Guidance

કોરોનાવાઈરસઃ કેવી રીતે સલામત રહેવું અને ફેલાવો રોકવામાં મદદ કરવી

કેવી રીતે સલામત રહેવું અને કોરોનાવાઈરસનો ફેલાવો રોકવામાં મદદ કરવી તે જાણો.

Applies to England

કોવિડ-19નું જોખમ હજુ પણ છે

હજુ પણ કોવિડ-19 લાગવાનું અને તે ફેલાવાનું શક્ય છે, તમને સંપૂર્ણ રસી મળી ચૂકી હોય તો પણ.

કોવિડ-19નાં ચિહ્નો ધરાવતી કે ટેસ્ટનું પોઝિટિવ પરિણામ આવ્યું હોય તેવી કોઈ પણ વ્યક્તિએ ઘરમાં જ રહેવું અને તાત્કાલિક સેલ્ફ-આઈસોલેટ કરવું જોઈએ. જો તમને કોવિડ-19નાં ચિહ્નો હોય, તો તમારે બને તેટલું જલદી PCR ટેસ્ટ કરાવવાની ગોઠવણ કરવી જોઈએ, તમને કોવિડ-19 રસીનો એક અથવા વધારે ડોઝ મળી ચૂક્યો હોય તો પણ.

આગામી ભવિષ્ય સુધી કોવિડ-19 આપણાં જીવનનો એક હિસ્સો બનીને રહેશે, આથી આપણે તેની સાથે રહેતાં શીખવાની તેમજ આપણી પોતાની ઉપરનાં અને બીજાં ઉપરનાં જોખમોને પહોંચી વળતાં શીખવાની જરૂર છે.

કોવિડ-19નો ચેપ લાગવાનાં અને તે બીજાં લોકોમાં ફેલાવાનાં જોખમો વધારે હોવાની શક્યતા હોય તેવી પરિસ્થિતિઓ સમજીને અને આ જોખમો ઘટાડવાનાં પગલાં લઈને આપણે સહુ આપણી ભૂમિકા ભજવી શકીએ છીએ.

આ માર્ગદર્શિકા અનુસરવાથી, જ્યાં કોવિડ-19 લાગવાનું કે ફેલાવાનું જોખમ વધારે હોય એવી પરિસ્થિતિઓ અને સલામત રહેવા તેમજ બીજાં લોકોનું રક્ષણ કરવા તમે શું પગલાં લઈ શકો છો તે સમજવામાં તમને મદદ મળશે. રોગનો ફેલાવો ઘટાડવામાં મદદ કરતું જે દરેક પગલું તમે લઈ શકો તેના લીધે શિયાળાના મહિનાઓ દરમ્યાન NHS ઉપરનું દબાણ ઓછું કરવામાં મદદ મળશે.

કોવિડ-19નાં જોખમો સમજવાં

કોવિડ-19 લાગવાનાં કે તે ફેલાવાનાં જોખમો અમુક ચોક્કસ સ્થાનોમાં તેમજ અમુક ચોક્કસ પ્રવૃત્તિઓ કરતી વખતે વધારે મોટાં હોઈ શકે છે કોવિડ-19 હવામાંથી એકબીજામાં પ્રસરતાં કણો, ઝીણાં પ્રવાહીનાં ટીપાં મારફતે થતા નજીકના સંપર્ક તેમજ સપાટીઓ મારફતે ફેલાય છે. હવામાં ફેલાતાં કણો વાઈરસનો ફેલાવો થવાની એક અતિ અગત્યની રીત છે. તમે જેમની સાથે નજીકના સંપર્કમાં ન હોય તેમની પાસેથી રોગનો ચેપ લાગવાનું શક્ય છે, ખાસ કરીને જો તમે ભીડવાળી અને/અથવા તાજી હવાની ઓછી અવરજવરવાળી જગ્યામાં હો.

કોવિડ-19નો ફેલાવો થવાની બીજી એક અગત્યની રીત, ચેપ લાગેલ વ્યક્તિ સાથેના નજીકનો સંપર્ક છે. જ્યારે કોવિડ-19 થયેલ કોઈ વ્યક્તિ શ્વાસ લે, બોલે, ઉધરસ કે છીંક ખાય ત્યારે તેઓ કોવિડ-19નું કારણ બનતા વાઈરસ ધરાવતાં પ્રવાહીનાં રજકણો હવામાં છોડે છે. પ્રવાહીનાં રજકણો બીજી વ્યક્તિની આંખો, નાક કે મોઢાના સંપર્કમાં આવી શકે અથવા વ્યક્તિ તે પોતાના શ્વાસમાં લઈ શકે છે. રજકણો સપાટીઓ પર પણ પડી શકે છે અને એકથી બીજી વ્યક્તિમાં સ્પર્શ મારફતે પણ ફેલાઈ શકે છે.

સામાન્યરીતે ભીડવાળી અને બંધિયાર જગ્યાઓમાં જ્યાં વધુ સંખ્યામાં ચેપી લોકો હોઈ શકે અને તાજી હવાનું પ્રમાણ ઓછું હોય ત્યાં, કોવિડ-19 લાગવાનાં કે તે ફેલાવાનાં જોખમો વધારે મોટાં હોઈ શકે છે.

આપણે જેમ સામાન્ય સ્થિતિમાં પાછાં ફરી રહ્યાં છીએ તેમ, કોવિડ-19 લગાવાનું કે બીજાંમાં ફેલાવાનું જોખમ વધારે હોય તેવી પરિસ્થિતિઓમાં, તમારે ખાસ કરીને તમારું પોતાનું અને બીજાંનું રક્ષણ કરવા માટે માર્ગદર્શન ધ્યાનપૂર્વક અનુસરવું જોઈએ. દરેક નાનું પગલું આપણને સૌને સલામત રાખવામાં મદદ કરે છે.

તમને પોતાને અને બીજાંને સુરક્ષિત રાખવાં

ઇંગ્લેન્ડમાં હજુ પણ કોવિડ-19ના કેસો છે અને તમને એકવાર પૂરી રસી મળી ચૂકી હોવા છતાં તમને વાઈરસ લાગે અથવા તમે તે ફેલાવો તેનું જોખમ રહેલું છે. આનો અર્થ એ થાય કે તમામ પરિસ્થિતિઓમાં તમે કોવિડ-19 લાગવાનું કે ફેલાવાનું જોખમ તમે સમજો અને વિચારો તે અગત્યનું છે.

આમ તો કોઈ પરિસ્થિતિ જોખમ રહિત નથી, પરંતુ આપણે પોતાની જાતનું અને આપણી આસપાસનાં લોકોનું રક્ષણ કરવા માટે કેટલાંક સરળ અને અસરકારક પગલાં જરૂરથી લઈ શકીએ છીએ.

જો તમને વધારે ‘સામાન્ય’ જીવનક્રમ ફરી પાછો શરૂ કરવામાં ચિંતા થતી હોય, તો લૉકડાઉન ઉઠાવવા વિશે થતી ચિંતા સામે કેવી રીતે પહોંચી વળવું તે ઉપર NHS તરફથી માહિતી મળી શકે છે.

રસી લઈ લો

ઇંગ્લેન્ડમાં તમામ પુખ્ત વયનાં લોકોને હવે કોવિડ-19 રસીના ઓછામાં ઓછા 2 ડોઝ અપાઈ ચૂક્યા છે. રસીઓ સલામત અને અસરકારક છે. સંપૂર્ણ રસી મેળવી લેવી તે કોવિડ-19 સામે તમારું પોતાનું અને બીજાં લોકોનું રક્ષણ કરવાનો સર્વોત્તમ ઉપાય છે.

જો તમને હજુ સુધી કોવિડ-19 રસી ન મળી હોય, તો તમારે તે લઈ લેવી જોઈએ. પુરાવા સૂચવે છે કે કોવિડ-19 રસીના 2 ડોઝથી હોસ્પિટલમાં દાખલ થવા સામે ખૂબ જ અસરકારક સુરક્ષા મળી રહે છે. તમારા શરીરને તેનો સુરક્ષાત્મક પ્રતિસાદ વિકસાવવામાં સામાન્ય રીતે 2થી 3 અઠવાડિયાંનો સમય લાગે છે.

જો કે, તમને સંપૂર્ણ રસી મળી ચૂકી હોવા છતાં પણ તમને હજુયે કોવિડ-19 થઈ શકે છે અને બીજાં લોકોમાં તે ફેલાવી શકો છો. રસીઓ લેવાથી ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવા તેમજ મૃત્યુ થવા સામે ખૂબ વધારે સુરક્ષા મળી શકતી હોવા છતાં, PHEના તાજેતરના રીપોર્ટમાં દેખાયું છે કે બંને ડોઝ મેળવી ચૂકેલ 5 માંથી લગભગ 1 વ્યક્તિને હજુ પણ ડેલ્ટા પ્રકારનો ચેપ લાગવાનું જોખમ છે અને તેઓ તેનાં ચિહ્નો દર્શાવે છે. તમે હજુ પણ બીજાં લોકોમાં કોવિડ-19 ફેલાવી શકો છો. બીજાં લોકોનું રક્ષણ કરવા માટે કોવિડ-19નો ફેલાવો ઘટાડવા તેમજ નવા પ્રકારોના વિકાસ તેમજ ફેલાવાનાં જોખમો ઓછાં કરવા માટે આપણે સહુએ આપણાથી બની શકે તે બધું જ કરવું જરૂરી છે.

આ માર્ગદર્શનમાં આપેલ સલાહ અનુસરવાથી તમને તમારાં મિત્રો, કુટુંબીજનો તેમજ સમાજનાં લોકોનું રક્ષણ કરવામાં મદદ મળશે, રસીઓ મેળવી ચૂકેલાં લોકો સહિત.

જો તમે ઘરની અંદર મળો તો તાજી હવા અંદર આવવા દો. બહાર ખુલ્લામાં મળવાનું વધારે સલામત છે

કોવિડ-19નો ચેપ લાગેલ વ્યક્તિ જ્યારે ઉધરસ ખાય, બોલે અથવા શ્વાસ છોડે ત્યારે તેઓ હવામાં પ્રવાહીનાં ઝીણાં ટીપાં અને છાંટા ઉડાડે છે જે પછી બીજી વ્યક્તિ પોતાના શ્વાસમાં લઈ શકે છે. બહાર ખુલ્લામાં મળવાથી હવા મારફતે ફેલાતા રોગનું જોખમ ઘણું બધું ઘટી જાય છે, પરંતુ આ હંમેશાં કદાચ શક્ય ન બને. જો તમે ઘરની અંદર હો, તો તમારે કોવિડ-19 લાગવાનું કે ફેલાવાનું જોખમ ઘટાડવા માટે, તાજી હવા કેવી રીતે અંદર આવવા દેવી જોઈએ.

તમારા ઘરમાં કે અન્ય બંધિયાર જગ્યાઓમાં તમે જેટલી વધારે તાજી હવા અંદર આવવા દેશો, એટલું જ ત્યાંના ચેપી રજકણો વ્યક્તિના શ્વાસમાં લેવાની શક્યતાઓ ઓછી થશે.

તમે વેન્ટ્સનાં ઢાંકણાં કાઢી નાંખીને અને બારણાં તેમજ બારીઓ ખોલીને તાજી હવા અંદર આવવા દઈ શકો છો. માત્ર 10 મિનિટ કે તમારાથી બની શકે ત્યારે સતત રીતે થોડા થોડા સમય માટે તમારી બારીઓ ખોલી નાંખવાથી ઘણો મોટો ફેર પડી જાય છે. સામાન્ય રીતે તમે સાથે ન રહેતાં હો તે લોકોને ઘરની અંદર મળતાં પહેલાં, મળતી વખતે કે મળ્યા પછી ખાસ કરીને આ અગત્યનું છે.

આગ બચાવ માટેનાં બારણાં ખુલ્લાં મૂકી દેશો નહિ. જો તમારી પાસે ઘરમાં એક્સ્ટ્રેક્ટર ફૅન હોય, દાખલ તરીકે બાથરૂમ કે રસોડામાં, તો કોઈએ તે રૂમ વાપરી લીધા પછી તે સામાન્ય કરતાં વધારે સમય સુધી ચાલુ રાખવાનું વિચારો. જો તમને હીટીંગના ખર્ચા વિશે ચિંતા હોય, તો થોડા સમય પૂરતી બારીઓ ખોલવાથી પણ વાઈરસ ફેલાવાનું જોખમ ઘટાડવામાં મદદ થઈ શકે છે. વધારાનાં કપડાં પહેરવાથી તમને હૂંફાળા રહેવામાં મદદ મળી શકે છે. તમે કદાચ રૂમની ગોઠવણ બદલી શકો, જેથી તમારે ખુલ્લા બારણાં કે બારીઓમાંથી આવતા ઠંડા પવનની નજીક ન બેસવું પડે.

આ માટે કોવિડ-19નો ફેલાવો અટકાવવા માટે મકાનની અંદરની જગ્યાઓ કેવી રીતે વેન્ટિલેટ કરવી, જો કોઈ સેલ્ફ-આઈસોલેટ કરી રહ્યું હોય તેના સહિત, તે વિશેનું માર્ગદર્શન મળી શકે છે. આમાં તમારા ઘરમાં હીટીંગ કરવામાં મદદ માટે નાણાંકીય અને વ્યવહારૂ મદદ કેવી રીતે મેળવવી તેનો સમાવેશ થાય છે.

ચહેરા પર આવરણ પહેરો

કોવિડ-19 તેનો ચેપ લાગેલ વ્યક્તિના નાક અને મોઢા મારફતે હવામાં બહાર ઉડતાં પ્રવાહીનાં ટીપાં અને છાંટા મારફતે ફેલાય છે. ભીડવાળા અને બંધિયાર સ્થાનોમાં જ્યાં તમે સામાન્ય રીતે જે લોકોને મળતાં ન હો તેમના સંપર્કમાં આવો ત્યાં તમારે ચહેરા પર આવરણો પહેરી રાખવાં જોઈએ.

જરૂર હોય તો ટેસ્ટ કરાવો અને સેલ્ફ-આઈસોલેટ કરો

જો તમને ચિહ્નો હોય અથવા ટેસ્ટનું પોઝિટિવ પરિણામ આવ્યું હોય

જો તમને કોવિડ-19 નાં ચિહ્નો શરૂ થાય તો, તાત્કાલિક સેલ્ફ-આઈસોલેટ કરો અને PCR ટેસ્ટ કરાવો, તમારાં ચિહ્નો હળવાં હોય તો પણ. આનું કારણ એ છે કે ઘણાં લોકોને કોવિડ-19થી હળવાં ચિહ્નો જ થાય છે, પરંતુ તેઓ હજુયે વાઈરસ બીજાં લોકોમાં ફેલાવી શકે છે.

કોવિડ-19નાં સૌથી અગત્યનાં ચિહ્નોમાં, નીચે જણાવેલમાંથી કોઈ પણ ચિહ્નો તાજેતરમાં શરૂ થયાં હોય તે છેઃ

 • નવી સતત ઉધરસ
 • ખૂબ વધારે તાવ આવવો
 • તમારી સ્વાદની કે સૂંઘવાની સામાન્ય શક્તિ જતી રહેવી કે બદલાઈ જવી

તમારે ઘરમાં સેલ્ફ-આઈસોલેટ કરવું જોઈએ જ્યારે તમે PCR ટેસ્ટ કરાવ્યો હોય અને પરિણામની રાહ જોઈ રહ્યાં હો. જો તમારો ટેસ્ટ પોઝિટિવ આવે તો તમારે સેલ્ફ-આઈસોલેટ કરવું જ જોઈએ. તમારાં ચિહ્નો શરૂ થયાં હોય તે દિવસથી અને તે પછીના પૂરા 10 દિવસ સુધી, અથવા જો તમને ચિહ્નો ન હોય તો જે દિવસે તમારો ટેસ્ટ કર્યો હોય ત્યારથી અને તે પછીના પૂરા 10 દિવસ સુધી તમારે સેલ્ફ-આઈસોલેટ કરવું જ જોઈએ. આ કાયદો છે, તમને રસી મળી હોય કે નહિ. સેલ્ફ-આઈસોલેટ કરવાનું અગત્યનું છે, કારણ કે તમને પોતાને ચિહ્નો ન હોય તો પણ તમે તેનો ચેપ બીજાં લોકોમાં ફેલાવી શકો છો. તમને કહેવામાં આવેલા પૂરેપૂરા સમયગાળા સુધી તમારે ઘરમાં જ રહેવું જોઈએ, કારણ કે આ જ સમય દરમ્યાન વાઈરસ બીજાં લોકોમાં ફેલાવાની સૌથી વધારે શક્યતા છે.

જો તમને NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા સેલ્ફ-આઈસોલેટ કરવાનું કહેવામાં આવ્યું હોય

જો તમને NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હોય તો પણ તમારે સેલ્ફ-આઈસોલેટ કરવું જ જોઈએ. જાણકારી મેળવોઃ

સેલ્ફ-આઈસોલેટ કરવા વિશે માર્ગદર્શન

સેલ્ફ-આઈસોલેટ કરતી વખતે આ અનુસરોઃ

આના લીધે તમારા ઘરનાં અન્ય સભ્યો તેમજ જાહેર જનતામાં કોવિડ-19 ફેલાવાનું જોખમ ઓછું કરવામાં મદદ થશે. બંને કિસ્સામાં, તમારે દરેક સમયે ઘરમાં જ રહેવું જોઈએ અને બીજાં લોકો સાથે સંપર્ક ન રાખવો જોઈએ. તમારે આમ કરવાની જરૂર ન પડે તેવા માત્ર અમુક જ મર્યાદિત સંજોગો છે, જેમ કે તબીબી સહાય મેળવવા જવું. જો તમે તમારા સેલ્ફ-આઈસોલેશનના સમયગાળા દરમ્યાન અનુમતિ અપાયેલ કારણસર ઘરમાંથી બહાર નીકળો જ, તો તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, બીજાં લોકોથી 2 મીટર દૂર રહેવું જોઈએ અને શક્ય હોય ત્યાં ચહેરા પર આવરણ પહેરવું જોઈએ.

જો તમારે ઘરે રહીને સેલ્ફ-આઈસોલેટ કરવું પડે, અથવા સેલ્ફ-આઈસોલેટ કરવાનું કહેવામાં આવ્યું હોય તેવા બાળકનાં તમે માતા કે પિતા અથવા વાલી હો, તો તમે NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ સપોર્ટ પેમેન્ટ સ્કીમ મારફતે એક જ વાર મળતું £500નું પેમેન્ટ મેળવવા માટે કદાચ હકદાર બની શકો. તમારે ટેસ્ટ એન્ટ ટ્રેસ સપોર્ટ પેમેન્ટ્સ તેમજ ખોરાક મેળવવા સહિત તમારા વિસ્તારમાં આપવામાં આવતી અન્ય વ્યવહારૂ સહાયતા વિશે વધુ માહિતી માટે તમારી લોકલ ઓથોરિટીની વેબસાઈટ જોવી જોઈએ. જો તમને પ્રિસ્ક્રિપ્શનવાળી દવાઓની જરૂર હોય તો દવાની દુકાનો તેમજ દવા આપતા જી.પી. મારફતે દવાઓની ડિલિવરીની સેવા ઉપલબ્ધ છે.

NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા કહેવામાં આવ્યા બાદ જો તમે સેલ્ફ-આઈસોલેટ નહિ કરો, તો તમને દંડ કરવામાં આવી શકે છે.

સેલ્ફ-આઈસોલેશનમાં મુક્તિઓ

તમારે સેલ્ફ-આઈસોલેટ કરવાની જરૂર નથી જો તમે કોવિડ-19 થયેલ કોઈ વ્યક્તિની સાથે એક જ ઘરમાં રહેતાં હો, અથવા કોવિડ-19 થયેલ વ્યક્તિના નજીકના સંપર્કમાં હો, અને નીચેનામાંથી કોઈ લાગુ પડતું હોયઃ

 • તમે સંપૂર્ણ રસી લઈ લીધી હોય
 • તમે 18 વર્ષ અને 6 મહિના કરતાં નાની ઉંમરનાં હો
 • તમે માન્યતા પ્રાપ્ત કોવિડ-19 રસીકરણના પ્રયોગમાં ભાગ લીધો હોય અથવા ભાગ લઈ રહ્યાં હો
 • તમે તબીબી કારણોસર રસી ન લઈ શકતાં હો

NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ તમારો સંપર્ક કરશે અને જણાવશે કે તમને સંપર્કમાં આવેલ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યાં છે અને તમારે કાનૂની રીતે સેલ્ફ-આઈસોલેટ કરવું જરૂરી છે કે નહિ તે તપાસશે. જો તમારે કાનૂની રીતે સેલ્ફ-આઈસોલેટ કરવું જરૂરી હશે, તો તમને ટેસ્ટ કરાવવા માટેની સલાહ અને કોવિડ-19નો ફેલાવો અટકાવવાનું માર્ગદર્શન આપવામાં આવશે. તમને કોઈ ચિહ્નો નહિ હોય તો પણ તમને PCR ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવશે as soon as possible.

જો તમને આ અગાઉ છેલ્લા 90 દિવસની અંદર PCR ટેસ્ટનું પોઝિટિવ પરિણામ મળેલું હોય, તો તમારે PCR ટેસ્ટ કરાવવો જોઈએ નહિ, સિવાય કે તમને કોવિડ-19નાં કોઈ નવાં ચિહ્નો શરૂ થયાં હોય, કારણ કે કોવિડ-19 લાગ્યા પછીના કેટલાક સમય સુધી PCR ટેસ્ટનું પરિણામ પોઝિટિવ દેખાય તે શક્ય છે.

તમે ચોક્કસપણે કોવિડ-19 થયેલ લોકો સાથે ઘરનાં સભ્યોના સંપર્કો વિશે વધારે અને સાથે ન રહેતાં હોય તેવાં લોકો સાથેના સંપર્કો માર્ગદર્શન અહીંથી મેળવી શકો છો.

જો તમને ચિહ્નો ન હોય તો જોખમને પહોંચી વળવા માટે ટેસ્ટ કરાવો

કોવિડ-19 ધરાવતાં 3 માંથી લગભગ 1 વ્યક્તિને કોઈ ચિહ્નો હોતાં નથી. એટલે કે તેઓ પોતાની જાણ બહાર વાઈરસ ફેલાવતાં હોઈ શકે છે. નિયમિત રીતે ટેસ્ટ કરાવવાથી તમને જ્યારે ચેપ લાગેલ હોય પણ કોઈ ચિહ્નો ન દેખાતાં હોય ત્યારે કોવિડ-19 પકડી પાડવાની શક્યતાઓ વધી જાય છે જેથી તમે કોવિડ-19 ફેલાવો નહિ તેની ખાતરી કરવામાં મદદ થાય છે.

રૅપિડ લૅટરલ ફ્લો ટેસ્ટિંગ મફત મળવાનું ચાલુ છે. જે લોકોને સંપૂર્ણ રસી નથી મળી, જેઓ શિક્ષણમાં છે તેમજ જેઓ NHS, સામાજિક સંભાળ તેમજ જેલ જેવાં વધુ જોખમ ભરેલાં સ્થાનોમાં છે તેમના પર ખાસ કરીને તે ધ્યાન કેન્દ્રિત કરે છે.

લોકો અમુક જોખમ ભરેલા સમયે સંભાળ રાખવા માટે પણ રૅપિડ લૅટરલ ફ્લો ટેસ્ટ વાપરી શકે છે, જેમ કે વધુ જોખમી વાતાવરણમાં લોકો સાથે નજીકથી સંપર્કમાં આવ્યા પછી અથવા વધારે અરક્ષિત લોકો સાથે લાંબો સમય વીતાવતાં પહેલાં. તમે ફાર્મસીઓમાંથી અથવા ઓનલાઈન આ ટેસ્ટ્સ મેળવી શકો છો રૅપિડ લૅટરલ ફ્લો ટેસ્ટ કેવી રીતે મેળવવા તેની વધુ જાણકારી મેળવો.

જો તમને કોવિડ-19નાં ચિહ્નો શરૂ થાય, તાત્કાલિક સેલ્ફ-આઈસોલેટ કરો અને PCR ટેસ્ટ કરાવો

તમારી તબિયત સારી ન હોય તો ઘરે જ રહેવાનો પ્રયત્ન કરો

જો તમને, કોવિડ-19નાં ચિહ્નો શરૂ થાય, તાત્કાલિક સેલ્ફ-આઈસોલેટ કરો અને PCR ટેસ્ટ કરાવો, ભલે તમારાં ચિહ્નો હળવાં હોય. તમે ટેસ્ટ બુક કરાવો અને પરિણામોની રાહ જોતાં હો તે દરમ્યાન તમારે ઘરમાં જ સેલ્ફ-આઈસોલેટ કરવું જોઈએ. જો તમારો ટેસ્ટ પોઝિટિવ આવે તો તમારે સેલ્ફ-આઈસોલેટ કરવું જ જોઈએ.

જો તમારી તબિયત સારી ન હોય, પણ તમને કોવિડ-19નાં ચિહ્નો ન હોય, અથવા તમારો કોવિડ-19નો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય, તો તમને હજુયે એવી કોઈ બીમારી હોઈ શકે છે જે બીજાં લોકોમાં ફેલાઈ શકે. ફ્લૂ અથવા સાધારણ શરદી જેવી અનેક સામાન્ય બીમારીઓ એકથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. તે આ રીતે બની શકે છેઃ

 • જ્યારે કોઈ બીમાર વ્યક્તિ શ્વાસ લે, બોલે, ઉધરસ કે છીંક ખાય ત્યારે તેઓ હવામાં ઝીણાં રજકણો ઉડાડે છે જેના કારણે બીજી વ્યક્તિને ચેપ લાગે છે
 • સપાટીઓ અને ચીજ વસ્તુઓ મારફતે, જે ચેપ લાગેલ લોકો તેની નજીક ઉધરસ કે છીંક ખાય કે તેને અડે ત્યારે તે પણ પ્રદૂષિત થઈ શકે છે, તે પછી જે બીજી વ્યક્તિ ત્યાં અડે તેમને તેનો ચેપ લાગી શકે છે

તમારી તબિયત સારી ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહેવાથી તમારી બીમારી તમે તમારાં મિત્રો, સાથી કર્મચારીઓ તેમજ સમાજમાં બીજાં લોકોમાં ફેલાવો તેનું જોખમ ઘટાડી શકાય છે. આના લીધે આપણી આરોગ્ય સેવાઓ પરનો બોજો ઓછો કરવામાં મદદ મળશે.

તમારા હાથ નિયમિત રીતે ધુઓ અને ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢું અને નાક ઢાંકો

આખા દિવસ દરમ્યન નિયમિતપણે તમારા હાથ સાબૂ અને પાણીથી ધૂઓ અથવા હેન્ડ સેનિટાઈઝર વાપરો. નિયમિત રીતે હાથ ધોવા તે કોવિડ-19 સહિતની બીમારીઓ લાગવાનું તમારું જોખમ ઘટાડવાનો એક અસરકારક રસ્તો થછે.

તમારા હાથ ધોવાનું ખાસ કરીને અગત્યનું છેઃ

 • ઉધરસ, છીંક ખાધા પછી અને તમારું નાક સાફ કર્યા પછી
 • તમે ખોરાક ખાવ કે ખોરાકને હાથથી અડો તે પહેલાં
 • બીજાં ઘણાં લોકો અડ્યાં હોય તે સપાટીઓ સાથે સંપર્કમાં આવ્યા પછી, જેમ કે હેન્ડલો, હાથ પકડવાની રેઈલો તેમજ લાઈટની સ્વિચો
 • રસોડાં અને બાથરૂમો જેવા સહિયારા વિસ્તારોમાં સંપર્કમાં આવ્યા પછી
 • તમે ઘરે પાછાં આવો ત્યારે

શક્ય હોય ત્યારે તમારી આંખો, નાક અને મોઢાને ન અડો. જો તમારે ચહેરાને અડવું જ પડે, દાખલા તરીકે, તમારું ચહેરાનું આવરણ પહેરવા કે કાઢવા માટે, તો તે કરતાં પહેલાં અને પછી તમારા હાથ ધુઓ અથવા સેનિટાઈઝ કરી લો.

ઉધરસ અને છીંકો ખાવાથી વ્યક્તિ દ્વારા બહાર ફેંકાતા પ્રવાહીનાં ટીપાં અને છાંટા વધી જાય છે, તે ખૂબ લાંબા અંતર સુધી ફેલાય છે અને હવામાં લાંબો સમય રહે છે. ઉધરસ અને છીંક ખાતી વખતે મોઢું અને નાક ઢાંકવાથી કોવિડ-19 તેમજ શરદી અને ઉધરસ સહિતના અન્ય વાઈરસ ધરાવતાં ઝીણાં રજકણો હવામાં ફેલાતાં અટકાવવામાં મદદ થશે.

NHS કોવિડ-19 ઍપ વાપરો

NHS કોવિડ-19 ઍપ વાપરવાથી તમે કોવિડ-19 માટે પોઝિટિવ પરિણામવાળી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હોવાની તમને જાણ કરીને વાઈરસનો ફેલાવો અટકાવવામાં મદદ મળે છે, પછી તમે એક બીજાંને જાણતાં ન હો તો પણ. તમે તેનો ઉપયોગ NHS QR કોડ દર્શાવતાં સ્થળોએ ચૅક ઈન કરવા માટે અને જો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો તે વિશેની સલાહ મેળવવા પણ કરી શકો છો. ઍપ મફત અને વાપરવામાં સહેલી છે અને તેમ કરવાથી તમારું અને તમારાં સ્વજનોનું રક્ષણ કરવામાં તમને મદદ થઈ શકે છે.

આ ઍપ મારફતે લોકો તેમનાં ચિહ્નોની જાણ કરી શકે છે અને કોરોનાવાઈરસ ટેસ્ટ પણ મંગાવી શકે છે. તમારું અને બીજાંનું રક્ષણ કરવા માટે NHS કોવિડ-19 ઍપનું અદ્યતન વર્ઝન ડાઉનલોડ કરીને વાપરો.

બીજાં લોકો સાથે નજીકનો સંપર્ક ઓછો રાખો

જ્યારે કોવિડ-19 થયેલ કોઈ વ્યક્તિ શ્વાસ લે, બોલે, ઉધરસ કે છીંક ખાય ત્યારે તેઓ કોવિડ-19નું કારણ બનતા વાઈરસ ધરાવતાં પ્રવાહીનાં રજકણો હવામાં છોડે છે. આ ટીપાં બીજી વ્યક્તિ શ્વાસમાં લઈ શકે છે.

સામાન્ય રીતે જેમની સાથે ન રહેતાં હો તે લોકો સાથેનો નજીકનો સંપર્ક તમે ઓછો કરવા ઈચ્છી શકો. નજીકથી સંપર્કમાં આવતાં પહેલાં તમે પણ લૅટરલ ફ્લો ટેસ્ટ કરી શકો અને તમે મળતાં હો તે લોકોને પણ તે માટે પ્રોસ્તાહિત કરી શકો, જેનાથી જોખમી સમયગાળામાં સંભાળ રાખવામાં મદદ થશે. આમાં વધુ જોખમી વાતાવરણમાં લોકોનો નજીકથી સંપર્ક થતો હોય ત્યારે અથવા વધારે અરક્ષિત વ્યક્તિ સાથે લાંબો સમય વીતાવતાં હોય તે સમયનો સમાવેશ થાય છે.

આ અંગત પસંદગીઓ છે જેનાથી કોવિડ-19 લાગવાનું કે ફેલાવાનું તમારું જોખમ ઓછું કરવામાં મદદ થઈ શકે છે. એ વાત ધ્યાનમાં રાખવાનું અગત્યનું છે કે બીજાં લોકો વધુ સાવચેતીભર્યું વલણ રાખવાનું ચાલુ રાખવા ઈચ્છતાં હોઈ શકે છે. આપણે સહુએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ અને બીજાં લોકો જો ઈચ્છે તો તેમને નજીકના સંપર્ક ઓછા રાખવા માટેની તક તેમજ જગ્યા આપવી જોઈએ.

વિભિન્ન સ્થળો તેમજ પરિસ્થિતઓમાં તમારા પરનું અંગત જોખમ સમજવું

ઘરેથી કામ કરવું અને કામના સ્થળે પાછાં ફરવું

પગલા 4 પછી આપણે ઓફિસો અને કામનાં સ્થળોએ લોકોને ધીમે ધીમે પાછાં ફરતાં જોયાં છે. કામદારો જેમ તેમના કામના સ્થળે પાછાં ફરે છે તેમ એમ્પ્લોયરોએ સલામતીપૂર્વક કામ કરવા વિશેની માર્ગદર્શિકા અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ. કામના સ્થળે પાછા ફરવાનું વિચારતી વખતે, એમ્પ્લોયરોએઃ

 • આ તેમના કામના સ્થળ પરના જોખમના મૂલ્યાંકનમાં પ્રતિબિંબિત કરવું જોઈએ માર્ગદર્શન અનુસરા કોવિડ-19 ફેલાવાના જોખમને કાબૂમાં રાખવાનાં પગલાં લેવાં જોઈએ

જો તમને આ પહેલાં તબીબી રીતે અત્યંત અરક્ષિત એટલે કે ક્લિનિકલી એક્સ્ટ્રીમલી વલ્નરેબલ (CEV) તરીકે ઓળખવામાં આવ્યાં હોય

નિષ્ણાત તબીબી સલાહ તેમજ કોવિડ-19 રસીકરણના સફળ કાર્યક્રમના અમલ બાદ, જે લોકોને આ પહેલાં CEV તરીકે ગણવામાં આવતાં હતાં તેમને ફરીથી શિલ્ડ કરવાની સલાહ આપવામાં આવતી નથી. જો તમને આ પહેલાં CEV હોવા તરીકે ઓળખવામાં આવ્યાં હોય, તો તમારે આ પાન પર આપેલ માર્ગદર્શન અનુસરવાનું ચાલુ રાખવું જોઈએ. તમારા માટે વધારાના સાવચેતીનાં પગલાં લેવાનું યોગ્ય રહેશે કે નહિ તેની સલાહ તમારા અરોગ્ય વ્યવસાયિક પાસેથી લેવી જોઈએ.

જો તમે ગર્ભવતી હો

જો તમે ગર્ભવતી હો, તો તમને કોવિડ-19 થવાની શક્યતા બાકીનાં બીજાં લોકો કરતાં વધારે નથી, અને તેનાથી તમે ગંભીરપણે બીમાર પડો તેવી શક્યતા અત્યંત નહિવત છે.

ઓછામાં ઓછું, તમારે બાકીનાં બીજાં લોકોની જેમ જ સરખું જ માર્ગદર્શન અનુસરવું જોઈએ. જો તમ 28 અઠવાડિયાંથી વધુ સમયથી ગર્ભવતી હો, અથવા તમે ગર્ભવતી હો અને તમને પહેલેથી કોઈ આરોગ્યની બીમારી હોય જેના કારણે તમને સગર્ભાવસ્થા દરમ્યાન કોવિડ-19થી ગંભીર બીમારી થવાનું વધારે મોટું જોખમ હોય, તો તમે નિયમિત રીતે જેમને ન મળતાં હો તેવાં લોકો સાથેનો નજીકનો સંપર્ક ઓછો કરવાનું વિચારી શકો.

જ્યાં કોવિડ-19 સામે વધુ વિસ્તૃત પ્રતિસાદ આપવામાં આવી રહ્યો હોય તેવા કોઈ વિસ્તારમાં તમે રહેતાં હો તો

જે વિસ્તારોમાં કોવિડ-19 સામે વધુ વિસ્તૃત પ્રતિસાદની જરૂર હોય ત્યાં સરકાર લોકલ ઓથોરિટીઓ સાથે મળીને કામ કરી રહેલ છે જેથી NHS ને અસહ્ય દબાણનો સામનો કરવો ન પડે. વધુ વિસ્તૃત પ્રતિસાદના વિસ્તારોને 5 અઠવાડિયાના સમય માટે વધારાની સહાયતા પૂરી પાડવામાં આવશે, જેમ કે મોટા પાયે ટેસ્ટિંગ કરવા, વધુમાં વધુ સંખ્યામાં લોકો રસીઓ મેળવે તે માટે ભૌતિક સંસાધનોની ગોઠવણો કરવી. જો તમે અસરગ્રસ્ત લોકલ ઓથોરિટીના કોઈ વિસ્તારમાં રહેતાં હો, તો તમારે તમારા વિસ્તાર માટે કોવિડ-19 વિશેની સ્થાનિક માહિતી તેમજ સલાહ વાંચવી જોઈએઃ

આ વિસ્તારમાં રહેતાં લોકો આ પાન પર આપેલ માર્ગદર્શન અનુસરે તે ખાસ કરીને અગત્યનું છે, જેનાથી કોવિડ-19 નો ફેલાવો ઘટાડવામાં તેમજ તમારું પોતાનું અને બીજાં લોકોનું રક્ષણ કરવામાં મદદ મળશે.

યુ.કે. અને વિદેશમાં મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરી

આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ટ્રાફિક લાઈટ પદ્ધતિ છે. તમારે રૅડ લિસ્ટ પર રહેલા દેશો કે પ્રાંતોમાં મુસાફરી ન કરવી જોઈએ.

યુ.કે.ની બહારથી ઇંગ્લેંડમાં મુસાફરી કરવી

વિદેશથી તમે ઇંગ્લેન્ડ આવો ત્યારે તમારે શું કરવું આવશ્યક છે તેનો આધાર તમે આવતા પહેલાંના 10 દિવસમાં ક્યાં હતાં તેના પર રહેલો છે.

મુસાફરી કરીને ઇંગ્લેન્ડ આવવાનું વિચારી રહેલ લોકોએ યુ.કે.માં પ્રવેશવા વિશેનું માર્ગદર્શન અનુસરવું જોઈએ.

તે જે દેશમાંથી મુસાફરી કરીને આવી રહ્યાં છો તે ક્યા લિસ્ટ પર છે અને તમારે શું કરવું જરૂરી છે તે જાણો.

યુ.કે., આયરલેન્ડ અને ચૅનલ આઈલેન્ડ્સમાં મુસાફરી કરવી

ઇંગ્લેન્ડની અંદર મુસાફરી કરવા ઉપર કોઈ નિયંત્રણો નથી.

જો તમે સ્કૉટલેન્ડ, વેલ્સ અથવા નોર્ધન આયરલેન્ડ, અથવા આયરલેન્ડ કે ચૅનલ આઈલેન્ડ્સમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યાં હો, તો તમારે તમારા ગંતવ્ય સ્થાન પર નિયંત્રણો અમલમાં હોય એવું બની શકે.

જો તમને કોવિડ-19નાં ચિહ્નો હોય કે સેલ્ફ-આઈસોલેટ કરી રહ્યાં હો તો મુસાફરી કરશો નહિ. PCR ટેસ્ટ કરાવો અને ઘરમાં જ રહો વિશેનું માર્ગદર્શન અનુસરો.

ધંધા વ્યવસાયો અને સ્થળો

તમામ ધંધા વ્યવસાયો અને સ્થળો, નાઈટક્લબો તેમજ પુખ્ત લોકોનાં મનોરંજન માટેનાં સ્થળો, ખૂલી શકે છે. રમતગમતો, મનોરંજન તેમજ ધંધાકીય કાર્યક્રમોમાં લોકોની ક્ષમતા પરની મર્યાદાઓ ઉઠાવી લેવામાં આવી છે.

પબો, રેસ્ટોરંટો તેમજ બાર જેવાં હોસ્પિટાલિટી સ્થળો પર માત્ર ટેબલ સર્વિસ આપવાની કે સોશિયલ ડિસ્ટન્સિંગના અન્ય નિયમો પાળવાની આવશ્યકતા હવે નથી.

તમામ ધંધા વ્યવસાયોએ સલામતીપૂર્વક કામ કરવા માટેના માર્ગદર્શનમાં આપવામાં આવેલ સિદ્ધાંતો અનુસરવા જોઈએ.

પોતાના ધંધા દ્વારા જેમને અસર થતી હોય તેમના પરનાં જોખમોનું સંચાલન કરવાની હજુ પણ એમ્પ્લોયરોની કાનૂની ફરજ છે. આ માટે, આરોગ્ય અને સુરક્ષા પરનાં જોખમોની આકારણી કરવી જોઈએ, જેમાં કોવિડ-19નાં જોખમનો પણ સમાવેશ કરવો જોઈએ, અને તમે ઓળખેલાં જોખમો હળવાં બનાવવાનાનાં વાજબી પગલાં લેવાં જોઈએ. સલામતીપૂર્વક કામ કરવા વિશેના માર્ગદર્શનમાં એવાં અનેક પગલાં આપેલાં છે જે એમ્પ્લોયરોએ ધ્યાનમાં લેવાં જોઈએ, જેમ કેઃ

 • સ્થળ પર તાજી હવાની અવરજવર ઓછી હોય તેવી જગ્યાઓ ઓળખવી, દાખલા તરીકે CO2 મોનટિર વાપરીને, અને તે જગ્યાઓમાં હવાની અવરજવર વધારવાનાં પગલાં લેવાં.
 • તબિયત સારી ન હોય તે કર્મચારીઓ અને ગ્રાહકો કામના સ્થળે અથવા તે જગ્યાએ પર ન આવે તેની ખાતરી કરવી
 • કર્મચારીઓ તેમજ ગ્રાહકોને હાથ વધુ વાર સાફ કરવા હેન્ડ સેનિટાઈઝર પૂરા પાડવા, અને લોકો જ્યાં અડતાં હોય તે સપાટીઓ નિયમિત સાફ કરવી
 • તમે જે પગલાં અમલમાં મૂકેલાં હોય તે વિશે કર્મચારીઓ અને ગ્રાહકો સાથે સ્પષ્ટપણે વાતચીત કરવી

આવનારાં જે લોકો NHS COVID-19 ઍપનો ઉપયોગ કરીને ચૅક ઈન કરવા માગતાં હોય તેમના માટે ત્યાં NHS QR codes દર્શાવવાનું ચાલુ રાખવા વ્યવસાયોને પ્રોસ્તાહન આપવામાં આવે છે, જેથી જો રોગચાળો ફાટી નીકળે તો તેમને ચેતવણી મળી શકે અને બીજાંની સુરક્ષાનાં તેઓ પગલાં લઈ શકે, જો કે આ હવેથી કાનૂની આવશ્યકતા નથી.

NHS COVID પાસ

NHS Covid PASSથી લોકો પોતાની કોવિડ-19 સ્થિતિ તપાસી શકે છે અને બતાવી શકે છે કે સંપૂર્ણ રસીકરણ, તાજેતરના નેગેટિવ ટેસ્ટ, અથવા કુદરતી રોગપ્રતિકારકતાના પુરાવા મારફતે તેઓ બીજાંમાં રોગ પ્રસારણ કરે તેનું ઓછું જોખમ છે. કેટલાંક સ્થળો પર પ્રવેશની શરત તરીકે NHS COVID Pass માગવામાં આવી શકે.

કોવિડ-19નું જોખમ ઘટાડવા માટે, અમુક સ્થળોએ પ્રવેશની શરત તરીકે NHS COVID PASS પાસ વાપરવાનું અમે તે સંસ્થાઓને પ્રોત્સાહન આપીએ છીએ. જ્યાં લોકો તેમનાં ઘરની બહારનાં બીજાં લોકો સાથે નજીકથી સંપર્કમાં આવવાની શક્યતાઓ હોય તેવાં મોટા ભીડવાળાં સ્થળોએ (જેમ કે નાઈટક્લબોમાં) આ ખાસ કરીને કરવામાં આવશે.

એવાં કેટલાંક સ્થળો છે જ્યાં બધાં લોકોને પ્રવેશ મળે તેની ખાતરી કરવા માટે NHS COVID પાસ પ્રવેશની શરત તરીકે વાપરવો ન જોઈએ. આમાં સમગ્ર મહામારી દરમ્યાન ખુલ્લાં રહેલાં આવશ્યક રીટેઈલરો તેમજ આવશ્યક સેવાઓનો સમાવેશ થાય છે.

Published 29 March 2021
Last updated 15 October 2021 + show all updates
 1. Translations added for latest version.

 2. Updated link to current international travel guidance and removed reference to 'traffic light system' for international travel as this no longer exists.

 3. Removed Cornwall Council, Devon County Council, Council of the Isles of Scilly, Plymouth City Council and Torbay Council as local authority areas receiving an enhanced response to COVID-19.

 4. Updated guidance following Prime Minister's statement on the autumn and winter plan.

 5. The following languages have been added or updated to reflect the latest step 4 guidance. - Arabic - Bengali - Farsi - Gujarati - Hindi - Polish - Punjabi Gurmukhi - Punjabi Shahmukhi - Slovak - Somali - Urdu - Welsh - French - Portuguese - Tamil We removed reference to Enhanced Response Areas as these were out of date.

 6. Removed Darlington Borough Council, Durham County Council, Gateshead Council, Hartlepool Borough Council, Middlesbrough Council, Newcastle City Council, North Tyneside Council, Northumberland County Council, Redcar and Cleveland Borough Council, South Tyneside Council, Stockton-on-Tees Borough Council and Sunderland City Council as local authority areas receiving an enhanced response to COVID-19.

 7. Added Cornwall Council, Devon County Council, Council of the Isles of Scilly, Plymouth City Council and Torbay Council as local authority areas receiving an enhanced response to COVID-19.

 8. Updated structure and clarified language throughout to improve readability.

 9. Removed references to 16 August in the self-isolation exemption criteria section. This is because the changes are now current.

 10. Added information on self-isolation changes from 16 August

 11. Added easy read version of 'how to stay safe and help prevent the spread' guidance.

 12. Edited get tested and self-isolate. The length of time 18 year olds who are a contact of a positive case will be exempt from self-isolation has changed from 4 months after their 18th birthday to 6 months after.

 13. Added Gujarati translation.

 14. Corrected the 'International travel' section which said people should not travel to countries or territories on the red or amber lists. It now says "You should not travel to countries or territories on the red list.".

 15. Removed Greater Manchester Combined Authority from areas receiving an enhanced response (covering Bolton, Bury, Manchester, Oldham, Rochdale, Salford, Stockport, Tameside, Trafford and Wigan)

 16. Added translations for Step 4 guidance.

 17. Added local authority areas receiving an enhanced response (Newcastle City Council, North Tyneside Council, Northumberland County Council, Durham County Council, Gateshead Council, South Tyneside Council, Sunderland City Council, Darlington Borough Council, Hartlepool Borough Council, Middlesbrough Council, Redcar and Cleveland Borough Council and Stockton-on-Tees Borough Council). Removed areas no longer receiving an enhanced response (Lancashire County Council, Blackpool Borough Council, Cheshire East Council, Cheshire West and Chester Council, Liverpool City Region, Warrington Borough Council, Bedford Borough Council, Blackburn with Darwen Borough Council and Bolton Council).

 18. Updated with information for people who are pregnant.

 19. Removed Birmingham City Council from areas where the new variant is spreading.

 20. Guidance updated for the move to COVID-19 rules step 4 on 19 July.

 21. Guidance updated following the announcement of a move to step 4 on 19 July.

 22. Added Brighton and Hove City Council to the areas where the Delta variant is spreading fastest.

 23. Added Oxford City Council to the areas where the Delta variant is spreading fastest.

 24. Removed Leicester City Council and North Tyneside Council from areas where the new variant is spreading.

 25. Updated to clarify that a PCR test should be taken even if symptoms are mild.

 26. Translations updated

 27. Removed Kirklees from list of areas where there's an enhanced response to the spread of the Delta variant.

 28. Updated international travel section with a link to new simplified guidance on international travel.

 29. Removed Hounslow from list of areas where there's an enhanced response to the spread of the Delta variant

 30. Translations updated to guidance published on 14 June.

 31. Updated in line with new rules from 21 June. There are updates to the rules on weddings and civil partnership ceremonies and wedding receptions or civil partnership celebrations, commemorative events following a death such as a wake, stone setting or ash scattering, care home visits and domestic residential visits for children.

 32. Updated to reflect the publication of revised guidance on arranging or attending a funeral during the coronavirus pandemic.

 33. Updated to reflect the publication of revised wedding and civil partnership ceremonies, receptions and celebrations guidance and new guidance on what you need to do if you're planning a wedding or civil partnership or funeral, wake or commemoration in venues such as gardens or marquees on private land.

 34. Updated the list of areas where the Delta variant is spreading with new councils.

 35. Updated summary with information on changes from 21 June.

 36. Added guidance for people living in areas with variants of concern.

 37. Page updated to align with updated travel guidance in Northern Ireland.

 38. Updated to provide clarity on the type of test to be used for those with or without symptoms. Changed the order of paragraphs in the support bubble section. Clarified the guidance on staying overnight in other people's homes.

 39. The guidance for areas where the new COVID-19 variant is spreading has been updated to make it clearer we are not imposing local restrictions

 40. Updated guidance for areas where the new COVID-19 variant is spreading

 41. Step 3 guidance updates

 42. Added additional guidance on new variant

 43. Updated with new summary: "How the rules will change on 17 May".

 44. Scottish Government travel restrictions updated.

 45. Updated translated versions of guidance in accordance with 12 April changes.

 46. Updated guidance on in-person teaching at universities and higher education.

 47. Updated in line with the latest government guidance.

 48. Updated with additional information on travelling within the Common Travel Area (CTA).

 49. Updated to include how coronavirus restrictions will change from April 12th.

 50. Added full translations to guidance.

 51. Updated to clarify the rules on indoor mixing with members of your support bubble.

 52. Updated with new advice for people who are clinically extremely vulnerable and clarification on the rules for staying overnight with members of your support bubble.

 53. Coronavirus restrictions page updated to include translated summaries of 29 March guidance changes.

 54. First published.