પ્રચાર સામગ્રી

કુટુંબીજન કે મિત્ર હોસ્પિટલમાંથી નીકળ્યા પછી તેમનું ધ્યાન રાખવું

અપડેટ થયેલ 4 August 2022

જે લોકોને સતત સંભાળની કે રોજ-બ-રોજના જીવનમાં સહાયતાની જરૂરત પડતી હોય તેમનાં કુટુંબીજનો અને મિત્રો માટે ઉપયોગી સલાહ આ પત્રિકામાં આપવામાં આવી છે.

તમે કોઈને કેવા પ્રકારની સહાયતા કરી શકો

સહાયતા ઘરમાં અથવા દૂર રહીને કરી શકાય છે (દાખલા તરીકે, ફોન દ્વારા), જેમ કેઃ

  • લાગણીશીલ ટેકો જેમ કે કોઈને તેમની વ્યાધિમાં કે માનસિક આરોગ્ય સંભાળવામાં મદદ કરવી

  • ઘરનાં કામો જેમ કે રસોઈ, સફાઈ અથવા અન્ય કામો

  • અંગત ટેકો જેમ કે હરવું ફરવું, નહાવું-ધોવું, ખાવું કે કપડાં પહેરવાં

  • દવાઓ કે ખોરાક જેવી જીવનઆવશ્યક ચીજવસ્તુઓ લાવી આપવામાં મદદ

  • પૈસા, પગારદાર સંભાળ કે અન્ય સેવાઓનો વહીવટ કરવામાં મદદ

જો તમે સંભાળ રાખી શકતાં ન હો, અને/અથવા મદદની જરૂર હોય, તો તમારી જરૂરતોને પણ ધ્યાનમાં લેવડાવવા માટે કેરરનું અસેસમેન્ટ કરાવવાનો તમને અધિકાર છે.

તમારી કાઉન્સિલ કે લોકલ ઓથોરિટી શું આપી શકે છે તે તપાસી જુઓ. તેમની વેબસાઈટ શોધો ઓનલાઈન પોસ્ટકોડ ટૂલ વાપરો. મહામારી દરમ્યાન સેવાઓ બદલાઈ હોય એવું બની શકે.

જો તમે કોઈની સંભાળ રાખી રહ્યાં હો તો શું ધ્યાનમાં રાખવું

1. સંભાળ રાખવાનાં તેમજ રોજિંદા કામોમાં બીજાં લોકો પાસેથી મદદ મેળવો

કેરર્સ યુ.કે. અને કેરર્સ ટ્રસ્ટ વેબસાઈટ પર ઉપલબ્ધ સહાયતા વિશેની માહિતી માટે જુઓ. કેરર્સ યુ.કે. પાસે એક ઓનલાઈન ફોરમ પણ છે જ્યાં તમે બીજાં કેરરો સાથે વાત કરી શકો છો, અને આ એક મફત હેલ્પલાઈન છે, જે 0808 808 7777 પર સોમવારથી શુક્રવાર સવારે 9થી સાંજે 6 સુધી ખુલ્લી હોય છે.

જો તમે નોકરી કરતાં હો તો કોઈની સંભાળ રાખવાની સાથે કામનો પણ ખ્યાલ રાખવા વિશે તમારા એમ્પ્લોયર સાથે વાત કરો. તમે કામના કલાકોમાં ફેરફારો કરવાનું ગોઠવી શકો અને ઘણાં એમ્પ્લોયરો બાબતો સહેલી બનાવવા માટે બીજા રસ્તા પણ કરી આપતાં હોય છે.

જો તમે સ્કૂલ, કોલેજ અથવા યુનિવર્સિટીમાં હો, તો તેમને તમે કોઈની સંભાળ રાખી રહ્યાં છો તે જણાવો જેથી તેઓ તમારા અભ્યાસને પહોંચી વળવામાં તેઓ તમારી મદદ કરી શકે. કેરર્સ ટ્રસ્ટ પાસે કુટુંબીજનો કે મિત્રોની સંભાળ રાખતાં યુવાન લોકો માટે ઘણી બધી ઉપયોગી સલાહ છે.

ચોક્કસ પ્રકારની બીમારીઓ માટે કામ કરતી સંસ્થાઓ, જેમ કે અલ્ઝાઈમર્સ સોસાઈટી, એજ યુ.કે., MIND તેમજ અન્યો પાસેથી સંભાળ રાખવા વિશેની નિષ્ણાત સલાહ મેળવો.

બધું તમારી જાતે કરવાનો પ્રયત્ન ન કરો. બીજાં લોકો મદદ કરવા માટે શું કરી શકે તેમ છે તેની મિત્રો અને કુટુંબીજનો સાથે વાત કરો. તેઓ કોઈ કામો વહેંચી લઈ શકે છે?

2. તમે જેમને સહાયતા કરી રહ્યાં હો તેમની સાથે સાથે તમારી પોતાની તબિયતનું પણ ધ્યાન રાખો

તમારી પોતાની તબિયત અને સુખાકારીનું ધ્યાન રાખવાનું અગત્યનું છે. સમતોલિત ખોરાક ખાવ, પૂરતી ઉંઘ મેળવો અને શારીરિક પ્રવૃત્તિ કરવા માટે દરરોજ થોડો સમય કાઢવાનો પ્રયાસ કરો.

થોડા ઊંડા શ્વાસ લેવાથી પણ તણાવ હળવો થઈ શકે છે અને રોજેરોજ પહોંચી વળવામાં મદદ થાય છે. વધુ સૂચનો માટે NHS ‘એવરી માઈન્ડ મેટર્સ’ વેબસાઈટજુઓ. જો તમારી પોતાની તબિયત અથવા તમે સંભાળ રાખતાં હો તે વ્યક્તિની તબિયત કોરોનાવાઈરસ કે બીજી કોઈ બીમારીને લીધે જો બગડે, તો તમારા જી.પી. સાથે વાત કરો અથવા NHS 111 પર કોલ કરો.

3. જો બાબતો બદલાય તો સંભાળના કામમાં પહોંચી વળવા વિશે પહેલેથી વિચાર કરી રાખો

તે વ્યક્તિને શું સંભાળની જરૂર પડે છે તે અને જો કોઈ કારણોસર તમે તેમની સંભાળ ન રાખી શકો તો બીજાં લોકોએ શું કરવું જોઈએ તે લખી રાખો. જો તમે ત્યાં ન હો તો બીજાં લોકોને તમારી યોજના સહેલાઈથી મળી જાય અને શું કરવાની જરૂર છે તેની તેમને ઝડપથી સમજ પડે તે અગત્યનું છે. તમારી યોજના કેવી રીતે બનાવવી તે વિશે કેરર્સ યુ.કે.ની વેબસાઈટ પર સલાહ આપેલી છે.

4. NHSના વોલન્ટીયરો પાસેથી વધારાની સહાય મેળવવા માટે રજિસ્ટર થાવ

કેરર્સ તેમજ તેઓ જેમની સંભાળ રાખતાં હોય તે લોકોને 0808 196 3646 નંબર પર કોલ કરવાથી શોપિંગ માટેની મદદ સહિત અન્ય અનેક પ્રકારની સહાયતા મળી શકે છે.