નહીં, તે કયા પ્રકારના  છે અને તેનો અર્થ શું હોઈ શકે તેની પુષ્ટિ કરશે. નિષ્ણાત ટીમ તમને વધારાના પરીક્ષણો ઓફર કરી શકે, જેમકે   કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (chorionic villus sampling) (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ (amniocentesis).

નિષ્ણાતની ટીમને મળતા પહેલાં, તમે જે પ્રશ્નો પૂછવા માંગતા હોવ તેની યાદી બનાવી રાખવી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

જો તમારા બાળકને ફાટેલા હોઠ હોવાની પુષ્ટિ થાય છે, તો તમને ક્લેફ્ટ ટીમમાં કાર્યરત ક્લિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ પાસે મોકલવામાં આવશે. ક્લિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ તમને સહાય કરશે અને તમારા બાળકની સ્થિતિ, સંભવિત જટિલતા, સારવાર અને તમારા બાળકના જન્મ માટે તમે કેવી રીતે તૈયારી કરી શકો તે વિશે તમારી સાથે વાત કરશે.

સારવાર

તમારી અને તમારા બાળકની સંભાળ રાખતી ક્લિનિકલ નર્સ સ્પેશિયાલિસ્ટ ક્લેફ્ટ ટીમનો ભાગ હશે, જેમાં ક્લેફ્ટ સર્જન, સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપિસ્ટ (વાણી અને ભાષાના નિષ્ણાત), ઓર્થોડોન્ટિસ્ટ અને અન્ય આરોગ્યસંભાળ વ્યાવસાયિકો જેવા નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જેઓ તમારા બાળકની સંભાળ રાખશે.

ફાટેલા હોઠવાળા બાળકોને તેમના જન્મ પછી ઓછામાં ઓછા એક ઓપરેશનની જરૂર પડે છે. આ હોઠ અને નાકના આકારનું પુનઃનિર્માણ કરવા માટે છે અને સામાન્ય રીતે જ્યારે બાળક એક વર્ષથી નાની ઉંમરનું હોય ત્યારે કરવામાં આવે છે.

ક્લેફ્ટ લિપ એન્ડ પેલેટ એસોસિએશન (CLAPA) પાસે સર્જરી પહેલા અને પછી ક્લેફ્ટ લિપના ચિત્રો સાથેની ફોટો ગેલેરી છે.

ફાંટફાટેલા હોઠવાળા અમુક બાળકોને અન્ય સારવારની પણ જરૂર પડી શકે છે, જેમ કે:

  • ખવડાવવામાં સહાય
  • શ્રવણ ક્ષમતાનું નિરીક્ષણ
  • સ્પીચ અને લેન્ગવેજ થેરાપી-વાણી અને ભાષા ઉપચાર
  • ડેન્ટલ અને ઓર્થોડોન્ટિક સારવાર (દાંતના દેખાવ અને ગોઠવણીમાં મદદ કરવા માટે)

ફાટેલા હોઠવાળા બાળકો જેમ જેમ મોટા થાય તેમ તેમને સહાય કરવા માટે લાંબા ગાળાની સંભાળની યોજના હશે.

લાંબા ગાળાની સંભાળ

ફાંટફાટેલા હોઠ એ એક વ્યાપક અને વૈવિધ્યસભર સ્થિતિ છે. તેની સારવાર કરવી સરળ હોઈ શકે છે, પરંતુ જો અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોય તો તે જટિલ (અને વધુ ગંભીર) બની શકે છે. પરિસ્થિતિ ગમે તે હોય, નિષ્ણાત ક્લેફ્ટ ટીમ તમને સહાય કરશે.

ફાટેલા હોઠ સાથે જન્મેલા મોટાભાગના બાળકો સારવારને સારો પ્રતિસાદ આપે છે અને તેમને અન્ય કોઈ ગંભીર તબીબી સમસ્યાઓ હોતી નથી. ખવડાવવામાં પડતી મુશ્કેલીઓ, વાણી અને ભાષાના વિકાસ અને ચહેરાના દેખાવને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે સારવાર ઉપલબ્ધ છે.

ફાટેલા હોઠને ઠીક કરવા માટેની સર્જરીથી બાળકના હોઠની ઉપર ગુલાબી રંગનો ડાઘ (નિશાન) રહી શકે છે. સમય જતાં તે ઝાંખો પડી જશે અને જેમ જેમ તેઓ મોટા થશે તેમ તે ઓછો ધ્યાનમાં આવશે.

તમારા બાળકની સંભાળ રાખતી નિષ્ણાત ક્લેફ્ટ ટીમ:

  • તમારા મનમાં હોય તેવા કોઈપણ પ્રશ્નોની ચર્ચા કરશે
  • તમને આગળનાં પગલાંઓનું આયોજન કરવામાં મદદ કરશે

જેમ જેમ તમારું બાળક મોટું થશે તેમ નિષ્ણાત ક્લેફ્ટ ટીમ તેને સહાય કરશે અને જરૂર પડ્યે વધુ સારવાર હાથ ધરશે. આનો આધાર તમારા બાળકના ફાટેલા હોઠના પ્રકાર પર રહેશે.

આગળનાં પગલાં અને પસંદગીઓ

જો તમારા બાળકને ફાટેલા હોઠ હોવાની પુષ્ટિ થાય , તો તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારી સંભાળ રાખતી નિષ્ણાત ટીમ સાથે તમારા બાળકની સ્થિતિ અને તેનો અર્થ શું થઈ શકે છે તે વિશે વાત કરી શકો છો. ટીમ તમને શક્ય તેટલી વધુ માહિતી પૂરી પાડશે જેથી તમે તમારી ગર્ભાવસ્થાના વિકલ્પો વિશે સમજી-વિચારીને વ્યક્તિગત પસંદગી કરી શકો. આ વિકલ્પોમાં ગર્ભાવસ્થા ચાલુ રાખવી અથવા ગર્ભપાત કરાવવાનો સમાવેશ થાય છે.

તમને ફાટેલા હોઠ વિશે વધુ જાણવાની ઈચ્છા થઈ શકે. આ પરિસ્થિતિમાં માતાપિતાને મદદ કરવાનો અનુભવ ધરાવતી સહાયક સંસ્થા સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે છે.

જો તમે તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાનું નક્કી કરો છો, તો નિષ્ણાત ટીમ તમને મદદ કરશે:

  • તમારી સંભાળ અને તમારા બાળકના જન્મની યોજના કરવામાં
  • તમારા બાળકને ઘરે લઈ જવા માટે તૈયાર કરશે

જો તમે તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો નિર્ણય લો તો, તમને આમાં શું સમાવિષ્ટ હોય અને તમને કેવી રીતે ટેકો આપવામાં આવશે તે વિષેની માહિતી આપવામાં આવશે. તમને તમારી ગર્ભાવસ્થાનો અંત ક્યાં અને કેવી રીતે લાવવો તેની પસંદગીની ઓફર કરી અને તમને અને તમારા પરિવાર માટે વ્યક્તિગત ટેકો આપવો જોઈએ.

ફક્ત તમે જ જાણો કે તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ નિર્ણય શું છે. તમે જે પણ નિર્ણય લેશો, તમારા આરોગ્યસંભાળ વ્યાવસાયિકો તમને ટેકો આપશે.

ભવિષ્યની ગર્ભાવસ્થાઓ

મોટાભાગના કિસ્સાઓમાં, જો તમે બીજું બાળક કરવાનું નક્કી કરો છો, તો તેને ફાટેલા હોઠ હોવાની શક્યતા ઓછી છે.

જોકે, આ ફરીથી થવાની સંભાવના લગભગ 100 માંથી 2 (2%) થી 100 માંથી 8 (8%)ને છે, જો:

  • તમે અથવા તમારા જીવનસાથી ફાટેલા હોઠ સાથે જન્મ્યા હોવ અથવા
  • તમને આ સ્થિતિ ધરાવતું અન્ય કોઈ બાળક હોય

વધારે માહિતી

પ્રસૂતિ પૂર્વેના પરિણામો અને પસંદગીઓ (Antenatal Results and Choices) (ARC) એ એક રાષ્ટ્રીય સખાવતી સંસ્થા છે જે લોકોને સ્ક્રીનીંગ અને નિદાન વિષે નિર્ણયો લેવા અને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તેમાં મદદકરે છે.

ક્લેફ્ટ લિપ એન્ડ પેલેટ એસોસિએશન (CLAPA) એ એક રાષ્ટ્રીય સખાવતી સંસ્થા છે જે જે યુકેમાં ક્લેફ્ટ સાથે જન્મેલા લોકોને અને તેમના પરિવારોને મદદ કરવા માટે કામ કરે છે.

NHS.UK પાસે શું કરવું અને ક્યારે મદદ મેળવવી તે સહિતની સ્થિતિઓ, લક્ષણો અને સારવારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા છે.

એવા માતાપિતા માટે માહિતી કે જેઓને કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (chorionic villus sampling) (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઓફર કરવામાં આવે છે.