પ્રચાર સામગ્રી

ડાયાબેટીક આઈ સ્ક્રિનિંગઃ સ્લિટ લૅમ્પ પરીક્ષણની સમજૂતી

અપડેટ થયેલ 27 July 2022

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) એ આ પત્રિકા NHS વતી બનાવી છે. આ માહિતીમાં, શબ્દ ‘અમે’ એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.


આંખનો સામ-સામેનો ભાગ, આંખની કીકી, આંખના લેન્સ, ઓપ્ટિક નર્વ (આંખની રક્તવાહિની), મૅક્યુલા (ચામડી પરના ડાઘા) અને રૅટિના (નેત્રપટલ) બતાવે છે

1. સર્વસામાન્ય નિરીક્ષણ

જેમને ડિજિટલ કેમેરાને બદલે સ્લિટ લૅમ્પ નામના સાધનનો ઉપયોગ કરીને ડાયાબેટીક આંખના રોગ માટેની તપાસ કરાવવાની જરૂરત હોય તે લોકો માટે આ પત્રિકા છે.

તમારે સ્લિટ લૅમ્પથી તપાસ કરાવવાની અપોઈન્ટમેન્ટની જરૂર છે, કારણ કે ડિજિટલ ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને અમે તમારી આંખનો પાછળનો ભાગ સ્પષ્ટ રીતે જોઈ શક્યાં નથી.

2. ડાયાબેટિક રૅટિનોપૅથી

સ્લિટ લૅમ્પ ઉપકરણ વાપરીને કરવામાં આવતું ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગ (ફોટાનો આભાર બ્રિટિશ અસોસિએશન ઓફ રૅટિનલ સ્ક્રીનિંગ / કામરાન રાજાબી)

ડાયાબિટીસ જ્યારે લોહીની નાની નસોને અસર કરે છે ત્યારે ડાયાબેટિક રૅટિનોપૅથી થાય છે, જે રેટિના નામે ઓળખાતા આંખના હિસ્સાને એટલે કે નેત્રપટલને નુક્સાન કરે છે. તેના લીધે રેટિનામાં આવેલી લોહીની નસોમાંથી લોહી ઝરે છે અથવા તે ભરાઈને બંધ થઈ જાય છે. આના લીધે તમારી દ્રષ્ટિને અસર થઈ શકે છે.

3. સ્ક્રીનિંગની અગત્યતા

ડાયાબેટીક આંખનું સ્ક્રીનિંગથી દ્રષ્ટિહીનતા આવતી રોકવામાં મદદ મળે છે. ડાયાબિટીસ ધરાવનાર વ્યક્તિ તરીકે, તમારી આંખોને ડાયાબેટિક રૅટિનોપૅથીથી નુક્સાન થવાનું જોખમ હોય છે. તમારી દ્રષ્ટિમાં તમે કોઈ ફેરફારો નોંધો તે પહેલાં કોઈ બીમારી હોય તો આ સ્ક્રીનિંગથી તે પકડી શકાય છે.

આ સ્ક્રીનિંગ તમારી ડાયાબિટીસની સંભાળનો એક અગત્યનો હિસ્સો છે. સારવાર નહિ કરાયેલ ડાયાબેટિક રૅટિનોપૅથી દ્રષ્ટિ ગુમાવવાનાં સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. જ્યારે આ બીમારી વહેલી પકડી પાડવામાં આવે છે, ત્યારે સારવારથી દ્રષ્ટિને થતું નુક્સાન ઓછું કરી શકાય છે.

યાદ રાખો, ઓપ્ટીશ્યન સાથેની તમારી સામાન્ય આંખની તપાસના ભાગરૂપે ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગ કરવામાં આવતું નથી. આ સ્ક્રીનિંગમાં આંખની બીજી બીમારીઓ તપાસવામાં આવતી નથી અને આઈ સ્ક્રીનિંગ માટે તમારે તમારા ઓપ્ટીશ્યન પાસે નિયમિત રીતે જવાનું પણ ચાલુ રાખવું જોઈએ.

4. સ્લિટ લૅમ્પ

સ્લિટ લૅમ્પના 2 ભાગ હોય છે - તિરાડ મારફતે એક અત્યંત તેજ પ્રકાશનો સ્ત્રોત્ર ફેંકવામાં આવે છે અને એક માઈક્રોસ્કોપ. તેનાથી અમે આંખના દરેક વ્યક્તિગત ભાગમાં ઊંડાણપૂર્વક જોઈ શકીએ છીએ, ખાસ કરીને આંખના પાછળના ભાગના રૅટિના એટલે કે નેત્રપટલમાં.

આનાથી દેખાશે કે ડાયાબેટિક રૅટિનોપૅથીને કારણે કોઈ ફેરફારો થયા છે કે નહિ.

5. સ્ક્રીનિગં ટેસ્ટ

  1. અમે તમારી આંખમાં ટીપાં નાંખીએ છીએ જેથી તમારી આંખની પૂતળીઓ થોડા સમય માટે મોટી થાય. તમને કદાચ આ ટીપાંથી આંખ બળશે. તેનાથી તમારી દ્રષ્ટિ પણ થોડી ધૂંધળી થઈ જાય છે.

  2. અમે તમને પરીક્ષણ માટેની ખુરશીમાં બેસવાનું કહીશું. અમે તમારી દાઢી અને કપાળ એક ટેકા પર મૂકવાનું કહીશું જેથી તમારું માથું સ્થિર રહે. આ અપોઈન્ટમેન્ટ લગભગ 40 મિનિટ ચાલે છે.

  3. તમારા સ્ક્રીનિંગનાં પરિણામોની તમને જાણ કરતો પત્ર અમે તમને અને તમારા જી.પી.ને 6 અઠવાડિયાંની અંદર મોકલી આપીશું.

6. જ્યારે સ્ક્રીનિંગ કરી આપવાનું કહેવામાં આવે

‎12 વર્ષ અને તેથી વધુ ઉંમરની ડાયાબિટીસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને અમે દર 12 મહિને સ્ક્રીનિંગ માટે બોલાવીએ છીએ.

7. સંભવિત આડ અસરો

આંખનાં ટીપાંથી થોડા કલાકો માટે તમારી દ્રષ્ટિને કદાચ અસર થઈ શકે, આથી તમારી અપોઈન્ટમેન્ટ પછી જ્યાં સુધી તમારી દ્રષ્ટિ ફરી પાછી સામાન્ય ન થાય ત્યાં સુધી ગાડી ન ચલાવવી જોઈએ.

8. હવે પછીનાં પગલાં

જો તમને કોઈ ફેરફારો ન થયા હોય (અથવા ડાયાબીટીસને લગતા કોઈ હળવા ફેરફારો થયા હોય) અને તમારી આંખના પાછળના ભાગના સ્પષ્ટ ફોટા અમને હજુ ન મળી શકતા હોય, તો અમે તમને 12 મહિના પછી સ્લિટ લૅમ્પ માટેની બીજી અપોઈન્ટમેન્ટ માટે બોલાવીશું.

જો ગંભીર ફેરફારો થયા હોવાની નિશાનીઓ દેખાશે, તો અમે તમારી નજીકની હોસ્પિટલમાં ઓપ્થાલ્મોલોજી (આંખ)ના ક્લિનિકમાં આંખના નિષ્ણાત ડોક્ટર પાસે મોકલશું.

9. અપોઈન્ટમેન્ટની તૈયારી કરવી

તમારી અપોઈન્ટમેન્ટની તૈયારી કરવા માટે, તમારેઃ:

  • તમે પહેરતાં હો તે બધાં જ ચશ્માં અને કોન્ટેક્ટ લેન્સીસ, કોન્ટેક્ટ લેન્સના સોલ્યુશનો સહિત સાથે લઈ આવવાં જોઈએ
  • તડકામાં પહેરવાનાં કાળા ચશ્માં સાથે લાવવાં જોઈએ કારણ કે આંખનાં ટીપાં નાંખ્યા પછી તમારી આંખો સંવેદનશીલ લાગી શકે.

અપોઈન્ટમેન્ટમાં તમે કોઈને સાથે લાવી શકો.

આંખનાં ટીપાંથી થોડા કલાકો માટે તમારી દ્રષ્ટિને કદાચ અસર થઈ શકે, આથી તમારી અપોઈન્ટમેન્ટ પછી તમારે ગાડી ન ચલાવવી જોઈએ.

તમે તાજેતરમાં મોતિયો કઢાવ્યો હોય અથવા ટૂંક સમયમાં જ મોતિયો કઢાવવાનાં હો તો કૃપા કરીને અમને જણાવો. આનાથી અમે ફરીથી ડિજિટલ ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને તમારી આંખ સ્પષ્ટ રીતે જોઈ શકીશું.

10. તમે કેવી રીતે મદદ કરી શકો

તમે તમારું જોખમ ઘટાડી શકો છો, જો તમેઃ

  • તમારી ડાયાબેટીક આઈ સ્ક્રીનિંગની નિયમિત અપોઈન્ટમેન્ટોમાં હાજરી આપવાનું ચાલુ રાખો
  • તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલા સ્તરે તમારા બ્લડ શુગરનું પ્રમાણ (HbA1c) જાળવી રાખો
  • તમારા બ્લડ પ્રેશરમાં વધારો થયો નથી તેની તપાસ માટે નિયમિત રીતે તમારી આરોગ્ય સંભાળની ટુકડીને મળો
  • તમારી આરોગ્ય સંભાળની ટુકડી સાથે નક્કી કરેલા સ્તરે લોહીમાં ચરબીનાં સ્તરો (કોલેસ્ટરોલ) જાળવી રાખો
  • તમારી દ્રષ્ટિ અંગે કોઇ નવી તકલીફો જો તમને જણાય તો વ્યાવસાયિક સલાહ મેળવો
  • આરોગ્યપ્રદ, સંતુલિત આહાર લો
  • જો તમારું વજન વધારે પડતું હોય તો વજન ઘટાડો
  • તમને લખી આપવામાં આવ્યા મુજબ તમારી દવા લો
  • નિયમિત કસરત કરો
  • જો તમે ધુમ્રપાન કરતાં હો તો તેમાં ઘટાડો કરો અથવા બંધ કરો

યાદ રાખો, તમારા સામાન્ય આંખ પરીક્ષણ માટે આંખ નિષ્ણાતની મુલાકાત લેવાનું તમારે ચાલુ રાખવું જોઇએ અને તમારી ડાયાબેટીક આંખ તપાસ મુલાકાત પર પણ હાજર રહો.

11. વધુ માહિતી

વધુ માહિતી તમને અહીંથી મળી શકશેઃ

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તેમજ NHS તમારી તપાસ વિશેની માહિતી કેવી રીતે વાપરે અને તેનું રક્ષણ કરે છે તેની જાણકારી મેળવો .

તપાસ કરવાવવાનો ઈનકાર કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવો.