દ્વિપક્ષીય રેનલ એજેનેસિસ: માતાપિતા માટે માહિતી (Gujarati)
અપડેટ થયેલ 9 July 2026
Applies to England
સર્વસામાન્ય નિરીક્ષણ
જો તમારા 20-અઠવાડિયાના સ્કેનને (કયારેક મધ્ય-ગર્ભાવસ્થાના સ્કેન તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે) અનુસરીને જો તમારા બાળકને બાઈલેટરલ રેનલ એજનેસિસ કે બન્ને કિડનિ નહિ હોવાની શંકા હોય તો આ મહિતી તમને મદદ કરશે. બાઈલેટરલ રેનલ એજનેસિસનો અર્થ એ છે કે તમારા બાળકને બે બાજુ કે બન્ને કિડનિઝ કે મૂત્રપિડો હોતા નથી.
અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને અને તમારા આરોગ્ય નિષ્ણાતોને તમારી અને તમારા બાળકની સંભાળના આવતા તબક્કાઓ વિશે ચર્ચા કરવામાં મદદરૂપ થશે। આ માહિતીએ, આરોગ્ય વ્યાવસાયિકો સાથેની તમારી ચર્ચાઓને, ટેકો આપવો જોઈએ, પણ જોઈએ નહીં. તમારા બાળકના વિકાસમાં કોઈ સમસ્યા હોઈ શકે તે માહિતી મેળવવાનું ચિંતાજનક હોઈ શકે છે. તે યાદ રાખવું મહત્ત્વનું છે કે તમે એકલા નથી.
અમે તમને વિશેષજ્ઞોની ટીમ પાસે મોકલીશું, જે તેમનો સર્વોત્તમ પ્રયત્ન કરશે:
- તમારા બાળકની સ્થિતિ વિષે વધારે સચોટ માહિતી પૂરી પાડશે
- તમારા પ્રશ્નોના જવાબ આપશે
- આગળના પગલાંની યોજના બનાવવા માટે તમને મદદ કરવા
બાઈલેટરલ રેનલ એજનેસિસ (bilateral renal agenesis)
બાઈલેટરલ રેનલ એજનેસિસ એ દુર્લભ સ્થિતિ હોય છે કે જયાં બન્ને કિડનિઝ કે મૂત્રપિડોનો વિકાસ થતો નથી.
મોટા ભાગના બાળકો 2 કિડનિઝ સાથે જન્મે છે, એક ડાબી બાજુ પર અને બીજી જમણી બાજુ પર. કિડનિઝ કે મૂત્રપિડો પેશાબની વ્યવસ્થા કે પધ્ધતિનો એક ભાગ છે. તેઓ લોહીમાંથી કચરો અને વધારાનું પ્રવાહી ફિલ્ટર કરી અને આ શરીરમાંથી પેશાબ (વી) સ્વરૂપમાં દૂર કરવામાં આવે છે. કિડનિઝ હોર્મોન્સ પણ ઉત્પન્ન કરે કે જે હાડકાંને મજબૂત બનાવવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને લાલ રક્તકણોના ઉત્પાદનને માર્ગ બતાવવા કે નિયમન કરવામાં મદદ કરે છે.
કિડનિઝ બાળકના વિકાસના ખૂબ જ પ્રારંભિક તબક્કામાં બને છે. ગર્ભાવસ્થાના લગભગ 12 અઠવાડિયાઓ પછી, તેઓ પેશાબ ઉત્પન્ન કરવાનું શરૂ કરે કે જે એમ્નિઓટિક પ્રવાહીમાં (ગર્ભાશયની અંદર બાળકની આસપાસનું પાણી) ફાળો આપે છે. બાળકોને તેમના ફેફસાંના વિકાસ માટે એમ્નિઓટિક પ્રવાહીની જરૂર હોય છે.

સંપૂર્ણ રીતે વિકસિત ફેફસાં અને કિડની ધરાવતા બાળકનું ચિત્ર દર્શાવ્યું છે
બાઈલેટરલ રેનલ એજનેસિસ ધરાવતા બાળકોમાં કોઈ પણ કિડનિઝ હોતી નથી, તેથી 20-અઠવાડિયાના સ્કેન સમયે એમ્નિઓટિક પ્રવાહી ખૂબ જ ઓછું અથવા બિલકુલ હોતું નથી. બાળકની આસપાસ કોઈ પ્રવાહી નહિ અથવા ઓછી માત્રામાં પ્રવાહીનો અર્થ એ છે કે તેમના ફેફસાં યોગ્ય રીતે વિકસિત થઈ શકશે નહીં દુર્ભાગ્યે, આનો અર્થ એ છે કે આ બાળકો જન્મ પછી જીવી શકશે નહિ. આ સ્થિતિને અટકાવવા અથવા ઉપચાર કરવાનો કોઈ રસ્તો નથી.
કારણો
બિલેટરલ રીનલ એજેનેસિસનું ચોક્કસ કારણ શું છે તે અમને સ્પષ્ટ રીતે જાણીતું નથી, પરંતુ અમને ખબર છે કે આ છોકરાઓમાં વધુ સામાન્ય છે આ તમારી તરફથી કરવામાં આવેલી કે ન કરવામાં આવેલી કોઈ પણ બાબતના કારણે થતું નથી તે કયારેક બીજી તબીબી પરિસ્થિતિઓ સાથે જોડાયેલું હોય છે, જેમ કે તમારા બાળકના રંગસૂત્રોને અસર કરતી (આનુવંશિક માહિતી). તમે નિષ્ણાત ટીમ સાથે તમારા વ્યક્તિગત સંજોગોની ચર્ચા કરી શકશો.
બાઈલેટરલ રેનલ એજનેસિસ દર 5,000 (0.02%) માંથી લગભગ એક બાળકમાં થાય છે.
અમે બાઈલેટરલ રેનલ એજનેસિસ (Bilateral renal agenesis) કેવી રીતે શોધીએ છીએ
અમે 20- અઠવાડિયાના સ્કેન પર બાઈલેટરલ રેનલ એજનેસિસ (Bilateral renal agenesis) માટે સ્ક્રીન કરીએ છીએ (ગર્ભાવસ્થાના 18+0 અને 20+6 અઠવાડિયાઓ વચ્ચે).
અનુવર્તી પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો
સ્કેનના પરિણામ એ સૂચવે છે કે તમારા બાળકને બાઈલેટરલ રેનલ એજનેસિસ (Bilateral renal agenesis) છે, અમે તમારો સગર્ભા માતાઓ અને તેમના બાળકો તેઓ જન્મે પહેલાં તેમની સંભાળ રાખવા માટેના નિષ્ણાતોની એક ટીમને ઉલ્લેખ કરીએ છીએ. તેઓ તે હોસ્પિટલમાં આધારિત હોઈ શકે કે જયાં તમે હાલમાં પ્રસૂતિ પૂર્વેની સંભાળ લઈ રહ્યા છો, અથવા એક જુદી હોસ્પિટલમાં. જો તમારા બાળકને આ સ્થિતિ છે તેની જાણકારીની ખાતરી કરવા માટે તમને બીજા સ્કેનની જરૂર રહેશે. જો તમારા બાળકને બાઈલેટરલ રેનલ એજનેસિસ (Bilateral renal agenesis) છે કે નહિ અને આનો અર્થ શું હોઈ શકે તેની નિષ્ણાત ટીમ પુષ્ટિ કરશે.
નિષ્ણાતોની ટીમને મળવા પહેલાં તમે પૂછવા માંગતા કોઈ પણ પ્રશ્નો લખીને રાખો, તે મદદરૂપ થઈ શકે છે
પરિણામ
બાઈલેટરલ રેનલ એજનેસિસ (bilateral renal agenesis) માટે કોઈ સારવાર નથી. દુર્ભાગ્યે, કિડનિ વગરના બાળકો જન્મ પછી મૃત્યુ પામેલ અથવા ખૂબ જ જલદી મૃત્યુ પામે છે કારણ કે તેઓ યોગ્ય રીતે વિકસિત ફેફસાં અને કિડનિઝ વિના જીવી શકતા નથી.
હવે પછીની કાર્યવાહીઓ અને પસંદગીઓ
તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારી સંભાળ રાખતી ટીમ સાથે તમારા બાળકની બાઈલેટરલ રેનલ એજનેસિસ અને તમારા વિકલ્પો વિશે ચર્ચા કરી શકો છો આમાં તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવી અથવા તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો સમાવિષ્ટ હશે. તમને બાઈલેટરલ રેનલ એજનેસિસ વિષે વધારે જાણવાની ઈચ્છા થઈ શકે. આ પરિસ્થિતિમાં માતાપિતાને મદદ કરવાના અનુભવ સાથે સપોર્ટ સંસ્થા સાથે વાત કરવી મદદરૂપ થઈ શકે.
જો તમે તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લો તો, નિષ્ણાત ટીમ તમારી સંભાળની યોજનામાં તમને મદદ કરશે: દુર્ભાગ્યે બાઈલેટરલ રેનલ એજનેસિસ માટે કોઈ ઉપાય નથી, ટીમ તમારી સાથે ચર્ચા કરશે કે તમે જન્મ પછી તમારા બાળકની સંભાળ કેવી રીતે રાખવા ઈચ્છો છો. આને પેલિએટિવ કેર કે ઉપશામક સંભાળ કહેવામાં આવે છે. પેલિયેટિવ કેર એ તે સમયે આપવામાં આવતી સંભાળ છે, જ્યારે કોઈપણ સારવાર અથવા ઉપચાર ઉપલબ્ધ ન હોય ત્યારે આરોગ્ય નિષ્ણાતો લક્ષણોને ઓછા કરવા અને વ્યક્તિને આરામદાયક રાખવામાં મદદ કરે છે બાઈલેટરલ રેનલ એજનેસિસ કિસ્સામાં, તમારા બાળકને તે અથવા તેણી મૃત્યુ પામે ત્યાં સુધી આરામદાયક રાખવામાં આવશે, સામાન્ય રીતે જન્મના થોડા કલાકોની અંદર.
જો તમે તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો નિર્ણય લો તો, તમને આમાં શું સમાવિષ્ટ હોય અને તમને કેવી રીતે ટેકો આપવામાં આવશે તે વિષેની માહિતી આપવામાં આવશે. તમને તમારી ગર્ભાવસ્થાને ક્યાં અને કેવી રીતે સમાપ્ત કરવી તેની પસંદગી ઓફર કરવી જોઈએ અને તમને અને તમારા પરિવાર માટે વ્યક્તિગત ટેકો આપવો જોઈએ.
જો તમે તમારા બાળકની કેટલીક યાદો બનાવવા માંગતા હો, તો સ્ટાફ તમને અને તમારા પરિવારને આમ કરવામાં મદદ કરશે.
ફક્ત તમે જ જાણો કે તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ નિર્ણય શું છે. તમે જે પણ નિર્ણય લેશો, તમારા હેલ્થકેર વ્યાવસાયિકો તમને ટેકો આપશે.
ભવિષ્યની ગર્ભાવસ્થાઓ
જો તમે બીજું બાળક કરવાનું નક્કી કરો તો, તેમને બાઈલેટરલ રેનલ એજનેસિસ થવાની સંભાવના નથી. જો તમને, તમારા જીવનસાથીને અથવા તમારા કોઈ પણ બાળકને તમારી કિડનિની સમસ્યા થઈ હોય તો, તમારો જિનેટિક્સમાં કે આનુવંશિકમાં નિષ્ણાત ટીમ માટે રિફર કે ઉલ્લેખ કરવામાં આવી શકે.
વધારે માહિતી
પ્રસૂતિ પૂર્વેના પરિણામો અને પસંદગીઓ (Antenatal Results and Choices) (ARC) એ એક રાષ્ટ્રીય સખાવતી છે જે લોકોને સ્ક્રીનીંગ અને નિદાન વિષે અને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તે વિષે નિર્ણય લેવામાં સપોર્ટ કરે છે.
મરેલા બાળકનો જન્મ અને નવજાત મૃત્યુ ચેરિટિ (Stillbirth and neonatal death charity) (Sands) એ એક રાષ્ટ્રીય સખાવતી છે કે જે બાળકના મૃત્યુથી અસરગ્રસ્ત કોઈ પણ વ્યક્તિને ટેકો આપે છે અને બાળકોના મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે કાર્ય કરે છે.
ટુગેધર ફોર શોર્ટર લાઈવ્ઝ (Together for shorter lives) એ એક રાષ્ટ્રીય ચેરિટિ છે જે ખાતરી કરે છે કે ગંભીર રીતે બીમાર બાળકો અને તેમના પરિવારો તેમની સાથે વિતાવેલી દરેક ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરે, પછી ભલે તે વર્ષો, મહિનાઓ અથવા ફક્ત કલાકો હોય.
ઈન્ફોકિડ (InfoKID) એ શિશુઓ, બાળકો અને યુવાન લોકોમાં કિડનિની સ્થિતિ વિષે માતાપિતા અને સંભાળ રાખનારાઓ માટે માહિતી ધરાવતો એક ઓનલાઈન સ્ત્રોત કે રિસોર્સ છે.
માહિતી મેળવવીસ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવી