માર્ગદર્શન

ચહેરાનું આવરણ (માસ્ક): ક્યારે પહેરવું અને પોતાના માટે કેવી રીતે બનાવવું

અપડેટ થયેલ 8 December 2021

આ પાનું સમજાવે છેઃ

  • ફેસ કવરિંગ કે મોઢા ઉપરનું આવરણ એ શું છે

  • આવા ફેસ કવરિંગ કે મોઢા ઉપરના આવરણનો ઉપયોગ કરવાનું કારણ

  • કયારે તમારે મોઢા ઉપરનું આવરણ પહેરવું જોઈએ

  • કેવી રીતે મોઢા ઉપરના આવરણનો સલામતરીતે ઉપયોગ કરી અને સંગ્રહ કરવો જોઈએ

આવી માહિતી સતત સમીક્ષા હેઠળ રાખવામાં આવે છે અને તે ફેરફારની શરતે હોય છે.

આવી માહિતી મોઢા ઉપરના આવરણ કે ફેસ કવરિંગના ઉપયોગની સાથે સંબંધ ધરાવે છે. કોરોનાવાઈરસ કોવિડ-19 (COVID-19) ઉપર સરકારની બીજી બધી સલાહ- સૂચના અનુસરવાનું મહત્વનું રહે છે, કે જેમાં સમાવેશ થાય છે 1}કેવી રીતે સલામત રહેવું અને ફેલાવાને અટકાવવો.

ફેસ કવરિંગ એટલેકે મોઢા ઉપરનું આવરણ એ શું છે

કોરોનાવાઈરસ કોવિડ-19 (COVID-19) રોગચાળો ફાટી નીકળવાના સંદર્ભમાં, ફેસ કવરિંગ એવુ કંઈક હોય છે કે જે સુરક્ષિતરીતે નાક અને મોઢાને કવર કરે છે. ઘણા બધા પ્રકારોના ફેસ કવરિંગ કે મોઢા ઉપરના આવરણ મળી રહે છે.

કપડાના ફેસ કવરિંગ અને નિકાલ કરી શકાય તેવા ફેસ કવરિંગ શ્રેષ્ઠરીતે કાર્ય કરે જો તેઓને વિવિધ પડ સાથે તૈયાર કરવામાં આવેલ હોય (ઓછામાં ઓછા બે) અને મોઢાની આસપાસ સારુ એવુ ફિટીંગ આપતુ હોય. આવા ફેસ કવરિંગ એવા કાપડ કે મટિરિઅલ્સથી બનાવવા જોઈએ કે જે તમને આરામદાયક લાગી અને શ્વાસ લઈ શકાય તેવા હોય જેમકે કોટન.

બેન્ડેનાસ (સફેદ કે રંગીન ટપકાવાળા) અથવા ધાર્મિક વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય પણ જો તે મોઢાની આસપાસ સુરક્ષિતરીતે ફિટ ન થાય તો તે ઓછુ અસરકારક રહે તેવી સંભાવના હોય છે.

ફેસ કવરિંગને PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ) તરીકે વર્ગીકરણ કરવામાં આવતુ નથી કે જેનો ઉપયોગ આવા પહેરનારાઓને જોખમ અને ભય સામે મર્યાદિત સંખ્યાના સેટિગ્સમાં ઉપયોગ કરવામાં આવે છે, જેમકે સર્જિકલ માસ્કસ અથવા રેસ્પિરેટર્સ (શ્વાસોચ્છશ્વાસ ચાલુ રાખવાના સાધન) કે જેનો ઉપયોગ મેડિકલ અને ઓધોગિક સેટિંગ્સમાં કરવામાં આવે છે.

ફેસ કવરિંગ પહેરવાથી ચેપના ફેલાવા સામે તમારો અને બીજોઓનો જોખમ – ભય ઓછો કરે છે કારણકે તે મોઢા અને નાકને કવર કરે છે, કે જે વાઈરસ પ્રસારણના સમર્થિત મુખ્ય સ્ત્રોતોહોય છેકે જે આવો વાઈરસ કોરોનાવાઈરસ કોવિડ-19 (COVID-19) ચેપ પેદા કરે છે. વ્યક્તિઓને ભીડવાળી અને બંધિયાર જગ્યાઓમાં મોઢા ઉપરનું આવરણ પહેરવાનું ચાલુ રાખે તેવી અપેક્ષા અને ભલામણ કરવામાં આવે છે કે જયાં તમે સામાન્યરીતે નહિ મળતા લોકોના સંપર્કમાં આવતા હોય, ખાસ કરીને કે જયાં આવા પ્રસારણનો જોખમ- ભય વધારે હોય તેવી સંભાવના રાખવામાં આવે.

જો તમને સર્જિકલ ફેસ માસ્કસ કે મોઢાનો મુખવટો, PPE ફેસ માસ્કસ અને ફેસ કવરિંગ વચ્ચેના તફાવત વિષે વધારે જાણવાની ઈચ્છા હોય તો જૂઓ MHRA’s (મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડકટસ રેગ્યુલેટરિ એજન્સિ) કોરોનાવાઈરસ કોવિડ-19 (COVID-19) અટકાવવામાં મદદરૂપ બને તેવા ઉપયોગમાં લેવામાં આવતા સાધનનો નિયંત્રણ સંબંધી દરજ્જો હોય છે).

મોઢા ઉપરના આવરણના ઉપયોગ કરવા માટેનું કારણ

જયારે કોવિડ-19 (COVID-19) વાળી કોઈ એક વ્યક્તિ જયારે શ્વાસ લે, વાતચીત કરે, કફ અથવા છીંકો આવે ત્યારે તેઓ ખૂબજ નાના રજ-કણ (ટીંપાઓ અને એરોસોલ્સ) મુકત કરતા હોય છે કે જે કોવિડ-19 (COVID-19) પેદા કરતા વાઈરસનો સમાવેશ હોઈ શકે. આવા રજ- કણ કે પાર્ટિકલ્સ બીજી કોઈ વ્યક્તિ દ્વારા શ્વાસમાં આવી શકે.

વસ્તુઓની સપાટીઓ અને માલિકીની ચીજ- વસ્તુઓ પણ કોવિડ-19 (COVID-19)થી દૂષિત બની શકે, કે જયારે તેઓની નજીક આવી ચેપવાળી વ્યક્તિ ઉધરસ ખાઈ અથવા છીંક આવે અથવા કફ અથવા છીંક ખાઈને તેઓના હાથથી તેઓ જો કોઈ સ્પર્શ કરે.

કોઈ એક ફેસ કવરિંગથી તમારા નાક અને મોઢાને કવરિંગ કરવાથી તમે ખૂબજ નાના ટીંપાઓ અને વાઈરસ વાહન કરતા એરોસોલ્સના પ્રસસારણને ઓછો કરી શકો કે જે જયારે તમે બોલો અને શ્વાસ લો ત્યારે, વાઈરસના મુકત થતાં પ્રમાણને મર્યાદિત કરી, બીજાઓનું રક્ષણ કરવામાં મદદરૂપ બની શકો.

કોરોનાવાઈરસ કોવિડ-19 (COVID-19) ઉપરની બીજી બધી સરકારની સલાહને અનુસરવાનું અગત્યનું છે. જો તમને તાજેતરમાં કોરોનાવાઈરસ કોવિડ-19 (COVID-19) ના સૌથી મહત્વના કોઈ પણ લક્ષણોની શરૂઆત હોયઃ

  • કોઈ એક નવો સતત કફ

  • શરીરનું ઊંચુ ઉષ્ણતામાન

  • તમારી સૂંઘવાની અથવા સ્વાદની સામાન્ય ઈન્દ્રિયોમાં ખોટ અથવા ફેરફાર જણાય (એનોસમીઆ)

તમારે અને તમારા ઘરના માણસોએ ઘરમાં સ્વયં- એકાંતવાસ રાખી અને તમારે PCR ટેસ્ટની ગોઠવણ કરવી જોઈએ જો તમને COVID-19 હોય તો જોઈ શકાય. આમાં ફેસ કવરિંગ પહેરવાથી ફેરફાર થતો નથી. જો તમારો ટેસ્ટ પોઝિટિવ હોય તો જે દિવસથી તમને રોગના લક્ષણોની જાણ થઈ હોય તે પછી 10 સુધી અવશ્ય એકાંતવાસ રાખવો જોઈએ.

તમારે કયારે મોઢાનું આવરણ પહેરવું જોઈએ

અંદરના સેટિંગ્સમાં અથવા જાહેર ટ્રેન્સ્પોર્ટમાં તારીખ 19 જુલાઈ 2021ના રોજથી ફેસ કવરિંગ કે મોઢાનું આવરણ પહેરવાની કોઈ કાનૂની આવશ્યકતા રહી નથી. આવી મર્યાદાઓ ઉપાડી લેવાનો અર્થ એવો થતો નથી કે કોવિડ-19 (COVID-19) માંના જોખમ- ભય અદ્રશ્ય થઈ ગયા છે, પણ આ પેન્ડેમિકના નવા તબકકાના પ્રતિભાવમાં આપણે એવા અભિગમ તરફ જઈ રહયા છીએ કે જે વ્યક્તિગત જોખમ-ભય આધારિત સમજ કે અભિપ્રાય સમર્થિત બનાવે.

જો કે કોઈ પણ પરિસ્થિતિ જોખમ- ભયથી મુકત નથી, પણ આપણે એવી કાર્યવાહીઓ લઈ શકીએ કે જે આપણને અને આપણી આજુબાજુઓનું રક્ષણ કરી શકે. અમે અપેક્ષા રાખી અને ભલામણ કરીએ છે કે જાહેર જનતાના લોકો કે સભ્યો ગિરદીવાળી અને બંધિયાર જગ્યાઓમાં ફેસ કવરિંગ પહેરવાનું ચાલુ રાખે કે જયાં તમે સામાન્યરીતે મળતા ન હોય તેવા લોકોના સંપર્કમાં આવતા હોય, જેમકે પબ્લિક ટ્રેન્સપોર્ટમાં.

તમારે કયાં આવુ પહેરવું તેનો નિર્ણય કરવા તમારે તમારી પોતાની સમજણનો ઉપયોગ કરવો જોઈએ. વેપાર- ધંધાઓ, કે જેમાં સમાવેશ થાય છે ટ્રેન્સ્પોર્ટના નિયોજક કે ઓપરેટરનો, તેઓ તેઓના નોકરીયાતો અને ગ્રાહકોને મોઢાનું આવરણ પહેરવાની વિનંતી કરી શકે. તમારે ઉપયોગમાં લેવામાં આવતી આવી સર્વિસીસના ઓપરેટર્સ સાથે સ્થળો, અને સેટિંગ્સની તમારે તપાસ કરવી જોઈએ.

ડિપાર્ટમેન્ટ ફોર ટ્રેન્સ્પોર્ટે પેસિન્જરો માટે વધારે સલામતીની મુસાફરી ઉપર તેમના માર્ગદર્શનો અધતન કર્યા છે.

ઈન્ફેકશન પ્રિવેન્શન કંટ્રોલ (IPC) ગાઈડન્સ એટલેકે ચેપને અટકાવી અને અંકુશમાં રાખવામાં આવતા માર્ગદર્શનએવી સલાહ આપે છે કે હેલ્થકેરના બધાજ સેટિંગ્સના દરદીઓ અને મુલાકાત લેનારાઓએ ફેસ કવરિંગ પહેરવું જોઈએ, પણ એ શરતે કે તે સહન થઈ શકે અને તેઓની મેડિકલ અથવા કેરની જરૂરિયાતો માટે હાનિકારક ન હોય. તેઓએ કેર હોમ્સમાં પણ પહેરવા જોઈએ જેથીરહેવાસીઓને ચેપના જોખમ- ભયમાંથી રક્ષણ આપી શકાય .

ધ ડિપાર્ટમેન્ટ ફોર એડયુકેશન (DfE)પાસે સ્કૂલો અને બીજી શૈક્ષણિક સંસ્થાઓ માટે આવા ફેસ કવરિંગના ઉપયોગ માટે તેમનું પોતાનું માર્ગદર્શન હોય છે કે જેમાધ્યમિકસ્કૂલની- ઉંમરનાશિષ્યો, યુવાન લોકો માટે અને ઈંગ્લેન્ડના પુખ્તવયનાઓને શિક્ષણ પૂરું પાડતા હોય.

સમગ્ર યૂકેની (UK) લાગતીવળગતી રીજનલ કે પ્રાદેશિક વેબસાઈટો ઉપર જુદા જુદા નિયમો વિષે તમને વધારે માહિતી મળી શકેઃ

ફેસ વિઝર્સ , શીલ્ડસ એન્ડ ટ્રેન્સપરન્ટ ફેસ કવરિંગ્સ

ફેસ કવરિંગની સરખામણીમાં કોઈ એક ફેસ વિઝર અથવા શીલ્ડ કે પરિરક્ષણવાળુ આવરણ ફકત મર્યાદિત રક્ષણ પૂરું પાડે છે કારણકે તે પર્યાપ્તરીતે નાક અને મોઢાને કવર કરતુ ન હોવાથી, હવાઈમાર્ગે જતા રજ-કણનું ફિલ્ટર ન કરે.

જે લોકોને ઓષ્ટવાંચન (લિપ રીડીંગ) અથવા મુખભાવના ભાવનાઓની આવશ્યકતા રહેતી હોય તેઓના સંદેશાવ્યવહારમાં પારદર્શક ફેસ કવરિંગ મદદરૂપ બની શકે. આમ છતાં પણ, પુરાવા દ્વારા તેઓની અરસકારકતાને સપોર્ટ મળતો નથી. સૌથી અસરકારક બનવા માટે, કોઈ એક ફેસ કવરિંગ ચહેરાની આસપાસ સુરક્ષિતરીતે નાક અને મોઢાને કવર કરી, અને શ્વાસ લઈ શકાય તેવા મટિરિઅલ્સ કે કાપડથી બનાવવામાં આવે અને હવાઈમાર્ગે જતા રજ-કણને ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.

વ્યક્તિઓ કે જેઓ ફેસ કવરિંગ પહેરવા ક્ષમતા ધરાવી ન શકે

ફેસ કવરિંગની અપેક્ષા અંદરની જગ્યાઓ માટે અપેક્ષા રાખી અને ભલામણ કરવામાં આવે છે2]કે જયાં તમે સામાન્યરીતે મળતા લોકો સાથે તમે સંપર્કમાં આવતા ન હોય. આમ છતાં પણ, એવી થોડીક પરિસ્થિતિ હોય છે કે જયાં લોકો ફેસ કવરિંગ પહેરવા સમર્થ બની ન શકે.

કૃપા કરી આવા સંજોગો માટે આદરભાવ રાખશો. થોડાક લોકો ફેસ કવરિંગ પહેરવા ઓછા સમર્થ કે શકેતિમાન હોય છે, અને આ માટેના કારણો હંમેશા જોઈ શકાતા હોતા નથી,

આમાં સમાવેશ થાય છે (પણ તે મર્યાદિત નથી):

  • 11વર્ષની હેઠળના બાળકો (આરોગ્ય અને સલામતીના કારણે 3 વર્ષની હેઠળના બાળકો માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ ફેસ કવરિંગની ભલામણ કરતા નથી)

  • શારીરિક અથવા માનસિક બીમારી અથવા હાનિ-ઈજાને લઈને, અથવા ડિસબિલિટિના કારણે જે લોકો ફેસ કવરિંગ રાખવા, પહેરવા અથવા કાઢી શકે તેવા ન હોય

  • એવા લોકો કે જેઓને ફેસ કવરિંગ રાખવામાં, પહેરવામાં અથવા કાઢી નાખવામાં સખત માનસિક પીડા થતી હોય

  • એવા દ્રષ્ટાંતો કે જયાં લોકો સંદેશાવ્યવહાર કરવા માટે વાતચીત કરવા અથવા કોઈ એકને મદદ- સહાય પૂરી પાડવા જેઓ ઓષ્ટવાંચન, સ્પષ્ટ અવાજ અથવા મોઢાના ભાવ ઉપર આધાર રાખતા હોય

  • જેથી કરીને હાનિ અથવા ઈજા, અથવા હાનિનું જોખમ અથવા ઈજાથી, તમારી પોતાની જાતને અથવા બીજાઓને તેનાથી દૂર રાખી શકાય

  • આવુ સ્વીકારવાથી કે, પોલીસ ઓફિસરો અને બીજા કટોકટી – ઈમર્જન્સિના કાર્યકરો, આથી કદાચ જાહેર જનતાને સેવા આપવા તેઓની ક્ષમતા સાથે દરમ્યાનગીરી કરી શકે

એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જયારે તમને ફેસ કવરિંગ દૂર કરવા કહેવામાં આવે, દાખલા તરીકેઃ

  • ઓળખ આપવાના હેતુ- લક્ષ્યો માટે જયારે બેન્કમાં, બિલ્ડિંગ સોસાયટિ અથવા પોસ્ટ ઓફિસમાં

  • જયારે શોપના સ્ટાફ અથવા લાગતાવળગતા એમ્પ્લોઈઝ ઓળખ આપવા માટે તેમ કરવાની વિનંતી કરે ત્યારે, આરોગ્યની ભલામણોની આકારણી કરવા માટે (દાખલા તરીકે ફાર્મસિસ્ટ દ્વારા) અથવા ઉંમર નિશ્ચિત કરવાના હેતુઓ માટે, કે જેમાં સમાવેશ થાય જયારે ઉંમર- વય માટે મર્યાદિત કરવામાં આવેલ બનાવટો ખરીદવા જેમકે એલ્કોહોલ

  • સારવાર અથવા સર્વિસીસ મેળવવા જો આવશ્યકતાઓ રહેતી હોય તો, દાખલા તરીકે જયારે ચહેરાની સારવાર મેળવવા

મુક્તિ કે છૂટ્ટી આપનારા કાર્ડસ

કોઈ પણ સેટિંગમાં મોઢા ઉપરનું કવરિંગ પહેરવાની કોઈ કાનૂની આવશ્યકતાઓ નથી , અને તેથી તમને આવી કોઈ પણ છૂટ ઉપર આધાર રાખવાની જરૂર નથી . આમ છતાં પણ , જો કોઈ એક વ્યક્તિને વધારે આરામદાયક લાગે જો તેઓ તેવુ બતાવી શકી કંઈક એવુ પરાવર્તન કરાવે કે તેઓ ફેસ કવરિંગ પહેરી શકે તેમ નથી . જેમકે એવા સંજોગોમાં કે જયાં સરકાર એવી અપેક્ષા રાખી અને ભલામણ કરે છે કે ગિરદીવાળી અને બંધિયાર જગ્યાઓમાં લોકો ફેસ કવરિંગ્સ પહેરવાનું ચાલુ રાખે , જેમકે પબ્લિક ટ્રેન્સ્પોર્ટમાં

જો તમારી પાસે ફેસ કવરિંગ નહિ પહેરવા ઉંમર- વય, આરોગ્ય અથવા ડિસબિલિટિ માટેનું કારણ હોયઃ

  • આ માટે તમારે કોઈ પણ લિખિત પુરાવો બતાવવાની જરૂર નથી

  • તમારો એગ્ઝેમ્પશન કાર્ડ બતાવવાની જરૂર નથી

આનો અર્થ એવો થાય કે ફેસ કવરિંગ નહિ પહેરવા માટેના તમારા કારણ વિષે તમને મેડિકલ પ્રફેશનલ પાસેથી કાગળની વિનંતી અથવા સલાહ મેળવવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી.

આમ છતાં પણ, અમુક લોકો શા માટે તેઓ ફેસ કવરિંગ પહેરતા નથી જો તેના કારણનો કંઈક ખુલાસો બતાવી શકે તો તેઓને વધારે સગવડભરેલ કદાચ લાગી શકે. આવુ કદાચ એગ્ઝેમ્પશન કાર્ડ, બેજ અથવા પછી ભલે ઘરે બનાવેલ ચિહ્ય કે સાઈનના ફોર્મમાં કે સ્વરૂપમાં હોય.

આવુ એગ્ઝેમ્પશન કાર્ડ અથવા બેજ સાથે રાખવાની એ વ્યક્તિગત પસંદગી છે અને તે કાનૂન દ્વારા આવશ્યકતા નથી.

જો તમને એગ્ઝેમ્પશન કાર્ડ અથવા બેજનો ઉપયોગ કરવાની ઈચ્છા થાય તો, તમે એગ્ઝેમ્પશન કાર્ડ ટેમ્પલેટસ ડાઉનલોડ કરી શકો. તમે ત્યારબાદ આ તમારી જાતે છાપી શકો અથવા કોઈ મોબાઈલ સાધન ઉપર બતાવી શકો. કૃપા કરી નોંધ લેશો કે સરકાર આવા વાસ્તવિક કે ફિઝિકલ એગ્ઝેમ્પશન કાર્ડસ અથવા બેજીસ પૂરા પાડી શકે તેમ નથી.

જો તમે સહાયરૂપ બને તેવી ટેકનોલજિનો ઉપયોગ કરો (જેમકે સ્ક્રીન રીડરનો) અને આવા ટેમ્પલેટસના વૃતાંતની કોઈ વધારે સુગમતા મેળવી શકાય તેવા ફોર્મેટમાં જરૂર જણાય તો, કૃપા કરી ઈમેઈલ publiccorrespondence@cabinetoffice.gov.uk. કૃપા કરી જણાવો કે તમને કયા ફોર્મેટમાં ટેમ્પલેટની જરૂર છે અને કઈ સહાયરૂપ ટેકનોલજિનો તમે ઉપયોગ કરો છો.

યૂકેના (UK) જુદા જુદા ભાગોમાં છૂટો માટે કૃપા કરી નિશ્ચિત માર્ગદર્શનનો ઉલ્લેખ કરો નોર્ધન આયરલેન્ડ , સ્કોટલેન્ડ અને વેલ્સ માટે .

કોઈ પણ સેટિંગમાં ફેસ કવરિંગ પહેરવા માટે કોઈ કાનૂની આવશ્યકતા રહેતી નથીઅને તેથી કોઈ એક વ્યક્તિને આવા એગ્ઝેમ્પશન ઉપર આધાર રાખવાની જરૂર રહેતી નથી. આમ છતાં પણ, જો કોઈ એક વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં ફેસ કવરિંગનો પહેરી શકે નહિ તેમ નહિ હોવાનું પ્રતિબિંબ (રિફલેકટ) પાડી જો આવુ કંઈ બતાવી શકે, કે જયાં સરકાર એવી અપેક્ષા રાખી અને ભલામણ કરતા હોય કે લોકોએ ફેસ કવરિંગ પહેરવાનું ચાલુ રાખવુ જોઈએ, જેવીકે ગિરદીવાળી અને બંધિયાર જગ્યામાં, જેમકે પબ્લિક ટ્રેન્સપોર્ટમાં તો તેઓને કદાચ વધારે અનુકૂળતા લાગી શકે.

ફેસ કવરિંગ કે મોઢા ઉપરનું આવરણ કેવી રીતે પહેરવું

વિવિધ પડો (લેઅર્સ) સાથેનું ફેસ કવરિંગ, કે જે મોઢાની આજુબાજુ ગાઢરીતે ફિટ થતુ હોય તે શ્રેષ્ઠરીતે કાર્ય કરે. એ અગત્યનું છે કે કોઈ પણ ફેસ કવરિંગ સાચી રીતે પહેરી અને કેર કે માવજત સાથે તેને હેન્ડલ કરવામાં આવે છે. ફેસ કવરિંગ કે મોઢાનું આવરણ હોવું જોઈએ:

  • જો કે તમને આરામદાયકરીતે શ્વાસ લેવા અવકાશ આપી તમારા નાક અને મોઢાને કવર કરો (નોઝ વાયર કદાચ ફિટ થવામાં મદદરૂપ બની શકે)

  • મોઢાની બાજુની સામે સલામતરીતે પણ આરામદાયકરીતે ફિટ થાય

  • મસ્તક સાથે દોરીથી (ટાઈઝ) અથવા કાનના લૂપ્સ સાથે સુરક્ષિત કરો

  • એવા કાપડ કે મટિરિઅલ્સથી બનાવેલ હોય કે જે તમને આરામદાયક અને શ્વાસ લઈ શકો તેવુ હોય, જેમકે કોટન

  • આદર્શરીતે ઓછામાં ઓછા ફેબ્રિકના બે પડોનો (લેઅર્સ) સમાવેશ હોય (વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન, ઉપયોગમાં લેવામાં આવેલ ફેબ્રિકના આધારે ત્રણની ભલામણ કરે છે)

  • સિવાયકે નિકાલ કરી શકાય તેવુ હોય, ફેબ્રિક ધોવા માટેની સૂચનાઓના પ્રમાણે લોન્ડ્રિમાં બીજી આઈટમ્સ સાથે ધોઈ શકાય તેવુ હોય, અને ફેસ કવરિંગને નુકસાન થયા વગર સૂકાવુ જોઈએ. સિંગલ-યૂઝ કે એકજ -ઉપયોગવાળા માસ્કને ધોઈ અને ફરીથી ઉપયોગ કરવો જોઈએ નહિ.

જયારે ફેસ કવરિંગ પહેરો ત્યારે તમારેઃ

  • 20 સેકન્ડો માટે સંપૂર્ણપણે પાણી અને સાબુથી તમારા હાથ ધોવા જોઈએ અથવા ફેસ કવરિંગ મૂકતા પહેલાં હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો

  • તમારા કપાળ અથવા ગળામાં પહેરવાનું ટાળો

  • ફેસ કવરિંગના ભાગને તમારા મોઢા અને નાકના સંપર્ક સાથે સ્પર્શ કરવાથી દૂર રાખો કારણકે તે કદાચ વાઈરસ સાથે દૂષિત બને.

  • ફેસ કવરિંગને બદલો જો તે ભેજવાળુ બન્યુ હોય અથવા તમે તેને સ્પર્શ કર્યો હોય

  • ઘણી બધી ઝડપથી વારાફરતીરીતે કે ક્રમશરીતે તે કાઢી અને પાછુ મૂકવાનું ટાળો (દાખલા તરીકે, જયારે હાઈ સ્ટ્રીટમાં દુકાનો છોડતી અને પ્રવેશ કરતી વખતે)

જયારે ફેસ કવરિંગને કાઢતાઃ

  • તમારા હાથને સંપૂર્ણપણે 20 સેકન્ડો માટે સાબુ અને પાણીથી ધૂઓ અથવા તેને કાઢતા પહેલાં હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો

  • ફકત સ્ટ્રેપ્સ (પટ્ટા), ટાઈઝ (દોરી) અથવા ક્લિપ્સને હેન્ડલ કરશો

  • બીજા કોઈને તેનો ઉપયોગ કરવા આપશો નહિ

  • જો સિંગલ ઉપયોગ માટે હોય તો, રેસિડયૂઅલ વેસ્ટ બિનમાં તેનો સંભાળપૂર્વક નિકાલ કરશો અને રીસાઈકલ કરશો નહિ

  • જો ફરીથી ઉપયોગ કરી શકાય તેવુ હોય તો, ફેબ્રિક માટે યોગ્ય હોય તેવા સૌથી વધારે ઉષ્ણતામાને ઉત્પાદકની સૂચનાઓના સુમેળમાં રહીને તેને ધૂઓ

  • એક વખત કાઢયા પછી હેન્ડ સેનિટીઈઝરનો ઉપયોગ કરો અથવા 20 સેકન્ડો માટે પાણી અને સાબુથી તમારા હાથને સંપૂર્ણપણે ધૂઓ

ફેસ કવરિંગ વેપાર - ધંધાઓ , સ્થળોઅને કાર્યસ્થળ માટે

વેપાર- ધંધાઓ અને એમ્પ્લોયર્સે તેઓના કામદારો કે વર્કફોર્સ અને ગ્રાહકોના આરોગ્ય અને સલામતી માટે તેમના નોકરીના સ્થળે અથવા સેટિંગમાં, કે જેમાં કોવિડ -19 નો (COVID-19) સમાવેશ હોય, તે માટે જોખમ- ભયની આકારણી અવશ્ય પૂર્ણ કરવાનો પ્રબંધ કરી અને વાજબી ઉપાયો લેવા જોઈએ. ‘વર્કીંગ સેફલી’ના માર્ગદર્શનમાં વધારે માહિતી મળી શકે.

વેપાર- ધંધાઓને ગ્રાહકો, અસીલો- કલાયન્ટસ અથવા તેમના કામદારોને ફેસ કવરિંગ પહેરવા પ્રોત્સાહીત કરવાની આવશ્યકતા રહી શકે.

જયારે જોખમ- ભયની આકારણી પૂર્ણ કરો ત્યારે, તમારે સ્ટાફ અને ડિસબિલિટિવાળા ગ્રાહકો માટે વાજબી અનુકૂળતાઓની જરૂરિયાતની વિચારણા કરવાની જરૂર રહે છે. જો તમારો વેપાર- ધંધો અમુક – ચોકકસ આરોગ્ય અને સલામતીના ઉપાયોનો અમલ કરવાનું પસંદ કરે તો, એમ્પ્લોયમેન્ટસના અધિકારો અને સમાનતાના કાયદામાંથી ઉપસ્થિત થતાં સ્ટાફ અને ગ્રાહકો માટેના બીજા બંધનો અને આવુ કેવી રીતે તમારા ધંધાના સામાન્ય આરોગ્ય અને સલામતીની ફરજોમાં ફિટ થાય છે, તેની તમારે સંભાળપૂર્વક વિચારણા કરવાની જરૂર રહે છે.

બધાજ વેપાર-ધંધાઓએ સલામતરીતે કાર્ય કરવાના માર્ગદર્શનમા દર્શાવવામાં આવેલ સિધ્ધાંતો અનુસરવા જોઈએ.

ઈંગ્લેન્ડમાં જયાં વેપાર – ધંધાઓમાં ફેસ કવરિંગની આવશ્યકતા રહે તો એવા થોડાક સંજોગો હોય છે કે જયાં લોકો ફેસ કવરિંગ પહેરી શકે તેમ ન હોય ત્યાં લોકોએ કાળજી- ચિંતા રાખી અને આનો આદરભાવ કરવો જોઈએ. વધારે માહિતી માટે, જૂઓ એવી વ્યક્તિઓ કે જેઓ મોઢાનું આવરણ કે ફેસ કવરિંગ પહેરવા સમર્થ ન હોય.

જો તમારા કામદારો (કંટ્રેકટર્સના સમાવેશ સાથે) અથવા ગ્રાહકો ફેસ કવરિંગ પહેરવાનું પસંદ કરે તો, તમારે ફેસ કવરિંગનો સલામતરીતે ઉપયોગ કરવા માટે તેઓને સપોર્ટ કરવો જોઈએ.

ઓકયુપેશનલ વર્કવેર કે વ્યવસાયના કપડાઓ અને PPEના સંબંધ ધરાવનારી સામાન્ય નીતિઓ લાગુ પડવાનું ચાલુ રહેશે.

ફેસ કવરિંગ્સની ખરીદી અને વેચાણ

યૂકેમાં (UK) ફેસ કવરિંગ્સ મોટી સંખ્યામાં છૂટક વેપારીઓ, ઓનલાઈન અને સ્ટોરમાં વેચવામાં આવે છેકોવિડ-19 (COVID-19) જે જુદા જુદા સંદર્ભમાં ફેલાઈ શકે તેની ગૂંચવણને લઈને અને ફેસ માસ્કસ અને કવરિંગ્સની અસરકારકતાના જલદીથી બદલાતા અને વધતા જતા પુરાવાના આધારે, હાલમાં ફેસ કવરિંગ્સના માટે યૂકેની (UK) બનાવટોના ધોરણોને કોઈ ફરજિયાત નથી.

વેચવામાં આવતા ફેસ કવરિંગ્સે 2005ના જનરલ પ્રોડકટસ સેફટિ રેગ્યુલ્શન્સની હાલની આવશ્યકતાઓ અવશ્ય સંતોષવી જોઈએ. વધારે માહિતી ઓફિસ ફોર પ્રોડકટ એન્ડ સેફટિ સ્ટેન્ડર્ડસમાં મળી શકે (OPSS) ફેસ કવરિંગ્સના ઉત્પાદકો માટે માર્ગદર્શન.

તમારું પોતાનું ફેસ કવરિંગ બનાવવા

જો તમારી ઈચ્છા તમારું પોતાનું ફેસ કવરિંગ બનાવવાની હોય તો, ઓનલાઈન ઉપર સૂચનાઓ વિશાળરીતે મળી રહે છે. અમે કોઈ વિશિષ્ટ પ્રથાની બાંયધરી આપતા નથી પણ તે માટે કાપડ અને ફેબ્રિકસની વિચારણા કરશો કે જે જુદી જુદી ચામડીના પ્રકારોને બળતરા કરી શકે.

પુરાવો એવુ સૂચવે છે કે જાડા ફેબ્રિકસ અથવા વિવિધ પડોનો ઉપયોગ કરવાથી પ્રસારણનો જોખમ- ભય ઓછો થઈ શકે. આમ છતાં પણ, ફેસ કવરિંગ હજી પણ શ્વાસ લઈ શકાય તેવું હોવું જોઈએ.

કોઈ એક પુખ્તવયનાના નિરીક્ષણ હેઠળ બાળકોએ ફેસ કવરિંગ્સ બનાવવા જોઈએ અને બાળકો માટેના ફેસ કવરિંગ્સ મસ્તક સાથે સુરક્ષિત કરી ફકત કાનના લૂપ્સ કે દોરીનો ઉપયોગ કરવો જોઈએ.

જો તમને તમારા ઘરની આસપાસમાં રહેલ કાપડ સાથે ફેસ કવરિંગ્સ કેવી રીતે બનાવી શકાય તે માટે વધારે માહિતી જોઈતી હોય તો, કૃપા કરીBig Community Sew વેબસાઈટની મુલાકાત લો. અહીંયા ફેસ કવરિંગ્સ કેવી રીતે બનાવી શકાય અને બીજી ઉપયોગી માહિતી અને સલાહ તમને ક્રમશવાર વિડિઓ ટયૂટોરિઅલ્સમાં મળી શકે

ફેસ કવરિંગ્સ જાળવી રાખવા અને નિકાલ કરવા

ફેસ કવરિંગનો જે ભાગ તમારા મોઢા અને નાકના સંપર્કમાં રહેલ હોય તેવા ભાગને, અથવા ફેસ કવરિંગના આગળના ભાગને સ્પર્શ કરશો નહિ.

એકવખત કાઢયા પછી, આવા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ફેસ કવરિંગ્સને એકવખત તમને તેને ધોવાની તક મળે ત્યાં સુધી પ્લેસ્ટિકની બેગમાં સંગ્રહ કરશો. જો ફેસ કવરિંગ સિંગલ કે એકજ ઉપયોગ માટે હોય તો, તેને રેસિડયૂઅલ વેસ્ટ બિનમાં નિકાલ કરો. તેને રિસાઈકલ બિનમાં મૂકશો નહિ.

સામાન્ય ઘરગથ્થુ સફાઈ કરનારી બનાવટોનો ઉપયોગ કરી, ફેસ કવરિંગે જે કોઈ પણ સપાટીને સ્પર્શ કર્યો હોય તેને તમે સાફ કરવાની ખાતરી કરશો. જો કોઈ એક કેફેમાં જમતા હો તો, તે મહત્વનું છે કે તમે ફેસ કવરિંગને ટેબલ ઉપર મૂકશો નહિ.

નિયમિતરીતે તમારા ફેસ કવરિંગને સાફ કરશો અને ફેબ્રિકસને ધોવા માટેની સૂચનાઓને અનુસરશો. તમે તમારા સામાન્ય ડિટરજન્ટનો ઉપયોગ કરી શકો. તમે બીજી લોન્ડ્રિ સાથે તેને ધોઈ અને સૂકવી શકો. જો તમારું ફેસ કવરિંગ નુકસાન થયેલ હોય તો તેને તમારે અવશ્ય ફેંકી દેવું જોઈએ.

જાહેર જનતા અને વેપાર- ધંધાઓ માટે કચરાના સલામતવાળા નિકાલ વિષે માર્ગદર્શન સરકારે પ્રકાશન કર્યુ છે.